ચે ગૂવેરા
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
અર્નેસ્ટો "ચે" ગૂવેરા (જૂન 14,[૧] 1928 – ઑક્ટોબર 9, 1967) ચે ગૂવેરા , એલ ચે , અથવા માત્ર ચે , તરીકે જાણીતા આર્જેન્ટેનિયન માર્કસવાદી ક્રાંતિકારી, ડૉક્ટર, લેખક, બૈદ્ધિક, ગેરિલા નેતા, લશ્કરી વ્યુહબાજ, અને ક્યુબન ક્રાંતિમાં મહત્વનું પ્રદાન આપનાર નેતા હતા. તેમના મૃત્યુ બાદ તેમનો ચહેરો, મુખમુદ્રા કાઉન્ટરકલ્ચર તેમજ જાણીતી સંસ્કૃતિઓની અંદર એક પ્રતિક અને વૈશ્વિક ચિન્હ સમાન છે.[૨]
એક યુવા તબીબી વિદ્યાર્થી, તરીકે ગૂવેરાએ સમગ્ર લેટીન અમેરિકામાં પ્રવાસ કર્યો હતો અને તેમણે જોયેલી ગરીબીથી તેઓ દ્રવી ઉઠ્યા.[૩] પ્રવાસ દરમિયાન તેમના અનુભવો અને નિરિક્ષણો તેમને એ તારણ પર પહોંચાડ્યા કે પ્રાંતમાં આર્થિક અસમાનતા છે જે મુડીવાદના ઈજારા, નુતન સંસ્થાનવાદ, અને સામ્રાજ્યવાદના કારણે ઉદભવી છે. જેને દૂર કરવાનો એક માત્ર રસ્તો વૈશ્વિક ક્રાંતિ છે.[૪] તેમની આ માન્યતાને કારણે તેઓ ગ્વાટેમાલામાં પ્રમુખ જેકોબો અર્બેન્ઝ ગુઝમેન સાથે મળી સામાજિક પરિવર્તનના કાર્યમાં શામેલ થયા, જો કે, સીઆઈએ(CIA)-ના સાથીદારો મળીને જેકોબોની સત્તા ઉથલાવી દીધી હતી. બાદમાં, મેક્સિકો સિટીમાં વસવાટ દરમિયાન તેઓ રાઉલ અને ફિડેલ કાસ્ટ્રોને મળ્યા અને તેમની 26 જુલાઈ ચળવળમાં શામેલ થયા. તેમણે ક્યૂબા પર ગ્રામા મારફતે ચડાઈ કરી. તેમનો ઈરાદો અમેરિકાનું સમર્થન ધરાવતા ક્યુબન સરમુખત્યાર ફુલજેસીયો બાતિસ્તાને પદભ્રષ્ટ કરવાનો હતો.[૫] ગૂવેરા ત્યાર બાદ બળવાખોરોમાં ઝડપથી લોકપ્રિય થઈ ગયા, જેને કારણે તેઓ બીજા નંબરના શક્તિશાળી કમાન્ડર બન્યા. તેમણે બાતીસ્તા સરકાર સામે બે વર્ષ સુધી ગેરિલા યુદ્ધ ચલાવ્યું જેમાં તેમની મહત્વની ભૂમિકાને કારણે તેઓ આટલા લોકપ્રિય થયા.[૬]
ક્યુબન ક્રાંતિ બાદ, નવી સરકારમાં ગૂવેરાએ કેટલીય મહત્વની ભૂમિકા ભજવી. જેમાં વિનંતીઓની સમિક્ષા અને ક્રાંતિકારી ટ્રીબ્યુનલમાં ગુનેગાર સાબિત થયેલા યુદ્ધ ગુનેગારોને ફાયરિંગ સ્કવોડ સમક્ષ હાજર કરવા, ઉદ્યોગપ્રધાન તરીકે અગ્રેઅરિઅન (જમીનને લગતા) સુધારાની સ્થાપના કરવી[૭] તેમજ રાષ્ટ્રીય બેંકના પ્રમુખ તેમજ ક્યુબાની શસ્ત્ર સેનાના ડિરેક્રટર તરીકે ક્યુબન સમાજવાદના રાજદ્રારી પ્રતિનિધિ તરીકે વિશ્વની યાત્રા કરવાના કાર્યોનો સમાવેશ થતો હતો. તેમના આ પ્રકારના પદને કારણે ક્યુબન સૈન્યની ટ્રેનિંગમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી આ સૈન્યએ બે ઓફ પીગ્સ ચડાઈ[૮] અને સોવિયેટની પરમાણુ શસ્ત્ર ધરાવતી ખંડીય મિસાઈલ ક્યુબામાં લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ મિસાઈલને કારણે 1962માં ક્યુબા મિસાઈલ સંકટ ઉભૂં થયું હતું.[૯] આ ઉપરાંત, તેઓ એક સિદ્ધહસ્ત લેખક અને ડાયરી લખનાર લેખક હતા. તેમણે ગેરિલા યુદ્ધની પરિસ્થિતિ અંગે મેન્યુઅલ લખ્યું. આ ઉપરાંત તેમણે પોતાની દક્ષિણ અમેરિકાની મોટરસાયકલ યાત્રાની યાદો લખી જે વિશ્વમાં ખૂબ પ્રચલિત થઈ છે. 1965માં તેમણે ક્યુબા છોડી દીધું અને કોંગો-કિનશાસામાં ક્રાંતિ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો બાદમાં બોલિવિયા કે જ્યાં તેમને પકડીને સીઆઈએ (CIA)ની મદદ ધરાવતા બોલિવિયન સેન્યએ તેને પકડીને મૃત્યદંડ આપી દીધો હતો.[૧૦]
ગૂવેરા માટે કેટલાય લોકો પુજ્ય ભાવ ધરાવે છે તો કેટલાક નિંદા કરે છે. તેમના વિચારો કેટલાય લોકો દ્વારા લખાયેલી જીવનકથા, યાદો, નિબંધો, ડોક્યુમેન્ટ્રી, ગીતો અને ફિલ્મોને કારણે તેઓ હંમેશા ચર્ચાતા રહ્યાં છે. ટાઈમ મેગેઝિન દ્વારા તેમને 20મી સદીની સૌથી 100 પ્રભાવશાળી વ્યકિતઓની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. [૧૧] જ્યારે અલ્બાર્ટો કોર્ડો દ્વારા લેવામાં આવેલો ગુરિલેરો હિરોઈકો (બતાવવામાં આવેલો), ફોટોગ્રાફને વિશ્વનો સૌથી પ્રખ્યાત ફોટોગ્રાફ જાહેર કરવામાં આવ્યો છે."[૧૨]
પૂર્વજીવન
[ફેરફાર કરો]
અર્નેસ્ટો ગૂવેરાનો જન્મ સેલિયા ડિ લા સેરના વાય લોસા અને એર્નેસ્ટો ગૂવેરા લિંચના ઘરે 14 જૂન, 1928[૧]ના રોજ આર્જેન્ટીનાના રોસારિયો ખાતે થયો હતો. તેઓ પાંચ બાળકો ધરાવતા સ્પેનિશ પરિવારના સભ્ય હતા. તેમનું પરિવાર બાસ્કે અને આઈરીસ વંશ પણ ધરાવતું હતું.[૧૩] તેમના માતાપિતાની અટકને કારણે તેમનું કાયદેસરનું નામ (અર્નેસ્ટો ગૂવેરા) કેટલીક વખત ડિ લા સેરના અને લિંચ સાથે લેવાય છે. તો ચેના "આરામ નહીં કરવાની" પ્રકૃતિ અંગે તેમના પિતાએ નોંધ્યું હતું કે મારા પુત્રના લોહીમાં આઈરીસ બળવાખોરીનું લોહી વહે છે.[૧૪] અર્નેસ્ટોની શરૂઆતની જિંદગીમાં જ તેઓ ગરીબી પ્રત્યે ખૂબ અનુકંપા ધરાવતા હતા.[૧૫] ડાબેરી વિચારધારામાં ઉછેર પામેલા ગૂવેરાને તે સમયે પણ વધુ વિશાળ માત્રામાં રાજકીય સમજ મળી શકે તેવું વાતાવરણ મળ્યું હતું.[૧૬] તેમના પિતા, સ્પેનિશ સિવિલ વોર તરફથી રિપબ્લિકન હતા. તેઓ ગૂવેરાના ઘરે બેઠકો યોજતા હતા.[૧૭]
તેમના સમગ્ર જીવન દરમિયાન અસ્થમાની બિમારી રહી હતી. આમ છતાં તેઓ એક રમતવીર તરીકે સ્વિમિંગ, ફુટબોલ, ગોલ્ફ અને શૂટિંગમાં ભાગ લેતા હતા. , સ્વિમર, ફૂટબોલર, ગોલ્ડ ઉપરાંત તેઓ એક સારા સાયકલિસ્ટ પણ હતા.[૧૮][૧૯] તેઓ એક રગ્બી યુનિયન ખેલાડી હતા. તેણે બ્યુનો એરિસ યુનિવર્સિટી તરફથી ફ્લાય હાફમાં ભાગ લીધો હતો.[૨૦] આ રગ્બીને કારણે તેમને "ફુસેર"નું ઉપનામ મળ્યું હતું. જે અલ ફ્યુરીબુંડો (રેગિંગ)નું ટુંકાક્ષરી નામ હતું. આ ઉપરાંત તેમની માતાની અટક , ડિ લા સેરનાને તેમની આક્રમક રમતની પદ્ધતિનું નામ મળ્યું.[૨૧] તેમની શાળાના સાથીદારો તેમને "ચાંચો" ("ડુક્કર"), પણ કહેતા હતા કારણ કે તેઓ ભાગ્યે જ સ્નાન કરતા હતા અને ગર્વ પણે "વીક્લી શર્ટ" પહેરતા હતા.
ગૂવેરા તેમના પિતા તરફથી ચેસ શીખ્યા હતા.અને 12 વર્ષની વયે સ્થાનિક ટુર્નામેન્ટમાં ભાગ લેતા થયા હતા. બાલ્યાવસ્થા અને તેમની સમગ્ર જીંદગી દરમિયાન તેઓ કાવ્ય પ્રત્યે આકર્ષાયેલા રહ્યાં. ખાસ કરીને તેઓ પાબ્લો નેરુદા, જ્હોન કિટ્સ, એન્ટોનિયો મચાડો, ફેડેરિકો ગાર્સિયા લોર્કા, ગ્રાબિયેલા મિસ્ટ્રાલ, સિઝર વાલેજો, અને વોલ્ટ વ્હિટમેનને પસંદ કરતા હતા.[૨૨] તેઓ ખૂબ મોટેથી યાદ કરીને રુડયાર્ડ કિપલિંગની "ઈફ" અને જોસ હેર્નાન્ડેઝની "માર્ટિન ફ્લેરો" નું પઠન કરતા હતા.[૨૨] ગૂવેરાના ઘરમાં 3000થી વધુ પુસ્તકો હતા, જેને કારણે તેઓ એક ઉત્સાહી વાચક બની રહ્યાં. તેમના પુસ્તકાલયમાં કાર્લ માર્ક્સ, વિલિયમ ફોકનેર, આંદ્રે ગિડે, એમિલિયો સાલગીરી અને જુલેસ વેર્નાના પુસ્તકો હતા.[૨૩] ઉપરાંત, તેઓ જવાહરલાલ નેહરું, ફ્રાન્ઝ કાફ્કા, આલ્બર્ટ કામુ, વ્લાદિમીર લેનિન, અને જેન પૌલ સાત્રે; સાથે સાથે એનાતોલે ફ્રાન્સ, ફ્રેડરિચ એન્જલસ, એચ. જી. વેલ્સ, અને રોબર્ટ ફ્રોસ્ટને પણ વાંચતા હતા.[૨૪]
right|150px|thumb|1951માં 22 વર્ષના યુવાન ગૂવેરા તેઓ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ લેટિન અમેરિકન લેખકોમાં તેમનો રસ વધતો ગયો જેમા હોરાશિયો ક્વિરોગા, સિરો અલેજરીયા, જોર્ગે ઈગારઝા, રુબેન દારિયો, અને મીગ્યુએલ ઓસ્ટેરસનો સમાવેશ થાય છે. [૨૪] આ લેખકોના ઘણા બધા ખ્યાલો ગૂવેરાએ પોતાના હાથે લખેલા પુસ્તકોમાં ટાંક્યા છે. તેમણે લખેલા પુસ્તકોમાં વૈશ્વિક પ્રતિભાનો વિશ્લેષણાત્મક અભ્યાસ કર્યો છે. જેમાં બૂદ્ધ અને એરિસ્ટોટલની સાથે સાથે પ્રેમ અને દેશભક્તિ અંગે બેટ્રાન્ડ રસેલ, સમાજ અંગે જેક લંડન, અને મૃત્યુ અંગે નિત્સેનો સમાવેશ થાય છે. સિગ્મંડ ફ્રોઈડથી તેઓ ખાસા પ્રભાવિત હતા. તેમણે સ્વપ્ન, કામવાસનાથી લઈને અહંપ્રેમ અને તીવ્ર કામવાસના અંગેના પોતાના વ્યકતવ્યમાં કેટલીય વખત ફ્રોઈડના વિધાનો ટાંક્યા છે.[૨૪] શાળામાં તેમના પ્રિય વિષયોમાં દર્શનશાસ્ત્ર, ગણિત, ઈજનેરી, રાજકીય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ અને પુરાતત્ત્વવિદ્યા નો સમાવેશ થાય છે.[૨૫][૨૬]
13 ફેબ્રુઆરી 1958ના રોજ સીઆઈએનોએ ડિક્લાસ્ફાઈડ કરેલો 'જીવનચરિત્ર અને વ્યકતિત્વ રિપોર્ટ' માં ગૂવેરા ભણવામાં કેટલો રસ લેતા હતા તે જાણી શકાય છે. રિપોર્ટમાં સીઆઈએ જણાવ્યું હતું કે "લેટિન અમેરિકા માટે ચે એક બૌદ્ધિક પ્રતિભા છે ".[૨૭]
મોટરસાયકલ પ્રવાસ
[ફેરફાર કરો]1948માં, ગૂવેરાએ બ્યુનો એરિસ યુનિવર્સિટીમાં તબીબીશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવ્યો. પરંતુ 1951માં તેમણે દક્ષિણ અમેરિકાનો મોટરસાયકલ પર પોતાના મિત્ર આલ્બર્ટો ગ્રાન્ડો સાથે પ્રવાસ કરવા માટે ભણતરમાંથી વિરામ લીધો. આ પ્રવાસનો અંતિમ ઉદ્દેશ પેરૂમાં અમેઝોન નદીના કિનારે આવેલા સાન પાબ્લો લેપિયર કોલોનીમાં સમય વિતાવવાનો હતો. એન્ડિઝની પર્વતમાળાના માચુ પીછુની ઉંચાઈઓ પર દારૂણ ગરીબીમાં જીવતા લોકોને તેમણે જોયા. ત્યાં ગરીબ લોકો ધનવાન જમીનદારો દ્વારા આપવામાં આવેલા જમીનના નાના ટુકડામાં કામ કરતા હતા.[૨૮] બાદમાં પોતાના પ્રવાસમાં, ગૂવેરા લેપિયર કોલોનીમાં રહેતા લોકોથી ખાસા પ્રભાવિત થયા અને તેમણે કહ્યું કે " સૌથી ઉચ્ચ પ્રકારની માનવતા અને વફાદારી અહીં એકલા અને મરણિયા બનેલા લોકોમાંથી ઉદ્ભભવે છે."[૨૮] ગૂવેરા તેમના પ્રવાસનું વર્ણન ધ મોટરસાયકલ ડાયરીઝ તરીકે લખતા હતા, બાદમાં તે ન્યૂ યોર્ક ટાઈમ્સ ની સૌથી વધુ વેચાતા,[૨૯] પુસ્તકોમાં સ્થાન પામી હતી. આ ઉપરાંત 2004માં એજ નામ પરથી એવોર્ડ વિજેતા ફિલ્મ બની હતી.
