પેરિન કેપ્ટન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પેરિન કેપ્ટન
જન્મ૧૮૮૮ Edit this on Wikidata
માંડવી Edit this on Wikidata
મૃત્યુ૧૯૫૮ Edit this on Wikidata
અભ્યાસનું સ્થળમુંબઈ વિશ્વવિદ્યાલય, પેરિસ વિશ્વવિદ્યાલય (૧૮૯૬-૧૯૬૮) Edit this on Wikidata
વ્યવસાયશિક્ષણશાસ્ત્રી, ચળવળકાર, રાજકારણી&Nbsp;Edit this on Wikidata
પુરસ્કાર

પેરીન બેન કેપ્ટન (૧૮૮૮-૧૯૫૮) ભારતીય સ્વતંત્રતા સેનાની, સામાજિક કાર્યકર અને પ્રખ્યાત ભારતીય બૌદ્ધિક અને નેતા, દાદાભાઈ નવરોજીના પૌત્રી હતા.[૧] ભારત સરકારે તેમને ૧૯૫૪માં ચોથા સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર પદ્મશ્રી વડે સન્માનિત કર્યા હતા.[૨]

જીવન[ફેરફાર કરો]

પેરિન બેનનો જન્મ ૧૨ ઓક્ટોબર ૧૮૮૮ના રોજ[૩] એક પારસી કુટુંબમાં ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા માંડવીમાં થયો હતો.[૧] તેના પિતા અરદેશર તબીબ હતા અને દાદાભાઈ નવરોજીના સૌથી મોટા પુત્ર હતા અને તેમની માતા વીરબાઈ દાદીના ગૃહિણી હતા.[૪] આઠ બાળકોમાં તેઓ સૌથી મોટા હતા અને ૧૮૯૩માં જ્યારે તેમના પિતાનું અવસાન થયું ત્યારે તેઓ માત્ર ૫ વર્ષના હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં લીધું અને પછીથી યુનિવર્સિટી ઓફ પેરિસ III: સોર્બોન નુવેલેમાંથી ફ્રેંચમાં સ્નાતકની પદવી મેળવી. પેરિસમાં તેઓ મેડમ કામાના સંપર્કમાં આવ્યા અને તેમની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. અહેવાલો મુજબ વિનાયક દામોદર સાવરકરની લંડનમાં ધરપકડ થયા પછી તેમને મુક્ત કરવાની યોજનામાં તેઓ સામેલ હતા.[૫] આ સમય દરમિયાન, તેમણે સાવરકર અને ભીખાજી કામા સાથે ૧૯૧૦ની બ્રસેલ્સ ખાતેની ઇજિપ્તની રાષ્ટ્રીય કોંગ્રેસમાં હાજરી આપી હતી.[૬][૭] તેઓ પેરિસ સ્થિત પોલિશ શરણાર્થી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતી, જેઓ રશિયામાં ઝાર શાસન વિરુદ્ધ બળવો કરી રહ્યા હતા. ૧૯૧૧માં તેઓ ભારત પાછા ફર્યા પછી તેમને મહાત્મા ગાંધીને મળવાની તક મળી અને તેઓ તેમના આદર્શોથી પ્રભાવિત થયા. ૧૯૧૯ સુધીમાં તેમણે ગાંધીજી સાથે કામ કરવાનું શરૂ કર્યું અને ૧૯૨૦માં તેઓ સ્વદેશી આંદોલનમાં જોડાયા અને ખાદી પહેરવાનું શરૂ કર્યું. ૧૯૨૧માં, તેમણે રાષ્ટ્રીય સ્ત્રી સભાની સ્થાપના કરવામાં મદદ કરી, જે ગાંધીવાદી આદર્શો પર આધારીત મહિલા ચળવળ છે.[૮]

પેરિને ૧૯૨૫માં ધનજીશા એસ. કેપ્ટન નામના વકીલ સાથે લગ્ન કર્યા,[૧][૩] પરંતુ આ દંપતીને કોઈ સંતાન નહોતું.[૪] લગ્ન પછી તેમણે સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સંખ્યાબંધ કાઉન્સિલોમાં સેવા આપી. જ્યારે તેઓ ૧૯૩૦માં આ પદ માટે ચૂંટાઈ આવ્યા ત્યારે તેઓ બોમ્બે પ્રાંતીય કોંગ્રેસ સમિતિની પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. તેમણે મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરેલી નાગરિક અવગણના ચળવળમાં ભાગ લીધો હતો અને તેમને કેદ કરવામાં આવ્યા હતા. ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન અનેક કેદીઓ એ જેલ યાતના સહન કરી હતી, તેમાંથી તેઓ પ્રથમ હતા. ૧૯૩૦ના દાયકામાં જ્યારે ગાંધી સેવા સેનાની ફરીથી રચના કરવામાં આવી હતી, ત્યારે તેમને તેના માનદ મહામંત્રી બનાવવામાં આવ્યા હતા, જે પદ તેમણે ૧૯૫૮, તેમના મૃત્યુ સુધી, સંભાળ્યું હતું.

જ્યારે ભારત સરકારે ૧૯૫૪માં પદ્મ નાગરિક પુરસ્કારોની શરૂઆત કરી,[૯] ત્યારે પેરિન કેપ્ટન પદ્મશ્રી માટેના પુરસ્કારોની પ્રથમ સૂચિમાં શામેલ હતા.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "Stree Shakthi". Stree Shakthi. 2015. Retrieved 31 March 2015. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. "Padma Shri" (PDF). Padma Shri. 2015. Retrieved 11 November 2014. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ Anup Taneja (2005). Gandhi, Women, and the National Movement, 1920-47. Har-Anand Publications. p. 244. ISBN 9788124110768. Check date values in: |year= (મદદ)
  4. ૪.૦ ૪.૧ "Zoarastrians". Zoarastrians. 2015. Retrieved 1 April 2015. Check date values in: |accessdate=, |date= (મદદ)
  5. "Making Britain". The Open University. 2015. Retrieved 1 April 2015. Check date values in: |accessdate=, |date= (મદદ)
  6. Sikata Banerjee (2012). Make Me a Man!: Masculinity, Hinduism, and Nationalism in India. SUNY Press. p. 191. ISBN 9780791483695. Check date values in: |year= (મદદ)
  7. Bonnie G. Smith (Editor) (2008). The Oxford Encyclopedia of Women in World History: 4 Volume Set. Oxford University Press. p. 2752. ISBN 9780195148909. Check date values in: |year= (મદદ)CS1 maint: Extra text: authors list (link)
  8. "Shodganga" (PDF). Shodganga. 2015. Retrieved 1 April 2015. Check date values in: |accessdate=, |date= (મદદ)
  9. "Padma Awards System" (PDF). Press Information Bureau, Government of India. 2015. Retrieved 1 April 2015. Check date values in: |accessdate=, |date= (મદદ)