ઉપગ્રહ પ્રક્ષેપણ યાન

વિકિપીડિયામાંથી
પૃથ્વીની મધ્યમ ભ્રમણકક્ષામાં તરતા GPS ઉપગ્રહોનું એનિમેશન નિરૂપણ.
પૃથ્વી નિરિક્ષક ઉપગ્રહ ERS 2નું સંપૂર્ણ કદનું મોડલ

અવકાશયાત્રાના સંદર્ભમાં ઉપગ્રહ એ માનવ પ્રયત્નોથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં મુકવામાં આવતો પદાર્થ છે. આવા પદાર્થોને ચંદ્ર જેવા કુદરતી ઉપગ્રહો થી અલગ દર્શાવવા કેટલીક વાર કૃત્રિમ ઉપગ્રહો તરીકે પણ ઓળખવામાં આવે છે.


સોવિયેત સંઘ દ્વારા 1957માં પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક 1 પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. 2009 સુધીમા હજારોની સંખ્યામાં ઉપગ્રહો પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યા. 10 જેટલા દેશોની ઉપગ્રહ પ્રક્ષેપિત કરવામાં ક્ષમતાનો 50 કરતા વધુ દેશોએ ઉપયોગ કર્યો છે. હાલમાં ઘણા ઉપગ્રહો કાર્યરત છે, જ્યારે હજારો બિન ઉપયોગી ઉપગ્રહો અને તેના પુરજા પૃથ્વીની ભ્રમણકક્ષામાં અવકાશી ભંગાર તરીકે તરી રહ્યા છે. કેટલાક સંશોધક અવકાશયાનો અન્ય અવકાશી પદાર્થોની આસપાસ ભ્રમણકભામાં તરતા મુકવામાં આવ્યા અને તેઓ ચંદ્ર, શુક્ર, મંગળ, ગુરૂ અને શનિના કૃત્રિમ ઉપગ્રહો બની ગયા.

ઉપગ્રહોનો ઉપયોગ અનેકવિધ હેતુઓને લઈને કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં ખુશ્કી (જાસુસી) અને બિનલશ્કરી એવા પૃથ્વીના નિરિક્ષણ માટેના ઉપગ્રહો, દુરસંચાર ઉપગ્રહો, દરિયાઈ નિરિક્ષણ ઉપગ્રહો, હવામાન ઉપગ્રહો અને સંશોધક ઉપગ્રહોનો સમાવેશ થાય છે. પરિભ્રમણકક્ષામાં રહેલા અંતરિક્ષ મથકો અને માનવીય અવકાશયાનનો પણ ઉપગ્રહોમાં સમાવેશ થાય છે. ઉપગ્રહોની ભ્રમણકક્ષાઓ વિભિન્ન અને ઉપગ્રહોના હેતુઓ આધારિત હોય છે અને તેને ઘણા પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે. ઘણી જાણીતી ભ્રમણકક્ષાઓમાં પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા, ધ્રુવીય ભ્રમણકક્ષા અને જીયોસ્ટેશનરી ભ્રમણકક્ષા છે.


ઉપગ્રહો સામાન્ય રીતે અર્ધ-સ્વતંત્ર કોમ્પ્યુટર સંચાલિત પ્રણાલીઓ છે. ઉપગ્રહ ઉપપ્રણાલીઓમાં વીજ ઉત્પાદન,ઉષ્ણતાનું નિયમન, દુરમાપન, શરીર સ્થિતી નિયમન અને ભ્રમણકક્ષા નિયમન જેવા ઘણા પરિબળોનો સમાવેશ કરવામાં આવે છે.


ઇતિહાસ[ફેરફાર કરો]

પૂર્વ વિચારો[ફેરફાર કરો]

ઉપગ્રને ભ્રમણકક્ષામા પ્રક્ષેપિત કરવાની સૌ પ્રથમ પરિકલ્પના એક ટુંકી વાર્તા ધ બ્રિક મુન સ્વરૂપે એડવર્ડ એવરેટ હેલે રજુ કરી હતી. આ વાર્તા ધ એટલાન્ટિક મંથલી માં 1869થી એક સળંગ શ્રેણી સ્વરૂપે પ્રગટ થઈ હતી.[2][4] આ વિચાર પુનઃ એકવાર જુલેસ વર્નની ધ બેગમ્સ ફોર્ચ્યુન (1879)માં જોવા મળ્યો.


1903માં કોન્સ્ટેન્ટિન સિયોલ્કોવસ્કી (1857-1935)એ પ્રગટ કરેલી ધ એક્સપ્લોરેશન ઓફ કોસ્મિક સ્પેસ બાય મિન્સ ઓફ ડિવાઇસિસ (રશિયન ભાષામાં Исследование мировых пространств реактивными приборами ) જેમાં અવકાશયાન મોકલવા માટે વપરાતી રોકેટવિદ્યાનું સૌપ્રથમ તાત્વિક નિરૂપણ કરવામાં આવ્યુ હતુ. તેણે પૃથ્વીની ભ્રમણકક્ષાની આસપાસ જરૂરી એવી 8 કિમી/સેકન્ડની લઘુત્તમ પ્રવેગની અને તે પ્રવાહી પ્રોપેલન્ટથી ચાલતા મલ્ટિ-સ્ટેજ રોકેટથી પ્રાપ્ત કરી શકાય એવી ગણતરી રજુ કરી. તેણે પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજન વાપરવાનો વિચાર મુક્યો, જોકે બીજા સંયોજનોને પણ ઉપયોગમા લઈ શકાય.


1935માં સ્લોવેનિયન હર્મન પોટોક્નિકે (1930-1996) પ્રગટ કરેલા પોતાના એકમેવ પુસ્તક ધ પ્રોબ્લેમ ઓફ સ્પેસ ટ્રાવેલ-ધ રોકેટ મોટર માં (German: Das Problem der Befahrung des Weltraums — der Raketen-Motor ), અવકાશમાં પ્રવેશ અને ત્યાં કાયમી વસવાટ માટેની યોજના રજુ કરી. તેણે અવકાશ મથકને ઝીણવટથી સમજ્યુ અને તેની જીયોસ્ટેશનરી ભ્રમણકક્ષાની ગણતરી કરી હતી. તેણે ઘુમતા અવકાશયાનના જમીન પરના શાંતિપુર્ણ અને લશ્કરી પ્રકારના ઝીણવટભર્યા નિરિક્ષણના વપરાશનું વર્ણન કર્યુ અને અવકાશની વિશિષ્ટ પરિસ્થિતીઓ વૈજ્ઞાનિક પ્રયોગો માટે કેટલી ઉપયોગી છે તે પણ વર્ણવ્યુ. પુસ્તકમાં રેડિયોના ઉપયોગ દ્વારા જીઓસ્ટેશનરી ઉપગ્રહો (જેની પ્રથમ કલ્પના સિયોલ્કોવસ્કીએ મુકી હતી) અને ભુમિ વચ્ચેના દુરસંચાર વ્યવસ્થાની ચર્ચા રજુ કરવામાં આવી પણ બહોળા પ્રસારણ અને સંદેશા વ્યવહાર માટે ઉપગ્રહોનો ઉપયોગ કરવાનો વિચાર મુકવાનું ચુકી ગયા.


