લખાણ પર જાઓ

સુશીલા ગણેશ માવળંકર

વિકિપીડિયામાંથી
સુશીલા ગણેશ માવળંકર
અમદાવાદ (લોકસભા મતવિસ્તાર)થી પ્રથમ લોકસભાના સભ્ય
પદ પર
૧૯૫૬ – ૧૯૫૭
પુરોગામી
અનુગામીઇન્દુલાલ યાજ્ઞિક
અંગત વિગતો
જન્મ(1904-08-04)4 August 1904
બોમ્બે સ્ટેટ, ભારત
મૃત્યુ11 December 1995(1995-12-11) (ઉંમર 91)
અમદાવાદ, ગુજરાત, India
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીગણેશ વાસુદેવ માવળંકર
સંતાનોપુરુષોત્તમ માવળંકર

સુશીલા ગણેશ માવળંકર (૪ ઓગસ્ટ ૧૯૦૪ – ૧૧ ડિસેમ્બર ૧૯૯૫) ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ ૧૯૫૬ માં પ્રથમ લોકસભામાં અમદાવાદ લોકસભા મતવિસ્તારથી બિનહરીફ ચૂંટાયા હતા.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

રામકૃષ્ણ ગોપીનાથ ગુર્જર દાતેની પુત્રી સુશીલાનો જન્મ ૪ ઓગસ્ટ, ૧૯૦૪ના રોજ બોમ્બે સ્ટેટમાં થયો હતો તેમણે પૂર્વ મેટ્રિક સ્તર સુધી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

સુશીલા માવળંકરે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને મહાત્મા ગાંધીના આહ્વાન પર ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો, જેના કારણે બ્રિટિશ અધિકારીઓએ તેમને જેલમાં ધકેલી દીધા હતા.[] તેમણે જૂન ૧૯૫૩માં યોજાયેલા મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજ્યાભિષેકમાં હાજરી આપી હતી.[]

ફેબ્રુઆરી ૧૯૫૬માં તેમના પતિ ગણેશ માવળંકરના નિધનથી અમદાવાદ લોકસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સુશીલા માવલંકરને મેદાનમાં ઉતાર્યા હતા અને તેઓ પ્રથમ લોકસભામાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.[][] પછીના વર્ષે તેમનો કાર્યકાળ પૂરો થયો હતો.[] તેમણે ભગિની સમાજના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી અને અન્ય કેટલીક સામાજિક સંસ્થાઓના સભ્ય પણ હતા.[]

અંગત જીવન

[ફેરફાર કરો]

સુશીલાએ માર્ચ ૧૯૨૧માં ગણેશ વાસુદેવ માવળંકર સાથે લગ્ન કર્યા હતા. માવળંકર દંપતીને ચાર પુત્રો હતા.[] ગણેશ માવળંકર લોકસભાના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. ૧૧ ડિસેમ્બર ૧૯૯૫ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.[] તેમના પુત્ર પુરુષોત્તમ માવળંકર પણ સાંસદ સભ્ય રહ્યા હતા.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ Jain, C. K. (1993). Women Parliamentarians in India. Surjeet Publications. પૃષ્ઠ 697.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "Obituary References". Parliament of India. 22 December 1995. મેળવેલ 25 November 2017. CS1 maint: discouraged parameter (link)
  3. Results of Bye-elections. Election Commission of India. 1957. પૃષ્ઠ 11.
  4. Gazette of India. Controller of Publications. 1956. પૃષ્ઠ 615.
  5. Press Trust of India (15 May 2002). "Pusushottam Mavalankar passes away". The Times of India. મેળવેલ 25 November 2017. CS1 maint: discouraged parameter (link)