સી.એન.આર.રાવ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સી. એન. આર. રાવ
Chintamani Nagesa Ramachandra Rao 03650.JPG
Born ૩૦ જૂન ૧૯૩૪
બેંગ્લોર, કર્ણાટક, ભારત
Residence ભારત
Nationality ભારતીય
Alma mater મૈસુર વિશ્વવિદ્યાલય
બનારસ હિંદુ યુનિવર્સિટી
Known for પદાર્થ વિજ્ઞાન
Awards શાંતિ સ્વરૂપ ભટનાગર વિજ્ઞાન અને તકનિકી પુરસ્કાર (1969)
હ્યુજીસ મેડલ (2000)
ભારત વિજ્ઞાન પુરસ્કાર (૨૦૦૪)
અબ્દુસ સલામ મેડલ (૨૦૦૮)
ડૅન ડેવિડ પુરસ્કાર (૨૦૦૫)
લીજન ઑફ ઑનર (૨૦૦૫)
રૉયલ મેડલ (૨૦૦૯)
પદ્મશ્રી (૧૯૭૪)
પદ્મવિભૂષણ (૧૯૮૫)
ભારત રત્ન (૨૦૧૩)
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્ર રસાયણવિજ્ઞાન
કાર્ય સંસ્થાઓ ઇસરો
આઈ. આઈ. ટી. કાનપુર
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ

ચિંતામણી નાગેશ રામચંદ્ર રાવ (હિન્દી:चिंतामणि नागेश रामचंद्र राव; કન્નડ:ಚಿಂತಾಮಣಿ ನಾಗೇಶ ರಾಮಚಂದ್ರ ರಾವ್; અંગ્રેજી:) કે જે સી. એન. રાવ તરીકે પણ જાણીતા છે તેઓ એક ભારતીય રસાયણશાસ્ત્રી છે. તેમણે મુખ્યત્વે ઘન સ્થિતિકિય રસાયણવિજ્ઞાન અને સંરચનાકિય રસાયણશાસ્ત્રના ક્ષેત્રે કામ કર્યું છે. તેઓ ભારતના વડાપ્રધાનની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના પ્રમુખ પણ રહી ચુક્યા છે. રાવ ૬૦ જેટલી વિશ્વવિદ્યાલયોની માનદ્ ડૉક્ટરેટ ધરાવે છે. તેમણે આશરે ૧૫૦૦ જેટલા સંશોધન પત્રો અને ૪૫ વૈજ્ઞાનિક પુસ્તકો લખ્યાં છે.[૧]

૧૬ નવેમ્બર ૨૦૧૩ના રોજ ભારત સરકાર દ્વારા તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. સી. વી. રામન અને અબ્દુલ કલામ પછી આ સન્માન પ્રાપ્ત કરનાર તેઓ ત્રીજા વૈજ્ઞાનિક બન્યા.[૨][૩][૪][૫] તેમને ૪ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા રાષ્ટ્રપતિ ભવનના દરબાર હૉલ ખાતે એક ખાસ સમારોહમાં ક્રિકેટર સચિન તેંડુલકર સાથે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો.[૬][૭]

અંગત જીવન[ફેરફાર કરો]

રાવના લગ્ન ૧૯૬૦માં ઈન્દુમતી રાવ જોડે થયા. તેમને બે બાળકો સંજય અને સુચિત્રા છે.[૮]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "પ્રૉ. સી. એન. આર. રાવ". Jawaharlal Nehru Centre for Advanced Scientific Research. 2011. Retrieved 16 November 2013.  Check date values in: 2011 (help)
  2. "સી. એન. આર. રાવ અને સચિન ભારત રત્ન દ્વારા સન્માનિત". The Hindu. 4 February 2014. Retrieved 12 February 2014.  Check date values in: 4 February 2014 (help)
  3. "પ્રખ્યાત વૈજ્ઞાનિક રાવ ભારત રત્ન દ્વારા સન્માનિત". The Times of India. 16 November 2013. Retrieved 16 November 2013.  Check date values in: 16 November 2013 (help)
  4. "ભારત રત્ન મેળવનાર પ્રથમ ખેલાડી સચિન તેંડુલકર". Hindustan Times. New Delhi. 16 November 2013. Retrieved 16 November 2013.  Check date values in: 16 November 2013 (help)
  5. "સી. એન. આર. રાવ અને સચિન ભારત રત્ન દ્વારા સન્માનિત". Prime Minister's Office. 16 November 2013. Retrieved 16 November 2013.  Check date values in: 16 November 2013 (help)
  6. "સી. એન. આર. રાવ અને સચિન ભારત રત્ન દ્વારા સન્માનિત". The Times of India. 4 February 2014. Retrieved 4 February 2014.  Check date values in: 4 February 2014 (help)
  7. "સી. એન. આર. રાવ અને સચિન ભારત રત્ન દ્વારા સન્માનિત". The Hindu. 4 February 2014. Retrieved 4 February 2014.  Check date values in: 4 February 2014 (help)
  8. "સી. એન. આર. રાવ, એક શ્રેષ્ઠ વૈજ્ઞાનિક". Business Standard News. Retrieved 18 November 2013.