1945માં અંગ્રેજી કલ્પિત વિજ્ઞાન લેખક આર્થર સી. કલાર્કે (1917-2008)ના લેખ વાયરલેસ વર્લ્ડમાં દુરસંચાર ઉપગ્રહોના બહોળા સંદેશા વ્યવહાર માટેના સંભવિત ઉપયોગની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.[6] ક્લાર્કે ઉપગ્રહ મોકલવા માટેની પદ્ધતિઓ, સંભવિત ભ્રમણકક્ષાઓ અને દુનિયા ફરતે ભ્રમણ કરતા ઉપગ્રહોના નેટવર્ક નિર્માણના અન્ય પાસાઓનો અભ્યાસ અતિ-ઝડપી વૈશ્વિક સંદેશાવ્યવહારના લાભાર્થે રજુ કર્યો. તેણે ત્રણ જીયોસ્ટેશનરી ઉપગ્રહો આખી પૃથ્વીને આવરી શકે છે એવું સુચન કર્યુ હતું.


કૃત્રિમ ઉપગ્રહોનો ઇતિહાસ[ફેરફાર કરો]

સ્પુટનિક 1: પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ

4 ઓક્ટોબર, 1957ના રોજ સોવિયેત સંઘ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવેલો સ્પુટનિક-1 પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ હતો અને ધ સોવિયેત સ્પુટનિક પ્રોગ્રામનો પ્રારંભ પ્રમુખ ડિઝાઇનર સર્ગેઇ કોરોલેવ અને તેના મદદનીશ કેરીમ કેરીમોવની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો.[૧] આ ઘટનાને પગલે સોવિયેત સંઘ અને અમેરિકા વચ્ચે અંતરિક્ષ દોડ શરૂ થઈ.


સ્પુટનિક-1 દ્વારા તેની ભ્રમણકક્ષાના બદલાવની ગણતરીની મદદથી ઉપરી વાતાવરણના સ્તરોની ઘનતા જાણવા મળી અને ઉપલા સ્તરના આયનવાળા પ્રદેશમાં તરંગ સંકેતો અંગે રેડિયો ઉપર નક્કર માહિતી મોકલી આપી. આ ઉપગ્રહનું માળખુ અમુક ચોક્કસ દબાણ હેઠળ રાખેલા નાઇટ્રોજનથી ભરવામાં આવ્યુ હતુ તેના કારણે અન્ય અવકાશી પદાર્થોની સૌ પ્રથમ ભાળ સ્પુટનિક-1 ના લીધે મળી હતી. પૃથ્વી પર મોકલવામાં આવેલી તાપમાન અંગેની માહિતી પરથી સ્પષ્ટ થયુ હતુ કે અવકાશી પદાર્થોના ઉપગ્રહની બાહ્ય સપાટી સાથેના ટકરાવને કારણે તેના આંતરિક દબાણમાં ઘટાડો થતો હતો. સ્પુટનિક-1ની સફળતાની અણધારી જાહેરાતે યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્પુટનિક કટોકટીનું નિર્માણ કર્યુ અને શિતયુદ્ધની સ્થિતીમાં કહેવાતી અવકાશી હરિફાઈને વધુ પ્રજવલ્લિત કરી.


સ્પુટનિક-2 ને 3 નવેમ્બર 1957માં લેઇકા નામના કુતરો સાથે અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો અને તે જીવીત યાત્રીને ભ્રમણકક્ષામાં લઈ જનારો પ્રથમ ઉપગ્રહ બન્યો.[૨]


મે 1946માં RAND પ્રોજેક્ટ હેઠળ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરનાર અવકાશયાનની પ્રાથમિક રચના પ્રકાશિત કરવામાં આવી, જે દર્શાવતી હતી કે જેમાં યોગ્ય સાધનસામગ્રીથી સજ્જ ઉપગ્રહ વાહન 20મી સદીનું એક સૌથી સક્ષમ વૈજ્ઞાનિક હથિયાર બની રહેશે.[૩] અમેરિકા 1945થી અમેરિકન નૌસેનાના બ્યુરો ઓફ એરોનોટિક્સની દેખરેખ હેઠળ ભ્રમણકક્ષીય ઉપગ્રહોના પ્રક્ષેપણની કામગીરી સંભાળે છે. અમેરિકન વાયુસેનાની પ્રોજેક્ટ RAND દ્વારા રિપોર્ટ રજુ કરાયો તેમાં તેમાં ઉપગ્રહને સૈન્યનું હથિયાર નહી ગણતા તેને વિજ્ઞાન, રાજનીતિ અને પ્રચાર માટેનું સાધન ગણવામાં આવ્યુ હતું. 1954માં અમેરિકન રક્ષા સચિવે જણાવ્યું, "મારી જાણમાં કોઈ અમેરિકન ઉપગ્રહ કાર્યક્રમ નથી."[૪]


29 જુલાઈ, 1955માં વ્હાઇટ હાઉસે ઘોષણા કરી હતી કે અમેરિકા 1958ની વસંત ઋતુ સુધીમા ઉપગ્રહ છોડવાનો ઉદ્દેશ ધરાવે છે. આ વેંગાર્ડ પ્રોજેક્ટ તરીકે જાણીતો બન્યો. 31 જુલાઈ, 1955ના દિવસે સોવિયેત સંઘે ઘોષણા કરી કે તેની 1957ના અંત સુધીમાં એક ઉપગ્રહ છોડવાની યોજના છે.


