લખાણ પર જાઓ

અદ્વૈત વેદાંત

વિકિપીડિયામાંથી
આદિ ગુરુ શ્રી ગૌડપદચાર્ય, શ્રી આદિ શંકરાયાર્યના વડાગુરુ અને અદ્વૈતના પ્રથમ ઐતિહાસિક પ્રચારક, શ્રી ગૌડપદચાર્ય મઠના પણ સ્થાપક હોવાનું માનવામાં આવે છે.

અદ્વૈત વેદાંત (સંસ્કૃત अद्वैत वेदान्त)ને હિંદુ દર્શનશાસ્ત્રની વેદાંત (શાબ્દિક અર્થ, અંત અથવા વેદનો મુખ્ય ઉદ્દેશ, સંસ્કૃત) શાખાની સૌથી વધારે પ્રભાવશાળી ઉપશાખા માનવામાં આવે છે.[] વેદાંતની અન્ય શાખા દ્વૈત અને વિશિષ્ટાદ્વૈત છે. અદ્વૈત (શાબ્દિકનો અર્થ અનન્યતા)એ એકેશ્વરવાદ વિચારધારાની પરંપરા છે. "અદ્વૈત" એટલે સ્વ (આત્મા) અને સર્વ (બ્રહ્મ)ની ઓળખ.[]

વેદાંન્તની તમામ શાળાઓના મુખ્ય સ્ત્રોત લખાણો પ્રસ્થાનત્રયી છે, જે ઉપનિષદ, ભગવદ ગીતા અને બ્રહ્મ સૂત્રો ધરાવતાં લખાણો છે. અદ્વૈત વેદાંતના સિદ્ધાંતોને વિસ્તૃત રીતે એકત્રીકરણ કરનારા પ્રથમ વ્યક્તિ આદિ શંકરાચાર્ય હતા,[] જ્યારે પ્રથમ ઐતિહાસિક પ્રચારક શંકરાચાર્યના ગુરુ ગોવિંદ ભાગવતપદના ગુરુ ગૌડપદ હતા.

આદિ શંકરાચાર્ય

[ફેરફાર કરો]

આદિ શંકરાચાર્યએ અદ્વૈત વેદાંતને દ્રઢિભૂત કર્યું, જે ગૌડપદ અને ગોવિંદ ભાગવતપદ સિદ્ધન્ત(વ્યવસ્થા) દ્વારા યોગ્ય ઠેરવેલા તથા સ્વીકારાયેલા વૈદિક સાહિત્યનું અર્થઘટન છે. કેટલાક ઉપનિષદ ગુરુઓ અને તેમના પોતાના ગુરુના ગુરુ ગૌડપદની વિચારધારા (અજાતિવાદ)ને આગળ વધારતાં, આદિ શંકરાચાર્યએ અદ્વૈત - અનન્ય વાસ્તવિકતાનો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો. તેમણે પ્રસ્થાન ત્રયી પર ભાષ્ય લખ્યા. વીવેકચૂડામણિ માંના જાણીતા લખાણ,તેમના તત્વચિંતક લખાણોમાંથી એક પ્રકરણનું વાક્ય તેમના દર્શનને ટૂંકમાં નીચે પ્રમાણે રજૂ કરે છેઃ[]

બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે અને આખરે બ્રહ્મ અને આત્મા વચ્ચે કોઇ જ ભેદ નથી.

તેમના બહોળી રીતે ટાંકવામાં આવતા આ વાક્ય અંગે ઘણી ગેરસમજ પર પ્રવર્તે છે.[સંદર્ભ આપો]તેમના તત્ત્વમીમાંસા દર્શનમાં વાસ્તવિકતાના ત્રણ સ્તર રહેલા છે, જે અગાઉના દરેક સ્તર કરતાં વધારે વાસ્તવિક છે. આ વ્યવસ્થામાં ભ્રમ ની શ્રેણી માત્ર સંપૂર્ણ વાસ્તવિકતાની દ્રષ્ટિએ જ અવાસ્તવિક છે અને તે સંપૂર્ણ અવાસ્તવિક ની શ્રેણી કરતાં અલગ છે. તેમની વેદાંતની પ્રણાલીએ ઉપનિષદના સ્વીકૃત તત્ત્વમીમાંસા પર વિદ્વત્તાપૂર્ણ સમજૂતીની પદ્ધતિને રજૂ કરી અને આ પ્રણાલી પછીથી તમામ વેદાંત શાળાઓ દ્વારા સ્વીકારવામાં આવી. ધાર્મિક લખાણોમાં કરવામાં આવેલા વિધાનોને શાબ્દિક રીતે નહીં મૂલવવાની અને યોગ્ય જણાય ત્યાં સાંકેતિક અર્થઘટન કરવાની પ્રણાલી તેમની કૃતિની અન્ય એક વિશેષતા હતી. બાદરાયનના બ્રહ્મસૂત્ર પરના તેમની ટીકાના પ્રસિદ્ધ ગદ્યમાં તેમણે જણાવ્યું છે કે, "જ્ઞાન મેળવવાના દરેક રસ્તા (પ્રમાણમ)નો યોગ્ય વિસ્તાર છે. ધાર્મિક ગ્રંથો {શબ્દ પ્રમાણમ}નો વિસ્તાર આત્માના જ્ઞાનનો વિસ્તાર છે. જો ધાર્મિક ગ્રંથો અન્ય વિસ્તાર અંગે કાંઇક જણાવતા હોય તો – આપણી આસપાસના વિશ્વ અંગે – તો તે જાણવું {પ્રત્યક્ષ પ્રમાણમ} અને અનુમાન {અનુમાન પ્રમાણમ} (જ્ઞાનના આ વિસ્તાર માટેની યથાયોગ્ય પદ્ધતિ) જે જણાવે છે તેની સાથે વિરોધાભાસ સર્જે છે, જેના કારણે ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવેલા નિવેદનોનું સાંકેતિક રીતે અર્થઘટન કરવું પડે છે." અદ્વૈતમાં આદિ શંકરાચાર્યનું પ્રદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમના મુખ્ય કાર્યોમાં પ્રસ્થાનત્રયી (બ્રહ્મસૂત્ર, ભગવદ ગીતા અને ઉપનિષદો) પરના ભાષ્ય અને ગૌડપદીયા કારીકાસ નો સમાવેશ થાય છે. તેમના લખેલા સ્વતંત્ર ગ્રંથોમાં ઉપદેશ સહસ્ત્રીનો સમાવેશ થાય છે, જેમાં તેમના દર્શનને આલેખવામાં આવે છે.

પૂર્વઆવશ્યકતા

[ફેરફાર કરો]

ગુરૂની આવશ્યકતા

[ફેરફાર કરો]

શંકરાચાર્યનું માનવું હતું કે મુક્તિ માટેની પૂર્વઆવશ્યકતા એવા વૈદિક લખાણોનો અભ્યાસ વર્ણવ્યવસ્થાને આધારે માત્ર ઉચ્ચવર્ગના પુરુષ સુધી સીમિત રાખવો જોઇએ. તેમનો સામાન્ય મત એવો હોવાનું જણાય છે કે મુક્તિ માત્ર બ્રાહ્મણ જ્ઞાતિના તપસ્વી પુરુષ જ મેળવી શકે છે.[] શંકરાચાર્ય અને અન્ય લોકો મત મુજબ, અદ્વૈત વેદાંતના દર્શનને અનુસારતા કોઇપણ વ્યક્તિએ ગુરુ (શિક્ષક)ના માર્ગદર્શન પ્રમાણે આમ કરવું જોઇએ.[]

ગુરુમાં નીચે પ્રમાણેના ગુણો હોવા જોઇએ (જુઓ મુંડક ઉપનિષદ 1.2.12):

  1. શ્રોત્રિય — વૈદિક શાસ્ત્રો અને સંપ્રદાયનો અભ્યાસ કરેલો હોવો જોઇએ
  2. બ્રહ્મનિષ્ઠ — શાબ્દિક રીતે બ્રહ્મમાં પ્રસ્થાપિત થયલો હોવો જોઇએ, એટલે કે જેને તમામ વસ્તુઓ ઉપરાંત પોતાનામાં પણ બ્રહ્મના એકાકારની અનુભૂતિ થયેલી હોવી જોઇએ

સત્યની શોધનાર વ્યક્તિએ ગુરુની સેવા કરવી જોઇએ અને તેના તમામ સંશયોને દૂર કરવા માટે વિનમ્ર ભાવે પોતાના પ્રશ્નો રજૂ કરવા જોઇએ (ભગવદ ગીતા 4.34 જુઓ). આમ કરવાથી, અદ્વૈત કહે છે કે, સત્યની શોધ કરનારને મોક્ષ (જન્મ અને મરણના ચક્રમાંથી મુક્તિ ) મળે છે.