પ્રવાસના અંતે તેઓ એ તારણ પર પહોંચ્યા કે લેટિન અમેરિકાએ અલગ અલગ રાષ્ટ્રોથી બનેલો ખંડ નથી પરંતુ તે એક જ રાષ્ટ્ર છે. આ ખંડ માટે અલગ પ્રકારના મુક્તિ ચળવળની જરૂર છે. તેમના જીવનની ક્રાંતિની પ્રવૃતિઓમાં તેમણે સરહદ વિહોણા ખંડની રચનાના ખ્યાલ હિસ્પેનિક અમેરિકાને ખૂબ મહત્વ આપ્યું હતું. આ ખંડનો 'લેટિનો' વારસો તેમની મુખ્ય થીમ હતી. આર્જેન્ટીનામાં પરત આવ્યા બાદ તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને જૂન 1953માં તેમણે તબીબીશાસ્ત્રમાં ડીગ્રી મેળવી. જેથી તેઓ સત્તાવાર રીતે "ડૉ. અર્નેસ્ટો ગૂવેરા" બન્યા.[૩૦][૩૧] ગૂવેરાએ ત્યાર બાદ લેટિન અમેરિકાના પ્રવાસમાં નોંધ્યું કે તેમણે પ્રવાસ દરમિયાન ગરીબી, ભૂખમરા અને રોગોને ખૂબ નજીકથી જોયા છે. તેમણે લખ્યું કે " પૈસાના અભાવે " બાળકોની સારવાર થઈ શકતી નથી" અને " સજ્જડ ભૂખમરાને કારણે જડ થઈ ગયેલા પિતા પોતાના પુત્રના મુત્યુને બિનમહત્વના અકસ્માત તરીકે સ્વીકારી લેવા મજબૂર બને છે". ગૂવેરાએ આ વિધાનો ટાંકી ગરીબોને મદદની જરૂર હોવાનું માનીને, તેમણે તબીબી વ્યવસાય છોડીને શસ્ત્ર રાજકીય કારકિર્દીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું.[૩]
ગ્વાટેમાલા, આર્બેન્ઝ અને યુનાઇટેડ ફ્રૂટ
[ફેરફાર કરો]7 જૂલાઈ, 1953, ગૂવેરા ફરીથી પ્રવાસે નિકળ્યા, આ વખતે તેમણે બોલિવિયા, પેરૂ, ઈક્વાડોર, પનામા, કોસ્ટા રીકા, નિકારગૂઆ, હોન્ડૂરાસ અને અલ સાલ્વાડોરનો માર્ગ લીધો. 10 ડિસેમ્બર 1953ના રોજ ગ્વાટેમાલા જતા પહેલા ગૂવેરાએ સાન જોસ, કોસ્ટા રીકાથી તેમની કાકી બેટ્રીજને પોતાના પ્રવાસ અંગે માહિતી આપી હતી. આ પત્રમાં ગૂવેરાએ યુનાઈટેડ ફ્રુટ કંપનીના "આધિપત્ય"ની વાત કરી હતી. તેઓ માનતા થયા કે મુડીવાદી ઓક્ટોપસ "કેવી ખતરનાક રીતે" આ લોકોને વળગેલું છે..[૩૨] આ બાદ તેઓ વધુને વધુ રૂઢીચુસ્ત બનતા ગયા અને તેમણે તાજેતરમાં જ મૃત્યુ પામેલા જોસેફ સ્ટાલિનની છબી સમક્ષ પ્રતિજ્ઞા કરી કે " જ્યાં સુધી ઓક્ટોપસનો નાશ નહીં થાય ત્યાં સુધી હું જંપીશ નહીં."[૩૩] એક મહિના બાદ, ગૂવેરા ગ્વાટેમાલામાં આવ્યા જ્યાં પ્રમુખ જેકોબ આર્બેન્ઝ ગુઝમેનની સરકાર લોકશાહી રીતે ચૂંટાઈ હતી. તેમણે જાગીરદારી ની પદ્ધતિ નાબૂદ કરવા જમીન સુધારા અને અન્ય પ્રવૃતિ આરંભી હતી. આ અન્વયે પ્રમુખ આર્બેન્ઝે મોટા જમીન સુધારણા કાર્યક્રમો શરૂ કર્યા હતા. જ્યાં જમીનના મોટા ટૂકડા લોકો પાસેથી લઈને જમીન વગરના ખેડૂતોને આપવામાં આવતા હતા. આ પ્રવૃતિની સૌથી મોટી અસર, સૌથી વધુ જમીન ધરાવતી કંપની યુનાઈટેડ ફ્રુટ કંપનીને ધરાવતી હતી. આ કંપની પાસેથી આર્બેન્ઝ સરકારે 225,000 એકર જેટલી બિનઉપજાઉ જમીન લઈ લીધી હતી.[૩૪] જે રસ્તે રાષ્ટ્ર પ્રગતિ કરી રહ્યું હતું તેનાથી પ્રભાવિત થઈને ગૂવેરાએ જાહેર કર્યું કે તેઓ ગ્વાટેમાલામાં જ રહી જવા ઈચ્છે છે કારણ કે "સાચી ક્રાંતિ માટે જે પણ જરૂરી હશે તે પૂરૂ પાડવા માટે તેઓ અહીં જ રહેશે"..[૩૫]
ગ્વાટેમાલા શહેરમાં ગૂવેરા પેરૂના રહેવાસી અર્થશાસ્ત્રી હિલ્ડા ગાડિયા અકોસ્ટાને મળ્યાં. હિલ્ડા ડાબેરી વિચારધારા ધરાવતા એલિન્ઝા પોપ્યુલર રિવોલ્યુનરિયા અમેરિકાના (એપીઆરએ (APRA), અમેરિકન પોપ્યુલર રિવોલ્યુશનરી એલાયન્સ) પક્ષ સાથે રાજકીય રીતે જોડાયેલા હતા. તેમણે ગૂવેરાને આર્બેન્ઝ સરકારના કેટલાય ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ કરાવી. આ બાદ ગૂવેરાએ સાંટિગો ડી ક્યુબાના મોન્ટાકાડા બારાક્સ પર જુલાઈ 26, 1953ના હુમલા દ્વારા.[૩૬] ક્યુબાની બહાર ક્રાંતિ માટે લડતા ફિડલ કાસ્ટ્રોના જૂથ સાથે સંપર્ક કર્યો. આ દરમિયાન તેમણે આર્જેન્ટિનાના લઘુતાદર્શક ઉદગાર ચે ના વારંવાર ઉપયોગને કારણે તેમને હુલામણુ નામ મળ્યું.[૩૭]
ગૂવેરા દ્વારા તબીબી ઈન્ટર્નશીપ મેળવવા માટે અસફળ પ્રયાસો કરાયા આ દરમિયાન તેમની આર્થિક સ્થિતિ પણ બગડતી ગઈ. 15 મે, 1954ના રોજ સામ્યવાદી ચેકોસ્લવિયા દ્વારા આર્બેન્ઝ સરકારને પાયદળ માટે મોકલવામાં સ્કોડા શસ્ત્રોનું શીપમેન્ટ પૂર્તો બારોસ પહોંચ્યું,[૩૮][૩૯]. પરિણામે, અમેરિકાની સીઆઈએની મદદ મેળવતા સૈન્યએ દેશ પર આક્રમણ કર્યું અને જમણેરી વિચાર ધરાવતા કાર્લોસ કાસ્ટીલા અર્માસનું સરમુખત્યાર શાસન સ્થાપ્યું.[૩૫] ગૂવેરા આર્બેન્ઝ સરકાર માટે લડાઈ કરવા માટે ઉત્સૂક બન્યો અને સામ્યવાદી યુવાનો દ્વારા સ્થાપના કરાયેલા સૈન્યમાં જોડાયા. પરંતુ જૂથની નિષ્ક્રિયતાથી અકળાઈને તેઓ તબીબી વ્યવસાય માટે પરત ફર્યા. બળવાને કારણે ગૂવેરાએ સ્વંયસેવી રીતે લડાઈ કરી, આર્બેન્ઝે મેક્સિકન રાજદૂતાલયમાં આશ્રય મેળવ્યો ત્યાર બાદ આર્બેન્ઝે તેમના વિદેશી સમર્થકોને દેશ છોડી દેવાનું કહ્યું. વિરોધ કરવાના ગૂવેરાના નિવેદનોની બળવાખોરોના સમર્થકોએ નોંધ લીધી અને તેમની હત્યા માટે પ્રયાસો આરંભાયા.[૪૦] હિલ્ડા ગાડીરાની ધરપકડ બાદ ગૂવેરાએ આર્જેન્ટીનાના રાજદૂતાલય પાસે આશ્રય માંગ્યો, જ્યાં તેઓ થોડા અઠવાડિયા બાદ તેમને સલામત રીતે મેક્સિકો જવાનો પાસ મળ્યો[૪૧] તેમણે મેક્સિકોમાં ગાડિયા સાથે સપ્ટેમ્બર 1955માં લગ્ન કર્યા.[૪૨]
આર્બેન્ઝ સરકારને પદભ્રષ્ટ કરવાની વાતથી ગૂવેરા માનવા લાગ્યો કે અમેરિકા સામ્રાજ્યવાદી સત્તા છે અને નક્કી કર્યું કે લેટિન અમરિકા અને અન્ય વિકાસશીલ દેશોમાં સમાજવાદી વિચારધારા ધરાવતી સરકારનો નાશ કરવાનો પ્રયાસનો તે મજબૂત રીતે મુકાબલો કરશે. આ બળવા અંગે ગૂવેરાએ લખ્યું છે કે :
"The last Latin American revolutionary democracy – that of Jacobo Arbenz – failed as a result of the cold premeditated aggression carried out by the U.S.A. Its visible head was the Secretary of State John Foster Dulles, a man who, through a rare coincidence, was also a stockholder and attorney for the United Fruit Company."[૪૦]
ગુવેરા માનતા કે માર્કસવાદને શસ્ત્ર સંઘર્ષ દ્વારા મેળવી શકાય છે અને તેને શસ્ત્રો દ્વારા જ ટકાવી રાખી શકાય આ ઉપરાંત તે શસ્ત્રો દ્વારા જ વધુ મજબૂત બની શકે.[૪૩] ગાડિયાએ બાદમાં લખ્યું કે, "ગ્વાટેમાલાને કારણે તેઓ સામ્રાજ્યવાદ સામે શસ્ત્ર યુદ્ધ જ કરવું પડે તેવું ગૂવેરા સમજ્યાં.. અને જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તેઓ પોતાની આ વાતમાં વધુ દ્રઢ થતા ગયા."[૪૪]
મેક્સિકો શહેર અને તૈયારીઓ
[ફેરફાર કરો]ગૂવેરા મેક્સિકો શહેરમાં 1954ના સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં આવ્યા અને ત્યાં જનરલ હોસ્પિટલમાં એલર્જી વિભાગમાં ફરજા બજાવવાની શરૂઆત કરી. આ ઉપરાંત તેમણે નેશનલ ઓટોનોમસ યુનિવર્સિટી ઓફ મેક્સિકોમાં તબીબીશાસ્ત્રના લેક્ચર પણ આપતા હતા આ ઉપરાંત તેઓ લેટિના ન્યૂઝ એજન્સી માટે ફોટોગ્રાફરનું પણ કામ કરતા હતા.[૪૫] તેમની પ્રથમ પત્ની હિલ્ડાએ તેમની યાદો માય લાઈફ વીથ ચે માં નોંધ્યું છે કે તે સમય પૂરતા ગૂવેરા ડૉક્ટર તરીકે આફ્રિકામાં જવા માંગતા હતા.તેમની આજૂબાજૂમાં વિંટળાયેલી ગરીબીથી તેઓ વ્યથિત હતા.[૪૬] એક ઉદાહરણ આપતા, હિલ્ડાએ ગૂવેરાની એક વાત નોંધી છે. ગૂવેરા એક સફાઈ કરતી ગરીબ મહિલાની સારવાર કરતા હતા તે અંગે ગૂવેરાએ કહ્યું હતું કે તેઓ આ મહિલાને "સૌથી વધુ દમનનો શિકાર બનેલા એક વર્ગના પ્રતિનિધિ માને છે.." હિલ્ડાને ત્યાર બાદ ચેએ લખેલી એક કવિતા મળી જે તે વૃદ્ધ મહિલાને અર્પણ કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે " સારા વિશ્વ માટે, ગરીબો અને દમન માટે સારી જિંદગી માટે લડાઈનું વચન"[૪૬]
આ દરમિયાન તેમણે ગ્વાટેમાલામાં મળેલા ક્યુબાની લડાઈ લડતા બળવાખોર નેતાઓ નીકો લોપેઝ અને અન્ય લોકો સાથે મિત્રતા તાજી કરી. જૂન 1955માં, લોપેઝે ગૂવેરાની ઓળખાણ રાઉલ કાસ્ટ્રો સાથે કરાવી, જે બાદ તેમણે ગૂવેરાની ઓળખાણ પોતાના મોટા ભાઈ, ફિડલ કાસ્ટ્રો, સાથે કરાવી. ફિડલ કાસ્ટ્રોએ 26 જૂલાઈની ચળવળ કરી હતી. જેઓ ત્યારે સરમુખત્યાર ફુલજિનિયો બાતિસ્તાના શાસનને પદભ્રષ્ટ કરવાની યોજના બનાવી રહ્યાં હતા. કાસ્ટ્રો સાથેની પ્રથમ મુલાકાત દરમિયાન રાત્રે લાંબી ચર્ચા બાદ, ગૂવેરા તારણ પર પહોંચ્યાં કે જેની તેઓ લાંબા સમયથી શોધ કરી રહ્યાં હતા તે ઉદ્દેશ ક્યુબાની બળવાખોરીમાં હતું. આ બાદ તેઓ 26જે ચળવળના સભ્ય તરીકે સત્તાવાર રીતે જોડાયા[૪૭] ગૂવેરા તે સમયે એવું માનતા થયા કે અમેરિકાનું અંકુશ ધરાવતું ગઠબંધન વિશ્વભરમાં તેમની સમર્થીત સત્તાઓ સ્થાપી રહ્યું છે. આ દરમિયાન તેઓ માનતા હતા કે બાતિસ્તા એક "અમેરિકાના પપેટ હતા. જેમને દૂર કરવા જરૂરી હતી."[૪૮]
તેઓ જૂથના કોમ્બાટ મેડિકની યોજના બનાવી રહ્યાં હતા. તે દરમિયાન ગૂવેરાએ અન્ય સભ્યો સાથે લશ્કરી તાલીમ લીધી. આ તાલિમ દરમિયાન તેઓ મારીને ભાગી જવાની ગેરિલા યુદ્ધકળા શીખ્યાં. ગૂવેરા અને તેમના સાથીઓ 15 કલાક સુધી પર્વતમાળાઓ, નદીઓ અને ગીચ જંગલમાં તાલીમ લેતા. ગૂવેરા તાલીમમાં પહેલેથી હોંશીયાર હતા. તેમને આલ્બર્ટો બાયોઝ "પ્રાઈઝ સ્ટૂડન્ટ"નું ઈનામ મળ્યું હતું. લેવામાં આવેલા ટેસ્ટમાં તેઓ સૌથી સફળ રહ્યાં હતા.[૪૯] કોર્સના અંતમાં તેમને પ્રશિક્ષક કર્નલ બાયોએ "બધા જ ગેરિયા યૌદ્ધાઓમાંથી શ્રેષ્ઠ" કહ્યાં હતા.[૫૦]
ક્યુબન ક્રાંતિ
[ફેરફાર કરો]આક્રમણ, યુદ્ધ અને સાંતા ક્લારા
[ફેરફાર કરો]કાસ્ટ્રોની ક્રાંતિના પ્રથમ પગલું ગ્રાન્મા થઈને મેક્સિકો બાજૂથી ક્યુબા પર કેબિન ક્રુઝર પરથી હૂમલો કરવાનું હતું. અને 25 નવેમ્બર 1956ના રોજ ક્યુબામાં પહોંચવાનું હતું. ત્યાં પહોંચ્યા બાદ બાતિસ્તાની સેના દ્વારા હૂમલો કરવામાં આવ્યો જેમાં 82થી વધુ લોકો માર્યા અથવા તેમને પકડીને મારી નાંખવામાં આવ્યા. માત્ર 22 વ્યકિતઓ જ બચવા પામી[૫૧] ગૂવેરાએ લખ્યું કે આ લોહિયાળ સંઘર્ષમાં તેમણે પોતાની તબીબી સેવાઓ ત્યજીને ભાગી જતા કોમોરેડના દારૂગોળાનું બોક્સ પકડી લીધું અને હુમલો કર્યો. આ પગલાએ તેમને એક ડૉક્ટરમાંથી એક યુદ્ધા બનાવી દીધા.
આ સંઘર્ષ બાદ સિયેરા માઈસ્ટ્રા પર્વતમાળાઓમાં થયેલા યુદ્ધમાં વધુ કેટલાક કોમરેડોના મોત થતા માત્ર થોડાક જ યૌદ્ધાઓ બચ્યાં જ્યાં તેમને અર્બન ગેરિલાની મદદ મળી. આ ગેરીલાઓ ફ્રાન્ક પાઈસની આગેવાની ધરાવતા 26 જુલાઈ ચળવળના સભ્યો હતો અને કેટલાક સ્થાનિક કેમ્પેશન્સ હતા. સિયેરામાંથી જૂથને પાછું બોલાવી લેવામાં આવતા વિશ્વને આશ્ચર્ય થયું કે કાસ્ટ્રો માર્યા ગયા છે કે જીવીત છે. 1957માં તેમણે ધ ન્યૂયોર્ક ટાઈમ્સ ના પત્રકાર હાર્બેર્ટ મેથ્યુને આપેલી મુલાકાત બાદ તે જીવીત હોવાનું નક્કી થયું. આ આર્ટીકલની સાથે કાસ્ટ્રો અને તેમના ગેરિલાઓની રહસ્યમય તસવીર પણ આપવામાં આવી હતી. ગૂવેરા આ મુલાકાત માટે હાજર ન હતા, પણ આ બાદ તેમને સંઘર્ષમાં મીડિયાની ભૂમિકા સમજાઈ. દરમિયાન, પુરવઠો અને નૈતિક હિંમત તળીયે પહોંચી હતી ત્યારે તેમને વધુ એક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો તેમને મચ્છરની સખ્ત એલર્જી હતી પણ જંગલમાં મચ્છરો કરડતા તેમના શરીર પર મોટા મોટા ફોલ્લા પડી ગયા હતા.,[૫૨] ગૂવેરા માનતા હતા કે "યુદ્ધના આ સૌથી વધુ દુઃખદાયક દિવસો હતા."[૫૩]
યુદ્ધ ચાલુ રહ્યું તેમ તેમ ગૂવેરા સૈન્યના એક મહત્વના વ્યકિત બની ગયા અને "તેમણે કાસ્ટ્રોને મુત્સદ્દીગીરી અને સબૂરીથી સમજાવ્યાં"[૬] ગૂવેરાએ ગ્રેનેડ બનાવવાની ફેક્ટરીઓ ઉભી કરી, બ્રેડ બનાવવા માટે ઓવેન, તેમજ નવા ભરતી થતા ગેરિલાઓને યુદ્ધનીતિઓ શીખવાડનાની જવાબદારી ઉપાડી તેઓ અભણ કેમ્પેશન્સને વાંચવાનું અને લખવાનું પણ શીખવાડતા હતા.[૬] આ ઉપરાંત, ગૂવેરા આરોગ્ય દવાખાનાં, લશ્કરી નીતિઓ માટેના વર્ક શોપ અને પ્રસાર પ્રચાર માટે અખબાર પણ ચલાવવા માટે પ્રયત્નશીલ હતા.[૫૪] આ વ્યકિતને ત્રણ વર્ષ બાદ ટાઈમ સામયિકે : "કાસ્ટ્રોના દિમાગ", તરીકે ગણાવ્યો. આ બાદ ફિડલ કાસ્ટ્રોએ તેમને સૈન્યની બીજ કોલમના કમાન્ડન્ટ (કમાન્ડર) બનાવ્યાં.[૬]
ફિડલ કાસ્ટ્રો સિવાય એકમાત્ર કમાન્ડન્ટ એવા ગૂવેરા શિસ્તમાં ખૂબ જ માનતા હતા.ભૂલ થાય તે વ્યકિતઓને તેઓ ખૂબ જ કડક શિક્ષા કરતા. લશ્કર છોડી જનારને તેઓ દેશદ્રોહી ગણતા અને ગૂવેરા આવી વ્યકિતઓને શોધીને મારવાની જવાબદારી માટે એક્ઝીક્યુશન સ્કવોડ એડબલ્યુઓએલ(AWOL)ને મોકલતા.[૫૫]. પરિણામે તેઓ નિર્દયતા અને ક્રરતા માટેના પર્યાય સમાન બની ગયા.[૫૬] ગેરિલા અભિયાન દરમિયાન, ગૂવેરા માહિતી આપતા લોકો, લશ્કર છોડીને ભાગેલા સૈનિકો અને જાસૂસોને દેહાતદંડ આપવા માટે આદેશો આપતા હતા..[૫૭]
પોતાનો કડક સ્વભાવ જાળવી રાખતા ગૂવેરા કમાન્ડર તરીકે તેઓ પોતાની ભૂમિકા એક શિક્ષિક તરીકે જોતા. સમય મળતા તેઓ પોતાના માણસોનું મનોરંજન પણ કરતા આ માટે તેઓ રોબર્ટ લુઈસ સ્ટીવનસન, સેરવાન્ટેસ, અને સ્પેનિશ ગીત અને કવિતાઓ વાંચીને સંભળાવતા.[૫૮] તેમના કમાન્ડિંગ ઓફિસર ફિડલ કાસ્ટ્રોએ ગૂવેરાને એક બૌદ્ધિક, હિંમતવાન અને એક અદભૂત નેતા ગણાવ્યા હતા. જેમની પાસે " પોતાની ટૂકડી પર મહાન નૈતિક સત્તા હતી."[૫૯] કાસ્ટ્રોએ નોંધ્યું હતું કે ગૂવેરાએ ઘણા બધા જોખમો ઉઠાવ્યા હતા, "જે ઘણી વખત અવિચારી હતા".[૬૦] ગૂવેરાના બાળપણના સાથી જોએલ ઈગ્લેસીસે પણ તેમની ડાયરીમાં આ વાતની નોંધ કરી છે. તેમણે લખ્યું છે કે યુદ્ધ દરમિયાન ગૂવેરાના વર્તનની પ્રશંસા દૂશ્મન પણ કરતા હતા. આવાજ એક પ્રસંગની વાત કરતા જોએલે લખ્યું છે કે યુદ્ધમાં એક વખત હું ઘાયલ થયા " ચે બૂલેટોનો સામનો કરતા દોડતા મારી પાસે આવ્યા અને મને પોતાના ખભા પર નાખીને બહાર લઈ આવ્યા.. ગાર્ડો પણ તેમની સામે ગોળી ચલાવવાની હિંમત કરી શક્યા નહીં. ... બાદમાં ગાર્ડોએ કહ્યું કે પોતાની પિસ્તોલને પોતાના કમર પટ્ટામાં લઈને ભયને અવગણીને જઈ રહેલા ગૂવેરાની મહાન છબી તેમના પર પડી હતી જેથી તેઓ ગૂવેરા પર ગોળી ચલાવવાની હિંમત કરી શક્યા નહીં."[૬૧]
ગૂવેરાએ ક્લાન્ડેસ્ટાઈન રેડિયો સ્ટેશન રેડિયો રિબેલડી ની ફેબ્રૂઆરી 1958માં રચના કરી. આ રેડિયો 26 જુલાઈ ચળવળના નિવેદનો સાથેના સમાચાર ક્યુબન નાગરિકોને પહોચાડતો હતો. આ રેડિયો રેડિયો ટેલિફોનની પણ સુવિધા કરી આપતો હતો જે બળવાખોર સૈન્ય વચ્ચે વાતચીતનું એક સાધન હતો. ગૂવેરાને આ રેડિયો સ્ટેશનની રચના કરવાનો વિચાર સીઆઈએ(CIA) દ્વારા ગ્વાટેમાલામાં જેકોબ ગુઝમેનને પદભ્રષ્ટ કરવા માટે આવું જ એક રેડિયો સ્ટેશન આપવામાં આવ્યું હતું જેના ઉપયોગથી ગૂવેરા પ્રભાવિત થયા હતા..[૬૨]
જૂલાઈ 1958ના અંતભાગમાં, ગૂવેરાએ બેટલ ઓફ લાસ મર્સિડિઝમાં મહત્વનો ભાગ ભજવ્યો. તેમણે કાસ્ટ્રોને નાશ કરવા માટે બતીસ્તાના જનરલ કાન્ટીલોએ બોલાવેલા 1500 જેટલા સૈન્ય જવાનોને ગૂવેરાની કોલમે રોકી રાખ્યાં હતા. વર્ષો બાદ યુનાઈટેડ સ્ટેટ મરીન કોર્પસના મેજર લેરી બોકમેનએ ચેની યુદ્ધ નીતિની સમિક્ષા કરતા યુદ્ધભૂમિમાં ગૂવેરાને એક "બ્રિલિયન્ટ(બૂદ્ધીશાળી)." ગણાવ્યા હતાં.[૬૩] આ સમય દરમિયાન ગૂવેરા બાતિસ્તા સૈન્ય પર હુમલો કરીને ભાગી જવાની યુક્તિમાં નિષ્ણાત બની ગયા હતા. હૂમલો કર્યા બાદ ગૂવેરાની કોલમ સૈન્ય પહોંચે તે પહેલા જંગલોમાં ભાગી જતી હતી.[૬૪]
યુદ્ધ જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ હવાના તરફ આગળ વધવા માટે ગૂવેરાએ વધુને વધુ યૌદ્ધાઓને પશ્ચિમ બાજૂ મોકલવા માંડ્યા. પગપાળા યાત્રા કરી રહેલા ગૂવેરા સાત અઠવાડિયા સુધી હુમલાઓને ટાળવા માટે માત્ર રાત્રે ચાલતા હતા અને કેટલાય દિવસો સુધી ભૂખ્યા રહ્યાં હતા.[૬૫] ડિસેમ્બર 1958ના અંતિમ દિવસોમાં ગૂવેરાને લાસ વિલાસ પ્રાંતનો કબજો લઈને ટાપૂને બે ભાગમાં વહેંચી દેવાનું કામ સોપાયું હતું. આ માટે તેમણે કેટલાક "બૂદ્ધીશાળી યુક્તિઓ વડે જીત" હાસંલ કરી અને પ્રાતંના મોટાભાગ પર કબજો જમાવી દીધો પરંતુ પાટનગર સાંતા ક્લારા પર કબજો જમાવી શકાયો નહીં.[૬૫] ગૂવેરાએ ત્યા બાદ તેમની "આત્મઘાતી સ્કવોડ" ને સાંતા ક્લારામાં હૂમલાઓ કરવાનો આદેશ કર્યો જેને કારણે ક્રાંતિની એક મહત્વની જીત નિશ્ચિત થઈ.[૬૬][૬૭] છ અઠવાડિયા ચાલેલા બેટલ ઓફ સાંતા ક્લારા દરમિયાન ઘણી વખત એવી સ્થિતિ ઉભી થતી કે તેમના જવાનો બધી બાજૂથી ઘેરાઈ ગયા હોય કે પછી શસ્ત્રો ખૂટી પડ્યા હોય. પડકારજનક સ્થિતિઓ હોવા છતાં ચેનો વિજય કેટલાક નિષ્ણાતોની દ્રષ્ટીમાં એક મહાન વિજય હતો.[૬૮]
1958ના નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રેડિયો રિબેલ્ડાએ ગૂવેરાની કોલમ દ્વારા સાંતા ક્લારા પર કબજો જમાવ્યાનાં સમાચાર પ્રસિદ્ધ કર્યાં. જો કે, રાષ્ટ્રીય સમાચાર માધ્યમો તેનાથઈ વિરુદ્ધ સમાચારો પ્રસિદ્ધ કરતા હતા. એક સમયે આ સમારાચર માધ્યમોએ યુદ્ધ દરમિયાન ગૂવેરા માર્યા ગયાના પણ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. 1 જાન્યુઆરી,1958ના સવારે 3 વાગ્યે ગૂવેરા સૈન્ય અધિકારીઓ સાથે અલગ શાંતિ સમજૂતી પર વાતચીત કરી રહ્યાં હતા ત્યારે , ફુલ્જેનિયો બાતિસ્તા હવાનાથી વિમાન દ્વારા ડોમેનિક રિપબ્લિક જવા રવાના થતા હતા, વિમાનમાં તેમની સાથે લાંચ અને અન્ય ગેરરીતઓ દ્વારા ભેગું કરવામાં આવેલું કેટલુંય કાળું નાણું અને 30 કરોડ અમેરિકન ડોલર હોવાનું મનાતું હતું.".[૬૯] આ દિવસ બાદ જાન્યૂઆરી 2ના રોજ ગૂવેરા હવાનામાં પ્રવેશ્યા અને પાટનગર પર અંતિમ કબજો મેળવી લીધો[૭૦] જો કે ફિડલ કાસ્ટ્રો વધુ છ દિવસ બાદ હવાના આવ્યા. તેઓ હવાના તરફ કૂચ કરતા હતા ત્યારે કેટલાય શહેરોમાં મોટી મોટી રેલીઓ યોજવામાં આવી હતી જેથી કરીને તેમને મોટા શહેરોમાં અટકવું પડ્યું અને આખરે તેઓ હવાના 8 જાન્યૂઆરી 1959ના રોજ પહોંચ્યા.
