વિજય મર્ચંટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભારતીય ધ્વજ
વિજય મર્ચંટ
ભારત (IND)
વિજય મર્ચંટ
બેટિંગ સ્ટાઇલ જમણેરી બેટ્સમેન
બોલીંગ સ્ટાઇલ જમણેરી મધ્યમ
ટેસ્ટ મેચ પ્રથમ દરજ્જાનું ક્રિકેટ
મેચ ૧૦ ૧૫૦
બનાવેલા રન ૮૫૯ ૧૩૪૭૦
બેટિંગ એવરેજ ૪૭.૭૨ ૭૧.૬૪
૧૦૦/૫૦ ૩/૩ ૪૫/૫૨
ટોપ સ્કોર ૧૫૪ ૩૫૯*
નાખેલા બોલ ૫૪ ૫૦૮૭
વિકેટ - ૬૫
બોલિંગ એવરેજ - ૩૨.૧૨
ઇનિંગમાં ૫ વિકેટ -
મેચમાં ૧૦ વિકેટ - -
ઉત્તમ બોલિંગ - ૫/૭૩
કેચ/સ્ટમ્પીંગ ૭/- ૧૧૫/-

ટેસ્ટ પ્રવેશ: ડીસેમ્બર ૧૫, ૧૯૩૩
છેલ્લી ટેસ્ટમેચ: નવેમ્બર ૨, ૧૯૫૧
સ્ત્રોત: Cricinfo

</noinclude>

વિજયસિંહ માધવજી મર્ચંટ About this sound ઉચ્ચાર  (ઓક્ટોબર ૧૨, ૧૯૧૧ - ઓક્ટોબર ૨૭, ૧૯૮૭), ભારતીય ક્રિકેટર હતા.

ઘરેલૂ ક્રિકેટ[ફેરફાર કરો]

વિજય મર્ચંટ મુંબઈની સિડનહેમ કોલેજમાં ભણતી વખતે તેની ટીમના કેપ્ટન હતાં. ત્યાંની સફળતા તેમને ૧૯૨૯ના બોમ્બે ક્વોડ્રેંગ્યુલરની હિંદુ ક્રિકેટ ટીમ સુધી લઈ ગઈ. તેમણે ૧૯૩૧ સુધી સિડનહેમ કોલેજ માટે રમ્યાં. આંતર કોલેજે સ્પર્ધામાં તેમણે ૫૦૪ રન અને ૩૧ વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો. તેમની સફળતાએ તેમને ભારતની ટીમમાં સ્થાન અપાયું જે પ્રવાસી ઈંગ્લેંડની ભારત ભૂમિ પરની પ્રથમ મેચ હતી અને બોમ્બે જીમખાનામાં રમાઈ હતી. [૧] તેમની કારકીર્દી દરમ્યાન તેમના જેવા જ ધુરંધર ક્રિકેટર વિજય હઝારે સાથે તેમને અંટસ રહી. હજારે એ બોમ્બે પેંટાંગ્યુલર માં રમતા હિંદુ ટીમ વિરુદ્ધ ૩૦૯ રન કર્યાં, પણ વિજય મર્ચંટએ રણજી ટ્રોફીમાં મહરાષ્ટ્ર વિરુદ્ધ રમતાં ૩૫૯ રન કર્યાં.[૨]

આંતરરાષ્ટ્રીય કારકીર્દિ[ફેરફાર કરો]

વિજય મર્ચંટની ટેસ્ટ કારકીર્દી ૧૮ વર્ષની રહી પણ તેઓ ૧૦ ટેસ્ટ મેચ જ રમ્યાં, તેઓ કમનસીબ હતાં કે તેમની કારકીર્દીના શ્રેષ્ઠ વર્શો દરમ્યાન બીજો વિશ્વ વિગ્રહ ચાલુ હતો, તે સમય દર્મ્યાન કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ન રમાઈ હતી. તેમની તબિયત બગડેલી હોવાને કારણે તેઓ ઓસ્ટ્રેલિયા તેમ જ વેસ્ટ ઇંડીઝના પ્રવાસમાં રમવા જઇ શક્યા ન હતા. આમ છતાં પણ, મર્ચંટ તેમની અંતિમ ટેસ્ટ મેચ દિલ્હી ખાતે ઇંગ્લેન્ડ સામે રમ્યા, ત્યારે બેટિંગ કરતી વખતે તેમણે ૧૫૪ રનનો જુમલો કર્યો હતો, જે તેમની ટેસ્ટ કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ જુમલો છે. તેમને આ ટેસ્ટ મેચની રમત દરમ્યાન ક્ષેત્રરક્ષણ કરતી વખતે ખભામાં ઇજા થવાથી તેમને ટેસ્ટ ક્રિકેટર તરીકે રમતમાંથી નિવૃત્તિ લેવાની ફરજ પડી હતી. વિજય મર્ચંટ પોતાની કારકિર્દીમાં જે ૧૦ ટેસ્ટ મેચો રમ્યા હતા, એ બધી મેચો ઇંગ્લેન્ડની ટીમ સામે રમાઇ હતી.

વારસો[ફેરફાર કરો]

ભલે વિજય મર્ચંટ માત્ર ૧૦ ટેસ્ટ મેચ રમ્યાં પણે તેમને એ જમાના મહાન બેટ્સમેન માનવામાં આવે છે. પ્રથમ દરજ્જાની તેમને બેટીંગ એવરેજ ૭૧.૬૪ હતી જે ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેન પછી બીજા ક્રમે છે. ભારતની રણજી શ્રેણીમાં તો એમનો દેખાવ આના કરતં પણ સારો છે જેની ૪૭ પારીની સરાસરી ૯૮.૭૫ છે. તેમનો દેખાવ વધુ સારો છે કેમકે તે વણઢંકાયેલી વિકેટના સમયનો છે.તેઓ ૧૯૩૭ ના વિસડેન ક્રિકેટર ઓફ ધ યર માં ટોચના પાંચ ક્રિકેટવીરમાં ના એક્અ હતાં. તેઓ સૌથી મોટી ઉમરે સદી નોંધાવનાર ભારતીય કૃકેટવીર છે. (૪૧ વર્ષ ૨૧ દિવસની ઉંમરે તેમણે ઇંગલેંડ વિરુદ્ધ ૧૯૫૧-૫૨ માં ૧૫૪ રન ફટકાર્યાં)

અંગત જીવન[ફેરફાર કરો]

વિજય મર્ચંટનું ખરૂં નામ 'વિજય માધવજી ઠાકરશી' હતું (Vijay Madhavji Thakersey).[૩] તેમના ભાઈ, ઉદય મર્ચંટ (Uday Merchant, પણ પ્રથમ દરજ્જાનું ક્રિકેટ રમેલા.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://content-usa.cricinfo.com/india/content/story/154658.html
  2. બિઝીબી ફોરએવર.કોમ
  3. સંદર્ભ ત્રુટિ: અમાન્ય <ref> ટેગ; autogenerated1નામના સંદર્ભ માટે કોઈ પણ લેખન અપાયું નથી