ચંદ્રશેખર
ચંદ્રશેખર | |
|---|---|
| ભારતના આઠ માં વડાપ્રધાન | |
| પદ પર ૧૦ નવેમ્બર ૧૯૯૦ – ૨૧ જૂન ૧૯૯૧ | |
| ડેપ્યુટી | દેવી લાલ |
| પુરોગામી | વિશ્વનાથ પ્રતાપ સિંહ |
| અનુગામી | પી.વી. નરસિમ્હા રાવ |
| અંગત વિગતો | |
| જન્મ | ૧૭ એપ્રિલ ૧૯૨૭ ઈબ્રાહિમપટ્ટી, બલિયા, ઉત્તર પ્રદેશ |
| મૃત્યુ | ૮ જુલાઈ ૨૦૦૭ |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| રાજકીય પક્ષ | સમાજવાદી જનતા પાર્ટી (રાષ્ટ્રીય) |
| જીવનસાથી | દ્વિજા દેવી[૧] |
| સહી | |
ચંદ્રશેખર સિંહ (૧૭ એપ્રિલ ૧૯૨૭ - ૮ જુલાઈ ૨૦૦૭) ભારતના આઠમા વડાપ્રધાન હતા.
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૧૯૨૭માં પૂર્વ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં ઇબ્રાહિમપટ્ટી ખાતે એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ ભીમપુરાની રામ કરણ ઈન્ટર કોલેજમાં થયું હતું. તેમણે અલાહાબાદ યુનિવર્સિટી માંથી એમ.એ. ની ડિગ્રી મેળવી. તેઓ વિદ્યાર્થી રાજકારણમાં "ફાયરબ્રાન્ડ" તરીકે જાણીતા હતા. વિદ્યાર્થી જીવન પછી, તેઓ સમાજવાદી રાજકારણમાં સક્રિય થયા.[૨]
રાજકીય જીવન
[ફેરફાર કરો]૧૯૬૨ થી ૧૯૭૭ સુધી તેઓ રાજ્યસભા, ભારતના ઉપલા ગૃહના સભ્ય હતા. ૧૯૮૪ માં, તેમણે ભારતની પદયાત્રા કરી, જેના દ્વારા તેમણે ભારતને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કર્યો. ૧૯૭૭માં જ્યારે જનતા પાર્ટીની સરકાર બની ત્યારે તેમણે મંત્રી પદ લેવાને બદલે જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળ્યું. વર્ષ ૧૯૭૭માં જ તેઓ બલિયા જિલ્લામાંથી પહેલીવાર લોકસભાના સાંસદ બન્યા હતા.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "इंदिरा गांधी के घर के सामने पत्नी सुनाती रही 'अपशब्द' और पति बन गए PM". दैनिक भास्कर. 1 जुलाई 2013. મેળવેલ 1 जुलाई 2013.
{{cite web}}: Check date values in:|accessdate=and|date=(મદદ) - ↑ "Former Prime Minister Chandra Shekhar dies". 8 July 2007. મૂળ માંથી 30 September 2007 પર સંગ્રહિત. મેળવેલ 8 July 2007.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ)