લખાણ પર જાઓ

જયભિખ્ખુ

વિકિપીડિયામાંથી
ભીખાલાલ (બાલાભાઈ) વીરચંદ દેસાઈ
યુવાન જયભિખ્ખુ
યુવાન જયભિખ્ખુ
જન્મ(1908-06-26)June 26, 1908
વીંછિયા, સૌરાષ્ટ્ર
મૃત્યુDecember 24, 1969(1969-12-24) (ઉંમર 61)
અમદાવાદ
ઉપનામજયભિખ્ખુ, વીર કુમાર, ભિક્ષુ સાયલાકર
વ્યવસાયસાહિત્યકાર
જીવનસાથી
વિજયાબહેન (લ. ૧૯૩૦)
સંતાનોકુમારપાળ દેસાઈ

ભીખાલાલ (બાલાભાઈ) વીરચંદ દેસાઈ, જેઓ જયભિખ્ખુ તરીકે જાણીતા હતા, ગુજરાતી સાહિત્યકાર, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, ધાર્મિક લેખક, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર, પાઠ્યપુસ્તકો, બાળસાહિત્ય, વાર્તાલેખક, વિજ્ઞાનલેખક તરીકે પ્રખ્યાત છે. તેઓએ જૈન કથાવસ્તુમાંથી સામ્પ્રદાયિક તત્વ કાઢી તેને માનવતાની સર્વમાન્ય ભૂમિકા પર મૂકી આપ્યું અને અલગ અલગ રચનાઓમાં અલગ અલગ ધર્મોના સારા તત્વોને પ્રકાશમાં આણ્યા. તદઉપરાંત ઉગતી પેઢીના ઘડતરને લક્ષ્યમાં રાખીને લખાયેલું કિશોર અને પ્રૌઢ સાહિત્ય તેમની મૂલ્યવાન સમાજસેવા છે. તેમની કથનશૈલી સચોટ અને રસપ્રદ રહેલ.

પરિચય[ફેરફાર કરો]

 • નામ: ભીખાલાલ (બાલાભાઈ) વીરચંદ દેસાઈ
 • ઉપનામ: શરૂઆતમાં વીર કુમાર, ભિક્ષુ સાયલાકર અને ત્યારબાદ પત્નીના નામમાંથી 'જય' અને પોતાના નામમાંથી 'ભિખ્ખુ' લઈને તખલ્લુસ રાખ્યું જયભિખ્ખુ.
 • જન્મ: ૨૬ જૂન ૧૯૦૮, વીંછિયા, સૌરાષ્ટ્ર
 • અવસાન: ૨૪ ડીસેમ્બર ૧૯૬૯, અમદાવાદ
 • વતન: સાયલા ( લાલા ભગતનું )
 • પરિવારઃ માતા - પાર્વતીબેન; પિતા - વીરચંદભાઈ હેમચંદભાઈ દેસાઈ
પત્ની - વિજયાબહેન (લગ્ન: ૧૯૩૦); પુત્ર – કુમારપાળ દેસાઈ
 • અભ્યાસ:
પ્રાથમિક - વીજાપુર પાસેના વરસોડામાં
માધ્યમિક - ટ્યુટોરિયલ હાઈસ્કૂલ અમદાવાદમાં અંગ્રેજી ત્રણ ધોરણ

મુંબઇની સંસ્થા શ્રી વીરતત્વ પ્રકાશક મંડળમાં દાખલ થયા, તે સંસ્થાનું સ્થળાંતર થતાં કાશી,આગ્રા અને ગ્વાલિયર રાજ્યના શિવપુરીમાં નવ વર્ષ રહી સંસ્કૃત, હિન્દી,ગુજરાતી, અંગ્રેજી ભાષાઓનો અભ્યાસ કર્યો.

જૈન તત્વજ્ઞાન અને જૈનદર્શનનો અભ્યાસ કરીને ‘કલકત્તા સંસ્કૃત એસોસિએશન’ની ‘ન્યાયતીર્થ’ તથા ગુરુકુળની ‘તર્કભૂષણ’ પદવીઓ પ્રાપ્ત કરી, સંસ્કૃત કાવ્યો અને નાટકોનો અભ્યાસ પણ કર્યો

 • પુરસ્કારો: કુલ ૧૩ કૃતિઓને ૧૬ પુરસ્કારો મળ્યા. ‘દિલના દીવા’ અને ‘ચક્રવર્તી ભરતદેવ’ને સુવર્ણચંદ્રક મળ્યો, તેમના નામ પરથી અમદાવાદમાં એક માર્ગને નામ આપવામાં આવ્યું છે.

સાહિત્ય કૃતિઓ[ફેરફાર કરો]

 • નવલકથાઓ - ૨૦; નવલિકા/વાર્તાસંગ્રહો - ૨૫; બાલ સાહિત્ય - ૫૦; ચરિત્રો - ૨૪; નાટકો - ૬; હિન્દીમાં સર્જન - ૪; સંપાદનો -૨૦; પ્રકીર્ણ - ૭.
 • મુખ્ય રચનાઓ - કુલ ૩૦૦ જેટલા પુસ્તકો લખ્યા:
વાર્તાઓ - પારકા ઘરની લક્ષ્મી, વીર ધર્મની વાતો, કંચન અને કામિની, કન્યાદાન, પગનું ઝાંઝર, સદ્ વાચનમાળા શ્રેણી ૧ થી ૬; વિદ્યાર્થી વાચનમાળા શ્રેણી ૧થી ૧૦; જૈન બાલ ગ્રંથાવલિ શ્રેણી ૧-૨ વિગેરે.
નવલકથા – વિક્રમાદિત્ય હેમૂ, કામ વિજેતા સ્થૂલિભદ્ર, ભગવાન ઋષભદેવ, શત્રુ કે અજાતશત્રુ વિગેરે.
નાટક – રસિયો વાલમ વિગેરે.
ચરિત્ર - સિધ્ધરાજ જયસિંહ, પ્રતાપી પુર્વજો, નિર્ગ્રંથ ભગવાન મહાવીર વિગેરે મુખ્ય છે.