અમેરિકી રોકેટ સોસાયટી, નેશનલ સાયન્સ ફાઉન્ડેશન અને આંતરરાષ્ટ્રીય જીયોફિઝીકલ વર્ષના દબાણને વશ થઈને યુદ્ધના ધોરણે રસ દાખવવામાં આવ્યો અને 1955ની શરૂઆતમાં વાયુસેના અને નૌસેનાએ સંયુક્તપણે પ્રોજેક્ટ ઓરબીટર ઉપર કામ કર્યુ, જેનું કામ જ્યુપિટર સી રોકેટને ઉપગ્રહ છોડવા માટે ઉપયોગમાં લેવાનું હતું. આ પ્રોજેક્ટ સફળ રહ્યો અને 31 જાન્યુઆરી, 1958ના દિવસે એક્સપ્લોરર-1 સૌ પ્રથમ અમેરિકી ઉપગ્રહ બન્યો.[૫]


જુન 1961માં, સ્પુટનિક-1ને પ્રક્ષેપિત કરયાના સાડા ત્રણ વર્ષ પછી અમેરિકી એરફોર્સે અમેરિકાના સ્પેસ સર્વેઇલન્સ નેટવર્કના સંસાધનોનો ઉપયોગ કરીને પૃથ્વી ફરતે ભ્રમણ કરી રહેલા 115 ઉપગ્રહોની યાદી બનાવી.[૬]


અત્યારે પૃથ્વીની ભ્રમણકક્ષામાં તરી રહેલો સૌથી મોટો કૃત્રિમ ઉપગ્રહ આંતરરાષ્ટ્રિય અંતરિક્ષ મથક છે.


અંતરિક્ષ સર્વેલન્સ (નિરિક્ષણ) નેટવર્ક[ફેરફાર કરો]

સોવિયેત સંઘે સ્પુટનિક-1ના પ્રક્ષેપણની સાથેસાથે અંતરિક્ષયુગનો આરંભ કર્યા પછી 1957થી અમેરિકાનું સ્પેસ સર્વેલન્સ નેટવર્ક (SSN) અવકાશી પદાર્થોની માહિતી એકત્ર કરી રહ્યુ છે. અત્યારસુધીમાં SSN દ્વારા પૃથ્વીની પરિક્રમા કરતા 26,000 કરતા વધારે અવકાશી પદાર્થોની ભાળ મળી છે. SSN દ્વારા વર્તમાન સમયમાં પરિભ્રમણ કરતા 8000થી વધુ માનવ-સર્જીત પદાર્થોની માહિતી મેળવવામાં આવી છે. બાકીના પૃથ્વીના પર્યાવરણમાં ફરીથી પ્રવેશ્યા અને નાશ પામ્યા અથવા પુનઃપ્રવેશ દરમિયાન બચી ગયા અને પૃથ્વી સાથે ટકરાયા. પૃથ્વી ફરતે પરિભ્રમણ કરી રહેલા અવકાશી પદાર્થોમાં અમુક ટન વજન ધરાવતા વિવિધ ઉપગ્રહોથી માંડી ફક્ત 10 પાઉન્ડ વજન ધરાવતા વપરાઈ ચુકેલા રોકેટના માળખાના ટુકડાઓની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. લગભગ સાત ટકાની આસપાસના અવકાશી પદાર્થો સક્રિય ઉપગ્રહો છે (લગભગ 560 ઉપગ્રહો) છે, જ્યારે બાકીના પદાર્થો અવકાશી ભંગાર છે.[૭] USSTRATCOM પ્રાથમિક ધોરણે સક્રિય ઉપગ્રહોમાં રસ ધરાવે છે, પરંતુ તે એવા અવકાશી ભંગારની પણ માહિતી રાખે છે, જે અંદર આવતી મિસાઇલો માટે ફરીથી પ્રવેશને ભૂલથી અન્ય બાબત ગણી લે છે.

SSN 10 સેન્ટિમિટર વ્યાસ(બેઝબોલ આકાર) ધરાવતા કે તેથી મોટા અવકાશી પદાર્થો ઉપર નજર રાખે છે. 


બિન-લશ્કરી ઉપગ્રહ સેવાઓ[ફેરફાર કરો]

બિન-લશ્કરી ઉપગ્રહ સેવાઓને મુખ્યત્વે ત્રણ પ્રકારોમાં વહેચવામાં આવે છે.[૮]


સ્થાયી ઉપગ્રહ સેવા[ફેરફાર કરો]

સ્થાયી ઉપગ્રહ સેવાઓ અબજો માત્રામાં ધ્વની, આંકડાઓ અને દ્રશ્યોનું પૃથ્વીની સપાટી પરના તમામ દેશો અને ખંડોના નિશ્ચિત સ્થળે પ્રસારણ કરે છે.


મોબાઇલ ઉપગ્રહ પ્રણાલીઓ[ફેરફાર કરો]

મોબાઇલ ઉપગ્રહ પ્રણાલીઓ અંતરિયાળ પ્રદેશો, વાહનો, જહાજો, લોકો અને હવાઈ જહાજોને વિશ્વના બીજા ભાગો સાથે અથવા તો વિશ્વના બીજા ભાગમાં આવેલા મોબાઈલ કે સ્થાયી દુરસંચાર એકમો સાથે જોડવાનું કામ કરે છે અને સાથે દરિયાઈ પ્રણાલીઓના રૂપમાં સેવાઓ પુરી પાડે છે.


વૈજ્ઞાનિક અનુસંધાન ઉપગ્રહ (વ્યવસાયિક અને બિન-વ્યવસાયિક)[ફેરફાર કરો]

વૈજ્ઞાનિક અનુસંધાન ઉપગ્રહો આપણને મોસમ સંબંધી જાણકારીઓ, ભૂમિ સર્વેક્ષણ માહિતીઓ (જેમકે રિમોટ સેન્સીંગ), કલાપ્રેમી (HAM) રેડિયો, અને અન્ય વૈજ્ઞાનિક ક્ષેત્રો જેવા કે ભૂમિવિજ્ઞાન, સમુદ્રવિજ્ઞાન અને હવામાન વિજ્ઞાન સંબંધી જાણકારીઓ પ્રદાન કરે છે.


પ્રકારો[ફેરફાર કરો]

MILSTAR : સંદેશાવ્યવહાર ઉપગ્રહ


ભ્રમણકક્ષાના પ્રકારો[ફેરફાર કરો]


પૃથ્વીની વિવિધ ભ્રમણકક્ષાનું આકલન; શ્યામ નીચલી ભ્રમણકક્ષા દર્શાવે છે, પીળો પૃથ્વીની મધ્યમ ભ્રમણકક્ષા દર્શાવે છે, કાળી રેખાઓ જીઓ સિંક્રનસ ભ્રમણકક્ષા દર્શાવે છે, લીલી તુટક રેખા ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ(GPS)ની ભ્રમણકક્ષા દર્શાવે છે અને લાલ તુટક રેખા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની ભ્રમણકક્ષા દર્શાવે છે.


