લખાણ પર જાઓ

કૈ. શિવન

વિકિપીડિયામાંથી
કૈ. શિવન
આધિકારિક છબી
૯મા ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન
પદ પર
15 January 2018 (2018-01-15) – 14 January 2022 (2022-01-14)
પુરોગામીએ.એસ. કિરણકુમાર
અનુગામીશ્રી. સોમનાથ
૧૨મા નિર્દેશક, વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર
પદ પર
૨૦૧૫ – ૨૦૧૮
પુરોગામીમાધવન ચંદ્ર દાથન
અનુગામીશ્રી. સોમનાથ
અંગત વિગતો
જન્મ
કૈલાસાવાડીવૂ શિવન

(1957-04-14) 14 April 1957 (ઉંમર 67)
મેલા સરાક્કલવિલઈ, તમિલનાડુ, ભારત
શિક્ષણ

શિવન કૈલાસાવાડીવૂ (જન્મ ૧૪ એપ્રિલ ૧૯૫૭) ભારતીય અંતરિક્ષ વિજ્ઞની છે, જેમણે ભારત સરકારના અંતરિક્ષ વિભાગમાં સચિવ તરીકે, ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સનની યાદી|ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન તરીકે અને સ્પેશ કમિશનના નિયામક તરીકે સેવાઓ આપી છે.[][] આ અગાઉ તેમણે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર|વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નિર્દેશક અને લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ સેન્ટરના નિર્દેશક તરીકે કામ કર્યું છે.[]

શિવનનો જન્મ ભારતના તમિલનાડુ રાજ્યના ક્ન્યાકુમારી જિલ્લાના નારકોઇલ પાસે સરાક્કલવિલઈ ગામમાં થયો હતો.[] તેમના પિતાનું નામ કૈલાસાવાડીવૂ અને માતાનું મામ ચેલ્લમ છે.[]

અભ્યાસ

[ફેરફાર કરો]

શિવન એક ખેડુતના પુત્ર છે અને તેમનો અભ્યાસ મેલા સરાક્કલવિલઈની એક સરકારી નિશાળમાં તમિળ માધ્યમમાં થયો હતો. વધુ અભ્યાસ માટે તેઓ વલ્લનકુમારનવિલાઈમાં આવ્યા. સ્નાતક બનનારિ તેમના કુટુંબના તેઓ પ્રથમ વ્યક્તિ છે.[] શિવને ૧૯૮૦માં મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી એરોનોટિકલ ઇજનેરીના સ્નાતકની ડીગ્રી મેળવી. ૧૯૮૨માં એ જ વિષયમાં તેમણે ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગ્લુરુમાંથી અનુસ્નાતર ડીગ્રી મેળવી અને ઇસરોમાં કામ કરવાનું શરૂ કર્યું.[] તેમણે આઈઆઈટી બોમ્બેથ ૨૦૦૬માં ડૉક્ટરેટની પદવી પણ મેળવી. તેઓ ઇન્ડિયન નેશનલ એકેડેમી ઓફ એન્જિનીયરીંગ, એરોનૌટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા અને સિસ્ટમ સોસાયટીના ફેલો છે.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

શિવને ઇસરોનાં પ્રક્ષેપણ વાહનોની રૂપરેખા અને વિકાસ પર કામ કર્યું છે. શિવન ૧૯૮૨માં ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (પીએસએલવી) પ્રકલ્પમાં ભાગીદાર થવા ઇસરો સાથે જોડાયા. ૨ જુલાઈ ૨૦૧૪ના રોજ તેઓની નિમણૂક ઇસરોના લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ સેન્ટરના નિર્દેશક તરીકે કરવામાં આવી.[] તેમને સત્યબામા યુનિવર્સિટી, ચેન્નઇ, દ્વારા એપ્રિલ ૨૦૧૪માં ડોક્ટર ઓફ સાયન્સ (ઓનરિસ કૌસા)થી નવાજવામાં આવ્યા હતા.[૧૦] ૧ જુન ૨૦૧૫ના રોજ તેઓ વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નિર્દેશક બન્યા.[૧૧]

જાન્યુઆરી ૨૦૧૮માં શિવનની નિમણૂક ઇસરોના વડા તરીકે કરવામાં આવી.[૧૨] તેમના વડપણ હેઠળ ઇસરો દ્વારા ચંદ્રયાન-૨નું પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આ મિશનનું વિક્રમ ઉતરાણ એકમ, પ્રજ્ઞાન રોવર સહિત ચંદ્રમા પર ઉતરવાની થોડી ક્ષણો પહેલાં ચંદ્રતલથી લગભગ ૨ કિમી દૂર તુટી પડ્યું. જોકે તેનું ઓરબિટર હજુ પણ કામ (ઓગસ્ટ ૨૦૨૪માં આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી) કરી રહ્યું છે. આ ઓરબિટરે લીધેલી લગભગ ૧૦૦૦૦ છબીઓના વિશ્લેષણ કરીને ચંદ્રયાન-૩ની રૂપરેખા તૈયાર કરવામાં આવી અને તેથી જ ચંદ્રયાન-૩નું સફળ ઉતરાણ શક્ય બન્યું. [૧૩]

