કોન્સ્ટેન્ટીનોપલ

વિકિપીડિયામાંથી

કોન્સ્ટેન્ટિનોપલ એ રોમન / બીઝેન્ટાઇન સામ્રાજ્યનું રાજધાની શહેર (વર્ષ ૩૩૦-૧૨૦૪ અને ૧૨૬૧-૧૪૫૩) અને સંક્ષિપ્ત સમય માટે લેટિન (૧૨૦૪-૧૨૬૧), અને પછીના ઓટ્ટોમન (૧૪૫૩-૧૯૨૩) સામ્રાજ્યોનું વડુ મથક હતું. વર્ષ ઇસ ૩૨૪ માં પ્રાચીન બાયઝાન્ટીયમના પુનરુત્થાનનાં સમયે સમ્રાટ કોન્સ્ટેન્ટાઇન પ્રથમ દ્વારા રોમન સામ્રાજ્યની નવી રાજધાની તરીકે અને તેમના નામે આ શહેર ની ૧૧ મે, ઇસ ૩૩૦ નાં રોજ સ્થાપના કરવામાં આવી હતી.

૫ મી સદી નાં મધ્યભાગ થી 13 મી સદીની શરૂઆત સુધી, કોન્સ્ટેન્ટિનોપલ યુરોપમાં સૌથી મોટું અને સમૃદ્ધ શહેર હતું. [6] રોમન અને બીઝેન્ટાઇન સમયમાં કોસ્ટેન્ટિનોપલના વિશ્વવ્યાપી વડાના ઘર તરીકે અને ક્રિસ્ટન ઓફ થોર્ન્સ અને ટ્રુ ક્રોસ જેવા ખ્રિસ્તી ધર્મના સૌથી પવિત્ર અવશેષોના વાલી તરીકે, ખ્રિસ્તી ધર્મની પ્રગતિમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. 15 મી સદીના પ્રારંભમાં તેના પ્રાંતોની હાર પછી, બાયઝેન્ટાઇન સામ્રાજ્ય માત્ર કોન્સ્ટેન્ટિનોપલ અને તેની આજુબાજુનાં અમુક વિસ્તારો તેમજ ગ્રીસના મોરેઆ સુધી સીમિત થઇ ગયું અને અંતે 29 મે 1453 ના રોજ 53 દિવસની ઘેરાબંધી પછી આ શહેર ઓટ્ટોમન્સ સામ્રાજ્ય નાં તાબે થઇ ગયું હતું.

સંરક્ષણ વ્યવસ્થા અને ખૂબીઓ[ફેરફાર કરો]

કોન્સ્ટેન્ટિનોપલ તેની વિશાળ અને જટિલ સંરક્ષણ વ્યવસ્થા માટે પ્રસિદ્ધ હતુ. વિવિધ આક્રમણો ના અસંખ્ય પ્રસંગોએ ઘેરાયુ હોવા છતાં, લગભગ નવ સો વર્ષ સુધી આ શહેર અભેદ રહ્યું હતું. આખરે વર્ષ ૨૧૦૪ માં ક્રુસેડર લશ્કરદ્વારા તેઓની ચોથી ચળવળ વખતે કબજે કરવામાં આવ્યું હતું અને ૧૨૬૧ માં બાયઝાન્ટન સમ્રાટ મિયાક આઠમા પેલાઓલોગોસ દ્વારા તેને મુક્ત કરવામાં આવ્યા બાદ, ૧૪૫૩ માં બીજી અને અંતિમ વખત જ્યારે તે ઓટ્ટોમન સુલતાન મેહમેદ ૨ દ્વારા જીતી લેવામાં આવ્યું હતું.

શહેરની પ્રથમ દીવાલ કોન્સ્ટેન્ટાઇન ૧ દ્વારા ઉભી કરવામાં આવી હતી જે ભૂમિ તેમજ દરિયાઈ મોરચે એમ બન્ને તરફથી સંરક્ષણ આપતી હતી. બાદમાં, ૫ મી સદીમાં, બાળ સમ્રાટ થિયોડોસિયસ ૨ ની આગેવાની હેઠળ પ્રેટોરીઅન પ્રિફેક્ટ એંથેમીયસ થિયોડોસિયન દ્વારા થિયોડોસિયન દિવાલોનું બાંધકામ હાથ ધરાયું હતું જે દ્વિસ્તરીય અને વધુ મજબુત વ્યવસ્થા હતી જેમાં કિલ્લેબંધી, ઊંડા ખાડાઓ વગેરે નો સમાવેશ થયેલ. આ વ્યવસ્થા પ્રાચીનકાળની સૌથી મજબુત વ્યવસ્થાઓ માંથી એક હતી.

આ શહેર રોમની હરિફાઈ કરવા ઇરાદાપૂર્વક બાંધવામાં આવ્યું હતું, અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેની દિવાલોની અંદર અનેક સ્થળો રોમની 'સાત ટેકરીઓ' સાથે મેળ ખાતી હતી. તે "ગોલ્ડન હોર્ન" અને "માર્મરા ના સમુદ્ર" વચ્ચે આવેલું હોવાથી રક્ષણાત્મક દિવાલોની જરૂર હોય તેવી જમીન ઓછી હતી, અને આથી તે ભવ્ય મહેલો, ડોમ અને ટાવરોને આવરી લેતો એક અભેદ ગઢ બની શકેલ. આ જ કારણોસર તે બે ખંડો (યુરોપ અને એશિયા) અને બે સમુદ્રો (ભૂમધ્ય અને કાળો સમુદ્ર) વચ્ચેનું દ્વાર બનેલ અને તેમાંથી વ્યવહાર થકી ઉદ્ભવતિ સમૃદ્ધિનું પ્રતિક બની રહેલ.