લખાણ પર જાઓ

કાદમ્બિની ગાંગુલી

વિકિપીડિયામાંથી
કાદમ્બિની ગાંગુલી
જન્મની વિગત
કાદમ્બિની બાસુ

૧૮ જુલાઈ ૧૮૬૧[]
ભાગલપુર, બ્રિટીશ ભારત
મૃત્યુ3 October 1923(1923-10-03) (ઉંમર 62)
કલકત્તા, બંગાળ પ્રેસીડેન્સી, બ્રિટીશ ભારત
શિક્ષણ સંસ્થાબેથુન કોલેજીએટ સ્કૂલ
કલકત્તા વિશ્વવિદ્યાલય
વ્યવસાયડૉક્ટર, મહિલા મુક્તિ
જીવનસાથીદ્વારકાનાથ ગાંગુલી

કાદમ્બિની ગાંગુલી (બંગાળી: কাদম্বিনী গাঙ্গুলি; ૧૮ જુલાઈ ૧૮૬૧ – ૩ ઓક્ટોબર ૧૯૨૩)[] ભારત સહિત સમગ્ર બ્રિટીશ સામ્રાજ્યના દ્વિતીય મહિલા ચિકિત્સક હતા.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

કાદમ્બિની ગાંગુલીનો જન્મ ૧૮ જુલાઈ ૧૮૬૧ના રોજ બિહારના ભાગલપુર ખાતે બ્રહ્મ સમાજ સુધારક વ્રજકિશોર બાસુને ત્યાં થયો હતો. તેમનો પરિવાર મૂળ બરિસાલ જિલ્લાના ચાંદસીનો હતો, જે વર્તમાનમાં બાંગ્લાદેશમાં આવેલ છે. તેમના પિતા ભાગલપુર શાળાના મુખ્યશિક્ષક હતા. તેમણે અભય ચરણ મલ્લિક સાથે મળીને ૧૮૬૩માં ભાગલપુર મહિલા સમિતિ નામના મહિલા સંગઠનની સ્થાપના કરી દેશમાં મહિલાઓની મુક્તિ માટે આંદોલન શરૂ કર્યું.

કાદમ્બિનીએ તેમના પ્રારંભિક શિક્ષણની શરૂઆત બંગ મહિલા વિદ્યાલયથી કરી. ૧૮૭૮માં બેથુન કોલેજીએટ સ્કૂલમાંથી કલકત્તા વિશ્વવિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરનારા પ્રથમ મહિલા બન્યાં. તેઓ ચંદ્રમુખી બાસુ સાથે બેથુન કોલેજીએટ સ્કૂલમાંથી સ્નાતકની પરીક્ષા પાસ કરી દેશના પ્રથમ મહિલા સ્નાતક બન્યા.[]

તબીબી શિક્ષણ અને કારકિર્દી

[ફેરફાર કરો]

ગાંગુલીએ કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી ચિકિત્સાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ૧૮૮૬માં તેમને બંગાળ મેડિકલ કોલેજ તરફથી સ્નાતકની પદવી એનાયત કરવામાં આવી. તેઓ આનંદી ગોપાલ જોષી સાથે પશ્ચિમી તબીબી શિક્ષણ લઇ સ્નાતક થનાર દ્વિતીય ભારતીય મહિલા બન્યા. કાદમ્બિનીને શિક્ષણ કર્મચારીઓ અને રુઢિવાદી વર્ગના વિરોધનો સામનો કરવો પડ્યો. ૧૮૯૨માં તેમણે યુનાઈટેડ કિંગડમનો પ્રવાસ કર્યો અને LRCP (એડિનબર્ગ), LRCS (ગ્લાસગો), અને GFPS (ડબલીન)ની યોગ્યતા પ્રાપ્ત કર્યા બાદ ભારત પરત ફર્યા. લેડી ડફરીન હોસ્પિટલમાં સેવારત રહ્યા બાદ તેઓએ અંગત પ્રેક્ટીસની શરૂઆત કરી.

સામાજિક પ્રવૃત્તિઓ

[ફેરફાર કરો]

૧૮૮૩માં તેમણે બ્રહ્મ સમાજ સુધારક દ્વારકાનાથ ગાંગુલી સાથે લગ્ન કર્યા. દ્વારકાનાથ પૂર્વીય વિસ્તારની મહિલા ખાણમજૂરોની સ્થિતિમાં સુધાર લાવવાના સામાજિક આંદોલનોમાં સક્રિય હતા. કાદમ્બિની ૧૮૮૯માં આયોજીત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પાંચમા સંમેલનમાં સામેલ ૬ મહિલા પ્રતિનિધિઓ પૈકી એક હતાં. ૧૯૦૬માં તેમણે બંગાળ વિભાજન બાદ બંગાળમાં મહિલા સંમેલનનું આયોજન પણ કર્યું હતું. દક્ષિણ આફ્રિકાના રંગભેદના આંદોલનોને સહાય કરવા માટે તેમણે કલકત્તામાં ફાળો ઉઘરાવવાની કામગીરી પણ કરી હતી.

૩ ઓક્ટોબર ૧૯૨૩ના રોજ કલકતા ખાતે તેમનું અવસાન થયું હતું.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Karlekar, Malavika (2012). "Anatomy of a Change: Early Women Doctors". India International Centre Quarterly. 39 (3/4): 95–106. JSTOR 24394278.
  2. SEN, B.K. (September 2014). "KADAMBINI GANGULY – AN ILLUSTRIOUS LADY" (PDF). Science and Culture - Indian Science News Organization. મૂળ (PDF) માંથી 2020-03-29 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-27.
  3. "Archived copy". મૂળ માંથી 18 ઓક્ટોબર 2006 પર સંગ્રહિત. મેળવેલ 5 નવેમ્બર 2006.CS1 maint: archived copy as title (link)