કામિની રોય

વિકિપીડિયામાંથી
કામિની રોય
কামিনী রায়
જન્મની વિગત(1864-10-12)12 October 1864
બસુંડા, ઝાલોકાતી, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત
મૃત્યુ27 September 1933(1933-09-27) (ઉંમર 68)
હજારીબાગ, બિહાર અને ઓરિસ્સા પ્રાંત, બ્રિટીશ ભારત
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ સંસ્થાબેથુન કૉલેજ
કલકત્તા વિશ્વવિદ્યાલય
વ્યવસાયકવિ, વિદ્વાન
નોંધપાત્ર કાર્ય
અલો છાયા
જીવનસાથીકેદારનાથ રોય

કામિની રોય (૧૨ ઓક્ટોબર ૧૮૬૪ – ૨૭ સપ્ટેમ્બર ૧૯૩૩) બ્રિટિશ ભારતમાં બંગાળી કવયિત્રી, સામાજિક કાર્યકર અને નારીવાદી હતા. તેઓ બ્રિટિશ ભારતમાં પ્રથમ મહિલા ઓનર્સ સ્નાતક હતા.[૧][૨]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૨ ઓક્ટોબર ૧૮૬૪ના રોજ બસુંડા ગામમાં થયો હતો, જે તે સમયે બંગાળ પ્રેસિડેન્સીના બેકરગંજ જિલ્લામાં અને વર્તમાન બાંગ્લાદેશના ઝાલોકાતી જિલ્લામાં આવેલું હતું. રોય ૧૮૮૩માં બેથુન કોલેજીએટ સ્કૂલમાં જોડાયા હતા. બ્રિટિશ ઇન્ડિયામાં શાળાએ જનારી પ્રથમ વિદ્યાર્થીનીઓ પૈકીના એક, તેમણે ૧૮૮૬માં કલકત્તા યુનિવર્સિટીની બેથુન કોલેજમાંથી સંસ્કૃત ઓનર્સ સાથે બેચલર ઓફ આર્ટ્સની પદવી મેળવી હતી અને તે જ વર્ષે ત્યાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું હતું. દેશની દ્વિતીય મહિલા ઓનર્સ ગ્રેજ્યુએટ કાદમ્બિની ગાંગુલીએ રોયથી ત્રણ વર્ષ ઉપલા વર્ગમાં આ જ સંસ્થામાં હાજરી આપી હતી.[૨]

તેમના ભાઈ નિસિથચંદ્ર સેન કલકત્તા હાઈકોર્ટમાં પ્રખ્યાત બેરિસ્ટર હતા, અને પછીથી કલકત્તાના મેયર બન્યા હતા, જ્યારે તેમના બહેન જામિની નેપાળી રાજવી પરિવારના પારિવારીક ચિકિત્સક રહ્યા હતા. ૧૮૯૪માં કામિની રોયે કેદારનાથ રોય સાથે લગ્ન કર્યા હતા.[૨]

લેખન અને નારીવાદ[ફેરફાર કરો]

બેથુન સ્કૂલ અને કોલેજ, પ્રથમ મહિલા ગીતકાર કામિની રોય (૧૮૬૪-૧૯૩૩) પર ગર્વ અનુભવશે, જેમણે ૧૮૮૦થી કંપોઝ કરવાનું શરૂ કર્યું હતું અને ૧૮૮૯માં તેમનું અલો છાયા પ્રકાશિત કર્યું હતું, જેણે સ્ત્રીના આત્મસાક્ષાત્કારની વિશિષ્ટતાથી સાહિત્યજગતમાં તેની દુર્લભ સંવેદનાઓથી ખળભળાટ મચાવી દીધો હતો. કામિની રોયે લગભગ પચાસ વર્ષ સુધી પોતાની કલમથી કામ કર્યું હતું અને નારીત્વની નવી પેઢીનો ઉદય થતો જોયો હતો, જે તેમના મૂળ સર્જનો દ્વારા બંગાળના સામાજિક, કલાત્મક અને સાહિત્યિક જીવનને સમૃદ્ધ બનાવે છે.

