લખાણ પર જાઓ

પુનિત મહારાજ

વિકિપીડિયામાંથી
પુનિત મહારાજ
વ્યવસાયધાર્મિક સાહિત્યકાર Edit this on Wikidata

પુનિત મહારાજ કે સંત પુનિત (૧૯૦૮-૧૯૬૨) ગુજરાતના સંત અને ભજનિક હતા.[]

તેમનો જન્મ ઇ. સ. ૧૯૦૮માં ૧૯મી મે ના રોજ એટલે કે વિક્રમ સંવત ૧૯૬૪ ની વૈશાખ વદ બીજ ના દિવસે શ્રી ભાઇશંકરભાઇ અને લલિતા બેન ના ત્યાં ધંધુકા ખાતે વાલમ બ્રાહ્મણ કુટુંબ માં થયો હતો. બાળપણનું નામ બાલકૃષ્ણ હતું. નાનપણથી તેઓ માટલાની બે ઠીકરીઓ વગાડીને કીર્તન કરતાં. રામનામનું રસાયણ ભવ રોગને હરે છે. તેવા વાકયે ક્ષય રોગથી નિરાશ બાલકૃષ્ણનાં જીવનમાં પરિવર્તન આણ્યું. રાધેશ્યામ મહારાજે તેમને પુનિત મહારાજ નામ આપ્યું.[] ભજનનોપુનિત મહારાજે રામ ના ગુણો નું વર્ણન કરવાં રામાયણ રચવા નો નિર્ણય કર્યો જે પૂર્ણ થયે ડાકોર રાજા રણછોડ રાય સમક્ષ નવ દિવસ વાંચન કરી સાંભળવ્યું. ત્યારબાદ ભજન શરૂ કર્યા. તેઓ ભાખરીદાન અને નેત્રયજ્ઞ અભિયાનના પ્રણેતા હતા.

તેમનું અવસાન ૨૭ જુલાઈ, ૧૯૬૨ના રોજ થયું હતું.[] તેમણે શરૂ કરેલું જનકલ્યાણ માસિક આજે પણ લોકપ્રિય છે.

પુનિત મહારાજ કે જે સંત પુનિત તરિકે પણ ઓળખાયા તેમણે કૃષ્ણભક્તિનાં અનેક ભજનો રચ્યાં છે અને આ ભજનો ગુજરાતીઓની લોકજીભે હરરોજ ગવાય છે. ખાસ કરીને તે ડાકોરના રણછોડરાયજીના પરમ ભક્ત હતાં અને તેથી કરી તેમણે રણછોડજીનાં અનેક ભજનો રચ્યાં છે. રણછોડજીની તીથીઓ, સાત વાર, રણછોડજીની આરતિ, વિગેરે ઉપરાંત 'ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી...' તેમનું ખુબજ લોકપ્રિય ભજન છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "સેવા-સ્મરણના સદગુણી પુનિત મહારાજ - Special Articles". ૧૨ મે ૨૦૦૯. મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  2. ૨.૦ ૨.૧ "સંત પુનિત મહારાજની આજે નિર્વાણતિથિ". ૨૭ જુલાઇ ૨૦૧૬. મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]