લખાણ પર જાઓ

ભારતીય નાગરિકત્વ

વિકિપીડિયામાંથી

ભારતીય નાગરિકતા ભારતના બંધારણના ભાગ-૨માં અનુચ્છેદ-૫ થી અનુચ્છેદ-૧૧ માં ભારતની નાગરિકતાની જોગવાઈ કરવામાં આવી છે. એ મુજબ ભારતીય નાગરિકતા એટલે જે વ્યક્તિ ભારતમાં વસતો હોય અને તે ભારત દેશ તરફથી મળતા તમામ રાજકીય તેમજ સામાજીક આધિકારો મેળવતો હોય અને દેશ પ્રત્યેની પોતાની ફરજ બજાવતો હોય તેને ભારતીય નાગરિક કહેવાય.[૧]

ભારતિય નાગરિકતાની લાક્ષણિકતાઓ[ફેરફાર કરો]

ભારતમા 'એકલ નાગરિકતા' છે. નાગરિકતા અંગેનાં કાયદા બનાવવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. નાગરિકોને મુળભુત અધિકારો અને મુળભુત હકો આપવામા અવ્યા છે.[૨]

ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ[ફેરફાર કરો]

જન્મથી
 • જો કોઇ વ્યક્તિ ભારતમાં જન્મ્યો હોય અને તે સમયે તેના માતા અથવા પિતા બંનેમાંથી કોઇ એક ભારતીય નાગરિક હોય તો તે ભારતીય નાગરિક કહેવાય.
વંશના આધારે
 • ભારતના બંધારણના અમલ આવ્યા પછી પરંતુ ૧૦ જુલાઈ ૧૯૯૨ પહેલા ભારતની બહાર જન્મેલ વ્યક્તિના પિતા જન્મ સમયે ભારતીય નાગરિકતા ધરાવતા હોય તો તે ભારતીય નાગરિક બની શકે છે.
 • ૧૦ જુલાઈ ૧૯૯૨ પહેલા ભારતની બહાર જન્મેલ વ્યક્તિના પિતા કે માતા જન્મ સમયે ભારતીય નાગરિકતા ધરાવતા હોય તો તે ભારતીય નાગરિક બની શકે છે.
 • ૩ ડિસેમ્બર ૨૦૦૪ કે પછી ભારતની બહાર જન્મેલ વ્યક્તિની નોંધણી તેના જન્મના ૧ વર્ષ સુધીમાં ભારતીય રાજદૂતવાસમાં કરાવેલી હોવી જોઈએ.
નોંંધણી દ્વારા
 • જે વ્યક્તિના માતા-પિતા ભારતીય નાગરિકતા ધરાવતા હોય તો તે વ્યક્તિ નોધણી દ્વારા ભારતીય નાગરિક બની શકે છે.
 • ભારતીય મૂળની વ્યક્તિ કે જે ૭ વર્ષ સુધી ભારતમાં રહે છે અને ૭ વર્ષ પછી આવેદન કરે તો તે ભારતનો નાગરિક બની શકે છે.
 • ભારતીય સાથે લગ્ન કરનાર વ્યક્તિ નોંધણી માટે અરજી આપવાના ૭ વર્ષ પહેલેથી ભારતમાં રહેતી હોય તો તે ભારતીય નાગરિક બની શકે છે.
 • કોઈ વ્યક્તિ કોમનવેલ્થ દેશની ૫ વર્ષથી નાગરિકતા ધરાવતો હોય અને ૧ વર્ષ પહેલાથી ભારતમાં રહેતો હોય અને ભારતીય નાગરિક્તા માટે અરજી કરે તો તે ભારતીય નાગરિકતા મેળવી શકે.[૧]
દેશીયકરણ દ્ધારા
 • ભારત સરકાર પાસેથી દેશીયકરણનુ પ્રમાણપત્ર પ્રાપ્ત કરીને નાગરિકતા મેળવી શકાય.[૨]
નવા પ્રદેશના જોડાણથી
 • જો કોઈ પ્રદેશનો ભારત સંધમાં સમાવેશ થાય તો તે પ્રદેશમાં વસતા લોકો ભારતીય નાગરિકતા મેળવી શકે છે.[૨]

ભારતીય નાગારિકતાની સમાપ્તિ[ફેરફાર કરો]

 • વ્યક્તિ પોતાની જાતે ભારતની નાગરિકતા છોડે ત્યારે.
 • સ્વેચ્છાએ અન્ય દેશની નાગરિકતાનો સ્વીકાર કરવાથી.
 • જો સરકાર દ્ધારા કોઇ કારણોસર તેની નાગરીકતા છિનવી લેવામાંં આવે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ કાજી, શહેઝાદ (૨૦૧૬). ભારતનુ બંધારણ અને રાજનીતી. મોડાસા: કિશ્વા પબ્લિકેશન. પૃષ્ઠ ૭૬. ISBN 978-93-5258-028-6.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ચલાળિયા, ઋષિ (૨૦૧૬). વર્લ્ડ ઈનબોક્સ જનરલ નોલેજ. ભાવનગર: વર્લ્ડ ઈનબોક્સ. પૃષ્ઠ ૨૦૯.