કેમેરૂન

વિકિપીડિયામાંથી

Coordinates: 6°N 12°E / 6°N 12°E / 6; 12

કેમેરૂનનું ગણતંત્ર

રીપબ્લીક્ ડ્યુ ક્મેરૂન
ઊભો ત્રિરંગો (લીલો, લાલ અને પીળો) લાલ પટ્ટાની મધ્યમાં પીળો પાંચ ખૂણા વાળો સિતારો.
ધ્વજ
કેમેરૂન નું રાજચિન્હ
રાજચિન્હ
સૂત્ર: 
"પે – ત્રવેલ – પેથ્રી" (ફ્રેંચ)
"શાંતિ- કામ- પિતૃભૂમિ"
રાષ્ટ્રગીત: 
ઓકેમેરૂન બેર્સીઉ દેનોસ એન્સેત્રેસ (ફ્રેંચ), ઓ કેમેરૂન,ક્રેડલ ઑફ અવર ફોર ફાધર્સ(અંગ્રેજી), ઓ કેમેરૂન અમારા પિત્રુઓના ઘોડિયું
(અંગ્રેજી: "O Cameroon, Cradle of our Forefathers")
વિશ્વમાં કેમેરૂનનું સ્થાન
Location of કેમેરૂન
રાજધાનીયાઉન્દે[૧]
3°52′N 11°31′E / 3.867°N 11.517°E / 3.867; 11.517
સૌથી મોટું શહેરડુઆલા[૧]
અધિકૃત ભાષાઓઅંગેજી
ફ્રેંચ
વંશીય જૂથો
લોકોની ઓળખકેમેરૂનીય
સરકારUnitary dominant-party presidential republic under an authoritarian dictatorship[૨]
સંસદસંસદ
• ઉપલું ગૃહ
સેનેટ
• નીચલું ગૃહ
રાષ્ટ્રીય સભા (નેશનલ એસેમ્બલી)
ફ્રાંસથી સ્વતંત્રતા
• જાહેરાત
૧ જાન્યુઆરી ૧૯૬૦
• પહેલાના બ્રિટિશ કેમેરૂન સાથે વિલય
૧ ઑક્ટોબર ૧૯૬૧
વિસ્તાર
• કુલ
[convert: invalid number] (૫૩મો)
• જળ (%)
૦.૫૭
વસ્તી
• 2016 અંદાજીત
23,439,189[૩] (૫૬મો)
• ૨૦૦૫ વસ્તી ગણતરી
૧,૭૪,૬૩,૮૩૬[૪]
• ગીચતા
[convert: invalid number] (૧૬૭મો)
GDP (PPP)2017 અંદાજીત
• કુલ
$81.535 billion[૫]
• Per capita
$3,358[૫]
GDP (nominal)2017 અંદાજીત
• કુલ
$29.547 billion[૫]
• Per capita
$1,217[૫]
જીની (2007)positive decrease 44.6[૬]
medium
માનવ વિકાસ દર (HDI) (2015)Increase 0.518[૭]
low · ૧૫૩મો
ચલણCentral African CFA franc (XAF)
સમય વિસ્તારUTC+1 (WAT)
વાહન દિશાજમણે
ટેલિફોન કોડ+237
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).cm
  1. These are the titles as given in the Constitution of the Republic of Cameroon, Article X (English ના રોજ વેબેક મશિન (સંગ્રહિત ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૬) and French ના રોજ વેબેક મશિન (સંગ્રહિત ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૬) versions). 18 January 1996. The French version of the song is sometimes called Chant de Ralliement, as in Swarovski Orchestra (2004). National Anthems of the World. Koch International Classics; and the English version "O Cameroon, Cradle of Our Forefathers", as in DeLancey and DeLancey 61.

