માઉન્ટ આબુ વેધશાળા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ગુરૂ શિખર પરથી દેખાતી વેધશાળા

માઉન્ટ આબુ વેધશાળા માઉન્ટ આબુ શહેર નજીક રાજસ્થાનમાં આવેલી છે. આ વેધશાળા ગુરૂ શિખર પર ૧૬૮૦ મીટરની ઉંચાઇ આવેલી છે જે અરવલ્લી પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર છે. અહીં સ્થાપિત કરવામાં આવેલું ૧.૨ મી ઇન્ફ્રારેડ ખગોળીય દૂરબીન[૧] એ ભારતમાં અવકાશી પદાર્થોના ઇન્ફ્રારેડ નિરિક્ષણ માટેનું સૌપ્રથમ દૂરબીન હતું. વધુમાં હવામાંના ઓછા ભેજને કારણે (શિયાળા દરમિયાન ૧-૨ મીમી) ગુરુ શિખર ઇન્ફ્રારેડ દૂરબીન નિરિક્ષણ માટેની આદર્શ જગ્યા બને છે. આ જગ્યા પરથી ઉત્તમ (વર્ષમાં ૧૫૦ વાદળ વગરની રાત્રિઓ) અવકાશી નિરિક્ષણો થઇ શકે છે.[૨]

 સ્થાન[ફેરફાર કરો]

આ વેધશાળા અરવલ્લી પર્વતમાળાના સર્વોચ્ચ શિખર ગુરૂ શિખર પર ૧૬૮૦ મીટરની ઉંચાઇએ આવેલી છે.[૩]

નિરિક્ષણ[ફેરફાર કરો]

માઉન્ટ આબુમાં વર્ષમાં ૨૦૦ રાત્રિઓ વાદળ વગરની રહે છે, જેમાંથી ૧૫૦ રાત્રિઓ દરમિયાન ફોટોમેટ્રિક નિરિક્ષણો થઇ શકે છે.[૪]

સુવિધાઓ[ફેરફાર કરો]

વેધશાળા ૧.૨ મી ઇન્ફ્રારેડ ખગોળીય દૂરબીનથી સજ્જ છે. વધુમાં NICMOS ઇન્ફ્રારેડ કેમેરા અને સ્પેક્ટ્રોગ્રાફ, ફેબ્રે-પેરોટ સ્પેકટ્રોમીટર, ઉચ્ચ સમયની ક્ષમતા ધરાવતું ઇન્ફ્રારેડ ફોટોમીટર, ઓપ્ટિકલ પોલેરીમીટર અને ફાઇબર-જોડાણ ધરાવતું સ્પેકટ્રોગ્રાફ જેવી સુવિધાઓ અહીં રહેલી છે.[૫] નવું ઉચ્ચ ક્ષમતા વાળું ઓપ્ટિકલ સ્પેકટ્રોમીટર, PRL Advanced Radial-velocity All-sky Search (PARAS) જે સૂર્યમાળા બહારના ગ્રહોને શોધવા માટે વપરાય છે, અહીં એપ્રિલ ૨૦૧૨થી કાર્યરત કરવામાં આવ્યું છે.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Padmanabhan, Thanu (1997), New Challenges In Astrophysics, New Age International, p. 164, ISBN 978-81-224-1120-1, http://books.google.com/books?id=AQCqVcbaZb8C&pg=PA164 
  2. Optical, Infrared and Radio Telescope Facilities in India.
  3. Shah, R. R. (2005). "The telescope control system at Mt. Abu infrared observatory" (PDF). Bulletin of the Astronomical Society of India. 33: 237–243. Bibcode:2005BASI...33..237S. 9 February 2014 મેળવેલ. Unknown parameter |author૮= ignored (મદદ); Unknown parameter |author૬= ignored (મદદ); Unknown parameter |author૫= ignored (મદદ); Unknown parameter |author૧૦= ignored (મદદ); Unknown parameter |author૪= ignored (મદદ); Unknown parameter |author૭= ignored (મદદ); Unknown parameter |author૯= ignored (મદદ); Unknown parameter |author૨= ignored (મદદ); Unknown parameter |author૩= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ); Invalid |display-authors=8 (મદદ)CS1 maint: discouraged parameter (link)
  4. ૪.૦ ૪.૧ Ramachandran, R (19 April 2013). "Indian search". Frontline. 9 February 2014 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  5. "PRL - Astronomy & Astrophysics Division". PRL. 9 February 2014 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]