કથક

વિકિપીડિયામાંથી
કથક નૃત્યની એક અતિ પ્રચલિત ચાલ ચક્કરવાલા ટુકડાપ્રસ્તુત કરતી નર્તકી
નવેમ્બર ૨૦૦૭માં ગીમેટ મ્યુઝીયમમાં શર્મીલા શર્મા અને રાજેન્દ્રકુમાર ગાંગણી દ્વારા પ્રસ્તુત કથક નૃત્ય નું એક ચિત્ર.

કથક (હીન્દી: कथक, ઉર્દૂ: کتھک) એ આઠ ભારતીય શાસ્ત્રીય નૃત્ય શૈલિઓમાંની એક છે. આ શિલિનુમ્ ઉદ્ગમ ઉત્તર ભારતના હાલના પાકિસ્તાન હેઠળના ક્ષેત્રોમાં થયું. આ નૃત્યના મૂળ પ્રાચીન કાળના ઉત્તર ભારતની કથક કે કથા કહેનારા વણજારાઓની ટોળી સુધી જાય છે. આ વણઝારા ગામડાઓના ચોકમાં, મંદિરોના પ્રાંગણમાં પોતાની કલા પ્રદર્શિત કરતાં તેઓ ખાસ કરીને પૌરાણીક કથાઓ, ધાર્મિક કથાઓ અને બોધ કથાઓને પોતાની મુદ્રાઓ અને ભાવ ભંગિમા દ્વારા પ્રસ્તુત કરતાં. આ એક ઉત્કૃષ્ટ નાટક હતું, જેમાં વાદ્યો અને ગાયન સાથે કલાત્મક મુદ્રાઓ કથાઓને જીવંત કરી દેતી હતી. આજની વિદ્યમાન કથક શૈલિમાં મંદિર અને ક્રિયાકાંડની અને ભક્તિ ચળવળની અસર જોવા મળે છે. ૧૬મી સદીની આસપાસ આ નૃત્ય શૈલિએ ફારસી નૃત્ય અને મધ્ય એશિયાના અમુક ચાલ પણ અપનાવ્યા જેમને તે કાળના મોગલ દરબારો દ્વારા લવાયા.

કથક નૃત્ય

આજકાલ કથક નૃત્યના મુખ્યત્વે ત્રણ ઘરાના છે, જ્યાંથી મોટા ભાગના નર્તકો પોતાની ઓળખ મેળવે છે: જયપુર, લખનૌ અને બનારસ ઘરાના (જેઓ કચવાહ રજપૂત રજવાડા, અવધના નવાબ અને વારાણસીના નવાબના દરબારમાં આશ્રય મેળવી વિકસ્યા). આ સિવાય રાયગઢ ઘરાના પણ પ્રચલિત બન્યો જે દરેક ઘરાનાની વિશિષ્ટતાઓ ધરાવે છે. પણ તેમની અમુક વિશિષ્ટ નૃત્ય રચનાને પરિણામે આ ઘરાના પ્રખ્યાત બન્યો.

કથક શબ્દ સંસ્કૃતના કથા શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે વાર્તા અને કથક નો અર્થ થાય છે વાર્તા કહેનાર કે કરનાર કે વાર્તાને સંબંધિત. કથા કહે સો કથક એવી કહેવત ઘણા શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને કહે છે, પણ તેનો અર્થ એમ પણ થાય છે, 'જેમાં કથા કહેવાય છે, તે છે કથક'.

સંદર્ભ[ફેરફાર કરો]

ભારતના શાસ્ત્રીય નૃત્યો
ઓડિસી નૃત્ય |કથક | કથકલી | કુચિપુડી નૃત્ય | ભરતનાટ્યમ | મણિપુરી નૃત્ય | મોહિનીયટ્ટમ | સત્રીયા નૃત્ય |