ભારતીય વિજ્ઞાન સંસ્થા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભારતીય વિજ્ઞાન સંસ્થા
પ્રકારજાહેર
સ્થાપના૧૯૦૯[૧]
ડિરેક્ટરઅનુરાગ કુમાર[૨]
સ્થાનબેંગલોર, કર્ણાટક, ભારત
કેમ્પસશહેરી
સ્થાપકજમશેદજી તાતા
વેબસાઇટwww.iisc.ernet.in

ભારતીય વિજ્ઞાન સંસ્થા એ અનુસંધાન અને ઉચ્ચ શિક્ષણ માટેનું કાર્ય કરતી એક અગ્રગણ્ય શિક્ષણ સંસ્થા છે, જે ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યના પાટનગર બેંગલોર ખાતે આવેલી છે. આ સંસ્થામાં પદોત્તર અને ડોક્ટરેટને લગતા અભ્યાસ કાર્યક્રમો ઉપલબ્ધ છે, જે અંતર્ગત હાલમાં ૧૨૦૦ કરતાં પણ વધારે સંશોધકો ૩૭ જેટલા વિવિધ વિભાગોમાં કામ કરી રહ્યા છે. ઉદાહરણાર્થે: અભિયાંત્રિકી ક્ષેત્રમાં અંતરાક્ષ અભિયાંત્રિકી, સંગણકશાસ્ત્ર તથા સ્વયંચલન વગેરે; તથા વિજ્ઞાનના ક્ષેત્રમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર વગેરે.

ભારતીય વિજ્ઞાન સંસ્થા, ભારત દેશમાં અનુસંધાન કરવા માટે સર્વોત્કૃષ્ટ સંસ્થાઓ પૈકીની એક ગણાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ભારતીય વિજ્ઞાન સંસ્થાની સ્થાપના ઈ. સ. ૧૯૦૯માં ઉદ્યોગપતિ જમશેદજી તાતાની દીર્ઘદૃષ્ટિના પરિણામે સાકાર થઈ હતી. ઈ. સ. ૧૮૯૮માં એક તત્કાલિન સમિતિ બનાવવામાં આવી હતી. નોબેલ પારિતોષિક વિજેતા સર વિલિયમ રામ્સે દ્વારા બેંગલોર શહેરનું નામ સુચવવામાં આવ્યું હતું અને મૉરીસ ટ્રૅવર્સ આ સંસ્થાના પહેલા નિદેશક બન્યા હતા.

કેટલાક જાણીતા વિદ્યાર્થીઓ તથા જોડાયેલી હસ્તીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "IISc History".
  2. "administration".

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]