સૌ પ્રથમ ઉપગ્રહ સ્પુટનિક-1ને પૃથ્વીની ફરતે રહેલી ભ્રમણકક્ષામાં મુકવામાં આવ્યો હતો અને આથી તે જીયોસેન્ટ્રીક (પૃથ્વી કેન્દ્રિત) ભ્રમણકક્ષામાં હતો. વિસ્તૃત રીતે જોઈએ તો આ એક સૌથી સામાન્ય પ્રકારની કક્ષા છે કે જેમાં 2456 જેટલા કૃત્રિમ ઉપગ્રહો પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરી રહ્યા છે. જીયોસેન્ટ્રીક કક્ષાને તેની ઉંચાઈ, ઝોક અને વિષમ કેન્દ્રિયતાના આધારે હજુ આગળ વધારે પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે.


સામાન્ય રીતે વપરાતા ઉંચાઈ આધારિત વર્ગીકરણો લો અર્થ ઓર્બિટ (LEO), મીડિઅમ અર્થ ઓર્બિટ (MEO) અને હાઇ અર્થ ઓરબિટ (HEO) છે. લો અર્થ ઓર્બિટ 2000 કિલોમીટરથી ઓછી ભ્રમણકક્ષા છે જ્યારે તેના કરતા ઉંચી પરંતુ 35,786 કિલોમીટર પર રહેલી જીયોસિંક્રનસ ભ્રમણકક્ષા કરતા ઓછી ઉંચાઈની કોઈપણ ભ્રમણકક્ષા મીડિઅમ અર્થ ઓર્બિટ છે. જીઓ સિન્ક્રનસ ભ્રમણકક્ષાથી ઉપરની કોઈપણ ભ્રમણકક્ષા હાઈ અર્થ ઓર્બિટ છે.


કેન્દ્રિત વર્ગીકરણો[ફેરફાર કરો]

સૂર્યમંડળમાં બધા જ ગ્રહો, ધુમકેતુઓ અને ઉલ્કાઓ આવી ભ્રમણકક્ષા ધરાવે છે. ઝોકે ઘણાબધા કૃત્રિમ ઉપગ્રહો અને અવકાશી ભંગારના ટુકડાઓ પણ આવી ભ્રમણકક્ષાઓ ધરાવે છે. આનાથી વિરૂદ્ધ ચન્દ્રો સૂર્યકેન્દ્રી ભ્રમણકક્ષામાં નથી. તેઓના પિતૃ ગ્રહોની આસપાસ પરિભ્રમણ કરે છે. 


ઉંચાઈ આધારિત વર્ગીકરણ[ફેરફાર કરો]

પૃથ્વીના કેટલાક મહત્વપુર્ણ ઉપગ્રહોના ભ્રમણકક્ષીય ઓલ્ટીટ્યુડ્સ.


ત્રાંસ આધારિત વર્ગીકરણ[ફેરફાર કરો]


વિષમકેન્દ્રીયતા વર્ગીકરણ[ફેરફાર કરો]


સિંક્રનસ આધારિત વર્ગીકરણ[ફેરફાર કરો]


ખાસ વર્ગીકરણ[ફેરફાર કરો]


કૃત્રિમ ભ્રમણકક્ષા સંબંધિત વર્ગીકરણ[ફેરફાર કરો]


ઉપગ્રહના મોડ્યૂલ્સ[ફેરફાર કરો]

ઉપગ્રહના સર્વતોમુખી વ્યવહારૂ કાર્યોને તેના તકનિકી ભાગોમાં વ્યવહારૂ કામગીરી અને પ્રકારના આધારે બેસાડવામાં આવે છે. કોઈ લાક્ષણિક ઉપગ્રહની રચના જોતા બે સ્વતંત્ર ભાગો જોવા મળે છે.[૮] એક વાત નોંધનીય છે કે કેટલાક બાંધકામ આધારિત નવા વિચારો જેવા કે અલગ અલગ ભાગોમાં બાંધેલા અવકાશયાન કઇંક અંશે આ વર્ગીકરણના સિદ્ધાંતને ખોટો સાબિત કરે છે.


અવકાશયાન બસ અથવા સર્વિસ મોડ્યૂલ[ફેરફાર કરો]

બસ મોડ્યૂલ નીચે મુંજબની પેટા પ્રણાલીઓ ધરાવે છે:

 • માળખાકીય પેટા પ્રણાલીઓ

માળખાકીય પેટા પ્રણાલીઓ ઉપગ્રહને આધારભુત યાંત્રિક માળખુ પુરૂ પાડે છે. તાપમાનમાં થતા જલદ ફેરફારો અને અતિસૂક્ષ્મ ઉલ્કાઓથી થતા નુકસાન સામે ઉપગ્રહને રક્ષણ પુરૂ પાડે છે તથા ઉપગ્રહના પરિભ્રમણ સંબંધિત કાર્યોનું નિયમન કરે છે.

 • દુરમાપન પેટાપ્રણાલીઓ (આદેશનું પાલન અને ડેટાનું નિયમન, C&DH)

દુરમાપન પેટાપ્રણાલીઓ ઓન-બોર્ડ સંશાધન કાર્યોનું નિયમન, સંશાધન કાર્યો દ્વારા મેળવવામાં આવેલા ડેટાનું પૃથ્વી પર રહેલા નિયમન મથકો પર પ્રસારણ અને અનેકવિધ કાર્યોના સંચાલન માટે પૃથ્વી પર રહેલા મથકો પર છોડવામાં આવેલા આદેશો મેળવી તેનો અમલ કરવાનું કાર્ય કરે છે.

