નવરોઝ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
નવરોઝ પારસીઓનું નવા વર્ષનો દિવસ અને તહેવાર છે. જેની શરુઆત ૩૦૦૦ વર્ષ પહેલાં શાહ જમશેદજીએ કરી હતી. ૨૧ માર્ચે તેની ઉજવણી થાય છે. તે વસંત ઋતુની શરૂઆતમાં આવે છે.[૧]
નવરોઝમાં નવ નો મતલબ નવુ અને રોઝ નો મતલબ દિવસ થાય છે. તે વખતે સરખા દિવસ રાતનો સમય હોય છે, એટલે કે પ્રકાશ અને અંધકાર બંન્ને સરખા હોય છે. તે સમયે દિવસ અને રાત બંન્ને સરખા હોય છે. તે ચોક્કસ સમયને જમશેદ નવરોઝ કહે છે અને તે આધુનિક સમયમાં પણ ઉજવવામાં આવે છે.
નવરોઝના દિવસે પારસી પરિવારોમાં બાળકોથી માંડી તમામ લોકો જલ્દી તૈયાર થઇ નવા વર્ષને વધાવવાની તૈયારીઓમાં લાગી જાય છે. આ દિવસે પારસી લોકો પોતાના ઘરના આંગણે રંગોળીની સજાવટ કરે છે. ચંદનથી ઘરને સુગંધિત કરવામાં આવે છે. આ બધું ફક્ત નવા વર્ષના સ્વાગત માટે નહીં, પરંતુ હવાને શુધ્ધ કરવાના હેતુથી પણ કરવામાં આવે છે.
આ દિવસે પારસી મંદિર અગિયારીમાં વિશેષ પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રાર્થનાઓમાં વિતેલા વર્ષની તમામ ઉપલબ્ધિઓ માટે ભગવાન પ્રતિ આભાર વ્યક્ત કરવામાં આવે છે. મંદિરમાં પ્રાર્થનાની વિધિ સમાપ્ત થયા બાદ સમુદાયના તમામ લોકો એકબીજાને નવા વર્ષના અભિનંદન પાઠવે છે. નવરોઝના દિવસે ઘરમાં મહેમાનોનો આવવા-જવાનો અને અભિનંદન પાઠવવાનો દોર ચાલુ રહે છે. આ દિવસે પારસી ઘરોમાં સવારે નાસ્તામાં રવો નામની મીઠાઇ બનાવવામાં આવે છે. જેને સુજી, દૂધ અને ખાંડ મેળવીને તૈયાર કરવામાં આવે છે.
નવરોઝના દિવસે પારસી પરિવારોમાં વિભિન્ન શાકાહારી અને માંસાહારી ભોજનની સાથે મગની દાળ અને ભાત અનિવાર્ય રીતે બનાવવામાં આવે છે. જુદા-જુદા સ્વાદિષ્ટ પકવાનો સાથે મગની દાળ અને ભાત એ સાદગીનું પ્રતિક છે, જેને પારસી સમુદાયના લોકો જીવનપર્યંત અપનાવે છે. નવરોઝના દિવસે ઘર આવનાર મહેમાનો ઉપર ગુલાબજળ છાંટી તેમનું સ્વાગત કરવામાં આવે છે. બાદમાં તેમને નવા વર્ષની શુભ શરૂઆત માટે ફાલુદા ખવડાવવામાં આવે છે. ફાલુદા સેવઇઓથી તૈયાર કરેલી એક મીઠી વાનગી છે.
જો કે પારસી સમુદાયના લોકોની જીવનશૈલીમાં આધુનિકતા અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. પરંતુ પારસી સમાજમાં આજે પણ તહેવારો એટલા જ પારંપરિક રીતે મનાવવામાં આવે છે, જેટલા વર્ષો પહેલા મનાવવામાં આવતા હતા.
નવરોઝએ પર્સિયન, કુર્દીસ્તાન, લ્યુરીસ્તાની, બાલોચી, આઈઝરી અને બલોચી લોકોનો પણ રાષ્ટ્રીય દિવસ છે.
સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા પર નવરોઝ