આદિ શંકરાચાર્યના જણાવ્યા અનુસાર, ઉપનિષદના શબ્દોના ચિંતનથી બ્રહ્મનું જ્ઞાન મળે છે, અને શ્રૃતિના માધ્યમથી મેળવવામાં આવતું બ્રહ્મનું જ્ઞાન અન્ય કોઇ જ રીતે મેળવી શકાતું નથી. માત્ર ગુરુ જ શ્રૃતિની વિસ્તૃત સમજૂતી અને શબ્દોના કૌશલ્યપૂર્ણ ઉપયોગના માધ્યમથી શિષ્યમાં અત્યાર સુધી અજ્ઞાત રહેલું જ્ઞાન પેદા કરી શકે છે. ગુરુએ માત્ર પ્રોત્સાહન કે સૂચનો જ આપવાના નથી હોતા.[]

સાધના ચતુષ્ચય

[ફેરફાર કરો]

મોક્ષ મેળવવા માંગતી કોઈ પણ વ્યક્તિ (મુમુક્ષુ) માં નીચે મુજબની ચાર સંપત્તિ (યોગ્યતા) હોવી જોઇએ જેને સંયુક્ત રીતે સાધના ચતુષ્ચય સંપત્તિ (ચાર યોગ્યતા) કહેવાય છેઃ

  1. નિત્યા-અનિત્ય વસ્તુ વિવેક — નિત્ય પદાર્થ, બ્રહ્મ અને બદલાતા અસ્તિત્વવાળા પદાર્થો (અનિત્ય) વચ્ચેના ભેદને યોગ્ય રીતે પારખવાની ક્ષમતા (વિવેક).
  2. ઇહમૃતાર્થ ફલભોગ વિરાગ — આ વિશ્વ (ઇહા) અને સ્વર્ગ વગેરે જેવી અન્ય દુનિયા (અમૃત્રા)માં પદાર્થના આનંદ (અર્થ ફલ ભોગ)નો સ્વૈચ્છિક ત્યાગ (વૈરાગ).
  3. સમાધિ ષટક સંપત્તિ — સમની છગણી યોગ્યતાઓ (અંત:કરણ[]નો અંકુશ []) તરીકે ઓળખાવતો ભાગ, દામ (બાહ્ય ઇન્દ્રિયોનું નિયમન કરતો ભાગ), ઉપરાતી (ક્રિયામાંથી અલિપ્તતા, ધ્યાન પર વધારે ભાર મૂકવો[સંદર્ભ આપો]), તિતિક્ષા (સહન કરવું), શ્રદ્ધા (ગુરુ અને વેદોમાં શ્રદ્ધા), સમાધાન (ઇશ્વર અને ગુરુના મન પર ધ્યાન કેન્દ્રિત કરવું)
  4. મુમુક્ષુત્વા — વિશ્વનું સ્વરૂપ દુઃખ પ્રેરક છે તેવી દ્રઢ માન્યતા અને મોક્ષ માટેની સતત ઝંખના (જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ )

આદિ શંકરાચાર્યએ તત્વબોધ (1.2)માં જણાવ્યું હતું કે મોક્ષ અથવા મુક્તિ, ઉપર જણાવવામાં આવેલી ચાર યોગ્યતા ધરાવતા લોકોને જ મળે છે. આમ ગુરુ પાસેથી અદ્વૈત વેદાંતનો અભ્યાસ કરવા માંગતા કોઇપણ સત્યની શોધ કરનારમાં આ ચાર પ્રકારની યોગ્યતા હોવી જોઇએ.

જ્ઞાનમીમાંસા

[ફેરફાર કરો]

પ્રમાણ

[ફેરફાર કરો]

સંસ્કૃતમાં પરમ શબ્દનો અર્થ સાચું જ્ઞાન થાય છે, જે કોઇપણ પદાર્થ પરથી તાર્કિક રીતે મેળવવામાં આવ્યું હોય. પ્રમાણો (નો અર્થ સંસ્કૃતમાં જ્ઞાન થાય છે) ત્રિપુટીમાંનો એક જ ભાગ છે જે નીચે મુજબ છે,

  1. જ્ઞાતા (પ્રમત્ર), કર્તા, જ્ઞાનનો જાણકાર
  2. જ્ઞાન (પ્રમાણ), જ્ઞાનનો અર્થ અથવા કારણ
  3. જ્ઞેય, જ્ઞાનનું કર્મ

અદ્વૈત વેદાંતમાં નીચે મુજબ પ્રમાણો સ્વીકારવામાં આવ્યા છેઃ

  • પ્રત્યક્ષ — ઇન્દ્રિયો દ્વારા મેળવવામાં આવેલું જ્ઞાન
  • અનુમાન — અનુમાન દ્વારા મેળવવામાં આવેલું જ્ઞાન
  • ઉપમાન — સમાનતા ને આધારે મેળવવામાં આવેલું જ્ઞાન
  • અર્થાપત્તિ — જ્ઞાત જ્ઞાનની દેખીતા જ્ઞાન પર સર્વોપરીતા મેળવીને પરંતુ જ્ઞાત જ્ઞાન પર વિજય નહીં મેળવીને પ્રાપ્ત કરેલું જ્ઞાન
  • શબ્દ - વેદ જેવા લખાણો ના માધ્યમથી મેળવવામાં આવેલું જ્ઞાન

મીમાંસા

[ફેરફાર કરો]

કાર્ય અને કારણ

[ફેરફાર કરો]

કાર્ય અને કારણએ વેદાંતની તમામ વ્યવસ્થાઓના સંશોધનનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. બે કારણત્વ (કારણના માર્ગ)ને ઓળખવામાં આવ્યા છેઃ

  1. નિમિત્ત કારણત્વ - સાધનરૂપ કારણ બનવું દાખલા તરીકે, કુંભારને નિમિત્ત કારણત્વ નું કાર્ય સોંપવામાં આવ્યું છે કારણ કે તે ઘડાના સર્જક તરીકે કાર્ય કરે છે અને તેથી તે ઘડાનું સાધનરૂપ કારણ છે.
  2. ઉપાદાન કારણત્વ - સામગ્રીરૂપ કારણ બનવું . દાખલા તરીકે, માટીને ઉપાદાન કારણત્વ નું કાર્ય સોંપવામાં આવ્યું છે કારણ કે સ્વરૂપ (ઘડા)ની સામગ્રી તરીકે કાર્ય કરે છે અને ઘડાનું સામગ્રીરૂપ કારણ બને છે.

અદ્વૈત વેદોના નિવેદનો સાથે બ્રહ્મને નિમિત્ત કારણત્વ સોંપે છે (જેમાંથી માત્ર બે જ નીચે આપ્યા છે)

ઇશ્વરે જ તમામ સ્વરૂપોનું સર્જન કર્યું છે અને તેમને નામ દ્વારા બોલાવે છે (તૈતિરીય અરણ્યક 3.12.7)

તેમણે વિચાર્યું કે, મને વિશ્વનું સર્જન કરવા દે (ઐતરીય ઉપનિષદ[૧૦] 1.1.1)

અદ્વૈત પણ બ્રહ્મને ઉપાદાન કારણત્વ સોંપે છે, જુઓ વેદોમાં રહેલા નિવેદનો (જેમાંથી માંત્ર બે જ નીચે આપ્યા છે):

પ્રિય પુત્ર, જેમ માટીના એક જ લોંદામાંથી બનેલી તમામ વસ્તુઓ માટીની વસ્તુઓ તરીકે ઓળખાય છે, માટે સ્વરૂપમાં ફેરફાર કરવા છતાં નામ શબ્દ પર આધારિત છે અને માત્ર માટી જ વાસ્તવિક છે (ચંદોગ્ય ઉપનિષદ[૧૧] 6.1.4)

(તેમણે વિચાર્યું) મને ઘણાં સ્વરૂપો ધારણ કરવા દે, મને જન્મ લેવા દે (તૈતિરીય ઉપનિષદ[૧૨] 2.6.4)

છાંદોગ્ય ઉપનિષદ[૧૧] 6.2.1માં જણાવાયું છે કે,

તે એક જ છે અને તેમનું કોઇ બીજું સ્વરૂપ નથી.

આમ, વેદોમાં જોવા મળતા આ તેમજ અન્ય નિવેદનોને આધારે અદ્વૈત સાર કાઢે છે કે બ્રહ્મ સાધનરૂપ અને સામગ્રીરૂપ કારણ એમ બંનેમાં છે.

કાર્ય અને કારણની અનન્યતા

[ફેરફાર કરો]

અદ્વૈત જણાવે છે કે કાર્ય એ કારણથી અલગ સ્વરૂપ નથી. જો કે, કારણ એ કાર્યથી અલગ છે. આ સિદ્ધાંતને કાર્ય-કારણ અનન્યત્વ કહે છે. તેને વધારે વિસ્તૃત રીતે સમજાવતા,

  • જો કારણનો નાશ કરવામાં આવે તો અસર લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવતી નથી. દાખલા તરીકે, સુતરાઉ કાપડ રૂપી અસરમાંથી તાંતણારૂપી કારણને કાઢી લેવાં આવે તો તે કાપડ રહેતું નથી, એટલે કે કાપડનો નાશ થાય છે. તેવી જ રીતે જો તાંતણારૂપી અસરમાંથી સુતરરૂપી કારણને કાઢી લેવામાં આવે તો તાંતણો રહેતો નથી એટલે કે તાંતણો નાશ પામે છે. આ બાબતને આદિ શંકરાચાર્યએ બ્રહ્મ સૂત્ર માં બ્રહ્મ સૂત્ર,2.1.9 પરના ભાષ્યમાં,[૧૩] ઉજાગર કરી છે કે,

    કારણ અને અસર વચ્ચે અભેદ રહેલો હોવા છતાં, અસરનો આત્મા કારણમાં રહેલો છે પરંતુ કારણનો અસરમાં નહીં. અસરએ કારણનું સ્વરૂપ છે અને કારણએ અસરનું સ્વરૂપ નથી. તેથી અસરની ગુણવત્તા કારણને સ્પર્શી શકતી નથી.