— ૧૯૪૯ના બેથુન સ્કૂલ ઍન્ડ કૉલેજ શતાબ્દી ગ્રંથનો પરિચય માં કાલિદાસ નાગ, ૧૯૪૯

તેમણે બેથુન સ્કૂલ ખાતે સાથી વિદ્યાર્થી અબાલા બોઝ પાસેથી નારીવાદના પાઠ શીખ્યા હતા. કલકત્તાની એક કન્યા શાળા સાથે વાત કરતા રોયે જણાવ્યું હતું કે, ભારતી રેએ પાછળથી તેની વ્યાખ્યા આપી હતી તે મુજબ, "મહિલા શિક્ષણનો ઉદ્દેશ તેમના સર્વાંગી વિકાસ અને તેમની સંભવિતતાની પૂર્તિમાં ફાળો આપવાનો હતો."[૩]

ધ ફ્રૂટ ઑવ ધ ટ્રી ઑફ નોલેજ નામના બંગાળી નિબંધમાં એમણે લખ્યું હતું કે,

પુરુષોની શાસન કરવાની ઇચ્છા એ સ્ત્રીઓના જ્ઞાનપ્રાપ્તિનો મુખ્ય અવરોધ છે… તેમને મહિલાઓની મુક્તિ પર અત્યંત શંકા હોય છે. કેમ? એ જ જૂનો ભય – 'એવું ન થાય કે તેઓ આપણા જેવા થઈ જાય.'[૪]

૧૯૨૧માં, તેઓ કુમુદિની મિત્રા (બાસુ) અને મૃણાલિની સેન સાથે મહિલાઓના મતાધિકાર માટે લડવા માટે રચાયેલા સંગઠન બંગિયા નારી સમાજના નેતાઓ પૈકીના એક હતા. બંગાળ વિધાન પરિષદે ૧૯૨૫માં સ્ત્રીઓને મર્યાદિત મતાધિકાર આપ્યો હતો, જેમાં ૧૯૨૬ની ભારતીય સામાન્ય ચૂંટણીઓમાં બંગાળી સ્ત્રીઓને પ્રથમ વખત તેમના અધિકારનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી હતી.[૩] તેઓ મહિલા શ્રમ તપાસ પંચ (૧૯૨૨-૨૩)ના સભ્ય હતા.[૨]

સન્માન[ફેરફાર કરો]

તેઓ ૧૯૩૦માં બંગાળી સાહિત્ય પરિષદના પ્રમુખ અને ૧૯૩૨-૩૩માં બંગિયા સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ પદે રહ્યા હતા.[૨] તેઓ કવિ રવિન્દ્રનાથ ટાગોર અને સંસ્કૃત સાહિત્યથી પ્રભાવિત હતા. કલકત્તા વિશ્વવિદ્યાલયે તેમને જગતતારિણી સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કર્યા હતા.[૨]

૧૨ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ, ગૂગલે રોયને તેમની ૧૫૫મી જન્મજયંતિ પર ગૂગલ ડૂડલ સાથે યાદ કર્યા હતા. ગૂગલ ડૂગલની સાથે તેમનું એક અવતરણ "શા માટે કોઈ સ્ત્રીને ઘરમાં જ મર્યાદિત રાખવી જોઈએ અને સમાજમાં તેના યોગ્ય સ્થાનને નકારી કાઢવું જોઈએ?" ટાંકવામાં આવ્યું હતું.[૫]

સર્જન[ફેરફાર કરો]

તેમની કેટલીક નોંધપાત્ર સાહિત્યિક કૃતિઓ નીચે મુજબ છે.

  • મહાશ્વેતા, પુન્ડોરિક
  • પૌરાણિકી
  • દ્વિપ ઓ ધુપ
  • જીવન પાથેય
  • નિર્માલ્ય
  • માલ્ય ઓ નિર્માલ્ય
  • અશોક સંગીત
  • ગુંજન (બાળ પુસ્તક)
  • બાલિકા સિખાર આદર્શ (નિબંધો)

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Sarna, Jasveen Kaur (7 July 2017). "Kamini Roy: Poet, Teacher And The First Woman Honours Graduate In British India". Feminist India. મૂળ સંગ્રહિત માંથી 24 September 2018 પર સંગ્રહિત. મેળવેલ 24 September 2018.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ Sengupta, Subodh Chandra and Bose, Anjali (editors), 1976/1998, Sansad Bangali Charitabhidhan (Biographical dictionary) Vol I, (in બંગાળી), p83, ISBN 81-85626-65-0
  3. ૩.૦ ૩.૧ Ray, Bharati (1990). "Women in Calcutta: the Years of Change". માં Chaudhuri, Sukanta (સંપાદક). Calcutta: The Living City. II: The Present and Future. Oxford University Press. પૃષ્ઠ 36–37. ISBN 978-0-19-563697-0.
  4. This has been included in an English book Talking of Power - Early Writings of Bengali Women from the Mid-Nineteenth Century to the Beginning of the Twentieth Century edited by Malini Bhattacharya and Abhijit Sen.
  5. "Kamini Roy's 155th Birthday". Google. 12 October 2019. મેળવેલ 12 October 2019.

પૂરક વાંચન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]