કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય
Cambridge University Crest - flat.png

મુ્દ્રાલેખ:Hinc lucem et pocula sacra (લેટિન)
ગુજરાતીમાં મુદ્રાલેખ:From here, light and sacred draughts (literal)
From this place, we gain enlightenment and precious knowledge (non-literal)
સ્થાપના:૧૨૦૯ આસપાસ
પ્રકાર:સાર્વજનિક
ભંડોળ:£૪.૧ અબજ (૨૦૦૬, કોલેજ શામિલ) ($ ૭.૯ અબજ)
કુલપતિશ્રી:પ્રિન્સ ફિલીપ, ડ્યૂક ઑફ એડિનબરા
ઉપ કુલપતિ:એલિસન રિચર્ડ
કુલ સ્ટાફ:૮,૬૧૪
વિદ્યાર્થીઓ:૧૮,૩૯૬
સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ:૧૨,૦૧૮
અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ:૬,૩૭૮
સ્થાન:કેમ્બ્રિજ, ઈંગ્લેન્ડ, યુ.કે.
Colours:     Cambridge Blueઢાંચો:Scarfઢાંચો:Cellઢાંચો:Cellઢાંચો:Cellઢાંચો:Scarf
Athletics:The University Sporting Blue (સ્પોર્ટિંગ બ્લૂ)
સંલગ્નતા:રસેલ ગ્રુપ
કોઈબ્રા ગ્રુપ
યૂરોપીય વિશ્વવિદ્યાલય એસોસિએશન
LERU
સંશોધન વિશ્વવિદ્યાલયોનું અંતરરાષ્ટ્રીય મંડળ
વેબસાઇટ:http://www.cam.ac.uk
200px

કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય કે કેંબ્રિજ વિશ્વવિદ્યાલય ઈંગ્લેન્ડમાં આવેલા કેમ્બ્રિજ શહેરમાં આવેલું એક જગતભરમાં જાણીતું વિશ્વવિદ્યાલય છે. આ વિદ્યાલય અંગ્રેજીભાષી દેશો પૈકીનું બીજા ક્રમે આવતું સૌથી પુરાણું અને યૂરોપ ખંડમાંનું ચોથા ક્રમે આવતું સૌથી પુરાણું વિશ્વવિદ્યાલય છે.

પુરાણા દસ્તાવેજોમાં જણાવ્યા અનુસાર, ઇ. સ. ૧૨૦૯ના વર્ષમાં શહેરવાસીઓ સાથે થયેલા વિવાદને કારણે ઓક્સફર્ડ શહેર છોડીને બહાર નિકળેલા કેટલાક બુદ્ધિજીવીઓના સંગઠન દ્વારા આ વિશ્વવિદ્યાલયનો પાયો નાખવામાં આવ્યો હતો. ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયને સંયુક્ત રૂપમાં ઑક્સબ્રિજ કહેવામાં આવે છે. બ્રિટિશ સંસ્કૃતિ અને ઇતિહાસમાં વણાઇ ગયેલા આ બંન્ને વિશ્વવિદ્યાલયો વચ્ચે થતી પ્રતિદ્વંદિતાનો એક લાંબો ઇતિહાસ છે.

અકાદમીની રીતે જોતાં ક્રેબ્રિજ વિશ્વવિદ્યાલયની ગણના દુનિયાના પાંચ સર્વશ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયોમાં કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૯ સુધીમાં અભ્યાસ કરી ગયેલા આ વિશ્વવિદ્યાલયના છાત્રોમાં ૮૫ નોબલ પુરસ્કાર વિજેતાઓ શામેલ છે.