મોહિનીયટ્ટમ

વિકિપીડિયામાંથી
મોહિનીયટ્ટમ પ્રદર્શક
મોહિનીયટ્ટમની એક મુદ્રા

મોહિનીયટ્ટમ કે મોહિનીઅટ્ટમ (મલયાલમ മോഹിനിയാട്ടം), એ કેરળમાં વિકસીત એક પારંપારિક દક્ષિણ ભારતીય નૃત્ય છે. ભારતના આઠ પારંપારિક શાસ્ત્રીય નૃત્યો માંનો આ એક નૃત્ય છે. આનૃત્ય એન ખૂબ લાલિત્ય પૂર્ણ નૃત્ય છે અને તેને સ્ત્રીઓ દ્વાર જ એકલ નૃત્ય તરીકે પ્રસ્તુત કરાય છે.

મોહિનીયટ્ટમ એ સંજ્ઞા "મોહિની" શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે કે એવી સ્ત્રી જે લોકોને મંત્રમુગ્ધ કરે છે અને યટ્ટમ કે અટ્ટમ નો અર્થ છેશરીરનું મનમોહક અને લાલિત્ય પૂર્ણ હલન ચલન. "મોહિનીયટ્ટમ" આ નામનો અક્ષરસ૰ અર્થ થાય છે "મોહિનીનું નૃત્ય". વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરવાની બે કથાઓ પ્રચલિત છે.

એક કથામાં સાગર મંથન બાદ અસુરો દ્વારા થનાર અમૃતપાનને રોકવા માટે ભગવાન વિષ્ણુ એ મોહિની રૂપ ધારણ કર્યું. બીજી કથ અનુસાર ભગવન શિવને ભસ્માસૂરથીએ બચાવવા માટે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું.

મોહિની યટ્ટમ આ નામ કદાચ ભગવાન વિષ્ણુ ના મોહિની રૂપ પાછળ પડ્યું હોઇ શકે, નૃત્યની મુખ્ય સંકલ્પના પ્રભુની પ્રેમ અને ભક્તિ છે. આ નૃત્ય પ્રસ્તુતિના નાયક હમેંશા વિષ્ણુ અથવા કૃષ્ણ હોય છે. પ્રાચીન સમયમાં આ નૃત્યને દેવદાસીઓ દ્વારા મંદિરોમાં પ્રસ્તુત કરાતો હતો. પણ આનૃત્ય પર કુઠુ અને કોડીયટ્ટમનો પ્રભાવ જોવા મળે છે. મોહિનીયટ્ટમ એ નૃત્ય અને કવિતામાં ગૂંથાયેલ એક નાટક હોય છે.

આ નૃત્ય પર દક્ષિણ ભાર્તની બે નૃત્ય શૈલિ ભરતનાટ્યમ અને કથકલ્લી ની અસર જોવા મળે છે. આનૃત્યની સંકલ્પના રાજા સ્વાતિ તિરુનલના દરબારમાં તાંજાવુરના નૃત્ય ચતુષ્કોણમાં ના એક એવા વડીવેલુ દ્વારા તૈયાર કરવામાં આવી.

પહોળી કમરને ઝુલાવીને ઉર્ધ્વ શરીરની આજુબાજુની તરફ હળવું ચલનએ આ નૃત્યની વિશેષતા છે. જે કેરળની વિશેષતા એવા પામ (નારિયેળ) ના વૃક્ષને અને કેરલની નદીઓના વહેણના પ્રતીક સમી હોય છે. આમાં કુલ ૪૦ વિવિધ મૂળ ચાલ હોય છે જેને 'અટવુકલ' કહે છે.

આ નૃત્યનો પહેરવેશ સોનેરી જાડી કિનારી વાળી સફેદ સાડી રૂપે હોય છે જેને કસાવુ કહે છે. આ નૃત્ય પ્રાચીન સાહિત્યીક રચના હસ્ત લક્ષણ દીપીકાને અનુસરે છે જેમાં હાથની મુદ્રાઓ ઉપર વિસ્ત્રુત વિશ્લેષણ છે

આ નૃત્યના સંગીતમાં વિવિધ લય હોય છે જેને ચોલુ કહે છે. આ સંગીતનું ગાયન મણીપ્રવલમ ભાષામાં હોય ચે જે મલયાલમ અને સંસ્કૃતના મિશ્રણથી બને છે.


આ પણ જુઓ[ફેરફાર કરો]

ભારતના શાસ્ત્રીય નૃત્યો
ઓડિસી નૃત્ય |કથક | કથકલી | કુચિપુડી નૃત્ય | ભરતનાટ્યમ | મણિપુરી નૃત્ય | મોહિનીયટ્ટમ | સત્રીયા નૃત્ય |