  • તેના અસ્તિત્વના સમય દરમિયાન, વ્યક્તિ સરળતાથી એ જાણી શકે છે કે અસરકારણ થી અલગ નથી. જો કે કારણઅસર થી અલગ નથી તે સરળતાથી સમજી શકાતું નથી. આથી, કારણને અસરથી અલગ કરવું ખરેખર શક્ય નથી. પરંતુ તે માત્ર કલ્પના કરીને જ શક્ય કરી શકાય છે. દાખલા તરીકે, અરીસામાં જોવામાં આવતું સોનાના દાગીનાનું પ્રતિબિંબ માત્ર દાગીનાનું સ્વરૂપ છે પરંતુ તે દાગીના નથી કારણ કે તેમાં (પ્રતિબિંબમાં) સોનું નથી. આદિ શંકરાચાર્યએ છાંદોગ્ય ઉપનિષદમાં, છાંદોગ્ય ઉપનિષદ, 6.3.2 પરના ભાષ્યમાં, જણાવ્યું કે,

    સત (બ્રહ્મ)ની સાથે જોવામાં આવે ત્યારે તમામ નામ અને સ્વરૂપ વાસ્તવિક છે પરંતુ જ્યારે તેને બ્રહ્મથી સ્વતંત્ર રીતે જોવામાં આવે ત્યારે તે મિથ્યા છે.

આ રીતે અદ્વૈત અસરનો કાર્યથી અભેદ પ્રસ્થાપિત કરે છે. ટૂંકમાં જોઇએ તો,

કાર્યએ કારણથી અલગ નથી; જો કે, કારણએ કાર્યથી અલગ છે.

અદ્વૈત વેદાંતના આ સંદર્ભમાં,

જગત (વિશ્વ) બ્રહ્મથી અલગ નથી, જો કે બ્રહ્મ જગતથી અલગ છે.

અદ્વૈત વેદાંતના મુખ્ય પાસાઓ

[ફેરફાર કરો]

સત્યના ત્રણ સ્તર

[ફેરફાર કરો]
  • પરમાર્થિક સ્તર જેમાં બ્રહ્મ જ માત્ર વાસ્તવિકતા છે અને અન્ય કાંઇ પણ નહીં;
  • વ્યવહારિક સ્તર જેમાં જીવ (જીવંત પ્રાણીઓ અથવા વ્યક્તિના આત્માઓ) અને ઇશ્વર બંને સત્ય છે, અહીંયા ભૌતિક વિશ્વ પણ સત્ય છે અને
  • પ્રતિભાસિક સ્તર જેમાં ભૌતિક વિશ્વની વાસ્તવિકતા હકીકતમાં મિથ્યા છે, જેમકે દોરડાને સાપ માની લેવાનો ભ્રમ અથવા સ્વપ્ન.

બ્રહ્મ

[ફેરફાર કરો]

આદિ શંકરાચાર્યના જણાવ્યા અનુસાર, ઇશ્વર, સર્વોપરી વૈશ્વિક આત્મા અથવા બ્રહ્મ એક જ છે, સર્વસ્વ અને એકમાત્ર વાસ્તવિકતા છે. બ્રહ્મ સિવાય તમામ, બ્રહ્માંડ, ભૌતિક પદાર્થો અને વ્યક્તિઓ સહિતના, મિથ્યા છે. બ્રહ્મને સૌથી સારી રીતે અનંત, સર્વવ્યાપી, સર્વશક્તિમાન, અપાર્થિવ, કાલ્પનિક વાસ્તવિકતા જે તમામ વ્યક્તિઓનું દિવ્ય સ્થાન છે. બ્રહ્મને ઘણી વખત નેતી નેતી એટલે કે આ નહીં, આ નહીં તરીકે દર્શાવવામાં આવે છે કારણ કે બ્રહ્મને સાચી રીતે આ કે તે તરીકે દર્શાવી શકાય નહીં. 'તે' (વ્યાકરણની રીતે નાન્યેતર છે, પરંતુ અપવાદરૂપે તેને પુરુષવાચી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે) આ અને તેનું ઉદ્દભવ, શક્તિઓ, સત્ત્વ, તમામ અસ્તિત્વો, અવ્યાખ્યયિત, તમામના આધાર, અજન્મા, મૂળભૂત સત્ય, અપરિવર્તનશીલ, સંપૂર્ણનું મૂળ છે. જે વસ્તુ તમામ વાસ્તવિકતાઓનું મૂળ હોય તેને આ ભૌતિક વિશ્વમાં કઇ રીતે યોગ્ય રૂપે વર્ણન કરી શકાય? બ્રહ્મ તમામ ઇન્દ્રિયોથી પર છે, અંધ વ્યક્તિ કોઇ રંગનું યોગ્ય રીતે વર્ણન કરતો હોય તેના જેવી આ વાત છે. તે ભૌતિક પદાર્થનું સ્વરૂપ હોય તે જરૂરી નથી છતાં ભૌતિક વિશ્વનો ભાગ છે, જે તેની રીતે તેનું ભ્રામક પરિવર્તન છે. બ્રહ્મ વિશ્વની અસર નથી. બ્રહ્મ સૌથી શુદ્ધ જ્ઞાન છે અને તે અનંત પ્રકાશના સ્ત્રોત તરીકે પ્રકાશમાન છે.

અજ્ઞાનતાને કારણે, બ્રહ્મ ભૌતિક વિશ્વ અને તેના પદાર્થો તરીકે દેખાય છે. વાસ્તવિક બ્રહ્મ આરોપણરહિત અને સ્વરૂપવિનાનું (નિર્ગુણ બ્રહ્મ જુઓ) છે. તે સ્વ-વિદ્યમાન, સંપૂર્ણ અને અવિનાશી છે. બ્રહ્મ હકીકતમાં અવર્ણનીય છે. તે સર્વશ્રેષ્ઠ "સચ્ચિદાનંદ" ("સત્" + "ચિત્" + "આનંદ"નું મિશ્રણ, એટલે કે અનંત સત્ય, અનંત સભાનતા અને અનંત સુખ). વધુમાં, બ્રહ્મ કોઇ પણ પ્રકારના ભેદભાવ કે અલગતાથી પણ મુક્ત છે. તેને કોઇપણ સજાતીયતા (સમાનતા)નો ભેદ નથી કારણ કે કોઇ બીજું બ્રહ્મ છે જ નહીં. તેને કોઇપણ વિજાતીયતા (ભિન્નતા)નો ભેદ નથી કારણ કે વાસ્તવમાં બ્રહ્મ સિવાય બીજા કશાનું અસ્તિત્વ જ નથી. તેને સ્વગત (આંતરિક) ભિન્નતા પણ નથી, કારણ કે બ્રહ્મ પોતે જ સમાન છે.

આદિ શંકરાચાર્યએ કેટલાક તાર્કિક પુરાવા પણ રજૂ કર્યા હતાઃ

  • શ્રૃતિ – ઉપનિષદ અને બ્રાહ્મસૂત્ર બ્રહ્મને આદિ શંકરાચાર્યની જેમ જ વર્ણવે છે. આ બ્રહ્મ નું પુરવાર થયેલો પુરાવો છે.
  • મનોવિજ્ઞાનિક રીતે – દરેક વ્યક્તિને આત્માની અનુભૂતિ છે. આદિ શંકરાચાર્યના મતે આત્મા જ બ્રહ્મ છે. આ દલીલ પણ બ્રહ્મ સર્વજ્ઞતાને પુરવાર કરે છે.
  • ટેલિઓલોજીક/ઇન્ટેલિજેન્ટ ડિઝાઇન – વિશ્વ સારી રીતે ગોઠવાયેલું લાગે છે, આ માટેનું કારણ કોઇ અજ્ઞાત સિદ્ધાંત ન હોઈ શકે. આ માટેનું કારણ બ્રહ્મ જ હોઈ શકે.
  • મૂળભૂત રીતે – બ્રહ્મ સર્જન કરવામાં આવેલા વિશ્વનો આધાર છે.
  • અનુભવાતી લાગણી – ઘણાં લોકો જ્યારે તુરીયા અવસ્થામાં પહોંચી જાય છે ત્યારે તેમણે તેમનો આત્મા અન્ય તમામ ચીજો સાથે એકાકાર થઈ જતો હોવાનો દાવો કર્યો છે.

