એન્તોન ચેખવ

વિકિપીડિયામાંથી

આન્તોન ચેખવ એક રશિયન કથાકાર અને નાટ્યકાર હતા. તેમના સાહિત્યિક જીવનમાં તેમણે રૂસી ભાષાને ચાર નાટક આપ્યા જ્યારે તેમની વાર્તાઓ વિશ્વના સમીક્ષકો અને વિવેચકો માં ખૂબ સમ્માન પામી. ચેખવ તેમના સાહીત્યકાળ દરમિયાન ચિકિત્સકના વ્યવસાય સાથે જોડાયેલા રહ્યા હતા. તે કહ્યા કરતા કે ચીકીત્સા મારી ધર્મપત્ની છે અને સાહિત્ય પ્રેમિકા .

જીવન[ફેરફાર કરો]

[૧]આન્તોન ચેખવ નો જન્મ દક્ષિણ રસિયના તગાનરોગમાં 29 જાન્યુઆરી 1860 ના રોજ એક દુકાનદાર ના પરિવારમાં થયો હતો.1868 થી 1884 સુધી ચેખવે હાઇસ્કૂલમાં શિક્ષણ મેળવ્યું.1879 થી 1884 સુધી ચેખવ ને મોસ્કોની નેડિકલ કોલેજમાં શિક્ષણ પૂરું કરી અને ડૉક્ટરી કરવા લાગ્યા.1880માં ચેખવે પોતાની પહેલી વાર્તા પ્રકાશિત કરી અને 1884માં તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ તૈયાર થયો. 1886માં “રંગબેરંગી વાર્તાઓ” નામનો વર્તસંગ્રહ પ્રકાશિત થયો. અને 1887 માં પહેલું નાટક “ઈવાનવ”.1890માં ચેખવે સખલીન દ્વીપ ની યાત્રા કરી જ્યાં તેમણે દેશનિર્વાસિત લોકોના કસ્ટમે જીવનનો અભ્યાસ કર્યો . આ યાત્રાના ફળ સ્વરૂપ “સખાલીન દ્વીપ” નામનું પુસ્તક તેમણે લખ્યું. 1892 થી 1899 સુધી ચેખવ મોસ્કોના “મેલીખોવો” ગામમાં રહ્યા.તે સમયે પડેલા દુષ્કાળમાં ચેખવે ખેડૂતોની મદદ કરી હતી . 1899 માં ચેખવ બીમાર પડ્યા અને પછી તે ક્રીમ (ક્રાઇમિયા) કે યાલતા નગર માં વસી ગયા. જ્યાં તેઓ ગોર્કી સાથે પરિચિત થયા.

સાહિત્યિક કાર્ય[ફેરફાર કરો]

[૨]ચેખવે સેંકડો વાર્તાઓ લખી. જેમાં સમાજની કુરીતિઓ નું વ્યંગાત્મક ચિત્ર રજૂ કર્યું છે. “ત્રણ બહેનો “ નાટક માં સામાજિક પરિવર્તનની આવશ્યકતા ની જલક જોવા મળે છે. “ ખેડૂત” લઘુ ઉપન્યાસમાં જાર કાળના રૂસી ગામડા ની દુખદ વાત કરવામાં આવી છે. પોતાના બધાજ નાટકોમાં ચેખવે સામન્ય માણસની મામૂલી જિંદગીનું સજીવ વર્ણન કર્યું છે. ચેખવ નો પ્રભાવ અનેક રૂસી લેખકો જેવા કે બુનિન,કુપ્રિન,ગોર્કી વગેરે પર પડ્યો હતો. યૂરોપ,રશિયા અને અમેરિકના લેખકો પણ ચેખવથી પ્રભાવિત હતા. ભારતીય લેખકો ચેખવની કૃતિયો ને ઉચ્ચ કોટિ ની સમજે છે. પ્રેમચંદના માતાનુસાર “ચેખવ સંસારના સર્વશ્રેષ્ઠ વાર્તાકાર” હતા.

અવસાન[ફેરફાર કરો]

ચેખવ નું અવસાન 15 જુલાઈ 1904 ના રોજ થયું હતુ.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2018-03-23 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-30.
  2. Aajno Din Mahan Author: Yashvant Kadikar