લખાણ પર જાઓ

રાષ્ટ્રીય પુસ્તકાલય (કમ્બોડિયા)

વિકિપીડિયામાંથી
રાષ્ટ્રીય પુસ્તકાલય, કમ્બોડિયા
રાષ્ટ્રીય પુસ્તકાલય
દેશકમ્બોડિયા
પ્રકારરાષ્ટ્રીય પુસ્તકાલય
સ્થાપના૧૯૨૪
સ્થાનપનૉમ પૅન, કમ્બોડિયા
સંગ્રહ
Size૧૦૩,૬૩૫
અન્ય માહિતી
કર્મચારી૩૦

ધ નેશનલ લાયબ્રેરી ઑફ કમ્બોડિયા અથવા કમ્બોડિયાનું રાષ્ટ્રીય પુસ્તકાલયકમ્બોડિયાની રાજધાની પનૉમ પૅન સ્થિત કમ્બોડિયા દેશનું રાષ્ટ્રીય પુસ્તકાલય છે. ખ્મેર રૂજ[upper-alpha ૧] દ્વારા આ પુસ્તકાલયના મોટાભાગના પુસ્તકો અને ગ્રંથસૂચિના સંગ્રહનો નાશ કરવામાં આવ્યો હતો માત્ર ૨૦ % કરતા ઓછી સામગ્રી બચી હતી.[] []

ઇતિહાસ

[ફેરફાર કરો]

૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ ફ્રેન્ચ સંસ્થાનવાદી વહીવટીતંત્ર દ્વારા કમ્બોડિયાના રાષ્ટ્રીય પુસ્તકાલયનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે ફ્રેન્ચ ભાષાના માત્ર ૨,૮૭૯ પુસ્તકોનો પ્રારંભિક સંગ્રહ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯૫૧માં પ્રથમ ખ્મેર નિદેશક શ્રી પચ છોઉનની નિમણૂક સુધી ફ્રેન્ચ સ્ટાફ દ્વારા તેનું સતત સંચાલન કરવામાં આવ્યું હતું. ૧૯૫૪માં આઝાદી પછી કમ્બોડિયાના પ્રકાશન ક્ષેત્રમાં સતત વૃદ્ધિ થઈ હતી, જેનાથી રાષ્ટ્રીય પુસ્તકાલયમાં ખ્મેર ભાષાના પુસ્તકોની સંખ્યામાં વધારો થયો હતો. ખ્મેર રૂઝ યુગ દરમિયાન બંધ થયેલા આ રાષ્ટ્રીય પુસ્તકાલયનો ઉપયોગ પોલ પોટ શાસનના સભ્યો દ્વારા ઘણા વર્ષો સુધી નિવાસસ્થાન કે રહેણાંક આવાસ તરીકે કરવામાં આવતો હતો. આ સભ્યોના રહેવાસ દરમિયાન તેમણે ઘણા પુસ્તકોનો નાશ કર્યો હતો. ૧૯૮૦થી વિવિધ વિદેશી સરકારો અને એજન્સીઓની સહાયથી રાષ્ટ્રીય પુસ્તકાલયની પુનઃસ્થાપના કરવામાં આવી હતી. વર્તમાનમાં કમ્બોડિયાનું રાષ્ટ્રીય પુસ્તકાલય (નેશનલ લાયબ્રેરી) વિવિધ ભાષાઓના પુસ્તકોની લગભગ ૧૦૩,૬૩૫ નકલો ધરાવે છે. આ પુસ્તકોમાં વિશેષ કરીને ખ્મેર, ફ્રેન્ચ, અંગ્રેજી, જર્મન ભાષાના પુસ્તકો વધુ જોવા મળે છે. પુસ્તકાલયના વિશેષ સંગ્રહોમાં ૮,૨૩૭ રાષ્ટ્રીય દસ્તાવેજોનો સમાવેશ થાય છે, જેમાં ૧૯૨૫ થી ૧૯૭૦ વચ્ચેના સમયગાળાના ફ્રેન્ચમાં પ્રકાશિત દસ્તાવેજોનો સમાવેશ થાય છે, ઉપરાંત ૧૯૫૫-૧૯૭૫ના વર્ષોના ખ્મેર ભાષામાં પ્રકાશિત કેટલાક પુસ્તકો અને દસ્તાવેજોનો પણ સમાવેશ થાય છે. આ પુસ્તકાલયમાં ૩૦૫ સાસ્ત્ર અથવા તાડના પાંદડાની હસ્તપ્રતોનો એક વિશેષ સંગ્રહ પણ આવેલો છે, જે માઇક્રોફિલ્મ (સૂક્ષ્મપટ્ટી) પર ઉપલબ્ધ છે. પુસ્તકાલયના સંસ્થાનવાદી યુગના સામયિકો અને પુસ્તકોના સંગ્રહમાંથી પુસ્તકપ્લેટોનું પ્રદર્શન બનાવવામાં આવ્યું છે; જે આ પુસ્તકાલયના સામયિકોના ઓરડામાં કાયમી ધોરણે જોવા મળે છે. કમ્બોડિયા સરકારના સાંસ્કૃતિક પ્રકાશન અને વાંચન વિભાગ તથા કલા અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સંચાલિત આ રાષ્ટ્રીય પુસ્તકાલય હાલમાં ૩૦ લોકોનો સ્ટાફ ધરાવે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Lost memory: libraries and archives destroyed in the twentieth century
  2. Dean, John F. 1990. “The Preservation of Books and Manuscripts in Cambodia.” American Archivist 53 (April): 282–97.
  3. D’Amicantonio, J. (1997). The development of libraries in Cambodia: the post-Khmer Rouge years. World Libraries, 8(1), 36–41.
  1. ખ્મેર રૂજ એ ૧૯૭૫ થી ૧૯૭૯ દરમિયાન કમ્બોડિયા પર શાસન કરનાર કંપૂચિયા સામ્યવાદી પક્ષના સભ્યોને આપવામાં આવેલું નામ છે. આ નામ ૧૯૬૦ના દાયકામાં વડા પ્રધાન નોરોડોમ સિહાનુકે તેમના દેશના વિષમ, સામ્યવાદી નેતૃત્વ હેઠળના અસંતુષ્ટોનું વર્ણન કરવા માટે વાપર્યું હતું, જેમની સાથે તેમણે ૧૯૭૦માં ઉથલપાથલ પછી જોડાણ કર્યું હતું