ફેબ્રૂઆરીમાં ક્રાંતિકારી સરકારે વિજયમાં ગૂવેરાના પ્રદાન બદલ ગૂવેરાને " જન્મથી જ ક્યુબન નાગરિક" જાહેર કર્યા[૭૧] જ્યારે જાન્યુઆરીના અંતમાં હિલ્ડા ગાડેયા ક્યુબામાં આવ્યા ત્યારે ગૂવેરાએ કહ્યું કે તેઓ અન્ય એક મહિલાના પ્રેમમાં છે જેથી બંનેએ સંમતિ પૂર્વક છૂટેછેડા લીધા,[૭૨] મે 22ના રોજ સત્તાવાર દસ્તાવેજો પર હસ્તાક્ષર કરીને બંને છુટા પડ્યા.[૭૩] 2 જૂન, 1959ના રોજ તેઓ એલેઈડા માર્ચ નામની મહિલા સાથે લગ્ન કર્યા. ક્યુબામાં જન્મેલી એલેઈડા 26 જુલાઈ ચળવળમાં સંકળાયેલી હતી અને ગૂવેરા 1958ના અંતથી તેની સાથે રહેતા હતા.[૭૪]
લા કબાના, જમીન સુધારણા અને સાક્ષરતા
[ફેરફાર કરો]બાતિસ્તા સામે બળવાખોરી દરમિયાન ફિડલ કાસ્ટ્રોની આગેવાની ધરાવતા જૂથે તેમના અધિકાર ક્ષેત્રમાં 19મી સદીનો પેનલ કાયદો જે લે ડી લા સિયેરા (Ley de la Sierra) તરીકે ઓળખતો હતો તે દાખલ કર્યો.[૭૫] આ કાયદામાં ગંભીર ગૂનાઓ માટે મૃત્યુદંડની જોગવાઈ હતી. 1959માં, ક્રાંતિકારી સરકારે આ કાયદો સમગ્ર ક્યુબામાં અને જે પણ યુદ્ધ કેદીઓ કે પછી ક્રાંતિ દરમિયાન ઝડપવામાં આવ્યા હતા તેમના પર લાગૂ કર્યો. ક્યુબાના ન્યાય વિભાગ મુજબ આ કાયદાનું બહૂમતી લોકોએ સમર્થન કર્યું હતું. અને બીજા વિશ્વયુદ્ધ બાદ મિત્ર રાષ્ટ્રોએ ચલાવેલા નુરેમબર્ગ ટ્રાયલ્સની જેમ જ ક્રાંતિમાં પકડાયેલા સૈનિકો પર કાર્યવાહી કરવામાં આવી.[૭૬]
આ યોજનાના અમલ માટે કાસ્ટ્રોએ ગૂવેરાની લા કાબાના ફોર્ટેસ (La Cabaña Fortress) જેલના કમાન્ડર તરીકે પાંચ મહિના માટે નિમણૂક કરી.( 2 જાન્યુઆરી થી 12 જૂન 1959).[૭૭] ત્યાં ગૂવેરાને બાતિસ્તાના સૈનિકોને "ક્રાંતિકારી ન્યાય" મુજબ સજા કરવાની હતી. જે લોકોને આ ન્યાય આપવાનો હતો તેમાં દેશદ્રોહી , ચિવોટોસ(chivatos) (માહિતી આપતા લોકો) અને યુદ્ધ કેદીઓનો સમાવેશ થતો હતો.[૭૮] લા કબાનાના કમાન્ડર તરીકે ગૂવેરાએ ક્રાંતિકારી ટ્રીબ્યુનલ પ્રક્રિયા દરમિયાન દોષી ઠરેલા લોકોએ કરેલી વિનંતીઓની સમિક્ષા કરવાની હતી.[૭] કેટલીક વખત ટ્રીબ્યુનલ દ્વારા ફાયરિંગ સ્કવોડ સમક્ષ દોષીઓને મૃત્યુદંડની સજા આપવામાં આવતી.[૭૯] ક્યુબાના ન્યાય મંત્રાલયના વરિષ્ઠ લિગલ સલાહાકાર રાઉલ ગોમેઝ ટ્રેટોએ મૃત્યુદંડને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે સામાન્ય નાગરિકો પોતાના હાથમાં કાયદો લે તેના કરતા મૃત્યુદંડની જોગવાઈ યોગ્ય છે. તેમણે આ માટે મછાડો વિરુદ્ધના બળવાનું ઉદાહરણ આપ્યું હતું.[૮૦] જીવનકથા લખતા લેખકોએ નોંધ્યું છે કે જાન્યુઆરી 1959માં ક્યુબાના નાગરિકો લોકો "મનસ્વી હિંસાખોરીના મુડ"માં હતી.[૮૧]અને તે વખતે કરાયેલા સર્વે મુજબ ટ્રીબ્યુનલની પ્રક્રિયાને 93 ટકા પ્રજાનું સમર્થન હતું.[૭] બાતિસ્તા સાથે કામ કરનાર લોકોએ આશરે 20,000 લોકોની હત્યા કરી હતી,[૮૨] અને આમાંથી કેટલાય લોકોને ટોર્ચર અને શારીરીક દમન,[૭] કરવાના આરોપસર મૃત્યુદંડની સજા ફટકારાઈ હતી. નવી સરકારે આવશ્યક પ્રક્રિયા અનુસરવાની જગ્યાએ મૃત્યદંડની સજા ફટકારી દીધી.[૮૩] જો કે સાંચો આંકડો અલગ હોઈ શકે છે, એવો અંદાજ લગાવવામાં આવે છે કે આ સમય દરમિયાન હજારો લોકોને આ રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.[૮૪]
લા કબાનામાં ચાલતી આ પ્રક્રિયા અંગે ગૂવેરા આનંદી હતા કે નહીં તે અંગે અલગ અલગ પ્રમાણો મળે છે. ક્યુબાની બહાર રહેતા કેટલાક જીવનકથા લેખકોના મતે ફાયરિંગ સ્કવોડની કામગીરીનો ગૂવેરા આનંદ માણતા હતા.[૮૩] જો કે દરેક લેખકો એક બાબતે સંમત હતા કે ગૂવેરા એક "કડક" વ્યકિત હતા જેઓને મૃત્યુદંડ, ટ્રાયલ કે અન્ય બાબતોનો ખરખરો ન હતો. જો " ક્રાંતિને બચાવવાની એક માત્ર રસ્તો દુશ્મનોનો નાશ કરવાનો છે તો માનવીય કે પછી રાજકીય દલીલોથી તેનામાં કોઈ ઢિલાશ આવવી જોઈએ નહીં."[૮૩] આ વાત વધુ એક વખત 5 ફેબ્રુઆરી 1959ના રોજ સાબીત થઈ જ્યારે તેમણે બ્યૂનોસ એરિસ ખાતે રહેતા પોતાના મિત્ર લુઈસ પેરેડેઝ લોપેઝને પત્ર લખ્યો જેમાં તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે "ફાયરિંગ સ્કવોડ સમક્ષ મૃત્યદંડ માત્ર ક્યુબાના નાગરિકો માટે જરૂરીયાત જ નથી પરંતુ તે લોકો માટે એક પાઠ છે."[૮૫]
"ક્રાંતિકારી ન્યાય"ની સાથે સાથે ગૂવેરાનું કામ જમીન સુધારણાનું પણ હતું. 27 જાન્યુઆરી 1959માં ક્રાંતિની સફળતા બાદ ચે ગૂવેરાએ ખૂબ જ મહત્વના પ્રવચનો આપ્યા જેમાં તેમણે "બળવાખોર સૈન્યના સામાજિક ખ્યાલો."ની વાત કરી. પ્રવચન દરમિયાન, તેમણે જાહેર કર્યું કે નવી ક્યુબા સરકારની મુખ્ય ચિંતા " જમીનની ફરીથી વહેંચણી દ્વારા સામાજિક ન્યાય લાવવાની છે."[૮૬] કેટલાક મહિના બાદ 17 મે 1959ના રોજ અગ્રેઅરિઅન સુધારણા કાયદો લાવવામાં આવ્યો જેની રચના ચે ગૂવેરાએ કરી હતી. આ કાયદા દ્વારા બધા જ ખેતરોની મહત્તમ મર્યાદા 1000 એકર કરવામાં આવી. આનાથી વધુ જમીન ધરાવતી વ્યકિત પાસેથી સરકાર વધારાની જમીનનો કબજો લઈ લેશે.અને તે 67 એકરના પાર્સલમાં ખેડુતોને આપી દેવાશે અથવા સરકાર દ્વારા ચલાવાતા કોમ્યુનને અપાશે.[૮૭] આ ઉપરાંત શેરડી અને ખાંડનું ઉત્પાદન પણ વિદેશીઓ કરી શકે નહીં તેવો કાયદો લાવવામાં આવ્યો.[૮૮]
12 જૂન, 1959ના રોજ કાસ્ટ્રોએ ગૂવેરાને ત્રણ મહિના માટે 14 જેટલા દેશોની યાત્રાએ મોકલ્યા, જેમાં મોટાભાગના દેશો આફ્રિકા અને એશિયાના બાંડેન્ગ સંધિના સભ્ય દેશો હતા. ગૂવેરાને હવાનાથી દર કરીને કાસ્ટ્રો ચે અને તેમની માર્કસવાદી વિચારધારાથી અલગ હોવાનું દર્શાવી શક્યા. ચે અને તેની વિચારધારાને કારણે કાસ્ટ્રોને અમેરિકા અને 26 જુલાઈ ચળવળના કેટલાક સભ્યો સાથે સમસ્યાઓ ઉભી થઈ હતી.[૮૯] તેમણે 12 દિવસ જાપાનમાં (જુલાઈ 15–27), જેમાં તેમણે ક્યુબાના જાપાન સાથેના વેપાર સંબંધો અંગે વાતચીતમાં ભાગ લીધો. તેમની મુલાકાત દરમિયાન તેમણે ગુપ્ત રીતે 14 વર્ષ પહેલા જ્યાં અમેરિકાના સૈન્યએ અણૂ બોંબનો વિસ્ફોટ કર્યો હતો તે હિરોશીમાની મુલાકાત લીધી. ગૂવેરા ત્યાં જઈને ખૂબ જ આઘાત પામ્યા. તેમણે બોંબમાંથી બચી ગયેલા લોકોની જ્યાં સારવાર થઈ રહી હતી તે હોસ્પિટલની મુલાકાત લીધી.[૯૦]
સપ્ટેમ્બર 1959માં ક્યુબા પરત ફરી રહ્યા હતા ત્યારે દેખીતું હતું કે કાસ્ટ્રો પાસે વધુ રાજકીય શક્તિ આવી ચુકી હતી. સરકારે જમીન સુધારણા કાયદા મુજબ જમીનો જપ્ત કરવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ જમીનના બદલામાં વળતર રૂપે ઓછા વ્યાજના બોન્ડ આપવામાં આવતા હતા તેનાથી અમેરિકા સતર્ક બન્યું. આ મુદ્દે અસર પામેલા કામાગૂયેવ(Camagüey)ના પશુપાલકોએ જમીનની વહેંચણી સામે અભિયાન આદર્યું જેમને બળવાખોર નેતા હૂબેર માટોસનો ટેકો મળ્યો. માટોસ 26 જુલાઈ ચળવળની સામ્યવાદી વિરોધી ટોળકી આ અભિયાનમાં જોડાયું અને તેને જમીન સુધારણાને "સામ્યવાદી અતિક્રમણ" ગણાવ્યું.[૯૧] આ દરમિયાન ડોમેનિકના સરમુખત્યાર રાફેલ ટ્રુજિલોએ "સામ્યવાદી વિરોધી કેરેબિયન જૂથ"ને મદદની ઓફર કરી રહ્યાં હતા. તેઓ આ જૂથને ડોમેનિક રિપબ્લિકમાં તાલીમ આપી રહ્યાં હતા. વિવિદ દેશોના નાગરિકોની બનેલી આ ટૂકડીમાં મોટાબાગે સ્પેનિયાર્ડ અને ક્યુબન હતા પરંતુ તેની સાથે સાથે ક્રોએશિયન, જર્મન, ગ્રીકો પણ હતા જેઓ કાસ્ટ્રોની નવી સરકારને તોડી પાડવાની યોજના ઘડતા હતા.[૯૧]
આ પ્રકારની ધમકીઓ 4 માર્ચ 1960માં વધુ તેજ બની જ્યારે બેલ્જિયન દારૂગોળો લઈને એન્ટવર્પથી હવાના હાર્બર જઈ રહેલા ફ્રેન્ચ માલવાહક જહાજલા કુબરે પર બે મોટા ધટાકા થયા હતા. આ વિસ્ફોટમાં 76 લોકો માર્યા ગયા હતા અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગૂવેરાએ જાતે કેટલાક પીડિતોની સારવાર કરી હતી. ક્યુબાના નેતા ફિડલ કાસ્ટ્રોએ તરત જ સીઆઈએ આ "ત્રાસવાદી કૃત્ય" માટે જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોને રાજકીય સન્માન સાથે અંતિમ વિધી કરાઈ હતી.[૯૨] આ શ્રદ્ધાંજલી સભા દરમિયાન આલ્બર્ટો કોર્ડાએ ગૂવેરાનો ગુરિલેરો હિરોઈકા કહેવાતો પ્રસિદ્ધ ફોટોગ્રાફ લીધો.[૯૩]
આ વિસ્ફોટને કારણે "ક્રાંતિના વિરોધીઓ"નો સફાયો કરવાની ઝડપ વધારવા માટે ફિડલ કાસ્ટ્રોને પ્રોત્સાહિત કર્યા, આ ઊપરાંત તેમણે જમીન સુધારણા માટે ઝડપ કરવા માટે ગૂવેરાનો ઉપયોગ કર્યો. આ યોજનાના અમલ માટે નવી સરકારે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એગ્રેરીઅન રિફોર્મ (INRA)ની સ્થાપના કરી. આ સત્તામંડળ સરકારની સૌથી મહત્વની બોડી બની ગઈ હતી. ગૂવેરા ઉદ્યોગ પ્રધાન હોવાના નાતે આ મંડળના વડા હતા.[૮૮] ગૂવેરાની સત્તા હેઠળ INRAએ 100,000નું સૈન્ય ઉભું કર્યું જેની કામગીરી જમીનો જપ્ત કરવાની અને તેની વહેચણીની કામગીરી પર દેખરેખ રાખવાની હતી. જે જમીનો જપ્ત કરવામાં આવી તેમાં 480,000 એકર જમીન અમેરિકન કંપનીઓની હતી.[૮૮] મહિનાઓ સુધી વિરોધ કર્યા બાદ અમેરિકાના પ્રમુખ ડ્વાઈટ ડી. આઈસેનહૂવરે ક્યુબાની ખાંડ (ક્યુબાનો મુખ્ય રોકડીયો પાક શેરડી)ની આયાતમાં ઘટાડો કર્યો જેથી ગૂવેરા પ્રેસિડેન્શીયલ પેલેસ સામે એક લાખ કારીગરોને સંબોધ્યા અને અમેરિકાના "આર્થિક આક્રમણ"ને વખોડી કાઢ્યું.[૯૪]
Guevara was like a father to me ... he educated me. He taught me to think. He taught me the most beautiful thing which is to be human.