કેમેરૂન (/ˌkæməˈrn/; French: Cameroun), સત્તાવાર રીતે કેમેરૂનનું ગણતંત્ર એ પશ્ચિમ અને મધ્ય આફ્રિકા વચ્ચે આવેલો એક દેશ છે. તેની સીમા પશ્ચિમે અને ઉત્તરે નાઈજીરીયા, ઈશાન દિશામાં ચૅડ, પૂર્વમાં મધ્ય આફ્રિકી ગણતંત્ર, દક્ષિણમાં વિષુવવૃત્તિઅય ગિની, ગેબોન અને કોંગોના ગણતંત્ર ને સ્પર્ષે છે. કેમેરૂનનો દરિયા કિનારો બિઅફ્રાની ખાડી પર આવેલો છે. આ ખાડી એટલાંટિક મહાસાગરના ગિનીના અખાતનો ભાગ છે. કેમેરૂન ECOWASનો સભ્ય નથી તેમ છતાં પણ ભોગોલિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ તે પશ્ચિમ આફ્રિકાનો ભાગ છે. તેના નૈઋત્ય અને વાયવ્ય પ્રદેશો પશ્ચિમ આફ્રિકી પ્રબળ પશ્ચિમ આફ્રિકી ઈતિહાસ ધરાવે છે. આ દેશના મધ્ય અને પશ્ચિમી આફ્રિકા સંગમ પર આવેલા વ્યૂહાત્મક સ્થાનને લીધે ક્યારેક તેને પશ્ચિમી આફ્રિકી દેશ તો ક્યારેક મધ્ય આફ્રિકી દેશ ગણવામાં આવે છે.

ફ્રેંચ અને અંગ્રેજી કેમેરૂનની આધિકારીક ભાષાઓ છે. આ દેશની ભૂસ્તરીય અને સાસ્કૃતિક વિવિધતાને કારણે તેને લધુ આફ્રિકા (આફ્રિકા ઈન મિનીએચર -Africa in miniature) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દેશમાં રેતાળ દરિયા કિનારા, રણ, પર્વતીય પ્રદેશ, વર્ષાવનો અને સવાના જેવી વિવિધ ભૌગોલિક સંરચના જોવા મળે છે

આ દેશનું સૌથી ઊંચુ શિખર "માઉન્ટ કેમેરૂન" ૪૧૦૦ મીટર ઊંચુ છે. તે દેશની નૈઋત્યમાં આવેલું છે. વુરી નદી પર આવેલું ડુઆલા આ દેશનું સૌથી મોટું શહેર, આર્થિક રાજધાની અને મુખ્ય બંદર છે. યાઉન્દે તેની રાજધાની છે અને ગારુઆ અન્ય નગર છે. આ દેશ તેના સ્થાનીય સંગીત માકોસા અને બીકુત્સી તથા તેની રાષ્ટ્રીય ફુટબૉલ ટીમ માટે જાણીતું છે.

આ દેશના શરૂઆતના નિવાસી સાઓ સંસ્કૃતિના અને બાકા શિકારી જાતિના લોકો હતા જેઓ ચૅડ સરોવરની આસપાસ અબે નૈઋત્યના વર્ષાવનોમાં રહેતા હતા. ૧૫મી સદીમાં પોર્ટુગીઝ સાહસિકો અહીંના કિનારે ઉતર્યા અને આ ક્ષેત્રને રીઓ દોસ કેમેરોસ (જીંગાની નદી) જે અંગ્રેજીમાં કેમેરુન બન્યું. આ ક્ષેત્રની ઉત્તરમાં ૧૯મી સદીમાં ફુલાની સૈનિકોએ અહીં અદમાવાની સલતનતની સ્થાપના કરી અને પશ્ચિમ અને વાયવ્યના ક્ષેત્રોમાં ઘણાં કબિલા અને પ્રશંસક જૂથો આદિ બનાવ્યા. ઈ.સ. ૧૮૮૪માં આ ક્ષેત્ર જર્મન સંસ્થાન બન્યું.