જ્યોર્જ ફ્યુઅરસ્ટેઇન અદ્વૈતની અનુભૂતિને આ મુજબ ટૂંકમાં જણાવે છેઃ "સાચી રીતે જોઇએ તો આ બહુસ્તરીય વિશ્વ એક જ વાસ્તવિકતા છે. માત્ર એક જ મહાન વ્યક્તિ છે, જેને સંતો બ્રહ્મ કહે છે, જેમાં અસ્તિત્વના અસંખ્ય અગણિત સ્વરૂપો સમાઈ જાય છે. તે મહાન વ્યક્તિ માત્ર સભાનતા છે, અને તે જ તમામ વ્યક્તિઓનું મૂળ અથવા આત્મા છે." [૧૪]

આદિ શંકરાચાર્યના મતે માયા એ બ્રહ્મ ની જટિલ ભ્રામક શક્તિ છે, જે બ્રહ્મને ભૌતિક વિશ્વમાં અલગ સ્વરૂપોમાં જોવામાં આવે છે તેનું કારણ છે. માયાના બે મુખ્ય કાર્યો છે – એક તો બ્રહ્મ ને સામાન્ય માનવીય ધારણાથી બ્રહ્મ ને "છુપાવવું", અને બીજું ભૌતિક વિશ્વને તેના (બ્રહ્મ ) સ્થાને ગોઠવવું. માયા પણ અવર્ણનીય હોવાનું કહેવાય છે, પરંતુ એવું કહી શકાય છે વ્યક્તિની જાગૃતિમાં પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી પ્રવેશતી તમામ અનુભૂતિઓની માહિતી માયા છે, કારણ કે ઇન્દ્રિયગત અનુભૂતિની અંદર રહેલી મૂળભૂત વાસ્તવિકતા સંપૂર્ણરૂપે છુપાયેલી હોય છે. એવું પણ કહેવામાં આવે છે કે માયા સંપૂર્ણપણે વાસ્તવિક કે સંપૂર્ણપણે અવાસ્તવિક નથી અને તેથી અવર્ણનીય છે. તેનો આશ્રય બ્રહ્મ છે, પરંતુ બ્રહ્મ પોતે માયાના ભ્રમથી અલિપ્ત છે, જેમ એક જાદુગર પર તેના પોતાના જાદુને ચલાવી શકાતો નથી. માયા ક્ષણિક છે અને સાચા જ્ઞાનથી અથવા માયાને પરવાનગી આપતી વધારે મૂળભૂત વાસ્તવિકતા અંગેની ધારણાઓથી પર છે. ઉપનિષદ પ્રમાણે માત્ર બ્રહ્મ જ વાસ્તવિક હોવાને કારણે અને ભૌતિક વિશ્વને હજુ પણ વાસ્તવિક રીતે જોવાતું હોવાથી, આદિ શંકરાચાર્યએ ભિન્નતાઓ Māyāની ભ્રામક શક્તિઓના ખ્યાલથી વર્ણન કર્યું છે.

વિશ્વની સ્થિતિ

[ફેરફાર કરો]

આદિ શંકરાચાર્ય જણાવે છે કે વિશ્વ વાસ્તવિક (સાચું) નથી, પરંતુ તે ભ્રમ છે, અને આમ થવા પાછળ કેટલાક તાર્કિક કારણો કારણભૂત છે. પ્રથમ આદિ શંકરાચાર્યની સત્યની વ્યાખ્યાનું અને શા માટે વિશ્વને વાસ્તવિક (સાચુ) નથી માનવામાં આવતું તેનું વિશ્લેષણ કરીએ.

  • આદિ શંકરાચાર્ય જણાવે છે કે જે પણ વસ્તુ અનંત રહે છે તે સત્ય છે અને જે પણ નાશવંત છે તે અસત્ય છે. વિશ્વનું સર્જન અને સંહાર થાય છે તેથી તે વાસ્તવિક (સત્ય) નથી.
  • સત્ય અપરિવર્તનશીલ છે. વિશ્વ પરિવર્તનશીલ છે, તેથી તે વાસ્તવિક (સત્ય) નથી.
  • જે પણ સ્થળ અને સમય પર આધારિત છે તે વાસ્તવિક (સત્ય) છે અને જેની પોતાની પાસે જ સ્થળ અને સમય છે તે વાસ્તવિક (સત્ય) છે.
  • જે રીતે વ્યક્તિ ઊંઘમાં સ્વપ્ન જુએ છે, તેવી રીતે જાગૃત અવસ્થામાં પણ બહુમોટા સપના જુએ છે. વિશ્વને આ સભાન અવસ્થામાં જોવામાં આવતા સ્વપ્નની સાથે સરખાવવામાં આવે છે.
  • વિશ્વ બ્રહ્મનું આવરણ હોવાનું માનવામાં આવે છે. આવરણ ક્યારેય વાસ્તવિક (સાચો) ન હોઈ શકે.

બીજી બાજુ, આદિ શંકરાચાર્યએ દાવો કર્યો છે કે વિશ્વ સંપૂર્ણપણે અવાસ્તવિક (ખોટું) પણ નથી. જ્યારે બ્રહ્મની સાથે તેની સરખામણી કરવામાં આવે છે ત્યારે જ તે અવાસ્તવિક (ખોટું) લાગે છે. વ્યવહારિક સ્થિતિમાં, વિશ્વ સંપૂર્ણ વાસ્તવિક છે – જ્યાં સુધી આપણે માયાના પ્રભાવ હેઠળ હોઈએ છીએ ત્યાં સુધી આપણને તેનું લાગ્યા કરે છે. વિશ્વ ક્યારેય એક સાથે સત્ય અને અસત્ય ન હોઈ શકે, તેથી આદિ શંકરાચાર્યએ વિશ્વને અવર્ણનીય રીતે વર્ગીકૃત કર્યું છે. નીચેના મુદ્દાઓ સૂચવે છે કે આદિ શંકરાચાર્ય અનુસાર, વિશ્વ ખોટું છે (આદિ શંકરાચાર્યએ પોતે જ મોટાભાગની દલીલો રજૂ કરી છે, સિન્હા, 1993 )

  • જો વિશ્વ અવાસ્તવિક (ખોટું) હોય તો, પ્રથમ વ્યક્તિની મુક્તિની સાથે વિશ્વનો નાશ થઈ ગયો હોત. જો કે માનવીઓ મુક્તિ મેળવતા રહે છે છતાં વિશ્વ હજુ ચાલુ જ છે.
  • શંકરાચાર્ય કર્મ અથવા સારા કાર્યમાં વિશ્વાસ ધરાવે છે. એ આ વિશ્વનું પાસું છે. તેથી વિશ્વ અવાસ્તવિક (ખોટું) ન હોઈ શકે.
  • સર્વોપરી વાસ્તવિકતા બ્રહ્મ જ આ વિશ્વનો આધાર છે. વિશ્વ પ્રતિબિંબ સમુ છે. તેથી વિશ્વ સંપૂર્ણ રીતે અવાસ્તવિક (ખોટું) ન હોઈ શકે.
  • ખોટું શબ્દ જે વસ્તુઓ અસ્તિત્વ ધરાવતી ન હોય તેના માટે વાપરવામાં આવે છે, જેમકે આકાશી-કમળ. વિશ્વ તાર્કિક છે જેને આપણી ઇન્દ્રિયો દ્વારા અનુભવવામાં આવે છે.

હવે પછીની તાર્કિક દલીલો અંગે વિચાર કરો. પેનને અરીસાની સામે મૂકો. તેનું પ્રતિબિંબ જોઈ શકાય છે. વ્યક્તિની આંખ પેનના છબીને જોઈ શકે છે. હવે, છબીને શું કહેવી? તે વાસ્તવિક કહી શકાય નહીં, કારણ કે તે છબી છે. પેન સત્ય છે. તે ખોટી હોઈ શકે નહીં કારણ કે તેને આંખ વડે જોઈ શકાય છે.

અદ્વૈત વેદાંત અનુસાર, જ્યારે મનુષ્ય આરોપણરહિત બ્રહ્મને માયાના પ્રભાવ હેઠળ પોતાના મનથી જાણવાનો પ્રયત્ન કરે છે ત્યારે બ્રહ્મ ઇશ્વર બની જાય છે. ઇશ્વર માયા સાથેનું બ્રહ્મ છે – જે બ્રહ્મ નું પ્રગટ સ્વરૂપ છે. આદિ શંકરાચાર્યએ રૂપકનો ઉપયોગ કરે છે કે જ્યારે વૈશ્વિક ચેતનાનું પ્રતિબિંબ માયારૂપી અરીસા પર પડે છે ત્યારે તે ઇશ્વર અથવા સર્વોપરી ભગવાન તરીકે દેખાય છે. ઇશ્વર માત્ર તેના વ્યવહારિક સ્તર પર જ સત્ય છે. કાલ્પનિક સ્તર પર પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ વૈશ્વિક ચેતના છે.

ઇશ્વરને સગુણ બ્રહ્મ અથવા આરોપણ સહિત બ્રહ્મ તરીકે વર્ણવી શકાય જેને કદાચ માનવ અથવા ઇશ્વરીય આરોપણ સહિતની પ્રતિભા તરીકે ગણી શકાય. ઇશ્વરનો ખ્યાલ પણ દ્વૈતિય લોકો દ્વારા શિવ, વિષ્ણુ કે દેવીની સહિતના દેવાતાઓને માણસના સ્વરૂપમાં કલ્પના કરવા કે પૂજા કરવા ઉપયોગમાં લેવામાં આવે છે જે હિંદુ ધર્મમાં અનેકાશ્વરવાદમાં વિષ્નુ, શિવ અને શક્તિની પૂજા ઉપરાંત અદ્વૈતવાદમાં ભગવાનના ખ્યાલને સમજવામાં ઘણી જ ગૂંચવણ પેદા કરે છે.

