લખાણ પર જાઓ

એ.એસ.એલ.વી.યાન

વિકિપીડિયામાંથી
એ.એસ.એલ.વી.યાન

એ.એસ.એલ.વી.યાન (Augmented Satellite Launch Vehicle (ASLV)) , પાંચ તબક્કા વાળુ,ઘન બળતણ રોકેટ ધરાવતું અને નિચલી ભ્રમણકક્ષામાં (Low Earth orbit|LEO) ૧૫૦ કિ.ગ્રા. વજનનાં ઉપગ્રહને પ્રક્ષેપીત કરવાની ક્ષમતા ધરાવતું યાન છે.આ કાર્યક્રમ ઇસરો દ્વારા,૧૯૮૦ ની શરૂઆતમાં ચાલુ કરવામાં આવેલ. તેનો ઉદેશ ભૂશ્થિર ભ્રમણકક્ષા માં ઉપગ્રહને પ્રશ્થાપીત કરવાની ક્ષમતાનો વિકાસ કરવાનો હતો. આની રચના ઉપગ્રહ પ્રક્ષેપણ યાન(SLV) પર અધારીત હતી. ઇસરો પાસે એ.એસ.એલ.વી.યાન અને પી.એસ.એલ.વી.યાન એમ બન્નેનાં એકી સાથે વિકાસ માટે પુરતું ભંડોળ ન હોવાના કારણે આ એ.એસ.એલ.વી.યાનનો કાર્યક્રમ પડતો મુકવો પડ્યો.

પ્રક્ષેપણ નોંધ[ફેરફાર કરો]

આવૃતિ પ્રક્ષેપણ તારીખ પ્રક્ષેપણ શ્થળ સામાન (ભાર) નોંધ
૩ ડી૧ (3 D1) ૨૪ માર્ચ,૧૯૮૭ સતિષ ધવન અવકાશ કેન્દ્ર (શ્રીહરિકોટા) સરોસ એ, ૧૫૦ કિ.ગ્રા. નિષ્ફળ; પ્રથમ તબક્કો પ્રજવલ્લીત થયો નહીં.
૩ ડી૨ (3 D2) ૧૨ જુલાઇ,૧૯૮૮ સતિષ ધવન અવકાશ કેન્દ્ર (શ્રીહરિકોટા) સરોસ બી, ૧૫૦ કિ.ગ્રા. નિષ્ફળ.
૩ ડી૩ (3 D3) ૨૦ મે,૧૯૯૨ સતિષ ધવન અવકાશ કેન્દ્ર (શ્રીહરિકોટા) સરોસ-સી, ૧૦૬ કિ.ગ્રા. અંશતઃ સફળ.
૩ ડી૪ (3 D4) ૪ મે,૧૯૯૪ સતિષ ધવન અવકાશ કેન્દ્ર (શ્રીહરિકોટા) સરોસ-સી ૨, ૧૧૩ કિ.ગ્રા. સફળ.