માલપુર રજવાડું
માલપુર રજવાડું માલપુર | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટીશ ભારત | |||||||
૧૪૬૬–૧૯૪૩ | |||||||
Flag | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૩૧ | 251.23 km2 (97.00 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૩૧ | 13552 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૪૬૬ | ||||||
• બરોડા રાજ્યમાં જોડાણ | ૧૯૪૩ | ||||||
|
માલપુર રાજવાડું બ્રિટિશ શાસન સમયમાં બોમ્બે પ્રેસિડેન્સી હેઠળની મહી કાંઠા એજન્સીમાં આવતું રજવાડું હતું.[૧] તેનું કેન્દ્ર માલપુર નગર હતું,જે અત્યારે ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં આવે છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]માલપુર રજવાડાની સ્થાપના ૧૪૬૬માં થઈ હતી, પરંતુ તેના પ્રારંભિક ઇતિહાસ વિશે ખુબ ઓછી માહિતી ઉપલબ્ધ છે. રાવલ દિપસિંહજી સેઓસિંહજીએ ૧૨ એપ્રિલ ૧૮૮૨ના રોજ ગાદી સાંભળી હતી.
ડિસેમ્બર ૧૯૪૩માં જોડાણ યોજના હેઠળ માલપુર રજવાડાને બરોડા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીમાં ભેળવી દેવામાં આવ્યું હતું.[૨] છેલ્લા શાસક રાવલ ગંભીરસિંહજી હિમંતસિંહજી હતા, તેઓનો જન્મ ૨૭ ઓક્ટોબર, ૧૯૧૪માં થયો હતો અને તેમણે ૨૩ જૂન, ૧૯૨૩ના રોજ રાજગાદી પર બેઠા હતા.[૩] તેમણે સ્કોટ કૉલેજ, સદ્રા અને મેયો કૉલેજ, અજમેરમાં શિક્ષણ મેળવ્યું હતું. રાવલ ગંભીરસિંહજીએ ખંડેલાના રાજા પ્રતાપસિંહની મોટી પુત્રી નંદ કંવર સાથે લગ્ન કર્યા હતા.[૩] ભારતમાં જોડાવાની પ્રક્રિયા સક્રિય હતી, તે દરમિયાન ૧૯૪૭ સુધી નામમાત્રનું શાસન કર્યું હતું. છેવટે બરોડા રાજ્યએ ૧ મે ૧૯૪૯ના રોજ ભારતીય સંઘને મંજૂરી આપી.
શાસકો
[ફેરફાર કરો]માલપુર રાજ્યના શાસકો રાઓલનું બિરુદ ધરાવતા હતા. [૩]
- ???? – ૧૭૮૦. . . .
- ૧૭૮૦–૧૭૯૬ - ઇન્દ્રસિંહજી
- ૧૭૯૬ - જમાલસિંહજી (તા.૧૭૯૬) માં હત્યા કરવામાં આવી હતી.
- ૧૭૯૬–૧૮૧૬ - તખ્તસિંહજી જમાલસિંહજી
- ૧૮૧૬ –૧૮૨૨ - શિવસિંહજી પ્રથમ
- ૧૮૨૨–૧૮૪૩ . . . . - વાલીપણાં હેઠળ
- ૧૮૪૩–૧૮.. - દિપસિંહજી પ્રથમ (જ.૧૮૨૨– અ. 18..)
- ૧૮૭૫–૧૮૮૨ - શિવસિંહજી દ્વિતીય ખુમાણસિંહજી (૧૮૪૧–૧૮૮૨)
- ૧૨ એપ્રિલ ૧૮૮૨–૧૯૧૪ - દિપસિંહજી દ્વિતીય (૧૮૬૩–૧૯૧૪)
- ૧૯૧૪–૧૯૨૩ - જસવંતસિંહજી દિપસિંહજી (૧૮૮૬–૧૯૨૩)--બંસીયાના ઠાકુર રતનસિંહની પુત્રી સાથે લગ્ન કર્યા હતા.
- ૨૩ જૂન ૧૯૨૩–૧૯૪૭ - ગંભીરસિંહજી હિંમતસિંહજી (૧૯૧૪–૧૯૬૯)
- ૨૩ જૂન ૧૯૨૩–૧૯૩૫ - વાલીપણાં હેઠળ
- ૧૧ મે ૧૯૬૯ - ગંભીરસિંહજી હિંમતસિંહજી (અવસાન)
- વર્તમાનમાં શાસક પરિવારના પ્રમુખ અને મહા રાઓલજી - સાહેબ શ્રી કૃષ્ણસિંહજી (જ. ૧૯૫૪)
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Imperial Gazetteer of India, v. 17, p. 94.
- ↑ McLeod, John; Sovereignty, power, control: politics in the States of Western India, 1916–1947; Leiden u.a. 1999; ISBN 90-04-11343-6; p. 160
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ Princely States of India