હવે પ્રશ્ન એ પેદા થાય છે કે ઇશ્વરે વિશ્વનું સર્જન શા માટે કર્યું. જો કોઈ એવી ધારણા કરી લે કે ઇશ્વરે આ વિશ્વનું સર્જન કોઈ પ્રોત્સાહન માટે કર્યું છે, તો તે ઇશ્વરની સંપૂર્ણતા અને પૂર્ણતાનું અપમાન છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ એવી ધારણા કરી લે કે ઇશ્વરે વિશ્વનું સર્જન કાંઇક મેળવવા કર્યું છે, તો તે તેની પૂર્ણતા વિરુદ્ધ છે. જો આપણે એમ માની લઈએ કે તેમણે કરુણા માટે કર્યું છે, તો તે અતાર્કિક છે, કારણ કે કરુણાની લાગણી પ્રાંરભિક શૂન્યાવકાશ અને ખાલી વિશ્વમાં (જ્યારે માત્ર ઇશ્વરનું જ અસ્તિત્વ હતું) ઉદભવી શકે નહીં. તેથી આદિ શંકરાચાર્યએ ધારણા કરી કે સર્જન એ ઇશ્વરનું મનોરંજન કે ખેલ છે. આ તેમનો સ્વભાવ છે, જેમ માણસનો સ્વભાવ શ્વાસ લેવાનો છે.

આદિ શંકરાચાર્યએ આપેલો ઇશ્વર માટેનો એકમાત્ર પૂરાવો શ્રૃતિમાં ઇશ્વરના ઉલ્લેખો છે કારણ કે ઇશ્વર તર્ક કે વિચારની પર છે. તેવી જ રીતે કાંતના ઇશ્વર વિષેના દર્શનમાં તેમણે જણાવ્યું છે કે ઈશ્વરવાદનો આધાર શ્રદ્ધા છે. જો કે આદિ શંકરાચાર્યએ ઇશ્વર અંગેના અન્ય કેટલાક તાર્કિક પુરાવાઓ પણ આપ્યા છે, પરંતુ તેમના પર સંપૂર્ણ આધાર નહીં રાખવાની ચેતવણી પણ આપણને આપી છેઃ

  • વિશ્વ કર્મ, અસર છે અને તેથી વાસ્તવિક કારણ નથી. આ કારણ ઇશ્વર જ હોવો જોઇએ.
  • વિશ્વમાં અદભૂત એકતા, સમન્વય અને નિયમિતતા છે, તેથી તેના સર્જક પણ બુદ્ધિશાળી વ્યક્તિ હોવા જોઇએ.
  • લોકો સારા અને પાપી કર્મો કરે છે અને તેના ફળ આ જન્મે કે પછીના જન્મે ભોગવે છે. લોકો પોતે જ ફળ આપનાર ન હોઈ શકે કારણ કે કોઇપણ વ્યક્તિ પોતાની જાતને પાપનું ફળ ન આપે. વધુમાં, આ આપનાર વ્યક્તિ પણ સભાનતાવિહિન પદાર્થ ન હોઇ શકે. તેથી કર્મનું ફળ આપનાર ઇશ્વર છે. વધારે માહિતી માટે કર્મ ઇન હિન્દુઇઝમ જુઓ.

ઇશ્વરની સ્થિતિ

[ફેરફાર કરો]

અદ્વૈત વેદાંતમાં વ્યક્તિગત ભગવાન (ઇશ્વર)નું સ્થાન નથી એવું માનવુંએ દર્શનની ગેરસમજ નથી. અંતિમ રીતે તો ઇશ્વરને ખોટી રીતે જ વર્ણવવામાં આવ્યા છે કારણ કે જ્યારે માયાનો પડદો હોય ત્યારે જ બ્રહ્મ ઇશ્વર તરીકે દેખાય છે. જો કે, અગાઉ વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ, જેમ વ્યવહારિક સ્તરે વિશ્વ સત્ય છે તેવી જ રીતે ઇશ્વર પણ વ્યવહારિક રીતે સત્ય છે. જેવી રીતે વિશ્વ સંપૂર્ણ રીતે ખોટું નથી, તેમ ઇશ્વર પણ સંપૂર્ણ રીતે ખોટો નથી. તે વ્યક્તિના કર્મના ફળો આપનાર છે. વધારે માહિતી માટે કર્મ ઇન હિન્દુઇઝમ જુઓ. જ્યારે પણ આપણે બ્રહ્મ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ઇશ્વર વિશે વાત કરીએ છીએ. ઇશ્વર શાસ્ત્રીયરીતે શક્ય હોય તેટલું સર્વોચ્ચ જ્ઞાન છે. ભક્તિ (Bhakti) ખરાબ કર્મોની અસરને દૂર કરે છે અને વ્યક્તિના મનને શુદ્ધ કરીને સાચા જ્ઞાનની વધારે નજીક લાવે છે. ધીરે-ધીરે, ભક્ત અને ભગવાન વચ્ચેનું અંતર ઘટતું જાય છે અને જ્યારે સત્ય જ્ઞાન મળે છે ત્યારે મુક્તિ મળે છે.

આત્મન્

[ફેરફાર કરો]
હંસને અદ્વૈતમાં મહત્વપૂર્ણ રૂપક માનવામાં આવે છે.તે બે વસ્તુઓનું પ્રતિક છેઃ પ્રથમ, હંસને સંસ્કૃતમાં હંસમ્ કહેવામાં આવે છે (જે પછીના શબ્દમાં પ્રથમ અક્ષર હ હોય તો હંસો બની જાય છે)આ હંસોને અનંત વખત પુનરાવર્તન કરવામાં આવે તો તે સો-અહમ બની જાય છે અર્થાત્ "હું તે છું".બીજું, હંસ પાણીમાં રહે છે છતાં તેના પીંછા પાણીમાં પલળી જતા નથી તેવી જ રીતે મુક્તિપામેલો અદ્વૈતવાદી માયાથી ભરેલા આ વિશ્વમાં જીવે છે પરંતુ તેને ભ્રમ સ્પર્શી શકતો નથી.

આત્મા અથવા સ્વ (આત્મન્) બ્રહ્મ સાથે એકરૂપ છે. તે આખરે બ્રહ્મમાં ઓગળી જતો ભાગ નહીં પરંતુ પોતે જ સંપૂર્ણ બ્રહ્મ છે. હવે દલીલ કરનારાઓ પૂછે છે કે વ્યક્તિગત આત્મા, જે મર્યાદિત છે અને દરેકના શરીરમાં છે, કેવી રીતે બ્રહ્મ જેવો હોઈ શકે? આદિ શંકરાચાર્ય સમજણ આપતા જણાવે છે કે સ્વએ વ્યક્તિગત ખ્યાલ નથી. આત્મા એક જ અને અનોખો છે. હકિકતમાં આત્મા એકલો જ છે {એકાત્મવાદ}. હકીકતમાં આત્મા એકલો છે {એકાત્મવાદમ્}. અનેક આત્મા છે તે ખ્યાલ {અનેકાત્મા વાદમ} ખોટો છે. આદિ શંકરાચાર્ય જણાવે છે કે પાણીના પરપોટામાં પ્રતિબિંબિત થયેલો ચંદ્ર એક જ હોવા છતાં અનેક દેખાય છે તેવી જ રીતે એક જ આત્મા માયાને કારણે આપણા શરીરમાં બહુવિધ આત્મા તરીકે દેખાય છે. આત્મા જાતે જ પૂરવાર થયેલો છે, જો કે, કેટલાક પુરાવાની ચર્ચા કરવામાં આવી છે—જેમ કે, એક વ્યક્તિ કહે છે "હું અંધ છું", "હું ખુશ છું", "હું જાડો છું" વગેરે. આ તમામ વાક્યોમાં સમાન અને સાતત્યપૂર્ણ બાબત જે તમામ નિવેદનોને શક્ય બનાવે છે તે છે "હું" જે બિનવિવાદિત સભાનતા છે. જ્યારે અંધત્વ, ખુશી અને જાડાઈ વિશે પ્રશ્ન થઈ શકે છે અને તેને નકારી શકાય, "હું" સામાન્ય બાબત છે, જે હકીકતમાં સભાનતાની ત્રણેય સ્થિતિમાં અને ત્રણેય સમયકાળમાં અસ્તિત્વ ધરાવે છે. તે આત્માનું અસ્તિત્વ પુરવાર કરે છે અને સભાનતા, વાસ્તવિકતા અને આનંદ તેની લાક્ષણિકતાઓ છે. આત્મા તમામ પરીવર્તનોનો મૂક સાક્ષી હોવાથી તે પાપ અને પુણ્યથી પર છે. તેને ખુશી કે દુઃખનો અનુભવ થતો નથી કારણ કે તે અનુભવ કરનાર, અનુભવવામાં આવતી વસ્તુ અને અનુભવની પ્રક્રિયાથી પર છે. તે કોઈ કર્મ કરતો નથી કારણ કે તે આપ્તકામ છે. તે અપાર્થીવ અને સ્વતંત્ર છે.

