ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા
ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા, અમદાવાદ | |
પ્રકાર | અનુસંધાન કેન્દ્ર |
---|---|
સ્થાપના | ૧૧ નવેમ્બર, ૧૯૪૭ |
ડિરેક્ટર | અનિલ ભારદ્વાજ |
સ્થાન | અમદાવાદ, ગુજરાત, ભારત 23°02′8″N 72°32′33″E / 23.03556°N 72.54250°E |
વેબસાઇટ | http://www.prl.res.in |
![]() |
ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL) એ અમદાવાદ સ્થિત રાષ્ટ્રીય કક્ષાની અવકાશ વિજ્ઞાન અને તેના સંબંધી વિષયો પર સંશોધન કરતી સંસ્થા છે, જે મુખ્યત્વે ભારત સરકારના અવકાશ વિભાગ દ્વારા સમર્થિત છે. આ સંશોધન પ્રયોગશાળામાં ખગોળશાસ્ત્ર અને ખગોળભૌતિકશાસ્ત્ર, વાતાવરણીય વિજ્ઞાન અને એરોનોમી, ગ્રહો અને ભૂસ્તરશાસ્ત્ર, પૃથ્વી વિજ્ઞાન, સૌરમંડળના અભ્યાસો અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં સંશોધન કાર્યક્રમો ચાલી રહ્યા છે.[૧] તે ઉદયપુર સૌર વેધશાળા અને માઉન્ટ આબુ ઇન્ફ્રારેડ વેધશાળાનું પણ સંચાલન કરે છે.[૨][૩]
આ સંસ્થાની સ્થાપના ૧૧ નવેમ્બર, ૧૯૪૭માં ડૉ. વિક્રમ સારાભાઈએ કરી હતી.[૪] કોસ્મિક કિરણો પર સંશોધન દરમિયાન પ્રયોગશાળાની પ્રારંભિક શરૂઆત તેમના નિવાસસ્થાનેથી જ થઈ હતી.
કર્મક્ષેત્ર શૈક્ષણિક ફાઉન્ડેશન અને અમદાવાદ શૈક્ષણિક સોસાયટીના સહયોગથી અમદાવાદની એમ.જી.સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આ સંસ્થાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. પ્રો. કે. આર. રામનાથન સંસ્થાના પ્રથમ નિયામક હતા. પ્રારંભિક હેતુ કોસ્મિક કિરણો અને ઉપરી વાયુમંડળના ગુણધર્મો પરના સંશોધન પર હતું. અમેરિકાના ઉર્જા આયોગના અનુદાન સાથે સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર અને રેડિયો ભૌતિકશાસ્ત્રનો સમાવેશ કરવા માટે સંશોધન ક્ષેત્રોનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.
પીઆરએલ વિજ્ઞાનના પાંચ મુખ્ય ક્ષેત્રો સાથે સંબંધિત સંશોધનમાં સામેલ છે. પ્લેનેક્સ (PLANEX) ગ્રહ વિજ્ઞાન અને સંશોધન કાર્યક્રમમાં પણ પીઆરએલ મહત્વની ભૂમિકા ભજવે છે.
પીઆરએલ ઇમારતની રચના અચ્યુત કાનવિંદેએ ૧૯૬૨માં કરી હતી.[૫]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Department of Space, Indian Space Research Organisation https://www.prl.res.in/~miro/index.html. Retrieved 9 December 2021.
{{cite web}}
: Missing or empty|title=
(help) - ↑ ઉદયપુર વેધશાળા Retrieved on 2022-12-28.
- ↑ માઉન્ટ આબુ વેધશાળા Retrieved on 2022-12-28.
- ↑ "Brief History". Archived from the original on 8 એપ્રિલ 2016. Retrieved 28 માર્ચ 2016.
- ↑ Williamson, Daniel (2016). "Modern Architecture and Capitalist Patronage in Ahmedabad, India 1947-1969". ProQuest Dissertations Publishing. New York University. p. 91. Retrieved 2020-02-18 – via ProQuest.
![]() | આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
![]() | આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |