અસફ અલી

વિકિપીડિયામાંથી
અસફ અલી
અસફ અલી , ૧૯૦૯માં
સ્વીટ્ઝરલેંડમાં ભારતન રાજદૂત
પદ પર
૧૯૫૨ – ૨ એપ્રિલ ૧૯૫૩
પુરોગામીધીરજલા ભુલાભાઈ દેસાઈ
અનુગામીવાય. ડી. ગુંદેવીઆ
ઑડિશાના રાજ્યપાલ
પદ પર
૧૮ જુલાઈ ૧૯૫૧ – ૬ જૂન ૧૯૫૨
પુરોગામીવી. પી મેનન
અનુગામીફઝલ અલી
પદ પર
૨૧ જૂન ૧૯૪૮ – ૫ મે ૧૯૫૧
પુરોગામીકૈલાશ નાથ કાત્જુ
અનુગામીવી પી મેનન
અંગત વિગતો
જન્મ૧૧ મે ૧૮૮૮
શિવહરા, ઉત્ત્ર-પશ્ચિમ પ્રાંત, બ્રિટિશ ભારત
મૃત્યુ2 April 1953(1953-04-02) (ઉંમર 64)
બર્ન, સ્વીત્ઝર લૅંંડ
રાષ્ટ્રીયતાભારતીય
જીવનસાથીઅરૂણા ગાંગુલી (અરુણા અસફ અલી), ૧૯૨૮
માતૃ શિક્ષણસંસ્થાસેંટ સ્ટીફન્સ કૉલેજ દિલ્હી
વ્યવસાયવકીલ, સ્વતંત્રતા સેનાની

અસફ અલી (૧૧ મે ૧૮૮૮[૧] - ૨ એપ્રિલ ૧૯૫૩) એક ભારતીય સ્વતંત્ર સેનાની અને જાણીતા ભારતીય વકીલ હતા. તેઓયુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના પ્રથમ રાજદૂત હતા. તેમણે ઑડિશાના રાજ્યપાલ તરીકે પણ કામ કર્યું.

શિક્ષણ[ફેરફાર કરો]

અસફ અલીનું શિક્ષણ દિલ્હીની સેન્ટ સ્ટીફન કૉલેજમાં થયું હતું. તેમને ઇંગ્લેન્ડના લિંકન ઇનના બાર દ્વારા બોલાવવામાં આવ્યા હતા.

ભારતીય રાષ્ટ્રીય ચળવળ[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૧૪ માં, તુર્કસ્તાન (ઓટ્ટોમન સામ્રાજ્ય) પર બ્રિટિશ હુમલાની ભારતીય મુસ્લિમ સમુદાય પર મોટી અસર થઈ. અસફ અલીએ તુર્કી પક્ષને ટેકો આપ્યો અને પ્રીવી કાઉન્સિલમાંથી રાજીનામું આપ્યું. તેમણે આને અસહકારના કૃત્ય તરીકે જોયું અને ડિસેમ્બર ૧૯૧૪ માં ભારત પાછા ફર્યા. ભારત પાછા ફર્યા પછી અસફ અલી રાષ્ટ્રવાદી આંદોલનમાં ભારે ભાગ લેતા થયા.

મુસ્લિમ રાષ્ટ્રવાદી પક્ષના સભ્ય તરીકે તેઓ ૧૯૩૫માં કેન્દ્રીય વિધાનસભામાં ચૂંટાયા હતા. તે પછી તેઓ કોંગ્રેસના સભ્ય તરીકે નોંધપાત્ર બન્યા અને તેના ઉપ-નેતા નિમાયા.[૨]

સ્વતંત્રતાnee ચળવળ દરમિયાન અસફ અલીનેએ ઑગસ્ટ ૧૯૪૨ માં ઑલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા અપનાવવામાં આવેલા 'ભારત છોડો'ના ઠરાવને પગલે જેલની સજા કરવામાં આવી હતી. જવાહરલાલ નેહરુ અને કોંગ્રેસ કાર્યકારી સમિતિના અન્ય સભ્યોની સાથે તેમને અહમદનગર ફોર્ટ જેલમાં કેદ કરવામાં આવ્યા હતા.[૩]

