જનકલ્યાણ

વિકિપીડિયામાંથી
જનકલ્યાણ
તંત્રીદેવેન્દ્ર એલ. ત્રિવેદી
વર્ગજીવનકલ્યાણ
આવૃત્તિમાસિક
સ્થાપકસંત પુનિત
પ્રથમ અંકએપ્રિલ ૧૯૫૦
ભાષાગુજરાતી

જનકલ્યાણ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું જીવનલક્ષી માસિકપત્ર છે. આ સામાયિક દર મહિને પ્રકાશિત કરવામાં આવે છે. આ સામાયિકના સંસ્થાપક સંત પુનિત હતા. તેનો પ્રથમ અંક એપ્રિલ, ૧૯૫૦માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. હાલના સમયમાં આ સામાયિકની જવાબદારી સંપાદકશ્રી દેવેન્દ્ર એલ. ત્રિવેદી ('પુનિત પદરજ') સંભાળી રહ્યા છે.

જનકલ્યાણ માસિક મોટાભાગે આધ્યાત્મિક, જીવનવિકાસલક્ષી અને નૈતિક શિક્ષણ મળે તેવું વાચન પુરુ પાડે છે. તેમાં પ્રકાશિત સામાજીક વાર્તાઓ અને નવલીકાઓ પણ આજ વિષયો પર આધારીત હોય છે. જનકલ્યાણમાં ક્યારેય રાજકારણ, રમતગમત, અર્થકારણ, ચલચિત્ર અને અન્ય લેખોને સ્થાન અપાયું નથી. જનકલ્યાણનો આશય નફો કમાવવાનો કે વ્યાપારીક નહીં હોવાથી સામયિકનું વિતરણ અને લવાજમ વ્યવસ્થાપન જેતે શહેરોમાં રહેતા સેવાભાવી પ્રતિનિધીઓ દ્વારા ચાલે છે. દર વર્ષે ફેબ્રુઆરી/માર્ચ મહીનામાં વિવિધ વિષયો પર વિષેશાંકો બહાર પાડે છે. આ ઉપરાંત તેના આજીવન ગ્રાહકોને દર વર્ષે વિવિધ વિષયો પર પ્રકાશીત પુસ્તકો ભેટમાં આપવામા આવે છે. જન્કલ્યાણની પ્રકાશક સંસ્થા પુનીત સેવા ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં લગભગ ૧૨૫થી પણ વધારે પુસ્તકો પ્રકાશીત થયેલ છે, જેમા ધર્મ, તત્વજ્ઞાન, સામજીક નવલીકાઓ, આરોગ્ય, ભજનો અને મહાપુરુષોના જીવનચરીત્રો જેવા વિષયોને આવરી લેવાયા છે.