 • ઉર્જાસંબંધિત પેટા-પ્રણાલીઓ

ઉર્જાસંબંધિત પેટાપ્રણાલીઓ સૌર તકતીઓ અને બેકઅપ બેટરીઓ ધરાવે છે જે ઉપગ્રહ પૃથ્વીના પડછાયામાં પ્રવેશે ત્યારે ઉર્જા ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. પરમાણુ ઉર્જા આધારિત ઉર્જા સ્ત્રોતો (રેડિયોઆઇસોટોપ થર્મોઇલેક્ટ્રીક જનરેટર્સ)નો ઉપયોગ છેલ્લા કેટલાક સફળ ઉપગ્રહ કાર્યક્રમોમાં થયો છે, nimbus program (1964-1978) જેમાંનું એક ઉદાહરણ છે.[૧૨]

 • ઉષ્મા સંયમન પેટા પ્રણાલીઓ

ઉપગ્રહની બાહ્ય સપાટી પર વિવિધ બાજુએ સૂર્યપ્રકાશની વધારે પડતી માત્રા કે સાવ ઓછી માત્રાને કારણે સર્જાતી તાપમાનની વિકટ પરિસ્થિતીઓ સામે ઇલેક્ટ્રીકલ સંસાધનોને રક્ષણ પુરૂ પાડવામાં ઉષ્મા સંયમન પેટા-પ્રણાલીઓ મદદરૂપ થાય છે. (ઉદાહરણ તરીકે ઓપ્ટિકલ સોલાર રિફ્લેક્ટર)

 • સ્થિતી અને ભ્રમણકક્ષા પેટા-પ્રણાલીઓ

આ પ્રકારની પેટા-પ્રણાલીઓ નાના નાના પ્રવેગી રોકેટોની બનેલી હોય છે જે ઉપગ્રહને ચોક્કસ ધ્રુવીય સ્થિતીમાં રાખે છે અને એન્ટેનાની દિશાઓ અને સ્થિતી નિયત રાખે છે.


સંદેશાવ્યવહાર પેલોડ[ફેરફાર કરો]

બીજો મહત્વનો ભાગ સંદેશાવ્યવહાર પેલોડ છે જે વિવિધ ટ્રાન્સપોન્ડર્સનો બનેલો હોય છે. ટ્રાન્સપોન્ડરની ક્ષમતાઓ આ મુંજબ છે:

 • પૃથ્વી પર રહેલા પ્રસારણ મથકો (એન્ટેના) પરથી મોકલેલા સંસર્ગીત રેડિયો તરંગો ઝીલવા.
 • ઝીલેલા રેડિયો તરંગોનું વર્ધન કરવું
 • આવેલા તરંગોની તારવણી કરી આવતા-જતા સંકેત વિવર્ધકો દ્વારા જતા સંકેતોનું નિયમન કરી તેનું યોગ્ય સંચાર એન્ટેના દ્વારા પૃથ્વી પર રાખવામાં આવેલા ગ્રાહ્ય ઉપગ્રહ મથકો (એન્ટેના) પર પ્રસારણ કરવું.


જીવનનો અંત[ફેરફાર કરો]

જ્યારે ઉપગ્રહો તેનો ધ્યેય પુર્ણ કરે ત્યારે ઉપગ્રહ સંચાલકો પાસેથી ઉપગ્રહને ભ્રમણકક્ષામાંથી પાછો લાવવાનો, ઉપગ્રહને મૂળ ભ્રમણકક્ષામા તરતો રહેવા દેવાનો અથવા તો ગ્રેવયાર્ડ ભ્રમણકક્ષામાં ખસેડવાના વિકલ્પો હોય છે. ઐતિહાસિક રીતે જોતા ઉપગ્રહ મિશનની શરૂઆતથી જ પડતી નાણાકીય અગવડતાઓના કારણે ઉપગ્રહો ભાગ્યે જ ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી રચના ધરાવતા બનાવવામાં આવતા હતા. આવી પ્રથાનું એક ઉદાહરણ છે ઉપગ્રહ વેનગાર્ડ 1. [35]વેનગાર્ડ 1ને 1958માં મોકલવામાં આવ્યો હતો અને તે ચોથો કૃત્રિમ ઉપગ્રહ હતો જેને પૃથ્વી કેન્દ્રિય ભ્રમણકક્ષામાં મુકવામાં આવ્યો હતો અને હજુ ઓગસ્ટ 2009 સુધી તે ભ્રમણકક્ષામાં હતો.[૧૩]


પરિભ્રમણ કક્ષાથી વિચલિત થવાને બદલે મોટાભાગના ઉપગ્રહો તેની મૂળ ભ્રમણકક્ષામાંથી છટકી જાય છે અથવા તો ગ્રેવ્યાર્ડ ભ્રમણકક્ષામાં ખસી જાય છે. 2002 પ્રમાણે FCC હવે જીયો-સ્ટેશનરી ઉપગ્રહો માટે તેનું જીવન કાર્ય સમાપ્ત થાય એટલે ગ્રેવ્યાર્ડ ભ્રમણકક્ષામાં ખસેડવાનું વચન મેળવી લે છે.[૧૪]


ઉપગ્રહ પ્રક્ષેપણ સક્ષમ દેશો[ફેરફાર કરો]

પ્રથમ બ્રિટીશ સ્કાયનેટ મિલિટરી સેટેલાઇટનું પ્રક્ષેપણ.

આ યાદીમાં ભ્રમણકક્ષામાં ઉપગ્રહો તરતા મુકવાની સ્વતંત્ર ક્ષમતા અને પ્રક્ષેપણ માટે જરૂરી વાહનોના ઉત્પાદન સહિતની ક્ષમતા ધરાવતા દેશોનો સમાવેશ થાય છે. નોંધ: હજુ ઘણા દેશો ઉપગ્રહના નિર્માણ માટે સક્ષમ છે પણ ઉપગ્રહ પ્રક્ષેપણ માટે સક્ષમ નથી અને તેઓ વિદેશી પ્રક્ષેપણ સેવાઓ પર આધાર રાખે છે. આ યાદીમાં આવા અનેક દેશોનો સમાવેશ કરાયો નથી. પણ ફક્ત એવા જ દેશો યાદીમાં સમાવાયા છે કે જેઓ સ્વતંત્ર રીતે ઉપગ્રહ પ્રક્ષેપણ માટે સક્ષમ છે અને આ ક્ષમતા નિદર્શનની તારીખ દર્શાવી છે. જેમાં સંઘો દ્વારા કે અનેક દેશોએ સાથે મળીને છોડેલા ઉપગ્રહોનો સમાવેશ થતો નથી.

