લખાણ પર જાઓ

બેંક ઓફ બરોડા

વિકિપીડિયામાંથી
બેંક ઓફ બરોડા
પ્રકારસાર્વજનિક
બી.એસ.ઈ. અને એન.એસ.ઈ.
સ્થાપના૧૯૦૮
મુખ્યાલયબેંક ઓફ બરોડા,
વડોદરા કોર્પોરેટ કેન્દ્ર,
પ્લોટ સી-૨૬, જી-બ્લોક,
બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ, 
મુંબઈ, ભારત
મુખ્ય લોકોએમ ડી માલ્લ્યા, અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક
ઉત્પાદનોલોન, ક્રેડીટ કાર્ડ, બચત, નિવેશ વહન વગેરે
આવકIncrease ૧૪.૨ અબજ રૂ.
માલિકી૧૭૯૫ અબજ રૂ.
વેબસાઇટwww.bankofbaroda.com


બેંક ઓફ બરોડા ભારત દેશમાં આવેલી એક જાહેર ક્ષેત્રની બેંક છે. ભારતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક પછી તે આ ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી બેંક છે. આ બેંકની કુલ પરિસંપત્તિ ૧૭૮૫ અરબ રૂ., ૩૦૦૦ શાખાઓ અને કચેરીઓનું તંત્ર અને લગભગ ૧૦૦૦ થી વધુ એટીએમ છે. આ બેંક બેન્કિંગ સેવાઓમાં બેન્કિંગ ઉત્પાદન અને નાણાકીય સેવાઓથી લઇને કંપનીઓ અને છૂટક ગ્રાહકો માટે સેવાઓ પૂરી પાડે છે.

વડોદરા ના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આ બેંકની સ્થાપના ૨૦ જુલાઈ, ૧૯૦૮ના દિવસે માટે ગુજરાતના દેશી રાજ્ય વડોદરા (બરોડા)માં કરવામાં આવી હતી. આ બેંકનું અન્ય ૧૩ મુખ્ય વ્યાપારી બેન્કો સાથે ૧૯ જુલાઈ, ૧૯૬૯ના દિવસે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]