અલ બિરૂની

વિકિપીડિયામાંથી
૧૯૭૩ સોવિયેત પોસ્ટ સ્ટેમ્પ પર અલ બિરુનીનું કથિત ચિત્ર

અબુ રયહાન મુહંમદ ઇબ્ન અહમદ અલ-બિરુનિ (૪ કે ૫ સપ્ટેમ્બર, ૯૭૩- ૧૩ ડિસેમ્બર, ૧૦૪૮), ઈરાની મુસ્લિમ બહુગુણસંપન્ન વિદ્વાન હતા.[૧][૨][૩][૪]

મધ્ય-ઇસ્લામી કાલખંડમાં તેઓને એક મહાન વિદ્વાન ગણવામાં આવે છે. ભૌતિકશાસ્ત્ર, ગણિત, અને કુદરતી વિજ્ઞાનમાં તેમને મહત્વપૂર્ણ યોગદાન આપ્યા હતા અને આની સાથે તેઓ એક ઇતિહાસકાર અને ભાષાવૈજ્ઞાનિક પણ હતા. વિજ્ઞાનના લગભગ તમામ ક્ષેત્રોમાં તેમને અભ્યાસ કર્યા અને આ કઠિન કામ અને સંશોધન માટે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

તેમની માતૃભાષા ફારસી સિવાય અરબી, સંસ્કૃત, યુનાની, હીબ્રુ અને સિરિઆક બોલી શકતા હતા. ૧૦૧૭માં તેઓ દક્ષિણ એશિયા આવ્યા અને ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મનો અભ્યાસ (તહેકીક મા-લિ-લ-હિંદ) કર્યો હતો.[૫]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Bosworth, C. E. (1968)
  2. Rahman, H. U. (1995page=167), A Chronology of Islamic History : 570 – 1000 CE, London: Mansell Publishing, ISBN 1-897940-32-7 
  3. D.J. Boilot, "Al-Biruni (Beruni), Abu'l Rayhan Muhammad b. Ahmad", in Encyclopaedia of Islam (Leiden), New Ed., vol.1:1236–1238.
  4. Berggren, J. L.; Borwein, Jonathan; Borwein, Peter (૨૦૧૪). Pi: A Source Book (અંગ્રેજીમાં). Springer. પૃષ્ઠ 680. ISBN 9781475742176. The Persian polymath, al-Birüni, a younger contemporary of Abu'l-Wafa', calculated the perimeters of inscribed and ...
  5. Verdon, Noémie (૨૦૧૫), "Conceptualisation of al-Hind by Arabic and Persian writers", in Himanshu Prabha Ray, Negotiating Cultural Identity: Landscapes in Early Medieval South Asian History, Routledge, pp. 52, ISBN 978-1-317-34130-7, https://books.google.com/books?id=CgXgCgAAQBAJ&pg=PA52