જ્યારે આત્માનું પ્રતિબિંબ અવિદ્યા (અજ્ઞાન) પર પડે છે ત્યારે આત્મા જીવ બને છે – શરીર અને ઇન્દ્રિયો સાથેની જીવતી વ્યક્તિ. દરેક જીવને એવી લાગણી થાય છે કે તેનું પોતાનો, અનોખો અને અલગ તરી આવતો આત્મા છે, જેને જીવત્મા કહેવામાં આવે છે. જીવનો ખ્યાલ માત્ર વ્યવહારિક સ્તર પર જ સાચો છે. કાલ્પનિક ખ્યાલમાં આત્મા એક જ છે અને તે બ્રહ્મ ને સમાન છે તે જ સાચું છે. આદિ શંકરાચાર્યએ સંબંધિત અને આમ વિશ્વના ઉદ્દેશ્યનો અવાસ્તવિક સ્વભાવ જાહેર કર્યો છે અને આત્માના અનુભવના ત્રણ તબક્કા – જાગૃત (વૈશ્વાનર), સ્વપ્નવત (તૈજસ) અને ગાઢ નિંદ્રા (પ્રજ્ઞા)નું વિશ્લેષણ કરીને અદ્વૈત {બીજાની હાજરી વગરનું એકમાત્ર}ના સત્યને પ્રતિપાદિત કર્યું છે.

અદ્વૈતવાદમાં શ્રદ્ધા ધરાવતા લોકો માને છે કે દુઃખનું મૂળ માયા છે અને બ્રહ્મનું જ્ઞાન જે માયાનો નાશ કરી શકે છે. જ્યારે માયા દૂર થાય છે ત્યારે જીવ-આત્મા અને બ્રહ્મ વચ્ચે કોઈ જ ભેદ રહેતો નથી. જીવનમાં જ્યારે આ પ્રકારના સુખની સ્થિતિ જ્યારે મેળવી લેવામાં આવે છે ત્યારે તેને ' જીવન મુક્તિ' કહેવામાં આવે છે. જ્યારે વ્યક્તિ વ્યવહારિક અવસ્થામાં હોય ત્યારે તે ઇશ્વરની પોતાની ઇચ્છા અનુસાર કોઈપણ રીતે અને કોઇપણ સ્વરૂપમાં ઉપાસના કરે છે, જેમ કે કૃષ્ણ અથવા અયપ્પા, આદિ શંકરાચાર્ય પોતે જ સમર્પિત પૂજા અથવા ભક્તિના પ્રચારક હતા. પરંતુ આદિ શંકરાચાર્ય માનતા હતા કે વૈદિક ત્યાગ, પૂજા અને સમર્પિત ઉપાસના વ્યક્તિને જ્ઞાનના માર્ગે લઈ જાય છે, તે સીધા જ મોક્ષ તરફ લઈ જઈ શકતા નથી.

સર્જનનો સિદ્ધાંત

[ફેરફાર કરો]

આભાસી સ્તરમાં, આદિ શંકરાચાર્ય સતકાર્યવાદ દ્વારા વિશ્વના સર્જનમાં વિશ્વાસ ધરાવે છે. તે સમખ્યાના દર્શન જેવું છે, જે જણાવે છે કે કારણ હંમેશા અસરમાં છુપાયેલું છે – અને અસરએ માત્ર કારણના સ્વરૂપમાં ફેરફાર છે. જો કે, સમખ્યા પરિણામવાદ (ઉત્ક્રાંતિ)ના પેટા સ્વરૂપમાં સતકાર્યવાદ – જેમાં કારણ ખરેખર અસર બને છે. તેના બદલે, આદિ શંકરાચાર્ય વિવર્તવાદ નામના પેટા-સ્વરૂપમાં વિશ્વાસ ધરાવે છે. તેના અનુસાર, અસર માત્ર કારણનું દેખીતું સ્વરૂપ પરિવર્તન છે – જેમકે ભ્રમ. દા.ત. અંધારામાં, માણસ ઘણી વખત ગૂંચવાઈને દોરડાને સાપ માની લે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે દોરડું ખરેખર સાપ બની જાય છે.

વ્યવહારિક સ્તરે, આ બ્રહ્માંડ સર્વોપરી ભગવાન ઇશ્વરનું સર્જન હોવાનું માનવામાં આવે છે. માયા ઇશ્વરનું દૈવિક જાદુ છે, તેની મદદથી ઇશ્વરે આ વિશ્વનું સર્જન કર્યું છે. સર્જનની શ્રેણી ઉપનિષદમાંથી લેવામાં આવી છે. સૌ પ્રથમ, પાંચ સૂક્ષ્મ તત્વો (આકાશ, હવા, આગ, પાણી અને પૃથ્વી) ઇશ્વર દ્વારા સર્જન કરવામાં આવ્યા છે. આકાશ માયા દ્વારા રચવામાં આવ્યું છે. આકાશમાંથી હવામાંથી આગ પેદા થઈ છે. હવામાંથી આગનો જન્મ થયો છે. આગમાંથી પાણી પેદા થયું છે. પાણીમાંથી પૃથ્વી પેદા થઈ છે. આ પાંચેય સૂક્ષ્મ તત્વોના યોગ્ય મિશ્રણથી પાંચ સ્થૂળ તત્વોનું સર્જન કરવામાં આવ્યું છે, જેમકે સ્થૂળ આકાશ, સ્થૂળ આગ, વગેરે. આ સ્થૂળ તત્વોમાંથી બ્રહ્માંડ અને જીવનનું સર્જન કરવામાં આવ્યું છે. આ જ શ્રેણી વિનાશ સમયે બિલકુલ વિરુદ્ધ ક્રમમાં હોય છે.

કેટલાક લોકોએ આ સિદ્ધાંતોને સતકાર્યવાદ થી વિરુદ્ધ હોવાનું જણાવીને તેની ટીકા કરી છે. સતકાર્યવાદ અનુસાર, કારણ અસરની અંદર છુપાયેલું હોય છે. ચેતના સ્વરૂપ ધરાવતા ઇશ્વર કેવી રીતે ભૌતિક વિશ્વની અસરમાં હોઈ શકે? આદિ શંકરાચાર્ય જણાવે છે કે સભાન જીવિત વ્યક્તિમાંથી વાળ અને નખ જેવા નિર્જીવ પદાર્થો પેદા થઈ શકે છે, તેવી જ રીતે ચેતનાસ્વરૂપ ઇશ્વરમાંથી નિર્જીવ વિશ્વ પણ આકાર લઈ શકે છે.

સિદ્ધાંતોની સ્થિતિ

[ફેરફાર કરો]

કેટલાક લોકો એવો દાવો કરે છે કે અદ્વૈતમાં સિદ્ધાંતોને સ્થાન નથી કારણ કે બધું જ આખરે ભ્રામિક છે. પરંતુ વિશ્લેષણ કરતાં જણાય છે કે, આ દર્શનમાં પણ સિદ્ધાંતો નિશ્ચિત સ્થાન ધરાવે છે – વિશ્વ અને ઇશ્વર જેવું જ સ્થાન. સિદ્ધાંતો, જે સારા કર્મો કરવાને લાગુ પડે છે, આડકતરી રીતે સાચું જ્ઞાન મેળવવામાં મદદ કરે છે. અદ્વૈતવાદીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી પરંપરાગત સિદ્ધાંત પ્રણાલી એ છે કે ગુણ અને અવગુણનો આધાર શ્રૃતિ (વેદો અને ઉપનિષદો) છે. સત્ય, અહિંસા, સેવા, દયા વગેરે ધર્મ છે અને જૂઠ્ઠાણું, હિંસા, છેતરપીંડી, સ્વાર્થ, લોભ વગેરે અધર્મ (પાપ) છે. જો કે અદ્વૈત વેદાંતના કોઇ પણ મુખ્ય પ્રચારકે ધર્મની સત્તાવાર વાખ્યા નક્કી કરી નથી. મીમાંસા અને જ્ઞાનમીમાંસાના દાવાઓથી વિપરીત, અદ્વૈતવાદીઓ વચ્ચે સિદ્ધાંતના મુદ્દે અસંમતિ હોવાને ઘણો જ અવકાશ છે.

અદ્વૈતની અસર

[ફેરફાર કરો]

અદ્વૈતે હિંદુ વિચારધારાને ઘણે અંશે નવું જીવન આપ્યું અને પછીથી ઔપચારિક બનાવવામાં આવેલી વેદાંત દર્શનની બે મુખ્ય ઇશ્વરવાદી શાળાઓઃ વિશિષ્ટદ્વૈત (યોગ્ય અદ્વૈત) અને દ્વૈત (dualism) વચ્ચે ચર્ચાને પણ જન્મ આપ્યો. અદ્વૈતે દક્ષિણ એશિયાના લોકપ્રિય સંપ્રદાય/દેવતાઓ સાથેના પ્રાચીન વૈદિક ધર્મને સમાવી લેવામાં પણ મદદ કરી આમ ઊચ્ચતમ વ્યવહાર (જેમ કે જ્ઞાન યોગ) અને સામાન્ય ઘરગથ્થુ સમર્પિત ધર્મ વચ્ચે સેતુ સ્થાપ્યો.