દેશ દ્વારા પ્રથમ પ્રક્ષેપણ
ક્રમાંક પ્રથમ પ્રક્ષેપણનું વર્ષ રોકેટ ઉપગ્રહ
1  Soviet Union 1957 સ્પુટનિક-પીએસ સ્પુટનિક 1
2  United States 1958 જુનો 1 એક્સપ્લોરર 1
3  France 1965 ડાયામેન્ટ એસ્ટેરિક્સ
4  Japan 1970 લામ્બડા-4એસ ઓસુમિ
5  China 1970 લોન્ગ માર્ચ 1 ડોન્ગ ફેન્ગ હોન્ગ 1
6  United Kingdom 1971 બ્લેક એરો પ્રોસ્પેરો એક્સ-3
7  India 1980 એસએલવી રોહીણી
8  Israel 1988 શાવીત ઓફેક 1
-  Russia[1] 1992 સોયુઝ-યુ ઢાંચો:Kosmos
-  Ukraine[1] 1992 સાયક્લોન-3 સ્ટ્રેલા (એક્સ-3, રશિયન)
9  Iran 2009 સેફિર-2 ઓમિદનોંધ[ફેરફાર કરો]

 1. રશિયા અને યુક્રેને સ્વતંત્રપણે પ્રક્ષેપણ ક્ષમતા વિકસાવી નથી પરંતુ સોવિયેત સંઘ દ્વારા વારસામાં મળી છે.
 2. ફ્રાન્સ, યુનાઇટેડ કિંગ્ડમ વિદેશી સ્પેસપોર્ટ્સ માંથી તેઓના પ્રથમ ઉપગ્રહો પોતીકા પ્રક્ષેપકો દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા.
 3. ઉત્તર કોરિયા (1998) અને ઇરાક (1989) દ્વારા ભ્રમણકક્ષા માટેનું પ્રક્ષેપણ (ઉપગ્રહો અને શસ્ત્રો) થયાના દાવાઓ કરવામાં આવે છે પરંતુ આ દાવાઓ હજુ સુધી સાબિત થયેલા માનવામાં આવતા નથી.
 4. વધુમાં સાઉથ આફ્રિકા, સ્પેન, ઇટાલી, જર્મની, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ઇજિપ્ત જેવા દેશો અને OTRAG જેવી ખાનગી માલિકીની કંપનીઓએ તેમના પોતાના પ્રક્ષેપકો બનાવ્યા છે, પરંતુ હજુ સુધી સફળ પ્રક્ષેપણ થયું નથી.
 5. 2009 મુજબ, ઉપરની યાદીમાંના ફક્ત 8 દેશો (USSRના બદલે રશિયા અને યુક્રેન તેમજ યુએસએ, જાપાન, ચીન, ભારત, ઇઝરાયેલ અને ઇરાન) અને એક ક્ષેત્રિય સંગઠન (યુરોપિયન સ્પેસ એજન્સી- ESA) દ્રારા સ્વતંત્ર રીતે બનાવાયેલા પ્રક્ષેપક વાહનો દ્વારા સ્વતંત્ર રીતે ઉપગ્રહો છોડવામાં આવ્યા છે. (યુનાઇટેડ કિંગ્ડમ અને ફ્રાન્સની પ્રક્ષેપણ ક્ષમતા હાલના ESAમાં સમાવેશ થવા પામી છે.)
 6. દક્ષિણ કોરિયા, બ્રાઝીલ, પાકિસ્તાન, રોમાનિયા, તાઇવાન, ઇન્ડોનેશિયા, કઝાકસ્તાન, ઓસ્ટ્રેલિયા, મલેશિયા અને તુર્કી જેવા બીજા કેટલાક દેશો દ્વારા નાના પાયે પણ પોતાની પ્રક્ષેપણ ક્ષમતાઓ હાલ વિકાસના વિવિધ તબક્કામાં છે.[સંદર્ભ આપો]
 7. દક્ષિણ કોરિયા દ્વારા રશિયાની મદદથી બનાવવામાં આવેલી KSLV રોકેટનું પ્રક્ષેપણ 25 ઓગસ્ટ 2009માં કરવામાં આવ્યુ હતું, પરંતુ STSAT-2 નામના ઉપગ્રહને નિયત કરેલી ભ્રમણકક્ષામાં મુકવા નિષ્ફળ રહ્યું હતું અને ઉપગ્રહ પોતાનું કાર્ય શરૂ કરી શક્યુ નથી.
 8. ઉત્તર કોરિયાએ એપ્રિલ 2009માં પ્રક્ષેપણ કર્યાનો દાવો કર્યો હતો પણ યુ.એસ.એ અને દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રતિનિધીઓ અને શસ્ત્ર નિષ્ણાતોએ પાછળથી ઘટસ્ફોટ કર્યો હતો કે જો ઉપગ્રહ પ્રક્ષેપણ ધ્યેય હશે તો એ રોકેટ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં તરતો મુકવામાં નિષ્ફળ રહ્યુ છે. [૧૫][૧૬]યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન અને દક્ષિણ કોરિયા સંયુક્તપણે એવું માને છે કે આ એક બેલેસ્ટિક મિસાઇલ ટેસ્ટ હતો અને આ રીતે જ 1998માં ઉત્તર કોરિયા દ્વારા ઉપગ્રહ પ્રક્ષેપણનો દાવો કરાયો હતો અને પાછળથી આ દાવો ફગાવી દેવામાં આવ્યો હતો.


પ્રક્ષેપણ માટે સક્ષમ ખાનગી સંસ્થાઓ[ફેરફાર કરો]

28 ઓગસ્ટ 2008માં SpaceX નામની ખાનગી એરોસ્પેસ સંસ્થા તેના ફાલ્કન 1 રોકેટને ભ્રમણકક્ષામાં પહોંચાડવામા સફળ રહી. આ એવો પ્રથમ બનાવ હતો કે જેમાં ખાનગી સંસ્થા દ્વારા બનાવાયેલ પ્રવાહી ઇંધણ ધરાવતું બુસ્ટર રોકેટ ભ્રમણકક્ષામાં પહોચ્યુ.[૧૭] આ રોકેટ દ્વારા 1.5 મિટર (5 ફુટ) લંબાઇ ધરાવતા પ્રિઝમ આકારના માસ સ્ટિમ્યુલેટરનું વહન કરી ભ્રમણકક્ષામાં મુકવામાં આવ્યું. રત્સત તરીકે ઓળખાતો આ ડમી ઉપગ્રહ ભ્રમણકક્ષામાં 5થી 10 વર્ષ સુધી રાખવામાં આવશે અને પછી પૃથ્વીના વાતાવરણમાં તેને બાળી નાખવામાં આવશે.[૧૭]


દેશના પ્રથમ ઉપગ્રહો[ફેરફાર કરો]