fought with Che in Cuba and Bolivia [૯૫]
જમીન સુધારણાની સાથે સાથે ગૂવેરાને જે ક્ષેત્રમાં સુધારણાની જરૂરીયાત લાગતી હતી તે ક્ષેત્ર સાક્ષરતાનું હતું. 1959 પહેલા ક્યુબાનો સત્તાવાર સાક્ષરતા દર 60 થી 76 ટકાની વચ્ચે હતો ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષકોના અભાવ અને સુવિધાઓને કારણે આ સમસ્યા હતી.[૯૬] આને કારણે ગૂવેરાની સલાહને કારણે ક્યુબાની સરકારે 1961ના વર્ષને "સાક્ષરતા વર્ષ", જાહેર કર્યું અને દેશના વિવિધ અંતરિયાળ ભાગોમાં આવેલી શાળાઓમાં "સાક્ષરતા બ્રિગેડ" મોકલવામાં આવી જે શિક્ષકોને તાલિમ આપતી તેમજ અભણ ખેડૂતો ને લખવાનું અને વાંચતા શીખવાડતી હતી. ગૂવેરાના અન્ય આર્થિક પગલાઓથી ભિન્ન રીત આ કેમ્પેનને " નોંધપાત્ર સફળતા" મળી.[૯૬] આ અભ્યાનના અંતે 707,212 પુખ્તવયના લોકોને લખતા અને વાંચતા શીખવાડવામાં આવ્યું જેને કારણે રાષ્ટ્નો સાક્ષરતા દર 96 ટકા પર પહોંચ્યો.[૯૬]
"ન્યૂ મેન", બે ઓફ પીગ્સ અને મિસાઈલ સંકટ
[ફેરફાર કરો]ગૂવેરા નાણા પ્રધાન બન્યા અને તેને કારણે રાષ્ટ્રીય બેંકના પ્રમુખ પણ બન્યા. તેની સાથે સાથે તઓ ઉદ્યોગ પ્રધાન પણ હતા. આટલા મહત્વના હોદ્દાઓ પર હોવાને કારણે તેમનો ક્યુબાના અર્થતંત્ર પર સારો એવો પ્રભાવ હતો[૯૪]
નવા હોદ્દાને કારણે ક્યુબાના ચલણ પર તેમને હસ્તાક્ષર કરવાના હતા. જો કે, તેમણે પોતાના પૂરા નામની જગ્યાએ માત્ર "ચે " નામ ધરાવતી સહી કરી.[૯૭] આ બાદ ફ્યુબાના નાણાકીય સેક્ટરમાં એક અણગમાની લહેર ફેલાઈ ગઈ. કારણ કે તેઓ ગૂવેરાને નાણા પ્રત્યે અરૂચિ રાખતા વ્યકિત તરીકે જાણતા હતા.[૯૭] ગૂવેરાના લાંબા સમયના મિત્ર રિકાર્ડો રોજોએ નોંધ કરી હતી કે " જે દિવસે ચે એ બીલ પર હસ્તાક્ષર કર્યા ત્યારે નાણા ખૂબ જ પવિત્ર વસ્તુ છે તે માન્યતાને ધક્કો માર્યો."[૨૪]
ગૂવેરાના જે ઈચ્છિત આર્થિક લક્ષ્ય હતા તે સંપતિની અનિચ્છાની સાથે સમન્વય ધરાવતા હતા.તેઓ નૈતિક લક્ષ્ય માટે ભૌતિક લક્ષ્યોને દૂર કરવા ઈચ્છતા હતા. તેઓ મુડીવાદને નોળિયા વચ્ચેની સ્પર્ધા ગણતા હતા જ્યાં "કોઈ પણ વ્યકિત અન્ય લોકોની કિંમતે જીતે છે," જેથી "નવા વ્યકિતઓ અને મહિલાઓ"નું સર્જન કરવાની જરૂર ઈચ્છતા હતા.[૯૯] ગૂવેરા સતત સમાજવાદી અર્થતંત્ર પર ભાર મુક્તા હતા. તેઓ "લાલચ અને સંયુક્ત સ્પીરીટ"ને સાચવી ન શકતા તેવા સમાજવાદને કિંમત વગરનો ગણતા[૧૦૦] જેથી ગૂવેરાનું પ્રાથમિક લક્ષ્યાંક વ્યકિતગત ચેતના તેમજ વધુ સારા નાગરિકોને ઘડવાનું બન્યું.[૧૦૦] તેમની આ વિચારધારામાં ક્યુબાનો "નવો માણસ" "અહં" અને "સ્વાર્થવૃતિ"માંથી બહાર આવશે. તેઓ માનતા હતા કે મુડીવાદી સમાજમાં આ બે વસ્તુઓ વ્યાપક પણે જોવા મળે છે.[૧૦૦] પોતાની નવી વિકાસની પદ્ધતિને વર્ણવતા ગૂવેરાએ કહ્યું હતું કે :
"There is a great difference between free-enterprise development and revolutionary development. In one of them, wealth is concentrated in the hands of a fortunate few, the friends of the government, the best wheeler-dealers. In the other, wealth is the people’s patrimony."[૧૦૧]
વ્યકિત અને સમુહ વચ્ચે એક મહત્વનો તંતુ સ્વયંસેવી કામ અને જોમ હોવાનું ગૂવેરા દ્રઢ પણે માનતા હતા. આ દર્શાવવા માટે ગૂવેરા તેમના મંત્રાલયમાં કામ કરતા રહેતા તેમજ બાંધકામ અને રજાના દિવસે તેઓ શેરડીના ખેતરમાં પણ કામ કરતા.[૧૦૨] તેઓ સતત 36 કલાક સુધી કામ કરતા રહેતા, મધરાત બાદ મીટીંગ બોલાવતા અને ભાગતા ભાગતા જ જમતા.[૧૦૦] આ પ્રકારનું વર્તન ગૂવેરાની નવી નૈતિક પગલાની યોજનાઓને ફિટ બેસતું હતું. જેમાં દરેક શ્રમિકને એક ક્વોટા આપવામાં આવતો હતો અને તેમાંથી ચોક્કસ નંબરમાં માલનું ઉત્પાદન કરવાનું કહેવામાં આવતું. જો કે, ગૂવેરા દ્વારા પગાર વધારાની દરખાસ્ત નકારાઈ હતી જેથી તેમના ક્વોટા કરતા વધુ કામ કરે તે શ્રમિકને પ્રમાણપત્ર આપવામાં આવતું જ્યારે જે ઓછું કામ કરે તેનો પગાર કાપી લેવામાં આવતો હતો.[૧૦૦] કામ અને ચાલકબળ અંગે પોતાની અંગત ફિલોસોફી અંગે ગૂવેરાએ કહ્યું હતું કે :
"This is not a matter of how many pounds of meat one might be able to eat, or how many times a year someone can go to the beach, or how many ornaments from abroad one might be able to buy with his current salary. What really matters is that the individual feels more complete, with much more internal richness and much more responsibility."[૧૦૩]
ગૂવેરાના આર્થિક સિંદ્ધાંતો પર આધારિત કાર્યક્રમને વખાણવો કે વખોડવો જે પણ હોય પરંતુ આ યોજનાઓ નિષ્ફળ ગઈ.[૧૦૪] શ્રમિકોના નૈતિક પગલાં અંગે ગૂવેરાની યોજનાઓને કારણે શ્રમિકોની ઉત્પાદન ક્ષમતા ભારે ઘડી અને ગેરહાજરીનું પ્રમાણ ખૂબ વધી ગયું.[૧૦૫] ગૂવેરાના દ્રષ્ટિકોણની નિષ્ફળતાના સંદર્ભમાં ચેની બે વખત મુલાકાત લેનાર આઈ.એફ.સ્ટોનએ ટિપ્પણી કરી હતી કે તેઓ "ગલાહાડ રોબર્સપિરે નહીં", જ્યારે અભિપ્રાય વ્યકત કરતા કહ્યું હતું કે તેઓ કોઈ રણમાં આક્ષય લેનાર સંત જેવા લાગતા હતા. કોઇ વ્યક્તિને માનવ સ્વભાવની નીતિના ઉદયની પરિવર્તનશીલતામાંથી શ્રદ્ધાની સ્વચ્છતા બચાવે તેવી શક્યતા હોય છે.[૧૦૬]
એપ્રિલ 17, 1961, 1,400 અમેરિકામાં ટ્રેનિંગ પામેલા ક્યુબાની બહાર રહેતા લોકોએ ક્યુબા પર બે ઓફ પીગ્સ આક્રમણ વખતે હૂમલો કર્યો. ગૂવેરાએ આ હુમલામાં ખાસ ભાગ ભજવ્યો નહીં તેમણે હુમલાના એક દિવસ પહેલા પશ્ચિમ કાંઠે આવેલા પીનાર ડેલ રીયો ખાતે એક હુમલાની તૈયારીમાં ભાગ લીધો. જોકે, ઇતિહાસકારો તે વખતે ક્યુબાના શસ્ત્ર સૈન્યના વડા હોવાના નાતે આ વિજય માટે ગૂવેરાના શાખ આપે છે.[૮] લેખક ટેડ સ્લુક ક્યુબન વિજય અંગે ગૂવેરાને શાખ આપતા કહ્યું હતું કે: " ક્રાંતિકારીઓ જીતી ગયા કારણ કે ક્રાંતિકારી સેનાના સુચના વિભાગ અને તાલિમ વિભાગના વડા ચે ગૂવેરાએ 200,000 જેટલા સૈનિકોને તૈયાર કરવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.."[૮] આ સૈન્યને મોકલવામાં આવતી હતી ત્યારે તેમની પિસ્તોલ હોલસ્ટરમાંથી નીકળી જતા ગોળી અકસ્માતપણે તેમના જડબામાં વાગી હતી જેથી તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.[૧૦૭]
ઑગસ્ટ 1961માં ઉરૂગ્વે પુંટા ડેલ એસ્ટે ખાતે આર્થિક પરિષદ ઓર્ગેનાઈઝેશન ઓફ અમેરિકન સ્ટેટ્સ, ચે ગૂવેરાએ એક નોંધ મોકલીને અમેરિકાના પ્રમુખ જ્હોન એફ કેનેડી તરફ વ્હાઈટ હાઉસના યુવાન સેક્રેટરી રિચાર્ડ એન ગુડવીન દ્વારા કૃતજ્ઞતા વ્યકત કરી હતી. તેમા લખ્યું હતું. "બે ઓફ પીગ્સ માટે આભાર". આક્રમણ પહેલા ક્રાંતિ અસ્થિર હતી. પરંતુ હવે તે પહેલા કરતા વધુ મજબૂત થઈ છે.."[૧૦૮] અમેરિકાના નાણા સચિવ ડગ્લાસ ડિલ્લોન દ્વારા એલાયન્સ ફોર પ્રોગ્રેસની મંજૂરીની પ્રતિભાવમાં, ગૂવેરાએ અમેરિકાના "લોકશાહી"ના દાવાનો છેદ ઉડાડતા કહ્યું હતું કે આ પ્રકારની પદ્ધતિ નાણાકીય અલ્પજનસત્તાક રાજ્ય સાથે યોગ્ય નથી તેમજ અશ્વેત સાથે ભેદભાવએ કુ ક્લુક્સ ક્લાન દ્વારા દમન સમાન છે."[૧૦૯] જૂલમ અંગે બોલતા ગૂવેરા ઓપનહેમર જેવા વૈજ્ઞાનિકોના ટોળાં, પૌલ રોબેસનના સુંદર અવાજથી વિશ્વને વંચિત રાખવા તેમજ ધ રોસેનબર્ગ્સને તેમના વિરોધને કારણે મૃત્યદંડ આપનાર અમેરિકાની ટીકા કરી."[૧૦૯] ગૂવેરાએ અંતે કહ્યું હતું કે અમેરિકાના સાચા સુધારામાં રસ નથી., વક્રમાનસ અંગે ટોણો મારતા કહ્યું હતું કે "અમેરિકન નિષ્ણાતો કોઈ દિવસ જમીન સુધારણાની વાત કરતા નથી અને સારી રીતે પાણી કેવી રીતે પૂરૂ પાડવું તેની વાત કર્યા કરે છે.. ટુંકમાં તેઓ ટોઈલેટની ક્રાંતિ કરવા સજ્જ બન્યા છે."[૨૪]
સોવિયેટ-ક્યુબા સંબંધોના નિર્માતા એવા ગૂવેરાએ [૧૧૦] ક્યુબામાં સોવિયેટની પરમાણૂ શસ્ત્ર ધરાવતી બેલાસ્ટીક મિસાઈલ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. જેને કારણે ઑક્ટોબર 1962માં ક્યુબન મિસાઈલ સંકટ ઉભું થયું જેને કારણે વિશ્વ પરમાણૂ યુદ્ધની નજીક પહોંચી ગયું[૧૧૧] બ્રિટિશ સામ્યવાદી અખબાર ડેઈલી વર્કર ને મુલાકાત આપતા આ સંકટના થોડાક અઠવાડિયા બાદ તેમણે કહ્યું હતું કે તેમને હજૂ પણ લાગે છે કે સોવિયેટે વિશ્વાસઘાત કર્યો છે અને જો મિસાઈલ ક્યુબાના અંકુશમાં હોત તો તેઓ મિસાઈલ તેમના છોડી દેત[૧૧૨] ગૂવેસા સાથે તે વખતે વાત કરનાર બ્રિટિશ પત્રકાર સેમ રસેલ મિશ્ર લાગણી વ્યકત કરી હતી. તેમણે ગૂવેરાને એક "હુફાંળુ વ્યકિતત્વ" અને "શ્રેષ્ઠ બૂદ્ધિપ્રતિભા ધરાવતી વ્યકિત",પરંતુ "તેઓ મિસાઈલ બાબતે ફટાકડા સમાન હતા.."[૧૧૨] મિસાઈલ સંકટ બાદ તેઓ વિશ્વની બે મહાસત્તાઓ (અમેરિકા અને સોવિયેટ.)ને વખોડી કાઠતા. તેઓ માનતા વૈશ્વિક વ્યુહરચના માટે તેઓ ક્યુબાનો પ્યાદાં તરીકે ઉપયોગ કરે છે.[૧૧૩]
આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરી
[ફેરફાર કરો]ડિસેમ્બર 1964માં, ચે "વિશ્વના ક્રાંતિકારી રાજદ્વારી" તરીકે ઉભર્યા અને તેમણે ન્યૂયોર્ક શહેરની મુલાકાત ક્યૂબાના પ્રતિનિધિ તરીકે સંયુક્ત રાષ્ટ્રસંઘની સભામાં વક્તવ્ય આપ્યું..[૨૪] તેમણે પોતાના સંબંધોનમાં સયુક્ત રાષ્ટ્રસંઘને વખોડી કાઢ્યું તેમણે દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ અંગે કશું ન કરી શકવા માટે ટીકા કરી. તેમણે કહ્યું કે "શું સયુંક્ત રાષ્ટ્ર સંઘ આ અટકાવવા કશું કરી શકે તેમ નથી.?"[૧૧૪] બાદમાં ગુવેરાએ અશ્વેત લોકો પ્રત્યેની અમેરિકાની નીતીની ટીકા કરી હતી
"Those who kill their own children and discriminate daily against them because of the color of their skin; those who let the murderers of blacks remain free, protecting them, and furthermore punishing the black population because they demand their legitimate rights as free men — how can those who do this consider themselves guardians of freedom?"[૧૧૪]
ગુવેરાએ હવાનાની બીજી ઘોષણા નો ઉલ્લેખ કરીને તેનું વક્યવ્ય પરું કર્યું હતું જેમાં લેટિન અમેરિકાને ૨૦ કરોડ ભાઈઓના એક પરિવાર સમાન ગણાવવામાં આવ્યું હતું, તેઓ પણ આવી જ વેદનાઓ સહન કરી રહ્યાં હતા. [૧૧૪] ગુવેરાએ ઘોષણા કરી હતી કે આ મહાકાવ્ય ભૂખ્યા ભારતીય લોકો, જમીનવિહોણા ખેડૂતો, શોષણ થયેલા કામદારો અને વિકાસશીલ લોકો દ્વારા લખાશે. ગુવેરાના મતે ઘર્ષણ એ સમુદાય અને વિચારોની લડાઇ હતી, જે સામ્રાજ્યવાદના પીડિતો દ્વારા આગળ ધપાવાશે જે અગાઉ નબળા અને આજ્ઞાકારી ગણવામાં આવતા હતા. ગુવેરાએ જણાવ્યું હતું કે આવા લોકો સાથે યાન્કી મોનોપોલી સામ્રાજ્યવાદની ઘોર ખોદશે[૧૧૪] ગુવેરાએ ઘોષણા કરી હતી કે આ વાતની સાબિતી આપતા અજાણ્યા સમુદાયો તેમના પોતાના લોહીથી તેમનો પોતાનો ઇતિહાસ લખવાનું શરૂ કરશે અને તે હક પાછા મેળવશે કે જેની છેલ્લા 500 વર્ષથી લોકો ઠેકડી ઉડાવતા હતા. ગુવેરાએ યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં એવી ધારણા રાખીને ટિપ્પણી કરી હતી કે લોકોના રોષનો જુવાળ લેટિન અમેરિકામાં આંધી લાવશે અને ઇતિહાસનું પૈડું બનેલા કામદારો સૌપ્રથમ વખત લાંબી ઘાતકી ઉંઘમાંથી ઉઠશે.[૧૧૪]
ગુવેરાને જાણવા મળ્યું હતું કે યુએન કોમ્પલેક્સમાં તેમના રોકાણ દરમિયાન ક્યુબા નિર્વાસિતો દ્વારા તેમના પર જીવલેણ હુમલાના બે નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યા હતા.[૧૧૫] સૌપ્રથમ હુમલાનો પ્રયાસ મોલી ગોન્ઝાલિસે કર્યો હતો તે સાત ઇંચ લાંબા શિકારી ચાકુ લઇને ગુવેરાના પ્રવેશ વખતે ઉભી કરવામાં આવેલી આડશો તોડીને અંદર ઘુસ્યો હતો.બીજો પ્રયાસ ગુવેરાના સંબોધન દરમિયાન ગગીલેર્મો નોવો દ્વારા કરવામાં આવ્યો હતો.નોવોએ ઇસ્ટ રિવરમાં ઉભેલી એક હોડીમાંથી રોકેટ લોન્ચર દ્વારા યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો.[૧૧૫][૧૧૬] બાદમાં ગુવેરાએ બંને ઘટના પર તેની ટિપ્પણી આપતા જણાવ્યું હતું કે એક પુરૂષના હાથે બંદૂકની ગોળીએ થી મરવા કરતા કોઇ મહિલાના હાથે ચાકુથી મરવું સારું અને ઉમેર્યું હતું કે આ ધડાકાએ સમગ્ર વસ્તુને વધુ રસપ્રદ બનાવી છે.[૧૧૫]
ન્યૂયોર્ક શહેરની મુલાકાત દરમિયાન ગુવેરા સીબીએસ સન્ડે ન્યૂઝ પ્રોગ્રામ ફેસ ધ નેશન માં ચમક્યો હતો[૧૧૭] અને અમેરિકન સેનેટર યુગીન મેકકાર્થી[૧૧૮]થી માંડીને માલ્કમ એક્સના એસોસિયેટ્સ સુધીના વિવિધ લોકોને મળ્યો હતો. માલ્કમ એક્સે તેના વખાણ કરતા ગુવેરાને તે સમયે દેશની સૌથી ક્રાંતિકારી વ્યક્તિ ગણાવી હતી અને ઓડબન બોલરૂમ ખાતે ભેગા થયેલા લોકો સમક્ષ તેના દ્વારા કરાયેલું નિવેદન વાંચ્યું હતું.[૧૧૯]
17 ડિસેમ્બરના રોજ ગુવેરા પેરિસના ત્રણ મહિનાના પ્રવાસે નિકળ્યો હતો જેમાં તેણે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના, યુનાઇટેડ આરબ રિપબ્લિક, ઇજિપ્ત, અલ્જેરિયા, ઘાના, ગુનીયા, માલી, ડેહોમે, કોંગો-બ્રાઝાવિલે અને તાંઝાનિયાની મુલાકાત લીધી હતી અને આયર્લેન્ડ અને પ્રાગ્વે ખાતે રોકાણ કર્યું હતું. આયર્લેન્ડમાં ગુવેરાએ લાઇમરિક સિટીમાં સેઇન્ટ પેટ્રીક્સ ડે ઉજવીને તેના પોતાના આયરિશ વારસાને આલિંગન કર્યું હતું.[૧૨૦] ગુવેરાએ તેની આ મુલાકાત અંગે તેના પિતાને પત્રલખ્યો હતો અને જણાવ્યું હતું કે હું તમારા પૂર્વજોના હરિયાળા આયર્લેન્ડમાં છું. જ્યારે તેઓ મળી આવ્યા ત્યારે ટેલિવિઝન સ્ટેશનો મારી પાસે આવ્યા હતા અને લિન્ચ વંશાવળી અંગે પ્રશ્ન કર્યા હતા, પરંતુ તે કિસ્સામાં તેઓ ઘોડા ચોર અથવા તેના જેવા કઇંક હતા. મેં વધું કશુ કહ્યું ન હતું.[૧૨૧]
આ પ્રવાસ દરમિયાન તેણે ઉરુગ્વેના એક સાપ્તાહિકના એડિટર કાર્લોસ ક્વિજાનો પત્ર લખ્યો હતો જેને બાદમાં ક્યુબામાં સમાજવાદ અને વ્યક્તિ એમ નવું શિર્ષક આપવામાં આવ્યું હતું. [૯૯] ગુવેરાએ તેમાં નવા આત્માના સર્જન, કામનો દરજ્જો અને વ્યક્તિની ભૂમિકા અંગે હાકલ કરી હતી. તેણે તેના સામ્રાજ્યવાદી વિરોધી વલણ પાછળનું કારણ પણ સમજાવ્યું હતું.
"The laws of capitalism, blind and invisible to the majority, act upon the individual without his thinking about it. He sees only the vastness of a seemingly infinite horizon before him. That is how it is painted by capitalist propagandists, who purport to draw a lesson from the example of Rockefeller — whether or not it is true — about the possibilities of success. The amount of poverty and suffering required for the emergence of a Rockefeller, and the amount of depravity that the accumulation of a fortune of such magnitude entails, are left out of the picture, and it is not always possible to make the people in general see this."[૯૯]
ગુવેરાએ તેના નિબંધના અંતે લખ્યું હતું કે સાચી ક્રાંતિ પ્રેમની ઉત્કૃષ્ટ લાગણીમાંથી જન્મે છે અને તે પ્રેરકબળ તરીકે કામ કરે છે.[૯૯] ગુવેરાના વિચારની ઉત્પત્તિનો આધાર તે વાસ્તવિકતા પર રહેલો હતો કે તે માનતો હતો કે ક્યુબા ક્રાંતિનું ઉદાહરણ એક આધ્યાત્મિક ઘટના છે અને તે તમામ સરહદો પાર કરી જશે.[૨૪]
24 ફેબ્રુઆરી 1965ના રોજ ગુવેરાએ એલ્ગિયર્સમાં આંતરાષ્ટ્રીય મંચ પર છેલ્લી જાહેર હાજરી આપી હતી તેમણે એફ્રો-એશિયન સોલિડારિટી પર એક આર્થિક સેમિનારમાં પ્રવચન આપ્યું હતું.[૧૨૨] તેમણે સમાજવાદી દેશોની નૈતિક જવાબદારીઓ શું છે તે જણાવ્યું હતું અને તેમના પર શોષણવૃત્તિ ધરાવતા પશ્ચિમી દેશો સાથે અપકૃત્યમાં ગર્ભિત ભાગીદારી કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે સામ્યવાદી દેશો માટે અનેક માપદંડો અંગે માહિતી આપી હતી જેનું તેમણે જણાવ્યું હતું કે સામ્રાજ્યવાદને હરાવવા ચુસ્તપણે પાલન થવું જોઇએ.[૧૨૩] સોવિયેટ યુનિયનની આવી રીતે જાહેરમાં ટીકા કર્યા બાદ તેઓ 14 માર્ચના રોજ ક્યુબા પાછા ફર્યા હતા. તે સમયે હવાના એરપોર્ટ પર તેમનું ફિડેલ અને રૌલ કેસ્ટ્રો, ઓસ્વાલ્ડો ડોર્ટીકોસ અને કાર્લોસ રેફલ રોડ્રીગેઝ દ્વારા શાનદાર સ્વાગત કરાયું હતું.
બે સપ્તાહ બાદ, 1965માં ગુવેરા જાહેર જીવનમાંથી અદ્રશ્ય થઇ ગયા હતા. તેમનું ઠેકાણું ક્યુબામાં એક મોટું રહસ્ય હતું કારણકે તેને કેસ્ટ્રો બાદના સૌથી શક્તિશાળી નેતા ગણવામાં આવતા હતા. તેમની આ લુપ્તતા માટે તેમણે જે ઔદ્યોગિકરણ યોજનાની તરફેણ કરી હતી તેની નિષ્ફળતાને જવાબદાર ગણાવી હતી. અન્ય પરિબળોમાં સિનો-સોવિયેટ વિભાજન વખતે ગુવેરાના ચાઇનિઝ કમ્યુનિસ્ટ તરફી વલણને અયોગ્ય ઠેરવવા સોવિયેટ અધિકારીઓ દ્વારા કેસ્ટ્રો પર દબાણ વધારાયું હતું અને ક્યુબાના આર્થિક વિકાસ અને વિચારધારા પર ગુવેરા અને કેસ્ટ્રોવચ્ચે મતભેદનો સમાવેશ થાય છે.
ગુવેરાના મંતવ્યોની ચાઇનીઝ કમ્યુનિટી નેતાગીરીની વિચારધારા સાથે સામ્યતા ક્યુબા માટે સમસ્યા સર્જી રહી હતી કારણકે દેશનું અર્થતંત્ર સોવિયત યુનિયન પર વધુને વધુ આધાર રાખવા માંડ્યું હતું. ક્યુબા ક્રાંતિના શરૂઆતના દિવસોથી ગુવેરાને લેટિન અમેરિકામાં માઓવાદી વ્યૂહરચનાના તરફેણકર્તા અને ક્યુબાના ઝડપી ઔદ્યોગિકરણની યોજનાના જનેતા ગણવામાં આવતા હતા. ક્યુબાની ઔદ્યોગિક ક્રાંતિને ઘણીવાર ચીનના ગ્રેટ લીપ ફોરવર્ડ સાથે સરખાવવામાં આવતી હતી. કેસ્ટ્રો ગુવેરા પ્રત્યે હતાશ થયા હતા કારણકે ગુવેરા સોવિયેટ શરતો અને ભલામણોનો વિરોધ કરી રહ્યાં હતા જ્યારે કેસ્ટ્રો તેમને જરૂરી ગણાવી રહ્યાં હતા. ગુવેરાએ સોવિયેટની કેટલીક શરતો અને ભલામણોને ભ્રષ્ટ અને એકાધિકારતરફી ગણાવી હતી.[૧૨૪] જો કે ગુવેરા અને કેસ્ટ્રો બંને સંયુક્ત મોરચાના વિચાર પર જાહેરમાં એકમત હતા.
ક્યુબન મિસાઇલ કટોકટીને પગલે ગુવેરા સોવિયેત યુનિયન બાબતે વધુ શંકાવાદી બન્યા હતા. મિસાઇલ કટોકટીને ગુવેરાએ સોવિયટના દગા તરીકે ગણાવી હતી. નિકિતા ખ્રુચોવે ક્યુબાના વિસ્તારોમાંથી મિસાઇલો પાછી ખેંચી લીધી હતી. એલ્ગીયર્સમાં છેલ્લા ભાષણમાં તેણે કહ્યું હતું કે ઉત્તર ગોળાર્ધ પશ્ચિમમાં અમેરિકાની આગેવાની હેઠળ અને પશ્ચિમમાં સોવિયટ યુનિયને દક્ષીણ ગોળાર્ધનું શોષણ કરનાર ગણાવ્યા હતા. વિયેટનામ યુદ્ધમાં તેમણે કોમ્યુનિસ્ટ નોર્થ વિયેટનામને નક્કર ટેકો આપ્યો હતો અને અનેક વિયેટનામ સર્જવા માટે અન્ય વિકાસશીલ દેશના લોકોને શસ્ત્રો હાથમાં લેવા વિનંતી કરી હતી.[૧૨૫]
ગુવેરાના ભાવિ અંગે આંતરરાષ્ટ્રીય અટકળોના દબાણ હેઠળ કેસ્ટ્રોએ 16 જૂન 1965ના રોજ જણાવ્યું હતું કે લોકોને ગુવેરા વિશે ત્યારે માહિતી આપવામાં આવશે કે જ્યારે ગુવેરા પોતે ઇચ્છશે. તેમ છતાં ક્યુબાની અંદર અને બહાર અટકળો ચાલી રહી હતી. 3 ઓક્ટોબરના રોજ કેસ્ટ્રોએ ગુવેરા દ્વારા તેમને કેટલાક મહિના પહેલા લખાયેલો એક તારીખ લખ્યા વગરનો પત્ર જાહેર કર્યો હતો. આ પત્રમાં ગુવેરાએ ક્યુબા ક્રાંતિને તેમની પુષ્ટિને ફેરસમર્થન આપ્યું હતું. તેમાં તેમણે વિદેશમાં ક્રાંતિ લાવવાના ઉદેશ માટે ક્યુબા છોડવાના તેમના ઇરાદાની જાહેરાત કરી હતી. વધુમાં તેમણે સરકાર અને પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામા આપ્યા હતા અને ક્યુબાનું માનદ નાગરિકત્વ પાછું આપવાની જાહેરાત કરી હતી.[૧૨૬] ગુવેરાની ચળવળ આગામી બે વર્ષ સુધી ગુપ્ત રીતે ચાલુ રહી હતી.