મહાવાક્ય

[ફેરફાર કરો]

મહાવાક્ય કે "મહાન વાક્ય" બ્રહ્મ અને આત્માની એકતાનું કથન કરે છે. આ પ્રકારના ઘણાં વાક્યો વેદોમાં જોવા મળે છે, પરંતુ દરેક વેદમાંથી એક વાક્ય પસંદ કરવામાં આવ્યું છે. તે નીચે દર્શાવેલા છે

ક્રમ વાક્ય અર્થ ઉપનિષદ વેદ
1 प्रज्ञानं ब्रह्म (પ્રજ્ઞાનં બ્રહ્મ) સભાનતા બ્રહ્મ છે ઐતરીય ઋગ્વેદ
2. अहं ब्रह्मास्मि (અહં બ્રહ્માસ્મિ) હું બ્રહ્મ છું બ્રિહદારણક્ય યજુર્વેદ
3. तत्त्वमसि (તત્વમસિ) તે તું જ છે છાંદોગ્ય સામવેદ
4. अयमात्मा ब्रह्म (અયમાત્મા બ્રહ્મ) આત્મા બ્રહ્મ છે માંડુક્ય અથર્વ વેદ

લખાણોની યાદી

[ફેરફાર કરો]
પ્રસ્થાનત્રયી

હિંદુ દર્શનશાસ્ત્રની અન્ય વેદાંત શાળાઓની જેમ જ અદ્વૈત વેદાંત હિંદુ પરંપરાના ત્રણ ગ્રંથો (જેને સામૂહિક રીતે પ્રસ્થાનત્રયી તરીકે ઓળખવામાં આવે છે)ને માન્યતા આપે છેઃ વેદો – ખાસ કરીને ઉપનિષદો, ભગવદ ગીતા અને બ્રહ્મ સૂત્રો. આદિ શંકરાચાર્ય સહિતના ઘણાં અદ્વૈતવાદી લેખકોએ આ લખાણ પર ભાષ્ય લખ્યા છે. આ લખાણો આમ અદ્વૈત પરંપરાના આધારભૂત લખાણો માનવામાં આવે છે.

અન્ય લખાણો

અન્ય લખાણોમાં અદ્વૈત સિદ્ધિ, મધુસુદન સરસ્વતી દ્વારા લિખિત,[૧૫] શંકરા દિગ્વિજય – વિશ્વભરના વિદ્વાનો દ્વારા સ્વીકારવામાં આવેલો આદિ શંકરાચાર્યના જીવનનો ઇતિહાસ, અવધૂત ગીતા અને અષ્ટવક્ર ગીતાનો સમાવેશ થાય છે. અન્ય આધુનિક ગ્રંથોમાં સ્વામી વિવેકાનંદ દ્વારા લિખિત જનાના યોગા અને અદ્વૈત વેદાંત અંગેના ધ લાઇફ ડિવાઇન સહિતના શ્રી અરબિંદોના સંગ્રહિત લખાણોનો સમાવેશ થાય છે.

આદિ શંકરાચાર્યએ નીચેના ગ્રંથો પર ભાષ્ય લખ્યા
આદિ શંકરાચાર્યએ નીચેના પ્રબંધ લખ્યા
  • વેવેકચૂડામણિ
  • ઉપદેશસહસ્ત્રી (એક હજાર ઉપદેશો)
  • સતશ્લોકી
  • દસશ્લોકી
  • એકશ્લોકી
  • પંચીકરણ
  • આત્મ બોધ
  • અપરોક્ષાનુભૂતિ
  • સાધના પંચકમ
  • નિર્વાણષટકમ
  • મનીષાપંચક
  • યતિ પંચકમ
  • વાક્યસુધા
  • તત્વ બોધ
  • વાક્યવૃત્તિ
  • સિદ્ધાંત તત્વ વિંદુ
  • નિર્ગુણમાનસ પૂજા
આદિ શંકરાચાર્યએ ગણેશ, શિવ, વિષ્ણુ, દેવી, ગણેશ અને સુબ્રમણ્યમની ઘણી સ્તુતિ પણ લખી હતી[2]
  • ગણેશ પંચરત્નમ (મુદાકરાત્તા મોદકમ..)
  • ભજગોવિન્દમ
  • શિવાનન્દલહેરી
  • આનંન્દલહેરી
  • લિંગાશક્તમ
  • સૌંદર્યલહેરી
  • કનકધારા સ્તોત્રમ
  • ભવાનીઅષ્ટકમ
  • ભવાની ભુજંગમ
  • શિવ માનસ પૂજા
  • ભગવાન માનસ પૂજા
  • બ્રહ્મ જ્ઞાનાવલી માલા
  • દક્ષિણામૂર્તિ સ્તોત્રમ
  • ધન્યાષ્ટકમ
  • ગૌરી દશકમ
  • ગોવિન્દાષ્ટકમ
  • ગુરુ અષ્ટકમ
  • ગંગાષ્ટકમ
  • ગણેશપંચ રત્નમ
  • આત્મવિગ્રહ પંચકમ
  • આત્મ પંચકમ
  • ધન્યાષ્ટકમ
  • ગુરુપાદુકા પંચકમ
  • હનુમંત પંચ રત્નમ
  • જ્યોતિર્લિંગ સ્તોત્રમ
  • કાળ ભૈરવાષ્ટકમ
  • કલ્પ શક્તિ સ્તવં
  • કાશી પંચકમ
  • કૌપિના પંચકમ
  • કૃષ્ણાષ્ટકમ
  • લક્ષ્મિ નૃસિંહ કરાવલંબ સ્તોત્ર
  • લલિતા પંચ રત્નમ
  • મંત્ર માતુકા પુષ્પ સ્તવં
  • માયા પંચકમ
  • નિર્વાણ દશકમ
  • નિર્વાણ મંજરી
  • પાંડુરંગાષ્ટકમ
  • પ્રશ્નોત્તર રત્ન માલીકા
  • પ્રાત:સ્મરણ સ્તોત્ર
  • રામ ભુજનગમ
  • રંગનાથાષ્ટકમ
  • સાધના પંચકમ
  • શક્તિ પીઠ સ્તોત્રમ
  • ષટપતીShat Padi
  • શિવાષ્ટકમ
  • શિવ ભુજગમ
  • શિવમાનસ પૂજા
  • સિદ્ધાર્થ તત્વ વિધુ
  • સુબ્રમન્યમ ભુજગનમ
  • ત્રિપુરસંદરી અષ્ટકમ
  • ઉમા મહેશ્વર સ્તોત્ર
  • ઉપદેશ સહસ્ત્રી
  • વિજ્ઞાન નૌકા
  • વિષ્વનાથાષ્ટકમ
  • વેદસાર શિવ સ્તુતી
  • અને બીજા અનેક સ્તોત્રો

ગુરુઓની યાદી

[ફેરફાર કરો]

અદ્વૈત વેદાંતમાં વિતેલી સદીઓમાં ભારત અને અન્ય દેશોમાં અનેક ગુરુઓ થઈ ગયા.

