લખાણ પર જાઓ

અંબાઈદાસ જીવાભાઈ અમીન

વિકિપીડિયામાંથી
અંબાઈદાસ જીવાભાઈ અમીન
મૃત્યુ૩૦ જાન્યુઆરી ૧૯૧૦ Edit this on Wikidata
વસો (તા. વસો) Edit this on Wikidata

અંબાઈદાસ જીવાભાઈ અમીન અથવા ભાઉ સાહેબવસો અને કાઠીયાવાડના જાગીરદાર હતા.[]

તેઓ ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાળતા હતા.[] એમણે છ વખત લગ્ન કર્યા હતા પરંતુ એમને એક પણ સંતાન ન હતું.[] તેથી તેમણે સાવલીના જોરાભાઈના એકના એક પુત્ર અને પોતાના કુલ ત્રણમાંના સૌથી નાના ભાણેજ ગોવર્ધનભાઈને ગોપાળદાસ નામ આપીને દત્તક લીધા હતા[].

એમણે દેશી કારીગરોને ઉત્તેજન નામનું પુસ્તક લખ્યું હતું. મોતીભાઈ અમીનના શબ્દોમાં એ પુસ્તકમાં કરવામાં આવેલી દેશી કારીગરીના નાશની સમીક્ષા "પથરા પીગળાવે એવી ચોટદાર છે."[]

૩૦ જાન્યુઆરી, ૧૯૧૦ના રોજ વસોમાં વસો સાર્વજનિક પુસ્તકાલયના ઉદ્‌ઘાટન સમારંભના દિવસે સવારે દેવપૂજા કરતી વખતે હૃદય બંધ પડી જવાથી તેઓ અવસાન પામ્યા હતા.[]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય, p. ૧૨૪.
  2. મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય, p. ૧૧.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • અમીન, આપાજી બાવાજી (ફેબ્રુઆરી ૧૯૪૨). મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય (PDF). નવજીવન મુદ્રણાલય, કાળુપુર, અમદાવાદ.