કોંગો
[ફેરફાર કરો]1965માં ગૂવેરાએ આફ્રિકામાં પ્રવેશ કરવાનું અને કોંગોમાં ચાલી રહેલા સંઘર્ષમાં એક ગેરિલા તરીકે પોતાનો અનુભવ ઓફર કરવાનું નક્કી કર્યું હતું. અલ્જેરિયાના પ્રમુખ એહમદ બેન બેલાના જણાવ્યા મુજબ ગૂવેરાએ વિચાર્યું હતું કે આફ્રિકા સામ્રાજ્યવાદની નબળી કડી છે અને માટે ક્રાંતિ માટે વિપુલ ક્ષમતા ધરાવે છે.[૧૨૭] છેક 1959માં ગૂવેરાની મુલાકાતથી ગુવેરા સાથે ભાઈ જેવો સંબંધ ધરાવતા ઇજિપ્તાના રાષ્ટ્રપ્રમુખ ગમાલ અબ્દિલ નસીરને ગૂવેરાની કોંગોમાં લડાઇની યોજના મુર્ખતાભરી લાગી હતી અને ચેતવણી આપી હતી કે તે એક ટારઝન જેવી વ્યક્તિ બનીને રહી જશે અને નિષ્ફળ જશે.[૧૨૮] ચેતવણી છતાં, ગૂવેરાએ માર્ક્સવાદી સિમ્બા ચળવળના સમર્થનમાં ક્યુબાની કામગીરીની આગેવાની લીધી હતી, આ ચળવળ ત્યાં ચાલી રહેલી કોંગો કટોકટીમાંથી ઉભરી હતી. ગૂવેરા, તેના સેકન્ડ-ઇન-કમાન્ડ વિક્ટર ડ્રેક અને અન્ય 12 ક્યુબન સાથીદારો 24 એપ્રિલ 1965ના રોજ કોંગોમાં પહોંચ્યા હતા અને ત્યાર બાદ ટૂંક સમયમાં 100 જેટલા એફ્રો-ક્યુબન તેમની સાથે જોડાયા હતા.[૧૨૯][૧૩૦] તેમણે થોડા સમય માટે ગેરિલા નેતા લોરેન્ટ ડિઝાયર કબિલા સાથે મળીને કામ કર્યું હતું. લોરેન્ટે અગાઉના મહિનાઓમાં નિષ્ફળ બળવાની આગેવાની લેનાર અને સીઆઇએ દ્વારા મારી નંખાયેલા પેટ્રિક લુમુમ્બાના ટેકેદારોને અગાઉ મદદ કરી હતી. લુમુમ્બાના પ્રશંસક તરીકે ગૂવેરાએ જાહેરાત કરી હતી કે તેની હત્યા આપણા સૌ માટે એક પદાર્થપાઠ હોવો જોઇએ.[૧૩૧] સ્વાહિલી અને સ્થાનિક ભાષાનું ખુબ જ ઓછું જ્ઞાન ધરાવતા ગૂવેરાને ફ્રેડી ઇલાન્ગા નામના દુભાષિયાની સેવા પુરી પાડવામાં આવી હતી. સાત મહિનાના સમયગાળામાં ઇલાન્ગાએ ગૂવેરાની સખત મહેનતના વખાણ કરવાનું શરૂ કરી દીધું હતું. ઇલાન્ગાના જણાવ્યા મુજબ ગૂવેરા અશ્વેતને તેટલું જ માન આપતો હતો કે તે જેટલું શ્વેતને આપતો હતો.[૧૩૨] જો કે ટૂંક સમયમાં ગૂવેરાનો કબિલાના લશ્કરના શિસ્ત અંગેનો ભ્રમ ભાંગી ગયો હતો અને બાદમાં તેની ટીકા કરી હતી કે તે સન્માનજનક વ્યક્તિ છે તેવી કોઇ વસ્તુ મને જણાતી નથી.[૧૩૩]
વધુ એક અવરોધ તરીકે, લેક ટેન્ગનયિકા ખાતે આવેલા ફિઝી ગામમાં ગૂવેરાને નિષ્ફળ બનાવવા માટે માઇક હોરના નેતૃત્ત્વ હેઠળ શ્વેત સાઉથ આફ્રિકન ભાડૂતી સિપાહીઓએ ક્યુબામાંથી દેશ નિકાલ કરાયેલા લોકો અને સીઆઇએ સાથે એક થઇને કોંગો નેશનલ આર્મી માટે કામ કર્યું હતું. તેઓ તેના સંદેશાવ્યવહાર પર નજર રાખી શકતા અને અને માટે તેના હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા અને તેની પુરવઠા લાઇનો કાપી નાંખી હતી. ગૂવેરા કોંગોમાં તેની હાજરી છૂપાવવા માંગતો હતો તેમ છતાં અમેરિકા સરકાર તેના સ્થળ અને પ્રવૃત્તિથી વાકેફ હતી. નેશનલ સિક્યુરિટી એજન્સી ગૂવેરાના કોલ આંતરવા માટે હિન્દ મહાસાગરમાં દર એ સલામ પાસે સતત ફરતી રહેલી ફ્લોટિંગ લિસનિંગ પોસ્ટ યુએસએનએસ પીવીટી જોઝ એફ વેલ્ડેઝ (T-AG-169) પર રાખવામાં આવેલા સાધન દ્વારા ગૂવેરાના તમામ ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલને આંતરતી હતી. [૧૩૪]
ગૂવેરાનો ઉદેશ સ્થાનિક મોબુટુ વિરોધી સિમ્બા યોદ્ધાઓને માર્ક્સવાદી વિચારધારા અને ગેરિલા યુદ્ધની ફોકો સિદ્ધાંતની વ્યૂહરચનાઓ શિખવીને ક્રાંતિની નિકાસ કરવાનો હતો. તેની કોંગો ડાયરી માં તેણે બળવો નિષ્ફળ જવા પાછળ સ્થાનિક કોંગોના દળની અક્ષમતા, કટ્ટરતા અને આંતરિક વિખવાદને જવાબદાર ગણાવી છે.[૧૩૫] તે વર્ષે બાદમાં, મરડો અને અસ્થમાથી પીડાતા અને સાત મહિનાની હતાશા બાદ હિંમત ગુમાવી ચૂકેલા ગૂવેરાએ તેના બાકી બચેલા કુબન સાથીદારો સાથે કોંગો છોડ્યું હતું. (તેની કુમકના છ સભ્યો મૃત્યુ પામ્યા હતા). એક તબક્કે ગૂવેરાએ ક્રાંતિના ઉદાહરણ તરીકે ઘાયલ સાથીદારોને ક્યુબા મોકલવાનું અને મરતે દમ તક એકલે હાથે કોંગોમાં લડવાનું વિચાર્યું હતું જો કે તેના કોમરેડ અને કેસ્ટ્રો દ્વારા મોકલવામાં આવેલા બે ગુપ્ત દૂતની વિનંતી બાદ છેલ્લી પળે તે પોતાની અનિચ્છા સાથે વિચાર માંડી વાળ્યો હતો. કોંગો અંગે બોલતા ગૂવેરાએ જણાવ્યું હતું કે માનવ પરિબળ નિષ્ફળ ગયું લડવાની કોઇનામાં ઇચ્છા નથી અને નેતાઓ ભ્રષ્ટ છે, ટૂંકમાં કહીએ તો અહીં કરવા જેવું કશું ન હતું[૧૩૬] કેટલાક સપ્તાહ બાદ, કોંગો સાહસ દરમિયાન પોતાની સાથે રાખેલી ડાયરીની પ્રસ્તાવનાની શરૂઆતમાં તેમણે લખ્યું હતું કે આ એક નિષ્ફળતાનો ઇતિહાસ છે.[૧૩૭]
ગૂવેરાની ક્યુબા પાછા ફરવાની ઇચ્છા ન હતી કારણકે કેસ્ટ્રોએ ગૂવેરાનો ફેરવેલ લેટર જાહેર કરી દીધો હતો. આ પત્ર ગુવેરાના મૃત્યુના કિસ્સામાંજ જાહેર કરવાનો હતો, જેમાં તેણે વિશ્વભરની ક્રાંતિને પોતાની જાત સમર્પિત કરવા તમામ સંબંધો તોડી નાંખ્યા હતા.[૧૩૮] પરિણામે ગૂવેરાએ ત્યાર બાદના છ મિહના દર એ સલામ અને પ્રાગ્વેમાં ગાળ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે તેના કોંગોના અનુભવની યાદોને ડાયરીમાં ઉતારી હતી અને વધુ બે પુસ્તકો માટે ડ્રાફ્ટ તૈયાર કર્યા હતા જેમાં એક પુસ્તક ફિલોસોફી પર હતી અને બીજી અર્થશાસ્ત્ર પરની હતી. બાદમાં તેણે દક્ષિણ અમેરિકાના પ્રવાસ માટે ક્યુબન ઇન્ટેલિજન્સએ તૈયાર કરેલા નવા ખોટા ઓળખ પત્રોની ચકાસણી કરવા પશ્ચિમ યુરોપના કેટલાક દેશોનું મુલાકાત લીધી હતી. ગૂવેરાએ બોલિવિયા માટે તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેણે તેના પાંચ પુત્રોને છેલ્લો પત્ર લખ્યો હતો જે તેના મૃત્યુ પર વાંચવાનો હતો.
"Above all, always be capable of feeling deeply any injustice committed against anyone, anywhere in the world. This is the most beautiful quality in a revolutionary."[૧૩૯]
બોલિવિયા
[ફેરફાર કરો]ગૂવેરાનું સ્થળ હજુ પણ લોકોને ખબર ન હતું. મોઝામ્બિકની સ્વતંત્રતા ચળવળના પ્રતિનિધિ ફ્રેલિમોએ નોંધ્યું હતું કે તેમના ક્રાંતિક્રારી પ્રોજેકટને મદદ પુરી પાડવા માટે ગૂવેરાની મદદની ઓફરના સંદર્ભમાં ગુવેરાને 1966ના અંતે અથવા 1967ની શરૂઆતમાં ગુવેનાને દર એ સલામ ખાતે મળ્યા હતા, અંતે તેમણે આ ઓફરને ફગાવી દીધી હતી.[૧૪૦] હવાના ખાતે આંતરરાષ્ટ્રીય કામદાર દિવસની રેલીને સંબોધતા લશ્કરી દળના કાર્યકારી મંત્રી જોન અલમીડાએ જાહેરાત કરી હતી કે ગૂવેરા લેટિન અમેરિકામાં કોઇ સ્થળે ક્રાંતિકારી ચળવળને મદદ કરી રહ્યાં છે. ધ પર્સિસ્ટન્ટે નોંધ્યું હતું કે તે બોલિવિયામાં ગેરિલાની આગેવાની લઇ રહ્યાં છે તે વાત સાચી છે.
ગૂવેરાને થાણાનો તાલીમ વિસ્તાર તરીકે ઉપયોગ કરવા માટે કેસ્ટ્રો વતી સ્થાનિક બોલિવિયન સામ્યવાદીઓએ આંતરિયાળ નાનકાહુઝુ વિસ્તારમાં સૂકા ચોમાસુ જંગલનો એક ટૂકંો ખરીદ્યો હતો.
ગૂવેરા અને તેના ક્યુબન સાથી માટે નાનકાહુઝુ ખીણમાં આ તાલીમ કેમ્પ લડાઇ કરતા વધુ ઘાતક સાબિત થયો હતો. ગેરિલા લશ્કર બનાવવાની દિશામાં ખૂબ જ થોડી કામગીરી થઇ શકી હતી. ભૂતપૂર્વ સ્ટાસી ઓપરેટિવ હેડી ટમારા બુન્કી બિડર કે જે તેના નોમ ડી ગુરે તાનીયા તરીકે વધુ જાણીતી હતી તેને લા પાઝમાં પ્રાથમિક એજન્ટ તરીકે ભરતી કરવામાં આવી હતી. પરંતુ તે કેજીબી માટે પણ કથિત કામ કરતી હતી અને કેટલાક પશ્ચિમી સૂત્રોમાં નોંધવામાં આવ્યું હતું કે તેણે બોલિવિયાના સત્તાવાળાઓને ગૂવેરાના ખટલા સુધી લઇ જઇને અજાણતાથી સોવિયેટ હિતને મદદ કરી હતી.[૧૪૧][૧૪૨]
ગૂવેરાનું ગેરિલા દળ માત્ર 50 સૈનિકોનું હતું અને ઇએલએન (ઇજેર્કિટો ડી લિબરેશન નેશનલ ડી બોલિવિયા , નેશનલ લિબરેશન આર્મી ઓફ બોલિવિયા)તરીકે કામ કરતું હતું. તે હથિયારોથી સારી રીતે સજ્જ હતું અને તેણે કેમિરી વિસ્તારના દુર્ગમ પહાડી વિસ્તારોમાં શરૂઆતમાં ઘણી અથડામણમાં જીત મેળવી હતી. બોલિવિયાના દળ સામે ગૂવેરાના દળના કેટલાક વિજયને પગલે બોલિવિયાની સરકારે ગેરીલા દળના વાસ્તવિક કદ માટે વધુ પડતો અંદાજ લગાડવાનું શરૂ કર્યું હતું.[૧૪૩] પરંતુ સપ્ટેમ્બરમાં, બોલિવિયાનું લશ્કર એક હિંસક અથડામણમાં બે ગેરીલા જૂથનો ખાતમો બોલાવવામાં સફળ રહ્યું હતું. તેમાં એક ગેરિલા નેતા પણ માર્યો ગયો હોવાનું કહેવાય છે.
ગૂવેરાની બોલિવિયામાં ક્રાંતિ સર્જવાના આયોજનને દેખીતી રીતે નિષ્ફળતા મળી હતી, કારણકેઃ
- તેની ધારણા હતી કે તેણે માત્ર બોલિવિયાના લશ્કર સામે જ લડવાનું છે કે જે નબળી તાલીમ અને શસ્ત્રો ધરાવતા હતા. જો કે ગૂવેરા તે વાતથી અજાણ હતો કે અમેરિકન સરકારે બળવાખોર વિરોધી પ્રવૃત્તિમાં મદદ માટે તેના સીઆઇએના સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિવિઝન કમાન્ડો અને અન્ય ઓપરેટિવને બોલિવિયા મોકલ્યા હતા. બોલિવિયન આર્મીને યુએસ આર્મી સ્પેશિયલ ફોર્સ તેમજ જંગલમાં યુદ્ધવિદ્યાની તાલીમ મેળવેલા રેન્જર્સની તાજેતરમાં રચાયેલી વિશેષ બટાલીયન બોલિવિયા મોકલી હતી તેમણે ગૂવેરાના ગેરિલાના છુપાવાના સ્થળની નજીક લા એસ્પિરાન્ઝામાં જ તેમનું થાણું નાખ્યું હતું.
- ગૂવેરાના સ્થાનિક અસંતુષ્ટો તરફથી મદદ અને સહકારની આશા હતી જે તેને ક્યારેય મળ્યા ન હતા. ગૂવેરાને મેરિયો મોન્જેની આગેવાની હેઠળ બોલિવિયાની કોમ્યુનિસ્ટ પાર્ટીનો પણ ટેકો મળ્યો ન હતો.મોન્જે હવાના કરતા મોસ્કો તરફ વધુ ઢળેલા હતા. ગૂવેરાના મૃત્યુ બાદ તેના પાસેથી મળી આવેલી ડાયરીમાં તેણે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ બોલિવિયા પ્રત્યે પોતાની ફરિયાદની નોંધ કરેલી છે. ગૂવેરાએ તેને અવિશ્વાસુ, અપ્રમાણિક અને મૂર્ખ પાર્ટી ગણાવી હતી. [૧૪૪]
- તેણે હવાના સાથે રેડિયો સંપર્કમાં રહેવાનું હતું. જો કે ક્યુબા દ્વારા પુરા પાડવામાં આવેલા બે શોર્ટવેવ ટ્રાન્સમિટર ખામીયુક્ત હતા, આમ ગેરિલાઓ એકબીજા સાથે સંપર્ક કરી શક્યા ન હતા અને છૂટા પડીને ફસાઇ ગયા હતા.
વધુમાં ગૂવેરા સમાધાન કરતા ઘર્ષણમાં વધુ માનતા હતા, જે અગાઉ ક્યુબામાં તેમની ગેરિલા યુદ્ધ ચળવળમાં જણાયું હતું. આ સ્વભાવને કારણે તેઓ બોલિવિયામાં સ્થાનિક નેતાઓ સાથે સંબંધ કેળવવામાં નિષ્ફળ રહ્યાં હતા.[૧૪૫] તેમનું આવું વલણ ક્યુબામાં પણ અસ્તિત્વમાં હતું પરંતુ તેના પર ફિડેલ કેસ્ટ્રોની અવારનવાર દરમિયાનગીરી દ્વારા અંકુશ મુકાયો હતો.[૧૪૬]
અંતિમ પરિણામ તે હતું કે ગૂવેરા ભરતી માટે તેના 11 મહિનાના પ્રયાસમાં સ્થાનિક લોકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યા હતા.[સંદર્ભ આપો] તેના આ સાહસને અંતે ગૂવેરાએ તેની ડાયરીમાં નોંધ્યું હતું કે ખેડૂતો અમને કોઇ મદદ આપતા નથી અને બાતમીદાર બની રહ્યાં છે.[૧૪૭]
ગિરફ્તારી અને દેહાંત
[ફેરફાર કરો]There was no person more feared by the company (CIA) than Che Guevara because he had the capacity and charisma necessary to direct the struggle against the political repression of the traditional hierarchies in power in the countries of Latin America.
