સંતરુ (ફળ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
Ambersweet oranges.jpg

સંતરુ એક આરોગ્યપ્રદ અને આબાલવૃદધ દરેક વ્યક્તિને ભાવતું ફળ છે. સંતરુ હાથથી છોલી, એની પેશીઓ અલગ કરી ખાઇ શકાય છે. સંતરાનો રસ કાઢીને પીવાય છે. આ ફળના રસનો જ્ચુસ પણ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ઠંડા પીણાં, આઇસ્ક્રીમ, બિસ્કીટ, દવાઓ, શીખંડ, ચોકલેટ જેવી બનાવટોમાં સંતરાનો સ્વાદ તથા રંગ ઉમેરી એને બજારમાં વેચાણ માટે રાખવામાં આવે છે. આ ઉત્પાદનો પણ દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ફળનો રંગ નારંગી હોવાને લીધે એ નારંગી તરીકે પણ ઓળખાય છે.

ભારત દેશમાં પણ સંતરાનું ઉત્પાદન મળે છે, એમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યના નાગપૂર શહેરની આસપાસના વિસ્તારમાં થતાં સંતરા વખણાય છે.