લખાણ પર જાઓ

શરણાઈ

વિકિપીડિયામાંથી
શરણાઈ
અન્ય નામોશરણાઈ
વર્ગીકરણ

.

સંબંધિત વાદ્યો

શરણાઈ એક વાયુ વાદ્ય છે તેને શુકનવંતુ વાદ્ય મનાય છે. ભારતમાં તે લગ્ન અને અન્ય શુભ પ્રસંગે વપરાય છે.

આ એક નળી આકારનું વાદ્ય છે. છેડા તરફ જતાં તેનો વ્યાસ ધીરે ધીરે વધતો જાય છે. તેમાં મોટે ભાગે ૬ કે ૯ કાણાં હોય છે. આ મા બેજોડી નળી વપરાય છે. આમ તે ચાર બરુ વાળો પાવો બને છે. શ્વાશને રોકીને વિવિધ પ્રકારની ધ્વનિ કાઢી શકાય છે.

ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન જાણીતા શરણાઈ વાદક હતાં. અહેમદી શરણાઈ વગાડનાર એક અન્ય વિખ્યાત વિદ્વાન કલાકાર છે. અમેરીકન સંગીતકાર ડેવ મેસને રોલીંગસ્ટોનના ૧૯૬૮ના મશહૂર ગીત "સ્ટ્રીટ ફાઈટીંગ મેન" માં શરણાઈનો ઉપયોગ કર્યો હતો.

શરણાઈ વગાડતો એક આદિવાસી

કહેવાય છે કે શરણાઈનું ઉદગમ કાશ્મીર ઘાટીમાં થયું, જ્યાં લોકો આ વાદ્યને બેંડ-એ-પેંથર. શરણાઈને પૂંગીનું સુધારીત સંસ્કરણ મનાય છે. પૂંગી જે લાકડાંનું વાયુ વાદ્ય છે. જે મદારી લોકો વાપરતાં હોય છે.

શરણાઈના ઉદગમ બાબતે ઘણી કથાઓ પ્રચલીત છે. તેમાંની એક કથા અનુસાર એક શાહ એ પોતાના દરબારમાં પૂંગીના તીવ્ર ધ્વનિ ને કારણે તેના વાદન પર બંદી મુકી. તેમાં સંગીતકાર કુટુંબીના એક હજામે તેમાં સુધારા કર્યાં અને શરણાઈ બનાવી. આને શાહ ના દરબારમાં વગાડાઈ અને તેને હજામ (નાઈ) દ્વારા બનાવાઈ તેની યાદગીરી માં તેનું નામ શહેનાઈ (શરણાઈ) પડ્યું.

અન્ય કથા અનુસાર શરણાઈ (શહેનાઈ)

  • આ નામ શરણાઈ વાદક સૈના ના નામ પર પડ્યું,
  • આ નામ શેહ (શ્વાસ) અને નાઈ (વાંસળી), કે
  • આ નામ પર્શિયન શબ્દો શાહ (રાજા), અને નાઈ (વાંસળી) રાજાની વાંસળી તેવા અર્થે પડ્યું

એક અન્ય કથા અનુસાર શરણાઈ એ "સુર-નલ"એ શબ્દનું અપભ્રંશ છે. શબ્દ નલ/નલી/નાદ એ ઘણી ભારતીય ભાષામાં નળી કે ભૂંગળી માટે વપરાતો શબ્દ છે. આમ સૂર-નાલ શબ્દ એ શરણાઈ બન્યો. આજ શબ્દ પરથી સુર્ના/ ઝુર્ના શબ્દ બન્યો છે જે નામે મધ્ય પૂર્વી અને પૂર્વે યુરોપમાં આને મળતું વાદ્ય ઓળખાય છે. શરણાઈને પારંપારિક ઉત્તર ભારતીય લગ્નમાં વગાડવામાં આવે છે. ખાસ કરીને વિદાયની વેળાએ.[૧] ઘણીવખત બે શરણાઇઓ જોડે વગાડીને પ્રાચીન ગ્રીક વાદ્ય જેવી અસર ઉપજાવવામાં આવે છે.[૨]

સંદર્ભ

[ફેરફાર કરો]


બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]