સ્વતંત્રપણે કે બીજાની મદદથી છોડવામાં આવેલા દેશના પ્રથમ ઉપગ્રહો [૧૮]
ઉપગ્રહ પ્રક્ષેપણ વર્ષ પ્રથમ ઉપગ્રહ 2008માં ભ્રમણકક્ષામાં પેલોડ્સ[૧૯]
 Soviet Union
[68]
1957
(1992)
સ્પુટનિક 1
(કોસમોસ-2175)
1398
 United States 1958 એક્સપ્લોરર 1 1042
 United Kingdom 1962 એરિયલ 1 0025
 Canada 1962 એલોઉટ્ટે 1 0025
 Italy 1964 સાન માર્કો 1 0014
 France 1965 એસ્ટરિક્સ 0044
 Australia 1967 WRESAT 0011
 Germany 1969 અઝુર 0027
 Japan 1970 ઓસુમી 0123
 China 1970 ડોંગ ફેંગ હોંગ I 0083
 Poland 1973 ઇન્ટરકોસ્મોસ કોપરનિક્સ 500 0000?
 Netherlands 1974 ANS 0005
 Spain 1974 ઇન્ટાસેટ 0009
 India 1975 આર્યભટ્ટ 0034
 Indonesia 1976 પલાપા A1 0010
 Czechoslovakia 1978 મેજીયન 1 0005
 Bulgaria 1981 ઇન્ટરકોસ્મોસ બલ્ગેરિયા 1300 0001
 Brazil 1985 બ્રાઝિલસેટ A1 0011
 Mexico 1985 મોરેલોસ 1 0007
 Sweden 1986 વાઇકિંગ 0011
 Israel 1988 ઓફેક 1 0007
 Luxembourg 1988 એસ્ટ્રા 1A 0015
 Argentina 1990 લુસેટ 0010
 Pakistan 1990 બદર-1 0005
 South Korea 1992 કિટસેટ A 0010
 Portugal 1993 પોસેટ-1 0001
 Thailand 1993 થાઇકોમ 1 0006
 Turkey 1994 તુર્કસેટ 1B 0005
 Ukraine 1995 સિચ-1 0006
 Chile 1995 ફાસેટ-આલ્ફા 0001
 Malaysia 1996 MEASAT 0004
 Norway 1997 થોર 2 0003
 Philippines 1997 મેબુહે 1 0002
 Egypt 1998 નાઇલસેટ 101 0003
 Singapore 1998 ST-1 0001
 Taiwan 1999 ROCSAT-1 00009
 Denmark 1999 ઓર્સ્ટેડ 0004
 South Africa 1999 SUNSAT 0001
 Saudi Arabia 2000 સાઉડીસેટ 1એ 0012
 United Arab Emirates ૨૦૦૦ થુરાયા 1 0003
 Morocco 2001 મેરોક-ટ્યુબસેટ 0001
 Algeria 2002 અલસેટ 1 0001
 Greece 2003 હેલ્લાસ સેટ 2 0002
 Nigeria 2003 નાઇઝિરીયાસેટ 1 0002
 Iran 2005. સિના-1 0004
 Kazakhstan 2006. કેઝસેટ 1 0001
 Belarus 2006 બેલકેએ 0001
 Colombia 2007 લિબરટેડ 1 0001
 Vietnam 2008 VINASAT-1 0001
 Venezuela 2008 વિનેસેટ-1 0001
 Turkey 2009 ITUpSAT1 [૨૦] 0001
  Switzerland 2009 સ્વિચક્યુબ-1 [૨૧] 0001


ઉપગ્રહ બનાવીને અવકાશમાં પ્રક્ષેપિત કરનાર કેનેડા ત્રીજા નંબરનું રાષ્ટ્ર બન્યુ હતું.[૨૨] તેણે અમેરિકન અવકાશમથક ઉપરથી અમેરિકન રોકેટની મદદથી ઉપગ્રહને પ્રક્ષેપિત કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પણ આ જ રીત અપનાવી હતી, જેણે દાનમાં મળેલા રેડસ્ટોન રોકેટનું પ્રક્ષેપણ કર્યું હતું.

 ઇટાલીનો પ્રથમ ઉપગ્રહ સાન માર્કો 1 અમેરિકન ટાપુ વેલોપ્સ આઇલેન્ડ(VA,USA) ઉપરથી અમેરિકન સ્કાઉટ રોકેટની મદદથી 15 ડિસેમ્બર 1964ના રોજ પ્રક્ષેપિત કર્યો હતો. ઇટાલીની ટીમને નાસા દ્વારા તાલીમ આપવામાં આવી હતી.[૨૩] ઓસ્ટ્રેલિયાના લોન્ચ પ્રોજેક્ટ (WRESAT)માં દાનમાં મળેલી યુ.એસ. મિસાઇલ અને યુ.એસ.નો સહાયક સ્ટાફ ઉપરાંત બ્રિટન સાથેની જોઇન્ટ લોન્ચ ફેસેલિટીને સાંકળવામાં આવ્યા હતા.[૨૪] 


ઉપગ્રહો ઉપર હુમલાઓ[ફેરફાર કરો]


વર્તમાન સમયમાં આતંકવાદી સંગઠનો દ્વારા પ્રચારને પ્રસારિત કરવા માટે તેમજ મિલિટરીની માહિતી ચોરી લેવા માટે ઉપગ્રહોની તફડંચી કરી લેવામાં આવે છે.[૨૫][૨૬]


પૃથ્વી ઉપરથી નીચલી ભ્રમણ કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવેલા ઉપગ્રહોનો બેલેસ્ટિક્સ મિસાઇલો દ્વારા નાશ કરાય છે. રશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન ઉપગ્રહોનો નાશ કરવાની ક્ષમતાનું નિદર્શન કરી ચુક્યા છે.[૨૭] 2007માં ચાઇનિઝ મિલિટરીએ સમયાવધી પાર કરી ચુકેલા હવામાનના ઉપગ્રહને તોડી પાડ્યો હતો.[૨૭] એવી જ રીતે યુએસ નેવીએ ફેબ્રુઆરી 2008માં બંધ પડેલા જાસુસી ઉપગ્રહનો નાશ કર્યો હતો.[૨૮]


ગિરદી (જામીંગ)[ફેરફાર કરો]

