લખાણ પર જાઓ

ઇસરો

વિકિપીડિયામાંથી
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન
(ઇન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન)
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) નું ચિન્હ
(૨૦૦૨થી લાગુ)[૧][૨]
માલીકઅંતરિક્ષ વિભાગ, ભારત સરકાર
સ્થાપના૧૫ ઓગસ્ટ,૧૯૬૯
મુખ્ય મથકઅંતરિક્ષ ભવન, બેંગલોર
પ્રક્ષેપણ મથકસતિષ ધવન અવકાશ મથક
ઉદ્દેશઅવકાશ સંશોધન
સંચાલનએસ. સોમનાથ[૩]
કોષIncrease ૧૩,૭૦૦ crore (US$૧.૮ billion) (2022–23) [૪]
ટુંકુ નામઇસરો
વેબસાઇટisro.gov.in

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (Indian Space Research Organisation) જેનુ મુખ્યાલય બેંગ્લોર શહેરમાં આવેલુ છે. અહી અંદાજે ૧૭,૦૯૯ (૨૦૨૧ મુજબ) [૫]લોકો કામ કરે છે. ઇસરો વડે ભારત અને અન્ય દેશોના અવકાશયાન અવકાશમાં મોકલવામાં આવે છે. ઇસરોનો સમાવેશ વિશ્વની સૌથી છ (૬) મોટી સરકારી સ્પેસ એજન્સીઓમાં થાય છે, જેમાં તેની સાથે નાસા, Roscosmos, ESA, CNSA, અને JAXA નો પણ સમાવેશ છે. તેનો પ્રાથમિક હેતુ સ્પેસ ટેકનોલોજીને આગળ વધારવાનો અને તેના એપ્લિકેશન્સનો ઉપયોગ રાષ્ટ્રીય લાભ માટે કરવાનો છે.[૬]

ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટને ઇસરો દ્વારા બાંધવામાં આવ્યું હતું અને ૧૯૭૫માં સોવિયેત યુનિયન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. રોહિણી પ્રથમ ઉપગ્રહ જેને ભારત-સર્જિત લોન્ચ વ્હીકલ SLV-3 દ્વારા ભ્રમણકક્ષામાં મુકવા માટે, ૧૯૮૦માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ઇસરોએ ત્યારબાદ બે અન્ય રોકેટો વિકસાવ્યા: PSLV (Polar Satellite Launch Vehicle /ધ્રુવીય ઉપગ્રહ લોન્ચ વાહન) અને GSLV (Geosynchronous Satellite Launch Vehicle). ૨૦૦૮માં ભારતના પ્રથમ ચંદ્ર મિશનના ભાગ રૂપે ચંદ્રયાન-૧ લોન્ચ કરવામાં આવ્યું હતું.

સંગઠન ની સંરચના અને સુવિધાઓ[ફેરફાર કરો]

અંતરિક્ષ વિભાગ, ભારત સરકાર નું માળખું

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) નું સંચાલન ભારત સરકાર નો અંતરિક્ષ વિભાગ કરે છે. અંતરિક્ષ વિભાગ ખુદ અંતરિક્ષ આયોગ ના હેઠળ આવે છે તે નિમ્નલિખત સંગઠનો અને સંસ્થાનો સંભાળે છે: [૭][૮][૯]

 • ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)
 • એનટ્રિક્સ કોર્પોરેશન (Antrix) - ઈસરો બેંગ્લોર નું માર્કેટિંગ સહાયક
 • ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL), અમદાવાદ
 • રાષ્ટ્રીય વાયુમંડલીય અનુસંધાન પ્રયોગશાળા (NARL), ગડાંકી, આંધ્ર પ્રદેશ
 • ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) - ઈસરો બેંગ્લોર નું વ્યાપારિક સહાયક
 • ઉત્તર પૂર્વીય અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર [૧૦] (NE-SAC), ઉમિયમ
 • સેમિકન્ડક્ટર પ્રયોગશાળા (SCL), મોહાલી
 • ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન અને પ્રોધોગિકી સંસ્થાન (IIST), તિરુવનંથપુરમ – ભારત ની અંતરિક્ષ વિશ્વવિદ્યાલય

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "ISRO gets new identity". Indian Space Research Organisation. મૂળ માંથી 20 ઑગસ્ટ 2018 પર સંગ્રહિત. મેળવેલ 19 August 2018. Check date values in: |archive-date= (મદદ)
 2. "A 'vibrant' new logo for ISRO". Times of India. 19 August 2002. મેળવેલ 19 August 2018.
 3. "Shri. S Somanath assumes charge as Secretary, Department of Space". 14 Jan 2022. મૂળ માંથી 14 જાન્યુઆરી 2022 પર સંગ્રહિત. મેળવેલ 14 Jan 2022.
 4. "Budget 2022: Space gets Rs 13,700 crore as India pushes Gaganyaan, missions to Sun, Venus". India Today (અંગ્રેજીમાં). 1 February 2022. મેળવેલ 2 February 2022.
 5. Annual Budget [૧] સંગ્રહિત ૨૦૨૧-૦૪-૨૫ ના રોજ વેબેક મશિન
 6. "About ISRO – Introduction". ISRO. મૂળ માંથી 2013-10-03 પર સંગ્રહિત. મેળવેલ 2012-11-28.
 7. "DoS structure". Department of Space, Government of India. મૂળ માંથી 27 સપ્ટેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 સપ્ટેમ્બર 2014.
 8. "Foundation stone of Space Situational Awareness Control Centre by Chairman, ISRO – ISRO". www.isro.gov.in. મૂળ સંગ્રહિત માંથી 30 August 2019 પર સંગ્રહિત. મેળવેલ 3 August 2019.
 9. "Inauguration of Human Space Flight Centre (HSFC) – ISRO". www.isro.gov.in. મૂળ સંગ્રહિત માંથી 29 March 2019 પર સંગ્રહિત. મેળવેલ 3 August 2019.
 10. "NEC – North Eastern Council". Necouncil.nic.in. મૂળ માંથી 25 February 2012 પર સંગ્રહિત. મેળવેલ 8 February 2013.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]