લખાણ પર જાઓ

કલ્પના-૧

વિકિપીડિયામાંથી

કલ્પના-૧ ભારતનો પ્રથમ હવામાન ઉપગ્રહ છે. આ ઉપગ્રહ ઇસરો દ્વારા ૧૨ સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ પીએસએલવી રોકેટ વડે ભ્રમણકક્ષામાં સ્થાપીત કરવામાં આવ્યો હતો. આ ઉપગ્રહ મૂળ તો મેટસેટ-૧ (હવામાનશાસ્ત્રનો મેટ અને ઉપગ્રહનો સેટ) તરીકે ઓળખાતો હતો, પરંતુ ફેબ્રુઆરી ૨૦૦૩માં તે સમયના ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતીય મૂળની અંતરિક્ષયાત્રી કલ્પના ચાવલાની સ્મૃતિમાં તેનું નવું નામકરણ કલ્પના-૧ કર્યું હતું. નાસાની અવકાશયાત્રી કલ્પના ચાવલાનું અંતરિક્ષ યાન કોલંબિયા દુર્ઘટનામાં અવસાન થયું હતું.

આ ઉપગ્રહ 2 km × 2 km (1.2 mi × 1.2 mi) પરિમાણમાં દૃશ્યમાન, પારરક્ત અને ઉષ્મા પારરક્ત એવા 3 બેન્ડ ચિત્રો મોકલતો હતો. કલ્પના-૧નો ઉદ્દેશ વાતાવરણમાં રહેલા વાદળો, પાણીની બાષ્પ અને તાપમાન અંગેના આંકડા એકત્ર કરવાનો હતો. આ ઉપગ્રહ વેરી હાઇ રિઝોલ્યુશન રેડિયોમીટર (Very High Resolution Radiometer (VHRR)) અને ડેટા રિલે ટ્રાન્સપોન્ડર (Data Relay Transponder (DRT)) ધરાવતો હતો.

કલ્પના-૧ વર્ષ ૨૦૧૮ની મધ્યમાં સેવામાંથી નિવૃત્ત થયો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Kalpana-1". 12 July 2018.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]