ઉપગ્રહીય પ્રસારણના સિગ્નલો નબળા મળવાને કારણે તેમને ભુમિગત ટ્રાન્સમિટર્સ દ્વારા જામ થવાનું જોખમ રહેલું હોય છે. આવુ જામીંગ ટ્રાન્સમિટર્સની રેન્જના ભૌગોલિક વિસ્તાર પુરતું જ મર્યાદિત હોય છે. GPS ઉપગ્રહો જામીંગ માટેનું સરળ લક્ષ્યાંક છે,[૨૯][૩૦] પણ સેટેલાઇટ ફોન અને ટેલિવિઝન સિગ્નલ્સનો પણ જામીંગમાં સમાવેશ થાય છે જ.[૩૧][૩૨] જીયોસ્ટેશનરી ઉપગ્રહમાં માધ્યમને મોકલવું સાવ સરળ છે અને એવી રીતે ટ્રાન્સપોન્ડરના બીજા વપરાશકર્તાઓ સાથે ભળી જઈને દખલગીરી કરી શકાય છે. કોમર્શિયલ ઉપગ્રહને પૃથ્વી પરના સ્ટેશન્સ માટેના કોમર્શિયલ ઉપગ્રહમાં ખોટો સમય દાખલ કરીને કે ખોટી તરંગ લંબાઈ ઉપર મુકીને અને બમણી જાણકારી આપીને ફ્રિકવન્સીને બિન-વપરાશકારક બનાવી દેવાનું તો સામાન્ય છે. ઉપગ્રહ સંચાલકો પણ હવે આવી શક્યતાઓ નષ્ટ કરવા એવી રીતે સંચાલન કરે છે કે જામ કરાવનારાઓ કોઈ વાહકના સ્ત્રોતને આંતરી ન શકે અને ટ્રાન્સપોન્ડર સ્પેસનું અસરકારક રીતે સંચાલન કરી શકાય.


ઉપગ્રહીય સેવાઓ[ફેરફાર કરો]


આ પણ જુઓ[ફેરફાર કરો]સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Kerim Kerimov", Encyclopædia Britannica, http://www.britannica.com/EBchecked/topic/914879/Kerim-Kerimov, retrieved 2008-10-12 
 2. "A Brief History of Animals in Space". NASA. મૂળ માંથી 2008-01-28 પર સંગ્રહિત. મેળવેલ 2007-08-08. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 3. "Preliminary Design of an Experimental World-Circling Spaceship". RAND. મેળવેલ 2008-03-06. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 4. ઢાંચો:Citebook
 5. Alicia Chang. "50th anniversary of first U.S. satellite launch celebrated". Associated Press. મૂળ માંથી 2008-02-01 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-21. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 6. David S. F. Portree (1999). "Orbital Debris: A Chronology" (PDF). Lyndon B. Johnson Space Center. પૃષ્ઠ 18. મૂળ (PDF) માંથી 2000-09-01 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-21. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 7. "Orbital Debris Education Package" (PDF). Lyndon B. Johnson Space Center. મૂળ (PDF) માંથી 2008-04-08 પર સંગ્રહિત. મેળવેલ 2008-03-06. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 8. ૮.૦ ૮.૧ ઢાંચો:Citebook
 9. "Workshop on the Use of Microsatellite Technologies" (PDF). United Nations. 2008. પૃષ્ઠ 6. મેળવેલ 2008-03-06.
 10. "Earth Observations from Space" (PDF). National Academy of Science. 2007. મૂળ (PDF) માંથી 2007-11-12 પર સંગ્રહિત. મેળવેલ 2008-03-06. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 11. James Oberg (1984). "Pearl Harbor In Space". Omni Magazine. પૃષ્ઠ 42–44. મેળવેલ 2008-03-06. Unknown parameter |month= ignored (મદદ); Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 12. George Schmidt. "Radioisotope-based Nuclear Power Strategy for Exploration Systems Development" (PDF). Marshall Space Flight Center. મેળવેલ 2008-10-02. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 13. "U.S. Space Objects Registry".[હંમેશ માટે મૃત કડી]
 14. "FCC Enters Orbital Debris Debate". મૂળ માંથી 2004-06-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-22.
 15. "North Korean Missile Launch Was a Failure, Experts Say". The New York Times. મેળવેલ 2009-04-06. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 16. "NORAD and USNORTHCOM monitor North Korean launch". United States Northern Command. મેળવેલ 2009-04-06. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 17. ૧૭.૦ ૧૭.૧ Tariq Malik. "SpaceX Successfully Launches Falcon 1 Rocket Into Orbit". Space.com. મેળવેલ 2008-10-02. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 18. "First time in History". The Satellite Encyclopedia. મેળવેલ 2008-03-06. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 19. "SATCAT Boxscore". celestrak.com. મૂળ માંથી 2011-09-02 પર સંગ્રહિત. મેળવેલ 2008-03-05.
 20. [119] ^ પ્રથમ તુર્કી બનાવટનો ઉપગ્રહ ભારતમાંથી પ્રક્ષેપિત કરાયો સંગ્રહિત ૨૦૦૯-૦૯-૨૬ ના રોજ વેબેક મશિન
 21. [121] ^ ભારતે સ્વિત્ઝરલેન્ડ નો પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો
 22. ઢાંચો:Citebook
 23. ઢાંચો:Citebook
 24. ઢાંચો:Citebook
 25. Dan Morrill. "Hack a Satellite while it is in orbit". ITtoolbox. મૂળ માંથી 2008-03-20 પર સંગ્રહિત. મેળવેલ 2008-03-25. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 26. "AsiaSat accuses Falungong of hacking satellite signals". Press Trust of India. મેળવેલ 2008-03-25.
 27. ૨૭.૦ ૨૭.૧ William J. Broad (2007). "China Tests Anti-Satellite Weapon, Unnerving U.S." New York Times. મેળવેલ 2008-03-25. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 28. "Navy Missile Successful as Spy Satellite Is Shot Down". Popular Mechanics. 2008. મેળવેલ 2008-03-25. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 29. Jeremy Singer (2003). "U.S.-Led Forces Destroy GPS Jamming Systems in Iraq". Space.com. મૂળ માંથી 2003-04-11 પર સંગ્રહિત. મેળવેલ 2008-03-25. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 30. Bob Brewin (2003). "Homemade GPS jammers raise concerns". Computerworld. મૂળ માંથી 2008-04-22 પર સંગ્રહિત. મેળવેલ 2008-03-25. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 31. "Iran government jamming exile satellite TV". Iran Focus. 2008. મેળવેલ 2008-03-25. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 32. Peter de Selding (2007). "Libya Pinpointed as Source of Months-Long Satellite Jamming in 2006". Space.com. મેળવેલ 2008-03-25. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)


બાહ્ય લિન્ક્સ[ફેરફાર કરો]


ઢાંચો:Space-based meteorological observation