લખાણ પર જાઓ

ગેસ્ટાપો

વિકિપીડિયામાંથી

ગેસ્ટાપો (ટુંકાક્ષરો:(Gestapo) Geheime Staatspolizei-રાજ્યની છુપી પોલીસ)એ નાઝી જર્મનીની અધિકૃત છુપી પોલીસ હતી.જેનું સઘળું સંચાલન "એસ.એસ." તરીકે ઓળખાતા દળનાં હાથમાં હતું.

હીટલર જર્મનીનો વડો બન્યો અને સમજુતી પ્રમાણે 'હેરમાન ગોરિંગ' જર્મનીનો 'આંતરીક પ્રધાન' (ગૃહ પ્રધાન) બન્યો, જેથી જર્મનીનું વિશાળ પોલીસ દળ તેમનાં તાબામાં આવ્યું. ટુંક સમય બાદ ગોરિંગે રાજકીય અને ગુપ્તચર વિભાગને પોલીસ ખાતાથી અલગ પાડી નાખ્યા અને તેમાં નાઝીઓનીં મોટાપાયે ભરતી કરાઇ. એપ્રિલ ૨૬,૧૯૩૩નાં રોજ તેમણે આ બંન્ને વિભાગોને ફરીથી એક કરી અને "ગેસ્ટાપો"ની રચના કરી હતી. ગોરિંગની ઇચ્છા આ વિભાગનું નામ "છુપી પોલીસ કચેરી" (Geheimes Polizeiamt) રાખવાની હતી પરંતુ તે નામ રશિયન પોલીસ વિભાગનાં નામ સાથે મળતું આવતું હોવાથી રદ કરાયું.

ગેસ્ટાપોનો પ્રથમ વડો 'રુડોલ્ફ ડેલ્સ' (Rudolf Diels) હતો.