ઉપાસની મહારાજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઉપાસની મહારાજ સાકોરી, મહારાષ્ટ્ર ખાતે એમના આશ્રમમાં

ઉપાસની મહારાજ (મે ૧૫, ૧૮૭૦ડીસેમ્બર ૨૪, ૧૯૪૧) હિન્દુ ધર્મના ગુરુ હતા. સાકોરી નામના નાનકડા ગામમાં રહેતા હતા. આ ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. ઉપાસની મહારાજ યોગી હતા અને પ્રખ્યાત ભાર્તીય સંત સાંઈ બાબા ના સંપર્કમાં આવ્યા પછે અને તેમની સંગતમાં ત્રણ વર્ષ રહ્યાં પછી કહેવાય છે કે તેઓ સદગુરુ બની ગયાં. મેહર બાબાને જેમ જ ઉપાસની મહારાજ પણ ભારતીય તત્વજ્ઞાનના એક પ્રખ્યાત ગુરુ મનાય છે. આજે પણ ઉપાસને મહારાજના ઘણાં અનુયાયીઓ છે જે સાકોરીમાં રહે છે અને તેમના મંદિરની સાર સંભાળ રાખે છે. ઉપાસની મહારાજના ઉપદેશનો સાર: 1. કોઇને તકલીફ આપવી નહિ. 2. ભલે પોતે દુ:ખી થવું પડે છતાં પણ અન્યને ઉપયોગી થવું. 3. હમેંશા સંતોષી રહો અને જેવી સ્થિતિ હોય તેમાં ખુશ રહો.

સંદર્ભ[ફેરફાર કરો]