૩૦ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ તેમનો ચેરમેન તરીકેનો કાર્યકાળ જાન્યુઆરી ૨૦૨૧થી લંબાવીને જાન્યુઆરી ૨૦૨૨ સુધી કરવામાં આવ્યો. [૧૪]

શિવનના જીવનમાં એક કપરો કાળ પણ તેમની નિવૃત્તિ સમયે આવ્યો હતો. ૨૫ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ On 25 January 2021, કેન્દ્રીય સતર્કતા આયોગે (CVC) શિવન વિરુદ્ધ એક ફરિયાદ નોંધી જેમાં આરોપ હતો કે શિવને, ઇસરોના લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ સેન્ટર (LPSC)નાં માનાંકોને અવગણીને તેમના પુત્રની નિમણૂક કરી હતી.[૧૫]

  • ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ એવોર્ડ, ૨૦૧૯.[૧૬]
  • આઈઈઈઈ સિમોન રેમો ચંદ્રક, બી.એન. સુરેશ સાથે સંયુક્ત, ૨૦૨૦.[૧૭]
  1. "મશહૂર વૈજ્ઞાનિક કૈ. શિવનની ઇસરોના ચેરપર્સન તરીકે પસંદગી". The Times of India. ૧૦ જાન્યુઆરા ૨૦૧૮. મેળવેલ ૧૦ જાન્યુઆરા ૨૦૧૮. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. "કૈ. શિવનની ઇસરોના ચેરપર્સન તરીકે પસંદગી". The Economic Times. ૧૦ જાન્યુઆરા ૨૦૧૮. મેળવેલ ૧૦ જાન્યુઆરા ૨૦૧૮. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  3. "ડૉ. શિવન એલપીએસસીના નિર્દેશક બન્યા". The Hindu. 2 July 2014. મેળવેલ 28 May 2016. CS1 maint: discouraged parameter (link)
  4. "એક ખેડુતપુત્રની ઇસરેના રોકેટમેન બનવાની વાત: કે. શિવનની અવિશ્વનીય યાત્રા".
  5. Raman, A. Ragu (2018-01-12). "સંજોગોની હાર: એક વખતના કેરીના વેપારી હવે બન્યા ઇસરોના ચેરપર્સન". Deccan Chronicle (અંગ્રેજીમાં). મેળવેલ 2019-08-31.
  6. "કૈ. શિવન: ખેડુતપુત્રની ભારતીય અંતરિક્ષ એજન્સીના શીર્ષ સ્થાન સુધીની યાત્રા". The Times of India. ૧૧ જાન્યુઆરી ૨૦૧૮. મેળવેલ ૧૧ જાન્યુઆરી ૨૦૧૮. CS1 maint: discouraged parameter (link)
  7. "ઇસરોના ચેરપર્સન, સચિવ અંતરિક્ષ વિભાગ- ઇસરો". web.archive.org. ૨૦૧૯-૦૮-૧૭. મૂળ માંથી ૨૦૧૯-૦૮-૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૨૨-૦૯-૦૩.
  8. "ખેડુતમાંથી ઇસરોના વડા: કૈ. શિવનની ઓછી જાણીતી વાતો". India Today (અંગ્રેજીમાં). Ist. મેળવેલ ૨૦૧૯-૧૦-૩૧.
  9. Correspondent, Special (૨ જુલાઈ ૨૦૧૪). "ઇસરોના કેન્દ્રો પર નિર્દેશકની નિમણૂક". The Hindu. મેળવેલ ૨ જુલાઈ ૨૦૧૪. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  10. "કૈ. શિવન કોણ છે ?". Sharan Poovanna. Livemint. 12 January 2018. મેળવેલ 22 January 2018. CS1 maint: discouraged parameter (link)
  11. ઇસરોના મુખ્ય કેન્દ્રો પર નિર્દેશકો ની નિમણૂક
  12. "કે. શિવને ઇસરોના ચેરપર્સન તરીકે ચાર્જ સંભાળ્યો". The Hindu (અંગ્રેજીમાં). 16 January 2018. મેળવેલ 28 October 2018. CS1 maint: discouraged parameter (link)
  13. "Chandrayaan-2: Success in India's second attempt at launching Moon mission".
  14. "ઇસરોના વડા કે. શિવનને મળ્યું એક્સટેન્શન". The Economic Times. મેળવેલ 2020-12-31.
  15. "ISRO top brass pushed Sivan junior's recruitment: Plaint". The New Indian Express. મેળવેલ 2022-04-07.
  16. "ઇસરોના ચેરપર્સન શિવનને એ.પી.જે અબ્દુલ કલામ એવોર્ડ મળ્યો". The Hindu. 2019-08-15.
  17. "ઇસરો ટ્વીટર પર: "ડૉ. બી.એન સુરેશ અને ડૉ. શિવનને પ્રતિષ્ઠિત આઈઈઈઈ સિમોન રેમો ચંદ્રક ૨૦૨૦".
સરકારી હોદ્દાઓ
પુરોગામી
એ. એસ. કિરણકુમાર
ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન
૨૦૧૮ - ૨૦૨૨
અનુગામી
શ્રી. સોમનાથ
પુરોગામી
માધવન ચંદ્ર દાથન
નિર્દેશક, વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર
૨૦૧૫ - ૨૦૧૮