અદ્વૈત વેદાંતના આચાર્યોની યાદી

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • શ્રી ગૌડપદચાર્ય મુટ્ટ
  • આદિ શ્રી ગૌડપદચાર્ય
  • શ્રી ગોવિંદ ભગવતપદચાર્ય
  • આદિ શ્રી શંકરાચાર્ય
  • માંડુક્ય ઉપનિષદ
  • નોન્ડુઅલીઝમ
  1. "અદ્વૈત વેદાંતઃ અ ફિલોસોફિકલ રીકન્સ્ટ્રક્શન," એલિયટ ડ્યુઇશ દ્વારા, યુનિવર્સિટી ઓફ હવાઈ પ્રેસ, 1980, ISBN 0-8248-0271-3.
  2. બ્રહ્મ ને સર્જક અને વિનાશક શિવ અને પોષણકર્તા વિષ્ણુની સાથે ત્રિમૂર્તિમાં રહેલા બ્રહ્મા સાથે ભૂલથી સરખાવવા જોઇએ નહીં.
  3. "થર્ટી-ફાઇવ ઓરિયેન્ટલ ફિલોસોફર," ડાયાના કોલિસન, રોબર્ટ વિલ્કિનસન, રૂટલેગ દ્વારા, 1994, ISBN 0-415-02596-6.
  4. આ પુસ્તકના લેખક અંગે વિવાદ છે. 20મી સદીના મોટાભાગના અભ્યાસુઓ માને છે કે આ પુસ્તક શંકરાએ લખ્યું ન હતું, અને હોંશિયારપુરના સ્વામી સચ્ચિદાનંદેન્દ્ર સરસ્વતિના નામ સાથે તેઓ સંમત થાય છે.
  5. રૂટલેગ એનસાયક્લોપિડિયા ઓફ ફિલોસોફીઃ ઇરિંગેરેય ટુ લૂશી ચુન્ક્યિયુ, વોલ્યુમ 5. . ટેયલર અને ફ્રાન્સીસ, 1989, પૃષ્ઠ 99.
  6. છાંદોગ્ય ઉપનિષદ - આકાર્યવન પુરુષો વેદ શંકરાના ઉપનિષદસહસ્ત્રીનું પહેલું ગદ્ય પ્રકરણ પણ જુઓ.
  7. અનંતાનંદ રામબચ્ચન, ધ લિમિટ્સ ઓફ સ્ક્રિપ્ચરઃ વિવેદાનંદઝ રીઇન્ટરપ્રિટેશન ઓફ ધ વેદાસ. યુનિવર્સિટી ઓફ હવાઈ પ્રેસ, 1994, પેજ 125, 124: [૧].
  8. અંતકરણ-યોગ (વ્યાખ્યા)
  9. વેદાંતિક સાહિત્યમાં, અંત:કરણ આંતરિક અવયવ ) ચાર ભાગમાં ગોઠવાયેલી છે:
    • મન — સંકલ્પ પર નિયમન કરતો ભાગ (ઇચ્છા અથવા નિર્ધાર)
    • બુદ્ધિ — નિર્ણય પર નિયમન કરતો ભાગ
    • ચિત્ત — સ્મરણ અને વિસ્મરણ સાથે સંકળાયેલો ભાગ
    • અહંકાર — શરીરમાં આત્મા (પોતાની જાત)ને 'હું'
  10. "ઐતરીય ઉપનિષદ celextel.org પર". મૂળ માંથી 2007-03-09 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-23.
  11. ૧૧.૦ ૧૧.૧ "Chandogya Upanishad". મૂળ માંથી 2009-10-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-13.
  12. "Taittiriya Upanishad". મૂળ સંગ્રહિત માંથી 2009-10-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-13.
  13. બ્રહ્મસૂત્રો, સ્વામિ શિવાનંદ દ્વારા
  14. અદ્વૈતા-ફ્લેમ ઓફ નોનડ્યુઆલિટી - ઇંગ્લિશ
  15. Advaitasiddhi.org

સંદર્ભો

[ફેરફાર કરો]
  • મધુકર, ધ સિમ્પ્લેસ્ટ વે , ભારતીય આવૃત્તિ, અમેરિકા અને ભારત 2006, ISBN 81-89658-04-2
  • ISBN 3-363-03054-1 મધુકર, અર્વાચીન ઇન ફ્રેઇહેઇટ , લુચોવ વેર્લેગ.જર્મન,2.આવૃત્તિ, સ્ટુટગાર્ટ 2004, ISBN 3-363-03054-1
  • મિશ્રા, એમ., ભારતીય દર્શન (भारतीय दर्शन), કલા પ્રકાશન.
  • સિંહા, એચ. પી., ભારતીય દર્શન કી રૂપરેખા , 1993, મોતિલાલ બનારસીદાસ, દિલ્હી-વારાણસી
  • સ્વામી પરમાનંદ ભારતી, વેદાંત પ્રબોધ (કન્નડમાં), જ્ઞાનસામવર્ધિની ગ્રંથકુસુમ, 2004
  • માધવ વિદ્યારણ્ય, શંકરા-દિગ્વિજય, સ્વામી તપસ્યાનંદ દ્વારા અનુવાદ, શ્રી રામક્રિષ્ના મઠ, 2002, ISBN 81-7120-434-1. ઓનલાઇન ખરીદી માટે www.sriramakrishnamath.org સંગ્રહિત ૨૦૦૬-૦૬-૨૫ ના રોજ વેબેક મશિનની મુલાકાત લો.
  • કાર્લ એચ પોટર (એડિ.), અદ્વૈત વેદાંત અપ ટુ શંકરા અને હિઝ પ્યુપીલ્સઃ એનસાઇક્લોપિડિયા ઓફ ઇન્ડિયન ફિલોસોફીઝ, વોલ્યુમ. 3, પ્રિન્સટન યુનિવર્સિટી પ્રેસ, પ્રિન્સટન, 1981.
  • કાર્લ એચ પોટર, ઓસ્ટિન બી. ક્રીલ અને એડવિન ગેરોવ, ગાઇડ ટુ ઇન્ડિયન ફિલોસોફી, જી.કે.હોલ, બોસ્ટન, 1988.
  • એલિયટ ડ્યુઇશ અને જે.એ.બી. વેન બ્યુટેનન, એ સોર્સ બૂક ઓફ અદ્વૈત વેદાંત, યુનિવર્સિટી પ્રેસ ઓફ હવાઈ, હોનોલૂલૂ, 1971.
  • એલિયાથ. કે. એન. નિલકંઠ, ધ એથિક્સ ઓફ સંસ્કાર, યુનિવર્સિટી ઓફ કાલિકટ, 1990.
  • એલિયટ ડ્યુઇશ, અદ્વૈત વેદાંતઃ અ ફિલોસોફિકલ રીકન્સ્ટ્રક્શન, ઇસ્ટ-વેસ્ટ સેન્ટર પ્રેસ, હોનોલૂલૂ, 1969
  • રઘુનાથ ડી. કર્માકર, શંકરાઝ અદ્વૈત, કર્ણાટક યુનિવર્સિટી, ધારવાડ, 1966.
  • એસ.જી. મુદગલ, અદ્વૈત ઓફ શંકરા, અ રીઅપ્રેઇઝલઃ ઇમ્પેક્ટ ઓફ બુદ્ધિઝમ અને સમખ્યા ઓન શંકરાઝ થોટ, મોતિલાલ બનારસીદાસ, દિલ્હી,
  • એ. રામમૂર્તિ, અદ્વૈતિક મિસ્ટીસિઝમ ઓફ શંકરા, વિશ્વભારતી, શાંતિનિકેતન, 1974.
  • કપિલ એન. તિવારી, ડાયમેન્શન ઓફ રિનન્સિયેશન ઇન અદ્વૈત વેદાંત, મોતિલાલ બનારસીદાસ, દિલ્હી, 1977.
  • કોકિલેશ્વર શાસ્ત્રી, એન ઇન્ટ્રોડક્શન ટુ અદ્વૈત ફિલોસોફીઃ અ ક્રિટીકલ એન્ડ સિસ્ટેમેટીક એક્સપોઝીશન ઓફ ધ શંકરા સ્કૂલ ઓફ વેદાંત, ભારતીય પબ્લિશિંગ હાઉસ, વારાણસી, 1979.
  • એ. જે. એલ્સ્ટોન, અ સંસ્કાર સોર્સ-બૂક, શાંતિ સદન, લંડન, 1980-1989.
  • સત્યપાલ વર્મા, રોલ ઓફ રીઝન ઇન શંકરા વેદાંત, પરિમલ પબ્લિકેશન, દિલ્હી, 1992.
  • અરવિંદ શર્મા, ધ ફિલોસોફી ઓફ રીલીજીયન એન્ડ અદ્વૈત વેદાંતઃ અ કમ્પેરેટીવ સ્ટડી ઇન રીલિજીયન એન્ડ રીઝન, પેન્સેલવેનિયા સ્ટેટ યુનિવર્સિટી પ્રેસ, 1995.
  • એમ. કે. વેંકટરામ ઐયર, અદ્વૈત વેદાંત, અકોર્ડીંગ ટુ શંકરા, એશિયા પબ્લિશિંગ હાઉસ, ન્યૂ યોર્ક, 1965
  • સંગમ લાલ પાંડે, ધ અદ્વૈત વ્યૂ ઓફ ગોડ, દર્શન પીઠ, અલ્હાબાદ, 1989.
  • રેવતી રમણ પાંડે, સાયન્ટીફીક ટેમ્પર એન્ડ અદ્વૈત વેદાંત, સુરેશન્મેશ પ્રકાશન, વારાણસી, 1991.
  • આદ્ય પ્રસાદ મિશ્રા, ધ ડેવલપમેન્ટ એન્ડ પ્લેસ ઓફ ભક્તિ ઇન શંકરા વેદાન્ત, યુનિવર્સિટી ઓફ અલ્હાબાદ, 1967
  • નાતાલિયા વી. ઇસાયેવા, શંકરા એન્ડ ઇન્ડિયન ફિલોસોફી, સની, ન્યૂ યોર્ક, 1993.
  • વી પનોલી, ઉપનિષદ્સ ઇન શંકરાઝ ઓઉન વર્ડઝ, ઇશ, કેન, કઠ અન્ડ માંડુક્ય વિથ કારીકા ઓફ ગૌડપદઃ અંગ્રેજી અનુવાદ, સમજૂતિ નોંધ અને ફૂટનોટ્સ સાથે, માતૃભૂમિ, કાલિકટ, 1991-1994
  • શ્રીરામ.બી. એન્ડ બેનેશ, ડબલ્યુ, "કોન્શિયસનેસ એન્ડ સાયન્સઃ એન અદ્વૈત-વૈદાન્તિક પર્સ્પેક્ટિવ ઓન ધ થીયોલોજી-સાયન્સ ડાયલોગ." થીયોલોજી એન્ડ સાયન્સ, વોલ્યુમ 3. નં.1, પેજ.39-54, 2005
  • ઐય્યર, ક્રિષ્નન, ઇન્ટ્રોડક્શન ટુ અદ્વૈત વેદાંત

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]