બોલિવિયામાં ગૂવેરાની શોધખોળ દરમિયાન ક્યુબામાંથી દેશ નિકાલ કરેલા અને બાદમાં સીઆઇએના સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિવિઝનના સભ્ય બનેલા ફેલિક્સ રોડ્રીજે બોલિવિયાના લશ્કરને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.[૧૪૮] 7 ઑક્ટોબરના રોજ એક બાતમીદારે બોલિવિયાની સ્પેશિયલ ફોર્સને ગૂવેરાના ગેરિલા કેમ્પ યુરોના કોતરોમાં ક્યાં આવેલા છે તેની માહિતી આપી હતી. તેમણે તે સમગ્ર વિસ્તારને 1,800 સૈનિકો દ્વારા ઘેરી લીધો હતો અને અથડામણમાં ગૂવેરા ઘાયલ થયા હતા અને તેમને કેદી બનાવવામાં આવ્યા હતા આમ તેઓ સાઇમન ક્યુબા સરબિયાથી છૂટા પડ્યાં હતા. ચેના જીવનચરિત્રકાર જોન લી એન્ડરસનએ બોલિવિયન બર્નાર્ડિનો હંકાસ એકાઉન્ટમાં નોંધ્યું છે કે ઘુવેરા તેની બંદૂક બગડી જતા નકામી થઇ ગઇ હતી અને તે બેવાર ઘાયલ થયો હતો. ઘાયલ ગૂવેરાએ બૂમ પાડીને કહ્યું હતું કે ગોળી ના ચલાવો હું ગૂવેરા છું અને હું મૃત કરતા જીવિત તમારા માટે ઘણો કિંમતી છું.[૧૪૯]
7 ઑક્ટોબરની રાત્રે ગૂવેરાને બાંધીને નજીકના ગામ લા હિગુરામાં આવેલી એક ખંડેર શાળાના મકાનમાં લઇ જવાયો હતો. અહીં દોઢ દિવસ સુધી ગૂવેરાએ બોલિવિયાના અધિકારીઓને તપાસનો ઇનકાર કર્યો હતો અને બોલિવિયાના સૈનિકો સાથે શાંતિથી વાત કરી હતી. બોલિવિયાના એક સૈનિક અને હેલિકોપ્ટર પાયલટ જૈમી નિનો ડી ગુઝમેને ગૂવેરાને એક ભયાનક દેખાતા માણસ તરીકે ગણાવ્યો હતો. ડી ગુઝમેનના જણાવ્યા મુજબ ગૂવેરાને જમણા પગની પીંડીમાં ગોળી વાઘી હતી, તેના વાળ ધૂળથી ભરાયેલા હતા તેના કપડા ફાટીને ચિથરા જેવા થઇ ગયા હતા અને તેના પગ મજબૂત ચામડાના આવરણથી ઢાંકેલા હતા ડી ગુઝમેન જણાવે છે કે ગૂવેરા થાકીને ભાંગી પડ્યો હતો તેમ છતાં તેણે તેનું માથું ગર્વથી ઊંચું રાખ્યું હતું અને દરેકની સાથે આંખોમાં આંખ મિલાવીને વાત કરતો હતો. તે સમયે તેણે એકમાત્ર ધૂમ્રપાન કરવા માટે કઇંક વસ્તુની માંગ કરી હતી. ડી ગુઝમેન જણાવે છે કે તેને તેના પર દયા આવી હતી અને ગૂવેરાને તેની પાઇપ માટે તમાકુની એક નાની કોથળી આપી હતી. ગુવેરાના મોઢા પર ત્યારે સ્મિત જોવા મળ્યું હતું અને તેણે તેનો આભાર માન્યો હતો.[૧૫૦] 8 ઑક્ટોબરના રોજ બોલિવિયાના અધિકારી એસ્પિનોસાએ ગૂવેરાના મોઢામાંથી પાઇપ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, ગુવેરાના હાથ બંધાયેલા હતા તેમ છતાં તેણે તે અધિકારીને લાત મારીને દિવાલ પર ફેંકી દીધો હતો.[૧૫૧] અન્ય એક બળવાખોર ઘટનામાં, ગૂવેરાએ તેના દેહાંતની થોડી જ વાર પહેલા બોલિવિયાના રીયર એડમિરલ યુગાર્ટેકના મોંઢા પર થુંક્યું હતું.[૧૫૧]
ત્યાર બાદ 9 ઑક્ટોબરની સવારે ગૂવેરાએ ગામની શિક્ષિકા 22 વર્ષીય જુલિયા કોર્ટેઝને મળવાની ઇચ્છા વ્યકત કરી હતી. કોર્ટેઝે બાદમાં જણાવ્યું હતું કે તેને ગૂવેરા સૌમ્ય અને સખત દેખાવ ધરાવતો અને તેની વાત માની શકાય તેવો માણસ જણાયો હતો. ગૂવેરા સાથેની ટૂંકી વાતચીત દરમિયાન તે તેની સાથે આંખ મિલાવીને વાત કરી શકી ન હતી કારણકે તેની દ્રષ્ટિ અત્યંત અસહ્ય, ભેદક અને શાંત હતી.[૧૫૧] કોર્ટેઝ સાથેની ટૂંકી વાતચીત દરમિયાન ગૂવેરાએ શાળાની ખંડેર સ્થિતિ સામે ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓ મર્સિડિસ કારમાં ફરે છે ત્યારે વિદ્યાર્થીઓને આવી ખંડેર શાળામાં શિક્ષણ આપવું શિક્ષણશાસ્ત્રના વિષય વિરુદ્ધનું છે. ગૂવેરાએ જણાવ્યું હતું કે અમે આની જ સામે લડત આપી રહ્યાં છીએ.[૧૫૧]
9 ઑક્ટોબરની સવાર બાદ, બોલિવિયાના રાષ્ટ્રપ્રમુખ રેન બેરિએન્ટોસએ ગૂવેરાની હત્યા કરવાનો આદેશ આપ્યો. બોલિવિયન લશ્કરના દારૂ પિધેલા સાર્જન્ટ મેરિયો ટેરાનએ ગૂવેરાની હત્યા કરી હતી. તેણે વિનંતી કરી હતી કે મેરિયો નામ ધરાવતા બી કંપનીના તેના ત્રણ મિત્રો ગુવેરાના ગેરિલાઓ સામે લડતાં મૃત્યુ પામ્યા હતા માટે તે ગૂવેરાને ગોળી મારશે.[૭] ગોળીના ઘા સરકાર દ્વારા લોકો સમક્ષ રજૂ કરાનાર કહાણીને સુસંગત લાગે તે માટે ફેલિક્સ રોડ્રિઝે ટેરાનને એવી રીતે નિશાન તાકવા જણાવ્યું કે ગૂવેરા બોલિવિયા લશ્કર સાથેની અથડામણમાં માર્યો ગયો હોય તેમ દેખાય. [૧૫૨]
ગૂવેરાના દેહાંત દંડ પહેલા તેને પુછવામાં આવ્યું હતું કે શું તેને લાગે છે કે તે અમર થઇ જશે. તેણે જવાબ આપ્યો હતો ના, હું ક્રાંતિના અમરત્વ વિશે વિચારી રહ્યો છું. [૧૫૩] ચે ગૂવેરાએ બાદમાં તેની હત્યા કરનારને કહ્યુ હતું કે મને ખબર છે કે તું મારી હત્યા કરવા આવ્યો છે. કાયર, ગોળી ચલાવ. તું એક માત્ર માણસની જ હત્યા કરી રહ્યો છે.[૧૫૪] તે સમયે હચમચી ગયેલા ટેરાને તેની સેમિઓટોમેટિક રાઇફલમાંથી ગોળીઓ ચલાવી હતી જે ગૂવેરાના કાંડા અને પગમાં વાગી હતી. ગૂવેરા જમીન પર ફસડાઇ પડ્યો હતો. તે તેનું દર્દ ચિચીયારી સ્વરૂપે બહાર ના આવે તે માટે પોતાના જ કાંડા પર બચકું ભરી રહ્યો હતો. બાદમાં ટેરાને તેના પર ફરી ગોળીઓ ચલાવી હતી, બપોરે 1.10 કલાકે તેની છાતીમાં ગોળી ચલાવી તેને ઘાતક રીતે ઘાયલ કર્યો હતો, એમ રોડ્રિગેઝએ જણાવ્યું હતું.[૧૫૫] ગૂવેરા પર નવ વખત ગોળી ચલાવવામાં આવી હતી. જેમાં પાંચ વખત તેના પગમાં, એક-એક વખત જમણા ખભા અને કાંડામાં, એક વખત છાતીમાં અને છેલ્લે તેના ગળા પર ગોળી ચલાવવામાં આવી હતી. [૧૫૧]
દેહાંત બાદની ઘટના, અવશેષો અને સ્મારક
[ફેરફાર કરો]ગૂવેરાના મૃતદેહને બાદમાં હેલિકોપ્ટરની લેન્ડિંગ સ્કિડ્સ પર નાંખીને બાજુના ગામ વેલેગ્રાન્ડે લઇ જવાયો હતો જ્યાં નોસ્ટ્રા સેનોરા ડી માલ્ટાના લોન્ડ્રી રૂમની કોંક્રીટ સ્લેબ પર પડેલા તેના મૃતદેહના ફોટા લેવાયા હતા.[૧૫૬] સેંકડો સ્થાનિક લોકોએ તેના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી હતી, ઘણાએ ગૂવેરાના મૃતદેહને જીજસ ક્રાઇસ્ટ જેવી મૃદ્રા સાથે સરખાવી હતી, કેટલાકે પૂજા માટે તેના વાળ પણ લીધા હતા. આ તુલનામાં વધારો થયો હતો કે જ્યારે પોસ્ટમોર્ટમના ફોટોગ્રાફ જોયા બાદ અંગ્રેજી કળા ટીકાકાર જોહન બર્જરે નોંધ્યું હતું કે તે બે પ્રખ્યાત ચિત્રોને મળતા આવે છે જેમાં રેમ્બ્રેન્ટના ધ એનાટોમી લેસન ઓફ ડો. નિકોલસ ટુલ્પ અને એન્ડ્રીઆ મેન્ટેગ્નાના લેમન્ટેશન ઓવર ધ ડેડ ક્રાઇસ્ટ નો સમાવેશ થાય છે.[૧૫૭]
અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર વોલ્ટ વ્હીટમેન રોસ્ટોએ અમેરિકાના પ્રમુખ લિન્ડન બી જોહનસનને આપેલા એક અવર્ગીકૃત આવેદનપત્રમાં ગૂવેરાની હત્યાના નિર્ણયને એક મુર્ખતા પરંતુ બોલિવિયાના દ્રષ્ટિકોણથી સમજી શકાય તેવો ગણાવ્યો હતો.[૧૫૮] ગૂવેરાની હત્યા બાદ રોડ્રિગુઝે ગૂવેરાની કેટલી ખાનગી વસ્તુઓ પોતાની પાસે લઇ લીધી હતી જેમાં એક રોલેક્સ જીએમટી માસ્ટર કાંડાઘડિયાળનો સમાવેશ થાય છે.[૧૫૯] જે તેમણે બાદમાં વર્ષો સુધી પહેરી રાખી હતી. રોડ્રિગુઝે ગૂવેરાની વસ્તુઓ અવારનવાર પત્રકારોને બતાવી હતી.[૧૬૦] આજે ગૂવેરાની કેટલીક વસ્તુઓ કે જેમાં તેની ફ્લેશલાઇટનો સમાવેશ થાય છે તે સીઆઇએ ખાતે પ્રદર્શનમાં મુકવામાં આવી છે.[૧૬૧] લશ્કરી ડોક્ટર દ્વારા તેના હાથ કાપી લીધા બાદ બોલિવિયાના લશ્કરી અધિકારીઓ ગૂવેરાના મૃતદેહને એક અજાણ્યા સ્થળે લઇ ગયા હતા અને તેના અવશેષો દાટી દીધા છે કે તેની અંતિમક્રિયા કરાઇ છે તેની માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. ફિંગરપ્રિન્ટ ઓળખ માટે બ્યુનો એરિસ ખાતે તેના હાથ મોકલવા માટે તેના કાપેલા હાથને ફોર્માલ્ડિહાઇડમાં સાચવી રાખવામાં આવ્યા હતા. (તેની ફિંગર પ્રિન્ટ આર્જેન્ટિના પોલીસના રેકોર્ડ પર હતી). તે બાદમાં ક્યુબા મોકલવામાં આવ્યા હતા.
15 ઑક્ટોબરે ફિડેલ કેસ્ટ્રોએ પુષ્ટિ આપી હતી કે ગૂવેરાનું મૃત્યુ થયું છે અને સમગ્ર ટાપુ પર ત્રણ દિવસનો જાહેર શોક જાહેર કર્યો હતો.[૧૬૨] 18 ઑક્ટોબરના રોજ કેસ્ટ્રોએ હવાનાના પ્લાઝા ડી લા રિવોલ્યુશન ખાતે ગૂવેરા પ્રત્યે શોક વ્યકત કરવા ભેગા થયેલા દસ લાખથી વધુ લોકોને સંબોધન કર્યું હતું અને ગુવેરાના પાત્ર અને ક્રાંતિકારી ગણાવ્યું હતું.[૧૬૩] ફિડેલ કાસ્ટ્રોએ આ રીતે તેના ગુણગાન ગાયા હતા.
"If we wish to express what we want the men of future generations to be, we must say: Let them be like Che! If we wish to say how we want our children to be educated, we must say without hesitation: We want them to be educated in Che’s spirit! If we want the model of a man, who does not belong to our times but to the future, I say from the depths of my heart that such a model, without a single stain on his conduct, without a single stain on his action, is Che!"[૧૬૪]
એપ્રિલ 1967માં બોલિવિયામાં ગૂવેરાની સાથે પકડાયેલા ફ્રેન્ચ બૌધિક રેગીસ ડીબ્રેએ ઑગસ્ટ 1968માં જેલમાંથી ઇન્ટર્વ્યુ આપ્યો હતો. જ્યાં તેણે ગૂવેરા કેવા સંજોગોમાં પકડાયો તેની વિગતવાર માહિતી આપી હતી. થોડા સમય માટે ગૂવેરાના ગેરિલા બેન્ડ સાથે સંકળાયેલા ડીબ્રેએ જણાવ્યું હતું કે તેની દ્રષ્ટિએ તેઓ જંગલના શિકાર હતા અને જંગલ જ તેમને ખાઇ ગયું હતું. [૧૬૫] ડીબ્રેએ એક નિરાધાર સ્થિતિનું વર્ણન કર્યું હતું જેમાં ગૂવેરાના માણસો કુપોષણ, પાણીનો અભાવ, પગરખાંની ગેરહાજરીથી પીડાતા હતા. તેમની પાસે 22 માણસોની વચ્ચે માત્ર છ જ કામળા હતા. ડીબ્રે યાદ કરતા કહે છે કે ગૂવેરા અને અન્ય સાથીઓ બિમારીથી પીડાઇ રહ્યાં હતા જેને કારણે તેમના હાથ અને પગ એટલી હદે ફૂલી ગયા હતા કે તમે તેમના હાથની આંગળીઓને ઓળખી ના શકો[૧૬૫] નિરર્થક સ્થિતિ છતાં ડીબ્રેએ ગૂવેરાને લેટિન અમેરિકા બાબતે આશાવાદી ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે તેણે મોતને એવી રીતે સ્વીકાર્યું હતું કે તેનું મૃત્યુ એક પ્રકારનો પુનર્જનમ હશે. ગૂવેરા મૃત્યુને ફરીથી જન્મ લેવાની ખાતરી અને પુનર્જનમની ધાર્મિક વિધિ ગણતો હતો. [૧૬૫]
1995ના અંતમાં બોલિવિયાના નિવૃત્ત જનરલ મેરિયો વર્ગાસે ચે ગુવારાઃ એ રિવોલ્યુશનરી લાઇફ ના લેખક જોન લી એન્ડરસનને ગુપ્ત માહિતી આપી કે ગૂવેરાનો મૃતદેહ વેલિગ્રાન્ડ એરસ્ટ્રીપની નજીક દાટવામાં આવ્યો હતો જેને પરિણામે ગૂવેરાના અવશેષો શોધવા માટે બહુરાષ્ટ્રીય શોધ હાથ ધરાઇ હતી જે એક વર્ષ કરતા વધુ ચાલી હતી જુલાઇ 1997માં ક્યુબાના ભૂસ્તરશાસ્ત્રીઓ અને આર્જેન્ટિનાના ફોરેન્સિક એન્થ્રોપોલોજીસ્ટે બે સામૂહિક કબરમાંથી સાત મૃતદેહોના અવશેષો શોધી કાઢ્યા હતા જેમાં (ગુવારાની જેમ) હાથ કપાયેલા એક વ્યક્તિનો પણ મૃતદેહ હતો. બાદમાં બોલિવિયાના સરકારી અધિકારીઓએ આંતરિક મંત્રાલયની સાથે તે મૃતદેહ ગૂવેરાનો છે તેમ ત્યારે ઓળખી કાઢ્યો હતો કે જ્યારે ખોદકામ કરતા મળી આવેલા દાંત ચેના દાંતના પ્લાસ્ટર મોડ સાથે સંપૂર્ણપણે મળતા આવતા હતા. કોંગોલિઝ ઓપરેશન પહેલા ક્યુબામાં ચેના દાંતનો પ્લાસ્ટર મોલ્ડ બનાવવામાં આવ્યો હતો. બાદમાં દલીલને પુષ્ટિ ત્યારે મળી હતી કે જ્યારે આર્જેન્ટિનાના ફોરેન્સિક એન્થ્રોપોલોજીસ્ટ એલિજેન્ડ્રો ઇનકૌરીગીએ હાથ વગરના મૃતદેહની પાસે પડેલા એક વાદળી જેકેટમાં રહેલા છુપા ખિસ્સાની તપાસ કરી હતી. તેમને તેમાંથી પાઇપ તમાકુની એક નાની કોથળી મળી આવી હતી. ચેને તમાકુની નાની કોથળી આપનાર બોલિવિયાના હેલિકોપ્ટર પાયલટ નિનો ડી ગુઝમેને બાદમાં જણાવ્યું હતું કે તેને પહેલા તો ગંભીર શંકા હતી અને વિચાર્યુ હતું કે ક્યુબાના સત્તાવાળાઓ કોઇપણ જુના હાડકાને શોધી કાઢશે અને તેને તે ચેના અવશેષ છે તેમ કહેશે જો કે બાદમાં તેમણે જણાવ્યું હતું કે તમાકુની કોથળી વિશે સાંભળ્યા બાદ તેને કોઇ શંકા રહી ન હતી. [૧૫૦] 17 ઑક્ટોબર 1997ના રોજ ગૂવેરા અને તેના છ સાથીદારોના અવશેષોની સાન્તા ક્લારામાં વિશેષ રીતે બનાવવામાં આવેલી સમાધીમાં લશ્કરી સન્માન સાથે અંતિમવિધિ કરાઇ હતી. કાન્ટા ક્લારામાં તેમણે ક્યુબા ક્રાંતિના નિર્ણાયક લશ્કરી યુદ્ધની આગેવાની લીધી હતી.[૧૬૬]
ગૂવેરા જ્યારે પકડાયો હતો ત્યારે તેની હાથે લખેલી 30,000 શબ્દોની ડાયરી દૂર કરાઇ હતી, તે તેની વ્યક્તિગત કવિતા અને ટૂંકી વાર્તાઓનો સંગ્રહ હતો જે યુવા કમ્યુનિસ્ટ ગેરિલા દ્વારા લખાયેલી હતી અને તે તેનો ભય દૂર કરતી હતી. [૧૬૭] તેની ડાયરીમાં બોલિવિયામાં ગેરીલા ઝુંબેશની ઘટનાઓનું દસ્તાવેજીકરણ કરાયું હતું તેમાં 7 નવેમ્બર 1966ના રોજ તેના પ્રથમ પ્રવેશ, કે જ્યારે તે નાનકાહુઝુમાં આવેલા એક ખેતરમાં પ્રવેશ્યો હતો ત્યારથી માંડીને તે પકડાયો તેના કેટલાક દિવસ અગાઉ સુધી 7, ઑક્ટોબર 1967 સુધીની ઘટનાઓની માહિતી લખાયેલી હતી. [૧૬૮] તેમાં બોલિવિયાની લશ્કરને તેમની કામગીરીની કામગીરીની જાણ થઇ જતા ગેરિલાઓને યોગ્ય સમય પહેલા જ કેમ કામગીરી શરૂ કરવી પડી હતી તેની માહિતી આપવામાં આવી હતી. જે ગૂવેરાના ગેરિલા કુમકને બે ભાગમાં વહેચવા પાછળનું કારણ સમજાવે છે. આ વિભાજિત કુમકો બાદમાં એકબીજાનો સંપર્ક કરી શકી ન હતી અને તેમના આ સમગ્ર સાહસને તેમણે નિષ્ફળ ગણાવ્યું હતું. તેમાં ગૂવેરા અને બોલિવિયાની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચેની તકરારનો પણ ઉલ્લેખ કરાયેલો છે. આ તકરારને કારણે ગૂવેરાને મૂળ આશા કરતા નોંધપાત્ર ઓછા સૈનિકો મળ્યા હતા. તે દર્શાવે છે કે ગુવેરાને સ્થાનિક લોકોની ભરતી કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી કારણકે ગેરિલા જૂથોએ ક્વેકુઆ ભાષા શીખી હતી, તેમને જાણ ન હતી કે ખરેખર સ્થાનિક ભાષા ટુપી ગુરાની છે.[૧૬૯] ઝુંબેશનો અણધાર્યો અંત આવતા ગૂવેરા એકદમ બિમાર પડી ગયા હતા. ઝુંબેશનો અણધાર્યો અંત આવતા ગૂવેરા એકદમ બિમાર પડી ગયા હતા. તે અસ્થમાની બિમારીથી પીડાઇ રહ્યાં હતા અને તેમના મોટાભાગના છેલ્લા હુમલા દવા મેળવવા માટેના પ્રયાસ માટે કરાયા હતા.[૧૭૦]
બોલિવિયાની ડાયરીનું ઝડપથી રેમ્પાર્ટ્સ મેગેઝિન દ્વારા અનુવાદ કરાયું હતું અને વિશ્વભરમાં તેને પ્રસિદ્ધ કરાયું હતું.[૧૭૧] આ ઉપરાંત ઓછામાં ઓછી ચાર ડાયરીઓ અસ્તિત્વમાં છે જેમાં ઇઝરાયેલ રીસ ઝાયાસ (ઉર્ફે બ્રૌલિયો) , હેરી વિલેગાસ ટમાયો (પોમ્બો), એલિસીયો રીસ રોડ્રિગેઝ (રોલાન્ડો)[૧૪૧] અને ડેરિયલ અલાર્કોન રેમિરેઝ (બેનિગ્નો)[૧૭૨]નો સમાવેશ થાય છે. આ પ્રત્યેક ડાયરી ઘટનાઓની વધારાની માહિતી પુરી પાડે છે. જુલાઇ 2008માં બોલિવિયાની ઇવો મોરાલ્સ સરકારે ગૂવેરાની અગાઉ સીલ કરેલી ડાયરી બે નોટબૂકમાં કમ્પોઝ કરીને લોગબૂક અને કેટલાક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા સાથે પ્રસિદ્ધ કરી હતી. આ પ્રસંગે બોલિવિયાના નાયબ સંસ્કૃતિ મંત્રી પેબ્લો ગ્રુક્સએ જણાવ્યું હતું કે આગામી વર્ષમાં ડાયરીના હાથે લખાયેલા પ્રત્યેક પાનાના ફોટા પ્રસિદ્ધ કરવાની યોજના હતી. [૧૭૩] દરમિયાનમાં ઑગસ્ટ 2009માં બોલિવિયાના ન્યાય મંત્રાલય માટે કામ કરતા એન્થ્રોપોલોજિસ્ટોએ બોલિવિયાના ટીઓપોન્ટી શહેર નજીક ગૂવેરાના પાંચ સાથી ગેરિલાના અવશેષો શોધી કાઢ્યા હતા[૧૭૪]
વારસો
[ફેરફાર કરો]The current court of opinion places Che on a continuum that teeters between viewing him as a misguided rebel, a coruscatingly brilliant guerrilla philosopher, a poet-warrior jousting at windmills, a brazen warrior who threw down the gauntlet to the bourgeoisie, the object of fervent paeans to his sainthood, or a mass murderer clothed in the guise of an avenging angel whose every action is imbricated in violence – the archetypal fanatical terrorist.
— Dr. Peter McLaren, author of Che Guevara, Paulo Freire, and the Pedagogy of Revolution [૧૭૫]
તેની હત્યાના ચાલીસ વર્ષ બાદ પણ ચેનું જીવન એક વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. તેના જીવનના કેટલાક તબક્કે તેના સિદ્ધાંતોમાં વિરોધાભાસ તેની જટીલ લાક્ષણિકતાની અનંત બેવડી નિતિ દર્શાવે છે.