પહેલા વિશ્વ વિગ્રહના અંતે રાષ્ટ્રસંઘના મુખત્યાર નામા અનુસાર આ દેશનુંક્ષેત્ર ફ્રાંસ અને યુનાયટેડ કિંગડમ વચ્ચે વહેંચી દેવામાં આવ્યો હતો. કેમેરૂનની રાજનૈતિક પાર્ટી યુનિયન દેસ પોપ્યુલેશન્સ ડુ કેમેરૂન (યુ પી સી)ને સ્વતંત્રતાની હિમાયત કરી પણ ફ્રાંસે તેને ૧૯૫૦માં ગેરકાયદેસર ઠરાવી. આને કારણે યુ પી સી અને ફ્રેંચો વચ્ચે કેમેરૂનની સ્વતંત્રતા માટેની ચળવળ ચાલુ થઈ જે ૧૯૭૧ સુધી ચાલી. ઈ.સ. ૧૯૬૦માં ફ્રેંચશાસન હેઠળનું કેમેરૂન કેમેરૂનનના ગણતંત્ર તરીકે સ્વતંત્ર થયું અને તેના રાષ્ટ્રપતિ એહમદોઉ અહીદ્જો બન્યા. આ સાથેજ, ૧૯૬૧માં બ્રિટિશો હેઠળનું દક્ષિણી કેમેરૂન સમવાયી ગણતંત્ર બન્યું. ૧૯૭૨માં સમવાય તંત્ર મૂકી દેવામાં આવ્યું અને દેશને ક્મેરૂનનું સંયુક્ત ગણતંત્ર એવું નામ અપાયું. ઈ.સ. ૧૯૮૪માં તેનું નામ બદલી કેમેરૂનનું ગણતંત્ર કરવામાં આવ્યું.

કેમેરૂનમાં સરખામણીમાં વધુ રાજકીય અને સામાજિક સ્થિરતા છે. આને પરિણામે આ દેશમાં ખેતી, રસ્તા, રેલ્વે અને વિશાળ પેટ્રોલિયમ અને લાકડાને લાગતા ઉદ્યોગો વિકસ્યા છે. કેમેરૂનમાં મોટાભાગન લોકો સ્વાવલંબી ખેડૂત તરીકે જીવન નિર્વાહ કરે છે. ઈ.સ. ૧૯૮૨થી કેમેરૂન પીપલ્સ ડેમોક્રેટિક મુવમેન્ટ પાર્ટીના પૉલ બીયા આ દેશના રાષ્ટ્રપતિ છે. આ દેશના અંગ્રેજી ભાષા બોલનારા ક્ષેત્રો તરફથી તણાવ આવતું રહે છે. તેઓ વધુ સ્વાયત્તતાની અને કેમેરૂનથી સ્વતંત્ર માંગણી કરે છે.

નોંધ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Cameroon". World Factbook. CIA. મૂળ માંથી 15 મે 2020 પર સંગ્રહિત. મેળવેલ 2 November 2016.
  2. Pepinsky, Thomas (9 January 2017). "Life in authoritarian states is mostly boring and tolerable". Vox. મેળવેલ 10 June 2018.
  3. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. મેળવેલ 10 September 2017.
  4. "Rapport de présentation des résultats définitifs" (PDF) (Frenchમાં). Institut national de la statistique. પૃષ્ઠ 6. મૂળ (PDF) માંથી 13 ઑગસ્ટ 2012 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2012. Check date values in: |archive-date= (મદદ)CS1 maint: unrecognized language (link)
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ "Cameroon". International Monetary Fund.
  6. "Distribution of family income – Gini index". The World Factbook. CIA. મૂળ માંથી 13 જૂન 2007 પર સંગ્રહિત. મેળવેલ 1 September 2009.
  7. "2016 Human Development Report" (PDF). United Nations Development Programme. 2016. મેળવેલ 21 March 2017.