ઈંટ અને ઇમારત
ઈંટ અને ઇમારત એ ગુજરાતી દૈનિક ગુજરાત સમાચારમાં પ્રકાશિત થતી, કુમારપાળ દેસાઈ લિખિત એક કૉલમ છે. આ કૉલમ લખાવાની શરૂઆત ૧૯૫૪માં કુમારપાળ દેસાઈના પિતા જયભિખ્ખુ દ્વારા થઈ હતી. ૨૦૨૨ પ્રમાણે, ૬૮ વર્ષથી સતત અવિરતપણે ચાલી હોય એવી ગુજરાતી પત્રકારત્વની આ પ્રથમ કૉલમ છે. આ કૉલમમાં વર્તમાન, રાજકીય, અને સામાજિક પ્રવાહોને લગતા લેખો પ્રકાશિત કરવામાં આવે છે.[૧]
ઇતિહાસ
[ફેરફાર કરો]જયભિખ્ખુ દ્વારા આ કૉલમ લખાવાની શરૂઆત ૫ જૂન ૧૯૫૪ના રોજ ગુરુવારે થઈ હતી. સૌપ્રથમવાર આ કૉલમ ગુજરાત સમાચારના ચોથા પૃષ્ઠ પર ત્રિમૂર્તિના ચિત્રની સજાવટ સાથે પ્રકાશિત થઈ હતી. ૨૪ ડિસેમ્બર ૧૯૬૯ના રોજ જયભિખ્ખુનું અવસાન થવાથી ૨૭ ડિસેમ્બર ૧૯૬૯ના રોજ 'ઈંટ અને ઇમારત' કૉલમ તેમની શ્રદ્ધાંજલી નોંધ સ્વરૂપે પ્રકાશિત થઈ હતી અને ત્યારબાદથી આજપર્યંત આ કૉલમ કુમારપાળ દેસાઈ દ્વારા લખવામાં આવે છે. ૮ જૂન ૨૦૨૨, ગુરુવારના રોજ આ કૉલમે ૬૮ વર્ષ પૂર્ણ કર્યા.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- 'ઈંટ અને ઇમારત' ગુજરાત સમાચારમાં