નામિબિયા
નામિબિયા ગણરાજ્ય | |
---|---|
સૂત્ર: "એકતા, સ્વાયત્તા, ન્યાય" | |
રાષ્ટ્રગીત: "નામિબિયા, લેન્ડ ઑફ બ્રેવ" "નામિબિયા, બહાદુરોની ધરતી" | |
રાજધાની and largest city | વિન્ડહોક |
અધિકૃત ભાષાઓ | અંગ્રેજી |
માન્ય પ્રાદેશિક ભાષાઓ | આફ્રિકન, જર્મન, ઓશિવામ્બો |
લોકોની ઓળખ | નામિબિયાઈ |
સરકાર | ગણરાજ્ય |
• રાષ્ટ્રપતિ | હીફીકેપુન્કે પોહામ્બા |
• વડાપ્રધાન | નાહાસ અંગુલા |
સ્વતંત્રતા | |
• તારીખ | ૨૧ માર્ચ ૧૯૯૦ |
વિસ્તાર | |
• કુલ | 825,418 km2 (318,696 sq mi) (34 મો) |
• જળ (%) | નગણ્ય |
વસ્તી | |
• ૨૦૦૯ અંદાજીત | 2,108,665 (142 મો) |
• ૨૦૦૮ વસ્તી ગણતરી | 2,088,669 |
GDP (PPP) | ૨૦૦૯ અંદાજીત |
• કુલ | $13.771 અબજ |
• Per capita | $6,614 |
માનવ વિકાસ દર (HDI) (2013) | 0.624[૧] medium · 127મો |
ચલણ | નામિબિયાઈ ડોલર (NAD) |
સમય વિસ્તાર | UTC+1 (પશ્ચિમ આફ્રિકન સમય-West Africa Time (WAT)) |
• ઉનાળુ (DST) | UTC+2 (West Africa Summer Time (WAST)) |
વાહન દિશા | ડાબી બાજુ |
ટેલિફોન કોડ | +264 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .na |
નામિબિયા એ આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલ એક દેશ છે,જેનું પાટનગર વિન્ડહોક ખાતે આવેલ છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]નામિબિયા મા પરાપુર્વથી સાન,ડામારા અને નામા આદિવાસીઓ વસતા હતા ત્યારબાદ બાન્ટુ પ્રજાએ અહીં તેમની વસાહતો સ્થાપી હતી. ઈ.સ. ૧૮૮૪ માં જર્મન રાજ્યે અહી તેમનું સંસ્થાન સ્થાપીને તેનુ નામ્ જર્મન વેસ્ટ આફ્રિકા રાખેલ્ હતું.ઈ.સ.૧૯૧૫ માં દક્ષિણ આફ્રિકાએ જર્મન્ રાજ્યને યુધ્ધમા હરાવીને નામિબિયા પર કબ્જો મેળવ્યો હતો ત્યારબાદ તે દક્ષિણ-પુર્વ આફ્રિકાથી ઓળખાતુ હતુ. ઈ.સ.૧૯૯૦ મા વર્ષોસુધીના ગેરીલા યુધ્ધ બાદ નામિબિયાએ દક્ષિણ આફ્રિકાથી સંપુર્ણ સ્વતંત્રતા મેળવી હતી.
ભૂગોળ
[ફેરફાર કરો]નામિબિયાની પશ્ચિમે એટલાન્ટિક મહાસાગર,ઉત્તરમાં ઝામ્બિયા અને એંગોલા,પુર્વમાં બોટસવાના અને દક્ષિણમાં દક્ષિણ આફ્રિકાનુ ગણરાજ્ય આવેલુ છે. આફ્રિકાના બે મોટા રણો નામિબનુ રણ અને કલહરીનુ રણ પણ નામિબિયામા આવેલા છે. નામિબિયાનો કુલ વિસ્તાર ૮૨૫૬૧૫ ચોરસ કિ.મી જેટલો છે. નામિબિયાની આબોહવા વરસ દરમ્યાન સુકી અને ગરમ રહે છે અને મોટાભાગના વિસ્તારોમા અતી અલ્પમાત્રામા વરસાદ વરસે છે.
ઉદ્યોગ
[ફેરફાર કરો]નામિબિયાનું અર્થતંત્ર ખનિજો અને ખનિજ નિષ્કર્ષણ ઉદ્યોગ પર આધારીત છે. હિરા,યુરેનીયમ,સોનુ, તાંબું ,જસત અને ચાંદી અહીંથી નિકળતા મુખ્ય ખનિજો છે. સુકો પ્રદેશ હોવાથી ખેતીવાડીનું પ્રમાણ ઘણું ઓછુ છે અને મુખ્યત્વે મકાઈ, બાજરી અને સંતરાના પાક લેવાય છે આ ઉપરાંત પશુ માંસ આધારીત અને મત્સ્યમારીનો પણ ઘણો વિકાસ થયેલ છે.નામિબિયામાં વિવિધ જંગલી પ્રાણીઓને કારણે પ્રવાસન ઉદ્યોગ પણ ખુબજ વિક્સેલ છે.
વસ્તીવિષયક
[ફેરફાર કરો]નામિબિયાની મોટા ભાગની વસ્તી ઓવામ્બે,હેરેરો અને ડામારા પ્રજાની બનેલી છે .નામિબિયાની પ્રજા મુખ્યત્વે પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી ધર્મ પાળે છે. અંગ્રેજી,જર્મન અને આફ્રિકાન્સ દેશની સત્તાવાર રાજભાષાઓ છે પણ ઓશીવામ્બો ભાષાનો ઉપયોગ સૌથી વધુ થાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "2014 Human Development Report Summary" (PDF). સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. ૨૦૧૪. પૃષ્ઠ 21–25. મેળવેલ ૨૭ જુલાઈ ૨૦૧૪. Check date values in:
|access-date=
(મદદ)