આ માનવામાં આવેલી શહાદત, વર્ગ વિગ્રહ માટે લડત માટે કાવ્યાત્મક ઉશ્કેરણી અને ભૌતિક પ્રોત્સાહનના સ્થાને નૈતિકતા દ્વારા નવા માનવીની સભાનતા કેળવવાના પગલે[૧૭૬] ગૂવેરા સામ્યવાદી પ્રેરિત લડતના રૂપક તરીકે ઉભર્યા હતા. ઘણા પ્રતિષ્ઠિત નેતાઓએ ચે ગૂવેરાને નાયક ગણાવ્યા છે.[૧૭૭] દાખલા તરીકે, નેલ્સન મન્ડેલાએ તેમને સ્વતંત્રતા ઇચ્છતા પ્રત્યેક વ્યક્તિ માટે એક પ્રેરણા તરીકે ગણાવ્યા છે.[૨૪] જ્યારે જીન પૌલ સાર્ટ્રેએ તેમને એક બૌદ્ધિક ઉપરાંત આપણા યુગના પૂર્ણ વ્યક્તિ તરીકે વર્ણવ્યા છે.[૧૭૮] અન્ય જે લોકોએ તેમના વખાણ કર્યા છે તેમાં ગ્રેહામ ગ્રીનનો સમાવેશ થાય છે જેમણે નોંધ્યું છે કે ચેએ શૌર્ય, રક્ષક અને સાહસના વિચારને રજૂ કર્યો છે.[૧૭૯] અને સુસાંગ સોન્ટેજે જણાવ્યું હતું કે ચેનો ઉદેશ માનવતાથી ઓછો સહેજ પણ ન હતો[૧૮૦] અશ્વેત સમુદાયમાં, ફિલોસોફર ફ્રાન્ટ્ઝ ફેનનએ ગૂવેરાને એક માનવીની શક્યતાનું વૈશ્વિક પ્રતીક ગણાવ્યા છે[૧૮૧] જ્યારે બ્લેક પેન્થર પાર્ટીના વડા સ્ટોકલી કારમાઇકલે જણાવ્યું હતું કે ચે ગૂવેરા મૃત્યુ નથી પામ્યા અને તેમના વિચારો અમારી પાસે છે. [૧૮૨] સમગ્ર રાજકીય વર્તુળોમાં તેમના વખાણ જોવા મળે છે. મુરે રોથબાર્ડે ગૂવેરાને એક નાયક ગણાવ્યા છે. તેમના મૃત્યુ પર ખેદ વ્યકત કરતા તેમણે જણાવ્યું હતું કે આપણા યુગના કે આપણા દેશના કોઇ પણ વ્યક્તિ કરતા વધુ ચે ક્રાંતિના સિદ્ધાંતના જીવતી ઉદાહરણ હતા.[૧૮૩] પત્રકાર ક્રિસ્ટોફર હિટચેને ટિપ્પણી કરી હતી કે ચેના મૃત્યુનું મારા અને મારા જેવા અનેક લોકો માટે બેજોડ મહત્ત્વ છે. તેઓ એક રોલ મોડલ હતા, તે આપણા જેવા મધ્યવર્ગના રૂઢિચુસ્ત રોમાન્ટિક માટે અશક્ય છે. તેમણે એક ક્રાંતિકારીએ જે કરવું જોઇએ તે કર્યું હતું. તેઓ પોતાની માન્યતા માટે લડ્યા અને તેના માટે મોતને ભેટ્યાં હતા.[૧૮૪] ગૂવેરા ક્યુબામાં અનેક લોકો માટે રાષ્ટ્રીય નાયક તરીકે ચાહના ધરાવે છે જ્યાં તેમની છબી 3 ડોલર ક્યુબન પેશોની શોભા વધારે છે અને શાળાના બાળકો તેમની સવારની શરૂઆત અમે ચે જેવા બનીશું એવી પ્રાર્થના સાથે કરે છે[૧૮૫] તેના મૂળ વતન આર્જેન્ટિનામાં અનેક હાઇસ્કૂલ[૧૮૬] અને મ્યુઝિયમ તેમનું નામ ધરાવે છે. આર્જેન્ટિનામાં 2008માં તેમના જન્મ સ્થળ રોઝારિયોમાં 12 ફૂટ ઊંચું કાંસાનું એક પૂતળાનું અનાવરણ કરાયું હતું. [૧૮૭] વધુમાં કેટલાક બોલિવિયન શ્રદ્ધાળુઓએ તેમને સંતનું બિરુદ આપ્યું છે અને તેને સંત અર્નેસ્ટો તરીકે પૂજે છે અને મદદ માટે તેમની પ્રાર્થના કરે છે.[૧૮૮]
તેમના જીવનચરિત્રકારોમાંના એક મેકોવરે તેમના સાહસના ગુણગાનને ફગાવે છે અને તેમને એક બેરહમ અત્યારા તરીકે વર્ણવે છે. [૧૮૯] ગૂવેરા પ્રત્યે શંકા ધરાવતા કેટલાક લેખકોએ નોંધ્યું હતું કે લેટિન અમેરિકાના મોટા ભાગમાં ચે પ્રેરિત ક્રાંતિથી ઘણા વર્ષો સુધી ઘાતકી લશ્કરશાહી અને સંહારક લડાઇને પ્રોત્સાહન મળ્યું હતું. [૧૯૦] ગૂવેરાની સમીક્ષામાં બ્રિટીશ ઇતિહાસકાર હગ થોમસ કહે છે કે ચે બહાદુર, ગંભીર અને દ્રઢમનોબળવાળા હોવાની સાથે સાથે હઠીલા, સંકુચિત માનસિકતા ધરાવતા અને તુમાખી હતા.[૧૯૧] થોમસના જણાવ્યા મુજબ તેમના જીવનના અંતે તેઓ તેમના પોતાના માટે હિંસાના ગુણથી સહમત થયા હોય તેમ જણાય છે. તેમના મૃત્યુ બાદ સારા નરસા કારણોસર તેમનો કેસ્ટ્રો પર પ્રભાવ વધતો ગયો કારણકે ફિડેલે તેમના ઘણા વિચારો અપનાવ્યા છે. થમસની સમીક્ષામાં માર્ટી અથવા અરેબિયાના લોરેન્સના કિસ્સાની જેમ નિષ્ફળતાએ ગૂવેરાની પ્રતિભા વધારી છે ઘટાડી નથી.[૧૯૧] ધ ઇન્ડિપેન્ડન્સ ઇન્સ્ટિટ્યુટના એલ્વારો વર્ગાસ લોસે ધારણા કરી હતી કે ગૂવેરાના સમકાલીન અનુયાયીઓએ એક ગેરમાન્યતાને અનુસરીને ગુવેરાને માર્ક્સવાદી રૂઢિચૂસ્ત ગણાવીને પોતાની જાતને મૂર્ખ બનાવી હતી. ગુવેરાએ તેની જડ સત્તાનો તેના વિરોધીઓને દબાવવા ઉપયોગ કર્યો હતો અને તે એક ઠંડા કલેજે હત્યા કરનાર મશિન તરીકે કામ કરતો હતો. [૧૯૦] લોસાએ ગૂવેરાના ઝનૂની સ્વભાવને ક્યુબાની ક્રાંતિના સોવિયતીકરણ માટે જવાબદાર ગણાવ્યો હતો. [૧૯૦] ક્યુબાના દેશનિકાલ પામેલા સમુદાયમાં આજે પણ ગૂવેરા પ્રત્યે નફરત ધરાવે છે. તેઓ ગુવેરાને લા કબાનાના કસાઇ તરીકે જુએ છે[૧૯૨] ગૂવેરાના દેશનિકાલ પામેલા પૌત્ર કનેક સાંચેઝ ગૂવેરાએ પણ તાજેતરમાં ક્યુબાની વર્તમાન સરકારની ટીકા કરી હતી. [૧૯૩]
તેમની વિરોધાભાસી છબી હોવા છતાં તેમના ચહેરાનું હાઇ-કોન્ટ્રાસ્ટ મોનોક્રોમ ગ્રાફિક વિશ્વની સૌથી વધુ મર્ચેન્ડાઇઝ્ડ઼ અને ઓબ્જેક્ટિફાઇડ ઇમેજ બની છે.[૧૯૪][૧૯૫] તેનું ચિત્ર અસંખ્ય વસ્તુઓ પર જોવા મળે છે જેમાં ટી શર્ટ, ટોપી, પોસ્ટર, ટેટૂ, બિકીનીનો સમાવેશ થાય છે.[૧૯૬] દુર્ભાગ્યવશ તેમનું ચિત્ર એવા ગ્રાહકવાદમાં યોગદાન આપી રહ્યું છે કે જેમના તેઓ વિરોધી હતા. ગૂવેરા આજે પણ રાજકીય સંદર્ભ[૧૯૭]માં અને કાંતિકારી યુવાનોમાં એક લોકપ્રિય નેતા તરીકે અમર છે. [૧૯૮]
આર્કાઇવ્ઝ મીડિયા
[ફેરફાર કરો]વિડીયો ફૂટેજ
[ફેરફાર કરો]- આયરલેન્ડના ડબ્લીનની મુલાકાત દરમિયાન ગૂવેરાની મુલાકાત (2:53), અંગ્રેજી ભાષાંતર, આરટીઈ લાયબ્રેરી અને આર્કાઈવ્ઝ વિડીયો ક્લીપ
- ગૂવેરા કાવ્યનું પઠન કરે છે. (1:00), અંગ્રેજી સબટાઈટલ, from એલ ચેઃ ઈન્વેસ્ટિગેટિંગ અ લિજેન્ડ - કુલટેર વિડીયો 2001, વિડીયો ક્લીપ સંગ્રહિત ૨૦૧૧-૧૦-૧૧ ના રોજ વેબેક મશિન
- ગૂવેરા ફિડલ કાસ્ટ્રોને સમર્થન દર્શાવી રહ્યાં છે. (0:22), અંગ્રેજી સબટાઈટલ, અલ ચેઃ ઈન્વેસ્ટિંગેટીગ અ લિજેન્ડ - કૂલટૂર વિડીયો 2001, વિડીયો ક્લીપ સંગ્રહિત ૨૦૧૧-૧૦-૧૧ ના રોજ વેબેક મશિન
- ગૂવેરા શ્રમ અંગે બોલે છે. (0:28),અંગ્રેજી સબટાઈટલ, એલ ચેઃ ઈન્વેસ્ટિગેટિંગ અ લિજેન્ડ - કુલટેર વિડીયો 2001, વિડીયો ક્લીપ સંગ્રહિત ૨૦૧૧-૧૦-૧૧ ના રોજ વેબેક મશિન
- ગૂવેરા બે ઓફ પીગ્સ અંગે બોલે છે, (0:17), અંગ્રેજી સબટાઈટલ એલ ચેઃ ઈન્વેસ્ટિગેટિંગ અ લિજેન્ડ - કુલટેર વિડીયો 2001 વિડીયો ક્લીપ સંગ્રહિત ૨૦૧૧-૧૦-૧૧ ના રોજ વેબેક મશિન
- ગૂવેરા સામ્રાજ્યવાદ વિરુદ્ધ બોલે છે, (1:20), અંગ્રેજી સબટાઈટલ એલ ચેઃ ઈન્વેસ્ટિગેટિંગ અ લિજેન્ડ -કુલટેર વિડીયો 2001 વિડીયો ક્લીપ સંગ્રહિત ૨૦૧૧-૦૭-૦૮ ના રોજ વેબેક મશિન
ઓડિયો રેકોર્ડિંગ
[ફેરફાર કરો]- એબીસી પર ગૂવેરાની મુલાકાત સમસ્યા અને જવાબો , (23:53), અંગ્રેજી ભાષાંતર લીસા હાવર્ડ દ્વારા, 24 માર્ચ 1964, ઓડિયો ક્લીપ સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૩ ના રોજ વેબેક મશિન
રચનાની યાદી
[ફેરફાર કરો]ચે ગૂવેરા દ્વારા મુળ સ્પેનિશનમાં લખાયેલી પરંતુ અંગ્રેજીમાં ભાષાતંર કરાયેલી રચનાઓ.
- અ ન્યૂ સોસાયટીઃ રિફ્લેક્શન ફોર ટુડેઝ વર્લ્ડ , ઓસેન પ્રેસ, 1996, ISBN 1-875284-06-0
- બેક ઓન ધ રોડઃ જર્ની થ્રુ લેટિન અમેરિકા , ગ્રુવ પ્રેસ, 2002, ISBN 0-8021-3942-6
- ચે ગૂવેરાઃ ક્યુબા એન્ડ ધ રોડ ટુ સોશિયાલિઝમ , પાથફાઈન્ડર પ્રેસ, 1991, ISBN 0-87348-643-9
- ચે ગૂવેરા ઓન ગ્લોબલ જસ્ટીસ , ઓસેન પ્રેસ (AU), 2002, ISBN 1-876175-45-1
- ચે ગૂવેરાઃ રેડિકલ રાઈટિંગ ઓન ગેરિલા વોરફેર, પોલિટિક્સ એન્ડ રિવોલ્યુશન, ફિલિગૂરિયન પબ્લિશિંગ, 2006, ISBN 1-59986-999-3
- ચે ગૂવેરા રિડરઃ રાઈટિંગ ઓન પોલીટીક્સ એન્ડ રિવોલ્યુશન , ઓસેન પ્રેસ, 2003, ISBN 1-876175-69-9
- ચે ગૂવેરા સ્પીક્સઃ સિલેક્ટેડ સ્પીચ એન્ડ રાઈટિંગ્સ , પાથફાઈન્ડર પ્રેસ (NY), 1980, ISBN 0-87348-602-1
- ચે ગૂવેરા ટોક ટુ યંગ પીપલ , પાથફાઈન્ડર, 2000, ISBN 0-87348-911-X
- ચે: ધ ડાયરીઝ ઓફ અરેન્સ્ટો ગૂવેરા , ઓસેન પ્રેસ (AU), 2008, ISBN 1-920888-93-4
- કોલોનિઝમ ઈઝ ડૂમ્ડ , વિદેશ મંત્રાલય, ક્યુબા, 1964, ASIN B0010AAN1K
- ક્રિટીકલ નોટ્સ ઓન પોલીટીકલ ઈકોનોમી: અ રિવોલ્યુશનરી હ્યુમનીસ્ટ એપ્રોસ ટૂ માર્કસીસ્ટ ઈકોનોમીક્સ ઓસેન પ્રેસ, 2008, ISBN 1-876175-55-9
- એપિસોડ ઓફ ક્યુબન રિવોલ્યુશનરી વોર, 1956–58 , પાથફાઈન્ડર પ્રેસ (ન્યૂયોર્ક), 1996, ISBN 0-87348-824-5
- ગેરીલા વોરફેર: સત્તાવાર આવૃતિ ઓસેન પ્રેસ, 2006, ISBN 1-920888-28-4
- લેટિન અમેરિકા: એવેકિંગ ઓફ અ કોન્ટિનેન્ટ , ઓસેન પ્રેસ, 2005, ISBN 1-876175-73-7
- માર્કસ એન્ડ એન્જેલસ: એન ઈન્ડ્રોક્ટશન , ઓસેન પ્રેસ, 2007, ISBN 1-920888-92-6
- અવર અમેરિકા એન્ડ ધેર: કેનેડી એન્ડ ધ એલાયન્સ ફોર પ્રોગ્રેસ , ઓસેન પ્રેસ, 2006, ISBN 1-876175-81-8
- રિમેન્સિસ ઓફ ધ ક્યુબન રિવોલ્યુશનરી વોર: સત્તાવાર આવૃતિ ઓસેન પ્રેસ, 2005, ISBN 1-920888-33-0
- સેલ્ફ પોટ્રેઈટ ચે ગૂવેરા , ઓસેન પ્રેસ (AU), 2004, ISBN 1-876175-82-6
- સોશિયાલિઝમ એન્ડ મેન ઈન ક્યુબા , પાથફાઈન્ડર પ્રેસ(ન્યૂયોર્ક), 1989, ISBN 0-87348-577-7
- ધ અમેરિકન ડ્રીમ: ધ ડાયરીઝ ઓફ ધ રિવોલ્યુશનરી વોર ઈન કોંગો ગ્રુવ પ્રેસ, 2001, ISBN 0-8021-3834-9
- ધ આર્જેન્ટીને , ઓસેન પ્રેસ (AU), 2008, ISBN 1-920888-93-4
- ધ બોલિવિયન ડાયરી ઓફ અર્નેસ્ટો ચે ગૂવેરા પાથફાઈન્ડર પ્રેસ, 1994, ISBN 0-87348-766-4
- ધ ડાયરી ઓફ ધ ચે ગૂવેરા : ધ સિક્રેટ પેપર્સ ઓફ અ રિવોલ્યુશનરી , એમેરોન લી, ISBN 0-89190-224-4
- ધ ગ્રેટ ડિબેટ ઓન પોલિટીકલ ઈકોનોમી , ઓસેન પ્રેસ, 2006, ISBN 1-876175-54-0
- ધ મોટરસાયકલ ડાયરીઝ: અ જર્મની અરાઉન્ડ સાઉથ અમેરિકા લંડન: વેર્સો, 1996, ISBN 1-85702-399-4
- ટૂ સ્પીક ધ ટ્રૂથ: વાય વોશિંગ્ટન્સ "કોલ્ડ વોર" અગેન્સ્ઝ ક્યુબા ડઝનોટ એન્ડ , પાથફાઈન્ડર, 1993, ISBN 0-87348-633-1
નોંધ અને સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ તેમના જન્મના રેકોર્ડ તેમના જન્મપ્રમાણપત્ર મુજબ 14 જૂન 1928 છે. પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ (જુલિયા કોન્સ્ટેલા, જોન લી એન્ડરસન દ્વારા ટાંકીને), કહેવામાં આવ્યું હતું કે તેમનો જન્મ ખરેખર તો 14મેના રોજ થયો હતો. કોન્સ્ટેલાએ કહ્યું હતું કે તેમને એક જ્યોતિષે કહ્યુ ંહતું કે તેમની માતા સેલિયા ડી લા સેરના અને તેમના પિતા અર્નેસ્ટો ગૂવેરાના લગ્ન થયા ત્યારે તે ગર્ભવતી હતી પરંતુ વિવાદો ટાળવા માટે તેમણે એક મહિના પછીની જન્મતારીખ લગાવી. (એન્ડર 1997, પૃષ્ઠ. 3, 769.)
- ↑ કેસેય 2009, પૃષ્ઠ. 128.
- ↑ ૩.૦ ૩.૧ ક્રાંતિકારી દવા 19 ઑગસ્ટના રોજ ક્રાતિકારીઓને પ્રવચન.
- ↑ એફ્રો અશિયન કોન્ફોરન્સ અલ્જેરિયા એફ્રો એશિયન સંબંધો અંગે તેમનું પ્રવચન ફેબ્રુઆરી 24, 1965
- ↑ બેઉબિયન, એનપીઆર ઓડિયો રિપોર્ટ, 2009, 00:09-00:13
- ↑ ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ "કાસ્ટ્રોનું મગજ" 1960.
- ↑ ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ ૭.૪ તાઈબો 1999, p. 267.
- ↑ ૮.૦ ૮.૧ ૮.૨ કેલનેર 1989, પૃષ્ઠ. 69-70.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 526-530.
- ↑ રાયન 1998, પૃષ્ઠ. 4
- ↑ ડોર્ફમેન 1999.
- ↑ મેરિલેન્ડ ઈન્સ્ટીટ્યુટ ઓફ આર્ટ, બીબીસી ન્યૂઝ મે 26, 2001
- ↑ ચેનું અંતિમ ના"ગુવેરા" કાસ્ટેલાઈઝ્ડ બાસ્કેના "ગેબારા" માંથી આવ્યું છે. ગેબારા અલાવા પ્રાંતનું વારસાગત નામ છે. તેમની દાદી, અન્ના લિંચ મારફતે, તેમના પુર્વજ પેટ્રીક લિંચ, આયરલેન્ડના ગાલવેમાંથી તેઓ 1740ના દાયકામાં અહીં આવ્યા હતા.
- ↑ લાવરેટ્સકે 1976
- ↑ કેલનેર 1989, પૃષ્ઠ. 23.
- ↑ આર્જેન્ટિના: ચેની રેડ માતા સંગ્રહિત ૨૦૧૩-૦૮-૨૬ ના રોજ વેબેક મશિન ટાઈમ સામયિક , July 14, 1961
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 22-23.
- ↑ સેન્ડિસન 1996, પૃષ્ઠ. 8.
- ↑ કેલનેર 1989, પૃષ્ઠ. 24.
- ↑ કેન, નીક એન્ડ ગ્રોવડેન, ગ્રેગ "પ્રકરણ 21: રગ્બી અંગે 10 વિચિત્ર હકિકતો" રગ્બી યુનિયન ફોર ડુમિનિસ (બીજી આવૃતિ), જ્હોન વિલેય એન્ડ સન, ISBN 139780470035375, પૃષ્ઠ. 293.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 28.
- ↑ ૨૨.૦ ૨૨.૧ હાર્ટ 2004, પૃષ્ઠ 98.
- ↑ હેને 2005, પૃષ્ઠ. 164.
- ↑ ૨૪.૦ ૨૪.૧ ૨૪.૨ ૨૪.૩ ૨૪.૪ ૨૪.૫ ૨૪.૬ ૨૪.૭ ૨૪.૮ (એન્ડરસન 1997, પૃષ્ઠ. 37–38) સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ; નામ "ReferenceC" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે - ↑ સેન્ડિસન 1996, પૃષ્ઠ. 10.
- ↑ કેલનેર 1989, પૃષ્ઠ. 26.
- ↑ રાતનેર 1997, પૃષ્ઠ. 25.
- ↑ ૨૮.૦ ૨૮.૧ કેલનેર 1989, પૃષ્ઠ. 27.
- ↑ એનવાયટી(NYT) બેસ્ટસેલર યાદી: #38 પેપરબેક નોન ફિક્શન 2005-02-20, #9 નોન ફિક્શન 2004-10-07 અને અન્ય પ્રસંગોએ
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 98.
- ↑ તેમનો મેડિકલ ડિપ્લોમાની યુનિવર્સિટીની કોપી જેનો ઉલ્લેખ અને ફોટો બીકમિંગ ચે: ગૂવેરાઝ સેકન્ડ એન્ડ ફાઈલ ટ્રીપ થ્રુ લેટિન અમેરિકા , કાર્લોસ 'કાલિકા' ફેર્રેર (સ્પેનિશમાંથી સારા એલ. સ્મિથ દ્વારા ભાષાંતર), મારીયા એડિટોરિયલ, 2006, ISBN 987-1307-07-1. ફેર્રેર ગુવેરાના બાળપણના મિત્ર હતા ગુવેરાએ 1953માં પરીક્ષા પાસ કરીને આ સર્ટીફિકેટ ફેર્રેરને આપ્યું હતું કારણ કે ફેર્રેરે હંમેશા કહેતા કે તું કોઈ દિવસ તારો અભ્યાસ પૂરો કરી શકીશ નહીં.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 126.
- ↑ તાઈબો 1999, પૃષ્ઠ. 31.
- ↑ કેલનેર 1989, પૃષ્ઠ. 31.
- ↑ ૩૫.૦ ૩૫.૧ ગૂવેરા લિંચ 2000, પૃષ્ઠ. 26.
- ↑ રેડિયો કાડેના આગ્રામોન્ટે 2006.
- ↑ ઈગ્નાસિયો 2007, પૃષ્ઠ. 172.
- ↑ અમેરિકાનો ગૃહ વિભાગ 2008.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 144.
- ↑ ૪૦.૦ ૪૦.૧ કેલનેર 1989, પૃષ્ઠ. 32.
- ↑ તાઈબો 1999, પૃષ્ઠ. 39.
- ↑ સ્નો, અનિતા. "'મારી જિંદગી ચે સાથે- હિલ્ડા ગાડેઆ દ્વારા." એસોસિયેટ પ્રેસ ડબલ્યુજે એક્સએકસ ટીવી (WJXX-TV) . ઑગસ્ટ 16, 2008. ફેબ્રુઆરી 6, 2008.
