વિશ્વ બૌદ્ધિક સંપદા દિન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વિશ્વ બૌદ્ધિક સંપદા દિન, દર વર્ષે એપ્રિલ ૨૬નાં રોજ ઉજવવામાં આવે છે.[૧] આ પ્રસંગ સને.૨૦૦૧ માં વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (World Intellectual Property Organization) (WIPO) દ્વ્રારા સ્થાપિત કરવામાં આવ્યો.જેનો ઉદ્દેશ "આપણા રોજબરોજનાં જીવનમાં બૌદ્ધિક સંપદાના પ્રદાન વિશે જાગૃતિ લાવવાનો અને સંશોધકો તથા કલાકારો દ્વારા,વિશ્વભરમાં સમાજનાં વિકાસ માટે, કરાયેલા પ્રદાનની ઉજવણી કરવાનો છે".[૧] આ માટે એપ્રિલ ૨૬નો દિવસ નક્કિ કરાયો કારણકે સને.૧૯૭૦ માં આ દિને "વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન" ની સ્થાપના કરાયેલ.

વર્ષવાર, આ ઘટના સાથે સંકળાયેલ સંદેશ કે વિષય:

  • ૨૦૦૧ - આજે ભવિષ્યનું નિર્માણ
  • ૨૦૦૨ - સર્જનાત્મકતાને પ્રોત્સાહન
  • ૨૦૦૩ - બૌદ્ધિક સંપદાને તમારો વ્યવસાય બનાવો
  • ૨૦૦૪ - સર્જનાત્મકતાને ઉત્તેજન
  • ૨૦૦૫ - વિચારો (Think), કલ્પના કરો (Imagine), રચના કરો(Create)
  • ૨૦૦૬ - વિચાર વડે શરૂઆત થાય છે (It Starts With An Idea)
  • ૨૦૦૭ - સર્જનાત્મકતાને પ્રોત્સાહન
  • ૨૦૦૮ - નવીન સંશોધનની ઉજવણી અને બૌદ્ધિક સંપદાનાં સન્માનને [૨]
  • ૨૦૦૯ - હરીયાળું સંશોધન (Green Innovation)[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]