જીવન[ફેરફાર કરો]

ચાર જ વર્ષની ઉંમરે માતાનું મરણ થતાં મોસાળ વીંછિયામાં ઉછેર થયો, ગોવર્ધનરામ ત્રિપાઠીનું 'સરસ્વતીચંદ્ર' તેમનું પ્રિય પુસ્તક હતું તેમજ જર્મન વિદુષી 'ક્રાઉઝે'નો તેમના વિચારો પર ઘણો પ્રભાવ પડ્યો હતો.

નોકરી કરવી નહી, પૈત્રુક સંપત્તિ લેવી નહી, પુત્રને સંપત્તિ આપવી નહી અને માત્ર કલમના આશરે જીવવું એ સિધ્ધાંતોને વિપરિત સંજોગો વચ્ચે પણ જીવનભર વળગી રહ્યા. ૧૯૨૯ થી સાહિત્ય સર્જનનો આરંભ કર્યો,'ભિક્ષુ સાયલાકર'ના ઉપનામથી ગુરુજીનું જીવનચરિત્ર લખ્યું. ૧૯૩૩ માં અમદાવાદમાં કાયમી વસવાટ કર્યો. 'જૈનજ્યોતિ'; 'વિદ્યાર્થી'તથા 'રવિવાર' નામનાં સામયિકોમાં લેખનકાર્ય કર્યું. ગુજરાત સમાચાર દૈનિકપત્રમાં ‘ઈંટ અને ઇમારત’ નામક અત્યંત સફળ કટારનું સંચાલન કર્યું.'ગુજરાત સમાચાર'ના બાલસાપ્તાહિક 'ઝગમગ'માં મહત્વના લેખક બની રહ્યા. સામયિકો અખંડ આનંદ, જનકલ્યાણ, નડિયાદના ‘ગુજ.ટાઇમ્સ’માં ‘ફૂલ ને કાંટા’ નું સંચાલન કર્યું. સૌરાષ્ટ્રના ‘જયહિન્દ’ અને ‘ફૂલછાબ’માં ધારાવહિક નવલકથાઓ તથા લેખો લખ્યા.

મુદ્રણકળાના કસબી તરીકે ગૂર્જર ગ્રંથ રત્ન કાર્યાલયના પ્રેસના સંચાલનમાં મદદ કરી. શ્રી જીવનમણિ સદ્ વાચનમાળા ટ્રસ્ટની સ્થાપના અને સંચાલનમાં અગ્રેસર રહ્યા. નવલકથા ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ ઉપરથી કનુ દેસાઈ દ્વારા ‘ગીત ગોવિંદ’ ચલચિત્રનું નિર્માણકાર્ય કર્યું.

તેઓનાં ધાર્મિક લખાણોમાં પણ ધર્મનિર્પેક્ષતાનો પૂરેપૂરો અમલ થતો હતો. પુનિત મહારાજના 'જનકલ્યાણ' સામયિકની સમિતિમાં સભ્ય તરીકે રહ્યા. હિન્દી ભાષામાં પણ પુસ્તકો લખ્યાં અને તેમનાં પુસ્તકોનાં કન્નડ ભાષા અને તેલુગુ ભાષામાં અનુવાદો થયા.

પૂર્વ મુખ્ય મંત્રી બ.ગો. મહેતાની ગેઝેટિયર સમિતિમાં સભ્યપદ
આકાશવાણી તથા યુનિવર્સિટીની સ્પર્ધાઓમાં વર્ષો સુધી નિર્ણાયક
જ્ઞાન વિજ્ઞાન ક્ષેત્રે સક્રીય કામગીરી
ભાવનગરની યશોવિજય ગ્રંથાલયમાં મંત્રી તરીકે કામગીરી
એમની સ્મૃતિમાં સ્થપાયેલ 'જયભિખ્ખુ ટ્રસ્ટ' દ્વારા વ્યાખ્યાનો, નિબંધસ્પર્ધા, અપંગ, અશક્ત અને વૃધ્ધ લેખકોને સહાય, સંસ્કારલક્ષી સાહિત્યનું પ્રકાશન, થિયેટર વ્યાખ્યાન શ્રેણી, નવોદિત પ્રતિભા શોધ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન.

સંદર્ભ[ફેરફાર કરો]

પૂરક વાચન[ફેરફાર કરો]

 • અડાલજા, વર્ષા, સંપાદક (2012). શીલભદ્ર સારસ્વત જયભિખ્ખુ. ન્યૂ દિલ્હી: સાહિત્ય અકાદમી. ISBN 978-81-260-3257-0.
 • રાવલ, પ્રફુલ (2008). જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ . અમદાવાદ: શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ. OCLC 233030818.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]