- ↑ ચે ગૂવેરા 1960–67 ફ્રાન્ક ઈ. સ્મિથા
- ↑ Sinclair, Andrew (1970). Che Guevara. The Viking Press. પૃષ્ઠ 12.
- ↑ કેલનેર 1989, પૃષ્ઠ. 33.
- ↑ ૪૬.૦ ૪૬.૧ રિબેલ વાઈફ, અ રિવ્યું ઓફ માય લાઈફ વીથ ચે: ધ મેકિંગ ઓફ રિવોલ્યુશનરી હિલ્ડા ગાડેઆ ટોમ ગજેલ્ટેન, ધ વોશિંગ્ટન પોસ્ટ , ઑક્ટોબર 12, 2008
- ↑ તાઈબો 1999, પૃષ્ઠ. 55.
- ↑ સેન્ડિસન 1996, પૃષ્ઠ. 28.
- ↑ કેલનેર 1989, પૃષ્ઠ. 37.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 194.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 213.
- ↑ સેન્ડિસન 1996, પૃષ્ઠ. 32.
- ↑ ડિપાલ્મા 2006, પૃષ્ઠ. 110–111.
- ↑ કેલનેર 1989, પૃષ્ઠ. 45.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 269–270.
- ↑ કાસ્ટેનેડા 1998, પૃષ્ઠ. 105, 119.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 237-238, 269–270, 277–278.
- ↑ સન્ડિસન 1996, પૃષ્ઠ. 35.
- ↑ ઈગ્નાસિયો 2007, પૃષ્ઠ. 177.
- ↑ ઈગ્નાસિયો 2007, પૃષ્ઠ. 193.
- ↑ પોસ્ટર બોય ઓફ રિવોલ્યુશન સેઉલ લાન્ડાઉ, ધ વોશિંગ્ટન પોસ્ટ , ઓક્ટોબર 19, 1997, Page X01
- ↑ Moore, Don. "Revolution! Clandestine Radio and the Rise of Fidel Castro". Patepluma Radio.
- ↑ બોકમેન 1984.
- ↑ કેલનેર 1989, પૃષ્ઠ. 40.
- ↑ ૬૫.૦ ૬૫.૧ કેલનેર 1989, પૃષ્ઠ. 47.
- ↑ કાસ્ટ્રો 1972, પૃષ્ઠ. 439–442.
- ↑ ડોર્સેચનેર 1980, પૃષ્ઠ. 41–47, 81–87.
- ↑ સેન્ડિસન 1996, પૃષ્ઠ. 39.
- ↑ કેલનેર 1989, પૃષ્ઠ. 48.
- ↑ કેલનેર 1989, પૃષ્ઠ. 13.
- ↑ એન્ડરસન 1997, 397.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 400–401.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 424.
- ↑ ગૂવેરાના બંને લગ્ન દ્વારા સંતાનો હતો અને એક ગેરકાયદે બાળક હતું.: હિલ્ડા ગાડેઆ સાથે (લગ્ન ઑગસ્ટ 18, 1955; છુડાછેડા મે 22, 1959), હિલ્ડા બેટ્રીઝ ગૂવેરા ગાડેઆ, જન્મ ફેબ્રુઆરી 15, 1956 મેક્સિકો શહેર; મૃત્યુ ઑગસ્ટ 21, 1995 હવાના, ક્યુબા; એલેઈડા માર્ચ (લગ્ન જૂન 2, 1959), એલેઈડા ગૂવેરા માર્ચ, જન્મ નવેમ્બર 24, 1960 હવાના, ક્યુબા, કેમિલો ગૂવેરા માર્ચ, જન્મ મે 20, 1962 હવાના, ક્યુબા, સેલિઆ ગૂવેરા માર્ચ, જન્મ જૂન 14, 1963 હવાના, ક્યુબા, અને અર્નેસ્ટો ગૂવેરા માર્ચ, જન્મ ફેબ્રુઆરી 24, 1965 હવાના, ક્યુબા; અને લૈલા રોસા લોપેઝ (એક્સ્ટ્રામેરિટલ), ઓમેર પેરેઝ, જન્મ માર્ચ 19, 1964 હવાના, ક્યુબા (કસાટાનેડા 1998, પુષ્ઠ. 264–265).
- ↑ ગોમેઝ ટ્રેટો 1991, પૃષ્ઠ. 115. "યુદ્ધ સ્વાતંત્ર અંગે પેનલ લો (જૂલાઈ 28, 1896) ફરીથી નિયમ એક લગાવવામાં આવ્યો. આ નિયમ ધ પેનલ રેગ્યુલેશ ઓફ રિબેલ આર્મી, સિએરા માએસ્ટ્રા દ્વારા ફેબ્રૂઆરી 21, 1958માં મંજૂર કરાયો, અને સૈન્યના સત્તાવાર બૂલેટીનમાં પ્રકાશિત થયો (Ley penal de Cuba en armas, 1959)" (ગોમેઝ ટ્રેટો 1991, પુષ્ઠ. 123).
- ↑ ગોમેઝ ટ્રેટો 1991, પૃષ્ઠ. 115–116).
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 372, 425.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 376.
- ↑ નેઈસ 2007, પૃષ્ઠ. 60
- ↑ ગોમેજ ટ્રેટો 1991, પૃષ્ઠ. 116).
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 388.
- ↑ નેઈસ 2007, પૃષ્ઠ. 61
- ↑ ૮૩.૦ ૮૩.૧ ૮૩.૨ કસ્ટાનેડા 1998, પૃષ્ઠ. 143-144.
- ↑ અલગ અલગ સ્ત્રોત અલગ અલગ મૃત્યદંડનો આંક આપે છે. કેટલાક સીધા જ ગૂવેરા દ્વારા અપાયેલા અને કેટલાક સીધા જ શાસન હેઠળ અપાયેલા મૃત્યદંડનો આંક આપે છે. એન્ડરસન(1997) લા કાબના જેલમાં ચોક્કસ નંબર 55 આપે છે.(p. 387.), જ્યારે કેટલાક કહે છે કે સમગ્ર ક્યુબા દરમિયાન કેટલાય લોકોને મૃત્યુદંડ અપાયો હતો." (પૃષ્ઠ. 387). (કાસ્ટેનેડા 1998) ઇતિહાસકારોની નોંધ કેવી રીતે 200 થી 700ના અલગ અલગ આંક આપી રહ્યા છે તે (p. 143). આનુ સમર્થન લાગો દ્વારા કરાયું જેઓ 216નો આંક આપે છે. જે ત્રણ વર્ષ દરમિયાન ગુવેરાએ ક્યુબામાં મૃત્યુદંડની સજા આપી હતી. (1957-1960).
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 375.
- ↑ કેલનેર 1989, પૃષ્ઠ. 54.
- ↑ કેલનેર 1989, પૃષ્ઠ. 57.
- ↑ ૮૮.૦ ૮૮.૧ ૮૮.૨ કેલનેર 1989, પૃષ્ઠ. 58.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 423.
- ↑ નિવાતા 2007. ગૂવેરાએ વિનંતી કરી હતી કે જાપાન સરકાર હિરોશીમાની મુલાકાતની વ્યવસ્થા કરે જ્યારે સરકારે ઈનકાર કર્યો ત્યારે તેઓ ઓસાકા હોટલ છોડી ગયા અને રાત્રે જ ઓમર ફ્રનાન્ડેઝ સાથે હીરોશીમા જવા રવાના થયા.
- ↑ ૯૧.૦ ૯૧.૧ એન્ડરસન 1997, પૃષ્ઠ. 435.
- ↑ કાસેય 2009, પૃષ્ઠ. 25.
- ↑ કાસેય 2009, પૃષ્ઠ. 25-50.
- ↑ ૯૪.૦ ૯૪.૧ કેલનેર 1989, પૃષ્ઠ. 55.
- ↑ Latin America's New Look at Che by Daniel Schweimler, BBC News, October 9, 2007
- ↑ ૯૬.૦ ૯૬.૧ ૯૬.૨ કેલનેર 1989, પૃષ્ઠ. 61.
- ↑ ૯૭.૦ ૯૭.૧ ક્રોમ્પટન 2009, પૃષ્ઠ. 71.
- ↑ ડૂમુર 1964 ચે ગૂવેરા ફ્રેન્ચ બોલતા જોઈ શકાય છે.
- ↑ ૯૯.૦ ૯૯.૧ ૯૯.૨ ૯૯.૩ "સમાજવાદ અને ક્યુબામાં વ્યકિત" કાર્લોસ ક્વિજાનો, સંપાદક માર્ચા ને પત્ર, મોન્ટેવિડીયો, ઉરૂગ્વે;થી દર અઠવાડિયે પ્રકાશિત થતું અને "ફ્રોમ અલ્ગેરિસ ફોર માર્ચા: ધ ક્યુબન રિવોલ્યુશન ટુડે" ચે ગૂવેરા માર્ચ 12, 1965
- ↑ ૧૦૦.૦ ૧૦૦.૧ ૧૦૦.૨ ૧૦૦.૩ ૧૦૦.૪ કેલનેર 1989, પૃષ્ઠ. 62.
- ↑ Kellner 1989, p. 59.
- ↑ પીબીએસ(PBS): ચે ગૂવેરા, લોકપ્રિય પણ બિનઅસરકારક
- ↑ Kellner 1989, p. 75.
- ↑ કેલનેર 1989, પૃષ્ઠ. 63.
- ↑ કેલનેર 1989, પૃષ્ઠ. 74.
- ↑ ધ સ્પીરીટ ઓફ ચે ગૂવેરા સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૩ ના રોજ વેબેક મશિન આઈ. એફ. સ્ટોન, ન્યૂ સ્ટેટ્સમેન , ઓક્ટોબર 20, 1967
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 507.
- ↑ એન્ડર 1997, પૃષ્ઠ. 509.
- ↑ ૧૦૯.૦ ૧૦૯.૧ "અર્થશાસ્ત્રને રાજકારણથી અલગ પાડી શકાય નહીં." ચુ ગુવેરા દ્વારા ઈન્ટર આફ્રિકન ઈકોનોમીક એન્ડ સોશિયલ કાઉન્સિલની બેઠકમાં પ્રવચન (CIES), પુંન્ટા ડેલ એસ્ટા, ઉરુગ્વે 8 ઑગસ્ટ, 1961
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 492.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 530.
- ↑ ૧૧૨.૦ ૧૧૨.૧ એન્ડરસન 1997, પૃષ્ઠ. 545.
- ↑ કેલનર 1989, પૃષ્ઠ. 73.
- ↑ ૧૧૪.૦ ૧૧૪.૧ ૧૧૪.૨ ૧૧૪.૩ ૧૧૪.૪ "સંસ્થાનવાદ વિનાસ નોતરે છે " ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ચેનું પ્રવચન. તેઓ ક્યુબન પ્રતિનિધિ હતા.ડિસેમ્બર 11, 1964
- ↑ ૧૧૫.૦ ૧૧૫.૧ ૧૧૫.૨ ક્યુબાના સ્પીકર બોલતા હોમેર બીગાર્ટે બઝૂકા ફાયર કર્યું હતું.ધ ન્યૂયોર્ક ટાઈમ્સ , ડિસેમ્બર 12, 1964 - page 1
- ↑ ગુઈલેર્નો નોવો બાયોગ્રાફી સંગ્રહિત ૨૦૧૪-૦૪-૧૯ ના રોજ વેબેક મશિન સ્પાર્ટાકસ એજ્યુકેશનલ એન્સાયક્લોપેડીયા
- ↑ સ્નો 2007.
- ↑ હાર્ટ 2004, પૃષ્ઠ 271.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 618.
- ↑ http://www.fantompowa.net/Flame/che_guevara_irish_roots.htm
- ↑ સેંટ પેટ્રીક ડે 2005: ચે જીવનયાત્રા સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૧ ના રોજ વેબેક મશિન પીટર મેકડેર્મોટt, ધ આઈરીશ ઈકો ,માર્ચ 16-22 2005 આવૃતિ
- ↑ ગૂવેરા 1969, પૃષ્ઠ. 350.
- ↑ ગૂવેરા 1969, પૃષ્ઠ. 352–59.
- ↑ http://www.google.co.uk/url?sa=t&source=web&ct=res&cd=3&url=http%3A%2F%2Fwww.globalresearch.ca%2Findex.php%3Fcontext%3Dva%26aid%3D9315&ei=SPZ8StKDDsv2-Ab034hR&usg=AFQjCNHqDzcWGSLQab_RR8CmnNWZYhrEYA&sig2=RBPGr8ZVFfdjO_rRoJjCSg
- ↑ ટ્રાયકોન્ટિનેન્ટલને સંદેશો બોલિવિયાના જંગલમાંથી ચે ગૂવેરાએ લખેલો પત્ર, આ પત્ર ટ્રાયકોન્ટિનેન્ટલ સોલિડારિટી ઓર્ગેનાઈઝેશન હવાના, ક્યુબામાં 1967માં લખ્યો હતો.
- ↑ ગૂવેરા 1965.
- ↑ બેન બેલા 1997.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 624.
- ↑ ગાલ્વેઝ 1999, પૃષ્ઠ 62.
- ↑ ગોટ 2004 પૃષ્ઠ. 219.
- ↑ કેલનેર 1989, પૃષ્ઠ. 86.
- ↑ ડો. કોંગો બળવાખોરમાંથી મગજના સર્જન માર્ક ડોયલે, બીબીસી વર્લ્ડ અફેર', ડિસેમ્બર 13, 2005
- ↑ બીબીસી ન્યૂઝ જાન્યુઆરી 17, 2001.
- ↑ " જાસૂસો જાણતા હતા કે દાર-એ-સલામ યોદ્ધાઓ માટે એક કમ્યુનિકેશનનું સેન્ટર હતું.ત્યાં ક્યુબામાંથી કાસ્ટ્રોના સંદેશા આવતા અને તે ગેરિલાઓને (બામફોર્ડ 2002 ખાતે પહોંચાડવામાં આવતા, પુષ્ઠ. 181).
- ↑ આયરલેન્ડન્સ ઓવન 2000.
- ↑ કેલનેર 1989, પૃષ્ઠ. 87.
- ↑ ગૂવેરા 2000, પૃષ્ઠ. 1.
- ↑ કાસ્ટાનેડા 1998,પૃષ્ઠ. 316.
- ↑ Guevara 2009, p. 167.
- ↑ મિટ્ટલમેન 1981, પૃષ્ઠ. 38.
- ↑ ૧૪૧.૦ ૧૪૧.૧ Selvage 1985.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 693.
- ↑ કેલનેર 1989, પૃષ્ઠ. 97.
- ↑ "બિડિંગ ફોર ચે સંગ્રહિત ૨૦૧૩-૦૮-૨૬ ના રોજ વેબેક મશિન", ટાઈમ સામયિક , Dec 15 1967
- ↑ ગૂવેરા 1972.
- ↑ કાસ્ટેનેડા 1998, પૃષ્ઠ. 107–112; 131–132.
- ↑ રાઈટ 2000, p. 86.
- ↑ શેડોવ વોરિયર: ધ સીઆઈએ હિરો ઓફ ૧૦૦ અનનોન બેટલ , ફેલિક્સ રોડરિગ્ઝ એન્ડ જ્હોન વાઈઝમેન , સિમોન એન્ડ શ્ચુયસ્ટર, ઑક્ટોબર 1989
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ.733.
- ↑ ૧૫૦.૦ ૧૫૦.૧ "તે વ્યકિત જેણે ચેને દફનાવ્યો સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૭ ના રોજ વેબેક મશિન" જૂઆન ઓ. તામાયો, મિયામી હેરાલ્ડ , સપ્ટેમ્બર 19, 1997
- ↑ ૧૫૧.૦ ૧૫૧.૧ ૧૫૧.૨ ૧૫૧.૩ ૧૫૧.૪ Ray, Michèle (1968). "In Cold Blood: The Execution of Che by the CIA". Ramparts Magazine: 33. Unknown parameter
|month=
ignored (મદદ) - ↑ ગ્રાન્ટ 2007. રેને બારિન્ટોસએ કોઈ દિવસ જણાવ્યું નહીં કે ગુવેરાને મારવા પાછળ તેમનો શો હેતુ છે.
- ↑ ટાઈમ સામયિક 1970.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 739.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 739.
- ↑ એલ્મુદેવાર 2007 અને ગોટ્ટ 2005.
- ↑ કેસેય 2009, પૃષ્ઠ. 183.
- ↑ લેસેય 2007.
- ↑ "ગૂવેરાની ઘડિયાળ જીએમટી માસ્ટરની તસવીર". મૂળ માંથી 2010-05-24 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-17.
- ↑ ફેલિક્સ રોડરિગ્ઝ એન્ટ્રી સંગ્રહિત ૨૦૧૪-૦૪-૦૭ ના રોજ વેબેક મશિન ફ્રોમ સ્પાર્ટેકસ સ્કૂલનેટ એન્સાયક્લોપેડીયા
- ↑ કોર્નબૂલાહ 1997.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 740.
- ↑ એન્ડરસન 1997, પૃષ્ઠ. 741.
- ↑ Kellner 1989, p. 101.
- ↑ ૧૬૫.૦ ૧૬૫.૧ ૧૬૫.૨ Nadle, Marlene (August 24, 1968). "Régis Debray Speaks from Prison". Ramparts Magazine: 42.
- ↑ ક્યુબા સેલ્યુઅટ 'ચે' ગૂવેરા: ક્રાંતિકારીની અંતિમ વિધી સીએનએન, October 17, 1997 સીએનએન વિડીયો સંગ્રહિત ૨૦૧૬-૦૮-૧૮ ના રોજ વેબેક મશિન
- ↑ "ચે માટે બિડિંગ સંગ્રહિત ૨૦૧૩-૦૮-૨૬ ના રોજ વેબેક મશિન", ટાઈમ સામયિક, ડિસે 15 1967
- ↑ ગૂવેરા 1967બી.
- ↑ રાયન 1998, પૃષ્ઠ. 45
- ↑ રાયન 1998, પૃષ્ઠ. 104
- ↑ રાયન 1998, પૃષ્ઠ. 148
- ↑ રામીરેઝ 1997.
- ↑ બોલિવિયાએ ચે ગૂવેરાની અસલ ડાયરી રજૂ કરી એડ્યુર્ડો ગ્રાસિયા, રોઈટર્સ, જૂલાઈ 7, 2008
- ↑ હત્યા કરાયેલા ચે ગૂવેરાના સૈનિકો મળ્યા ? વિડીયો રિપોર્ટ નેશનલ જિયોગ્રાફિક , ઑગસ્ટ 21, 2009
- ↑ McLaren 2000, p. 7.
- ↑ ગૂવેરા 2005
- ↑ ચેનો બીજો જન્મ? ડેવિડ રેઈફ, નવેમ્બર 20, 2005, ન્યૂ યોર્ક ટાઈમ્સ
- ↑ મોયનિહાન 2006.
- ↑ સિંકલેર 1968 / 2006, પૃષ્ઠ. 80.
- ↑ સિંકલેર 1968 / 2006, પૃષ્ઠ. 127.
- ↑ મેકલેરેન 2000, પૃષ્ઠ. 3.
- ↑ સિંકલેર 1968 / 2006, પૃષ્ઠ. 67.
- ↑ અર્નેસ્ટો ચે ગૂવેરા આર પી આઈ R.I.P. મુરે રોથબાર્ડ, ડાબે અને જમણે: જર્નલ ઓફ લિબેરિટીયન વિચારો, વોલ્યુમ 3, નંબર 3 (સ્પ્રીંગ-શરદ 1967)
- ↑ માત્ર સુંદર ચહેરો? સિન ઓ હેગન, ધ ઓબઝર્વર , જૂલાઈ 11, 2004
- ↑ પીપલ્સ વિક્લી 2004.
- ↑ અર્જેન્ટીનાએ ચે ગૂવેરાને શ્રદ્ધાંજલી અર્પી હેલેન પોપર, રોઈટર્સ, ૧૪ જૂન, 2008
- ↑ ચેની 80મી જન્મજંયતિ નિમિત્તે પ્રતિમા' ડેનિયલ સ્વાઈમર, બીબીસી ન્યૂઝ, જૂન 15, 2008
- ↑ શીપાની 2007.
- ↑ ચે ગૂવેરાના માસ્ક પાછળ એક ઠંડો હત્યારો ટાઈમ્સ ઓનલાઈન , September 16, 2007
- ↑ ૧૯૦.૦ ૧૯૦.૧ ૧૯૦.૨ વાર્ગાસ લલોસા2005.
- ↑ ૧૯૧.૦ ૧૯૧.૧ કેલનેર 1989, પૃષ્ઠ. 106.
- ↑ ડિ'રિવેરા 2005.
- ↑ ""Chávez es díficil de encasillar, pero a final de cuentas queda claro que es un pobre rico"". El Nacional.
- ↑ વધુ જુઓ ચે ગૂવેરા (તસવીર)
- ↑ બીબીસી ન્યૂઝ મે 26, 2001
- ↑ લેસેય 2007બી.
- ↑ બીબીસી ન્યૂઝ 2007.
- ↑ ઓ હેગન 2004.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Pages containing citation needed template with unsupported parameters
- 1977માં મૃત્ય
- ચે ગૂવેરા
- ગેરિલાની યુદ્ધ પદ્ધતિ
- ક્રાંતિના થીઅરિસ્ટ
- માર્કસવાદી થીઅરિસ્ટ
- માર્કસવાદ
- સમાજવાદ
- સામ્રાજ્યવાદ વિરોધી
- નૂતન સંસ્થાનવાદ
- રાષ્ટ્રીય મુક્તિ ચળવળ
- આર્જેન્ટીન ક્રાંતિકારીઓ
- આર્જેન્ટિન સામ્યવાદીઓ
- ઈન્ડિજિનિયસ કાર્યકરો
- હત્યા કરવામાં આવેલા ક્રાંતિકારી
- બોલિવિયામાં શસ્ત્રો વડે મૃત્યુ
- રોસારિયોના લોકો
- બાસ્કે વંશના આર્જેન્ટિનિયન
- આઈરિસ લોહિ ધરાવતા આર્જેન્ટિનિયન
- આર્જેન્ટિનિયન નાસ્તિક
- આર્જેન્ટિનામાંથી દેશનિકાલ કરાયેલા લોકો
- બ્યુનો એરિસ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
- ૧૯૨૮માં જન્મ
- ૧૯૬૭માં મૃત્યુ