લખાણ પર જાઓ

અબુલ કલામ આઝાદ

વિકિપીડિયામાંથી
અબુલ કલામ આઝાદ
જન્મ૧૧ નવેમ્બર ૧૮૮૮ Edit this on Wikidata
મક્કા Edit this on Wikidata
મૃત્યુ૨૨ ફેબ્રુઆરી ૧૯૫૮ Edit this on Wikidata
દિલ્હી Edit this on Wikidata
સહી
પદની વિગતMinister of Education (૧૯૪૭–૧૯૫૮), Member of the Advisory Committee of the Constituent Assembly of India (૧૯૪૭–) Edit this on Wikidata

અબુલ કલામ આઝાદ ( ૧૧ નવેમ્બર ૧૮૮૮ - ૨૨ ફેબ્રુઆરી ૧૯૫૮) જેઓ મૌલાના આઝાદ તરીકે જાણીતા છે, એક ભારતીય મુસ્લિમ વિદ્વાન અને ભારતીય સ્વતંત્રતા ચળવળના એક વરિષ્ઠ રાજકીય નેતા હતા.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

તેઓ એક અગ્રણી મુસ્લિમ નેતા હતા જેઓ હિન્દુ-મુસ્લિમ એકતા પર ભાર મુકતા અને કોમી ધોરણે ભારતના ભાગલાના પ્રખર વિરોધી હતા. ભારતની સ્વતંત્રતા બાદ તેઓ ભારત સરકારમાં પ્રથમ શિક્ષણ પ્રધાન બન્યા હતા. તેમણે સ્વતંત્રતા પહેલા કરેલી આગાહી માટે પણ તેઓ જાણીતા છે જેમાં તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં પાકિસ્તાનના ભાગલા પડશે અને ત્યાં લશ્કરી શાસન આવશે. તેમને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન (મરણોત્તર) ૧૯૯૨માં આપવામાં આવ્યું હતુ. તેમને સામાન્ય રીતે મૌલાના આઝાદ તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે તેમના ઉપનામ (તખ્લ્લુસ) તરીકે આઝાદ નામ અપનાવ્યું હતું. ભારતમાં શિક્ષણનો પાયો સ્થાપિત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપવા બદલ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે તેમનાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે.[૧][૨]

ક્રાંતિકારી અને પત્રકાર[ફેરફાર કરો]

મૌલાના આઝાદ અફઘાન ઉલેમાના પરિવારના હતા, જેઓ બાબરના સમયમાં હેરાતથી ભારત આવ્યા હતા. તેમની માતા અરબી મૂળની હતી અને તેમના પિતા મોહમ્મદ ખૈરુદ્દીન પર્સિયન (ઈરાની, વંશીય) હતા. મોહમ્મદ ખૈરુદ્દીન અને તેમનો પરિવાર ઇ.સ. ૧૮૫૭માં કલકત્તા છોડીને ભારતીય સ્વતંત્રતાની પ્રથમ ચળવળ દરમિયાન મક્કા ગયા હતા. ત્યાં મોહમ્મદ ખૈરુદ્દીન તેની ભાવિ પત્નીને મળ્યા. મોહમ્મદ ખૈરુદ્દીન ઇ.સ. ૧૮૯૦માં ભારત પરત ફર્યા. મુહમ્મદ ખૈરુદ્દીને કલકત્તામાં મુસ્લિમ વિદ્વાન તરીકે નામના મેળવી હતી. જ્યારે આઝાદ ૧૧ વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. તેમણે પ્રારંભિક શિક્ષણ ઇસ્લામિક પદ્ધતિઓ દ્વારા મેળવ્યું હતું. તેમને ઘરે અથવા મસ્જિદમાં તેમના પિતા દ્વારા અને બાદમાં અન્ય વિદ્વાનો દ્વારા શીખવવામાં આવ્યું હતું. ઇસ્લામિક શિક્ષણ ઉપરાંત, તેમણે અન્ય ગુરુઓ પાસેથી તત્વજ્ઞાન, ઇતિહાસ અને ગણિતનું શિક્ષણ પણ મેળવ્યું હતું. આઝાદે ઉર્દૂ, ફારસી, હિન્દી, અરબી અને અંગ્રેજી ભાષાઓમાં નિપુણતા મેળવી હતી. સોળ વર્ષની ઉંમરે, તેણે તમામ શિક્ષણ મેળવ્યું હતું જે તેને સામાન્ય રીતે ૨૫ વર્ષની ઉંમરે મળતું હતું.

તેર વર્ષની ઉંમરે તેમણે ઝુલૈખા બેગમ સાથે લગ્ન કર્યા. તેઓ સલાફી (દેવબંદી) વિચારધારાની નજીક હતા અને કુરાનની અન્ય અભિવ્યક્તિઓ પર લેખો પણ લખ્યા હતા. આઝાદે સમર્પિત સ્વ-અભ્યાસ સાથે અંગ્રેજી શીખ્યા અને ઘણી બધી પશ્ચિમી ફિલસૂફી વાંચી.

કોંગ્રેસ નેતા[ફેરફાર કરો]

રાજકારણ તરફના તેમના ઝુકાવે તેમને પત્રકાર બનાવ્યા હતા. તેમણે 1912માં ઉર્દૂ મેગેઝિન અલ હિલાલ શરૂ કર્યું. તેમનો ઉદ્દેશ્ય મુસ્લિમ યુવાનોને ક્રાંતિકારી ચળવળો તરફ પ્રોત્સાહિત કરવાનો અને હિંદુ-મુસ્લિમ એકતા પર ભાર આપવાનો હતો. તેમણે બંગાળ, બિહાર અને બોમ્બેમાં ગુપ્ત રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું આયોજન કરીને કોંગ્રેસના નેતાઓનો વિશ્વાસ જીત્યો. તેમને 1920માં રાંચીમાં જેલની સજા ભોગવવી પડી હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "International Urdu conference from Nov. 10". The Hindu. ૭ નવેમ્બર ૨૦૧૦. મૂળ માંથી 2010-11-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ એપ્રિલ ૨૦૧૨.
  2. Muhammad Chawla, "Maulana Azad and the Demand for Pakistan: A Reappraisal," Journal of the Pakistan Historical Society (July-Sept 2016) 64#3 pp 7-24.