ગુલઝારીલાલ નંદા

વિકિપીડિયામાંથી
ગુલઝારીલાલ નંદા
Gulzarilal Nanda 1999 stamp of India.jpg
જન્મ૪ જુલાઇ ૧૮૯૮ Edit this on Wikidata
મૃત્યુ૧૫ જાન્યુઆરી ૧૯૯૮ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • અલાહાબાદ વિશ્વવિદ્યાલય Edit this on Wikidata
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ Edit this on Wikidata
પદની વિગતભારતના વડાપ્રધાન (૧૯૬૬, ૧૯૬૬), ગૃહમંત્રી (૧૯૬૩, ૧૯૬૬) Edit this on Wikidata

ગુલઝારીલાલ નંદા (૪ જુલાઈ, ૧૮૯૮ - ૧૫ જાન્યુઆરી, ૧૯૯૮) ભારતીય રાજકારણી હતા. એમનો જન્મ સિયાલકોટ, પંજાબ, પાકિસ્તાન ખાતે થયો હતો. તેઓ ઈ. સ. ૧૯૬૪ના વર્ષમાં ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના અવસાન પછી કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. કોંગ્રેસ પક્ષ પ્રતિ સમર્પિત એવા ગુલઝારીલાલ નંદા પ્રથમ વાર પંડિત જવાહરલાલ નેહરુના અવસાન બાદ, અને ત્યાર પછી ઈ. સ. ૧૯૬૬ના વર્ષમાં લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ પણ કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. એમનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ બંને વખત કોંગેસ પક્ષ દ્વારા નવા વડાપ્રધાન નક્કી કરવામાં આવ્યા, ત્યાં સુધી જ રહ્યો હતો. તેઓ ભારત દેશની પ્રથમ પાંચ લોકસભામાં ચુંટાઈ આવ્યા હતા. તેમણે કેબીનેટ કક્ષાના મંત્રી તરીકેના વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા.

તેમનું ભારત રત્ન તેમ જ પદ્મવિભૂષણ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું[૧].

સંદર્ભો[ફેરફાર કરો]