૧૯૪૬ પછી[ફેરફાર કરો]

અલી ૧૯૪૯ માં
ભારતની ટપાલટિકિટ પર અસફ અલી, ૧૯૮૯

૨ સપ્ટેમ્બર, ૧૯૪૬ માં જવાહરલાલ નેહરુની અધ્યક્ષતા હેઠળ રચાયેલી ભારતની વચગાળાની સરકારમાં તેઓ રેલ્વે અને પરિવહનના પ્રભારી હતા. તેમણે ફેબ્રુઆરી ૧૯૪૭ થી એપ્રિલ ૧૯૪૭ ના મધ્યમાં યુએસએમાં ભારતના પ્રથમ રાજદૂત તરીકે સેવા આપી હતી.

કાયદાકીય કારકિર્દી[ફેરફાર કરો]

અસફ અલી દેશના સૌથી પ્રતિષ્ઠિત વકીલોમાંના એક હતા. તેમણે ૮ એપ્રિલ ૧૯૨૯ ના રોજ કેન્દ્રીય વિધાનસભામાં બોમ્બ ફેંકાવાની ઘટના પછી વકીલ તરીકે સેવા આપી, આરોપી ભગત સિંહ[૪] અને બટુકેશ્વર દત્તનો બચાવ કર્યો હતો.

૧૯૪૫ માં દેશદ્રોહનો આરોપી ઠરાવાયેલા આઝાદ હિંદ ફોજના રક્ષણ માટે કોંગ્રેસે એક આઈએનએ સંરક્ષણ ટીમ સ્થાપી હતી. અલી, આ ટીમના માટે ના કન્વીનર બન્યા હતા.[૫]

અંગત જીવન[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૨૮ માં, તેમણે અરુણા અસફ અલી સાથે લગ્ન કર્યા, યુગલના વિવિધ ધર્મો આધારે લોકોનું ધ્યાનાકર્ષાણ કર્યું હતું (અસફ અલી મુસલમાન હતા જ્યારે અરુણા હિંદુ હતા) અને તેમની વચ્ચે ઉંમરનો તફાવત ઘણો હતો.(અરુણા તેમનાની સાથે ૨૦ વર્ષ નાના હતા). ભારત છોડો આંદોલન ૧૯૪૨ દરમિયાન મુંબઈની ગોવલીયા ટેન્ક મેદાનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ધ્વજ ફરકાવવા માટે અરુણા અસફ અલીને યાદ કરવામાં આવે છે.

મૃત્યુ અને વારસો[ફેરફાર કરો]

૨ એપ્રિલ ૧૯૫૩ ના દિવસે સ્વિટ્ઝરલૅન્ડમાં ભારતના રાજદૂત તરીકે ફરજ બજાવતા અલીનું બર્નના કાર્યાલયમાં અવસાન થયું.[૬] ૧૯૮૯માં, ભારતીય ડાક દ્વારા તેમના માનમાં એક ટિકિટ બહાર પાડવામાં આવી.[૩]તેમની પત્ની અરૂણા અસફ અલીને ભારતના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ - ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. [૭]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. G. N. S. Raghavan and Asaf Ali (1994) M. Asaf Ali's Memoirs: The Emergence of Modern India. Ajanta.
  2. M. Asaf Ali | Making Britain.
  3. ૩.૦ ૩.૧ Asaf Ali.
  4. Historical Trials (2008). "The Trial of Bhagat Singh". India Law Journal. 1 (3).
  5. Lawyers in the Indian Freedom Movement « The Bar Council of India.
  6. "Asaf Ali Dead". The Indian Express. 3 April 1953. મેળવેલ 18 July 2018.
  7. Aruna Asaf Ali's 20th death anniversary: Some facts about the Grand Old Lady of Independence – Education Today News સંગ્રહિત ૨૦૧૭-૧૨-૧૧ ના રોજ વેબેક મશિન.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]