લખાણ પર જાઓ

જ્હોન એફ કેનેડી

વિકિપીડિયામાંથી
જ્‌હોન એફ કેનેડી
કેનેડી જુલાઈ ૧૯૬૩માં ઓવલ ખાતેની ઓફિસમાં
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ૩૫મા પ્રમુખ
પદ પર
૨૦ જાન્યુઆરી ૧૯૬૧ – ૨૨ નવેમ્બર ૧૯૬૩
ઉપ રાષ્ટ્રપતિલિંડન બી. જૉન્સન
પુરોગામીડ્વાઈટ ડી. આઇઝેનહોવર
અનુગામીલિંડન બી. જૉન્સન
United States Senator
from મેસેચુસેટ્સ
પદ પર
૩ જાન્યુઆરી ૧૯૫૩ – ૨૨ ડિસેમ્બર ૧૯૬૦
પુરોગામીહેનરી કેબૉટ લોજ (જુનિયર)
અનુગામીબેન્જામિન એ. સ્મિથ
Member of the U.S. House of Representatives
from મેસેચુસેટ્સ's ૧૧મો જિલ્લો district
પદ પર
૩ જાન્યુઆરી ૧૯૪૭ – ૩ જાન્યુઆરી ૧૯૫૩
પુરોગામીજૅમ્સ માઇકલ કર્લે
અનુગામીટીપ ઓ’નીલ
અંગત વિગતો
જન્મ
જૉન ફિટ્સજેરાલ્ડ કેનેડી

૨૯ મે ૧૯૧૭
બ્રુકલીન, મેસેચુસેટ્સ, અમેરિકા
મૃત્યુ૨૨ નવેમ્બર ૧૯૬૩ (૪૬ વર્ષ)
ડલ્લાસ, અમેરિકા
મૃત્યુનું કારણગોળીબાર દ્વારા હત્યા
અંતિમ સ્થાનઅર્લિંગટન રાષ્ટ્રીય કબ્રસ્તાન
રાજકીય પક્ષડેમોક્રેટીક પક્ષ (અમેરિકા)
જીવનસાથીજેક્વેલીન લી બોવિયર (૧૨ સપ્ટેમ્બર ૧૯૫૩)
સંતાનો
  • એરાબેલા (૧૯૫૬)
  • કેરોલાઇન બી. (૧૯૫૭)
  • જોન એફ કેનેડી (જુ) (૧૯૬૦-૧૯૯૯)
  • પેટ્રીક બોવિયર કેનેડી (૧૯૬૩)
માતા-પિતાજોસેફ પી. કેનેડી (સીનિયર)
રોઝ ફિટ્સજેરાલ્ડ
શિક્ષણહાર્વર્ડ યુનિવર્સિટી
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી
સહીCursive signature in ink
સૈન્ય સેવાઓ
Allegiance United States
શાખા/સેવાયુનાઇટેડ સ્ટેટ્સ (નૌસેના)
સેવાના વર્ષો૧૯૪૧-૧૯૪૫
હોદ્દો લેફ્ટીનેન્ટ (નૌસેના)
દળમોટર ટોર્પિડો સ્ક્વૉર્ડન ૨
મોટર ટોર્પિડો જહાજ PT-૧૦૯
મોટર ટોર્પિડો જહાજ PT-૫૯
લડાઈઓ/યુદ્ધોદ્વિતીય વિશ્વયુદ્ધ
સોલોમેન આઇલૅન્ડ યુદ્ધ
પુરસ્કારોનેવી ઍન્ડ મરીન કોપ્સ મેડલ
પર્પલ હાર્ટ
અમેરિકન ડિફેન્સ સર્વિસ મેડલ
અમેરિકન કેમ્પેન મેડલ
એશિયા-પેસેફિક કેમ્પેન મેડલ (ત્રણ કાંસ્ય ચંદ્રક)
દ્વિતીય વિશ્વયુદ્ધ વિજય મેડલ[]

જ્‌હોન એફ કેનેડી(૨૯ મે ૧૯૧૭ - ૨૨ નવેમ્બર ૧૯૬૩)સંયુક્ત રાજ્ય અમેરિકાના ૩૫મા રાષ્ટ્ર પ્રમુખ હતા.[]પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ ઈ.સ. ૧૯૬૦ થી ૧૯૬૩ના વર્ષ સુધીનો હતો. કેનેડીના કાર્યકાળ દરમિયાન શીતયુદ્ધ ચરમસીમા પર હતું. પ્રમુખ તરીકેનો તેમનું મુખ્ય કાર્ય રશિયા અને ક્યુબા સાથેના આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રબંધનનું રહ્યું હતું. ૧૯૬૩માં તેમની હત્યા કરવામાં આવી હતી.

પ્રારંભિક જીવન અને શિક્ષણ

[ફેરફાર કરો]

જૉન ફિટ્સજેરાલ્ડ કેનેડીનો જન્મ ૨૯ મે ૧૯૧૭ ના રોજ બ્રુકલીન, મેસેચુસેટ્સમાં થયો હતો. તેમના પિતા જોસેફ પી. કેનેડી (સીનિયર) વ્યાપારી અને રાજનીતિજ્ઞ હતા તથા માતા રોઝ ફિટ્સજેરાલ્ડ કેનેડી સમાજસેવક હતા. કેનેડી શરૂઆતના દસ વર્ષ બ્રુકલીન ખાતે રહ્યા હતા તથા સ્થાનિક ચર્ચ સેન્ટ ઍડિન ખાતે ૧૯ જૂન ૧૯૧૭ના રોજ બેપ્ટીઝમ(દિક્ષા સંસ્કાર) કરવામાં આવ્યા હતા.[][]તેમનું પ્રારંભિક શિક્ષણ (વર્ગ ૪ સુધી) બ્રુકલીનની સ્થાનિક શાળાઓમાં થયું હતું. પિતાના વેપાર-વ્યવસાયના કારણે કેનેડી પરિવાર ૧૯૨૭માં બ્રુકલીનથી ન્યુયોર્ક શહેર પાસેના રિવરડાલે ખાતે સ્થળાંતરીત થયો હતો.[] અહીં તેમણે વર્ગ ૫ થી ૭ સુધીનો અભ્યાસ કર્યો. બાદમાં તેમનો પરિવાર બ્રોક્ષવિલે, ન્યુયોર્ક ખાતે સ્થળાંતરીત થયો.

૧૯૪૦માં તેમણે હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતકની પદવી મેળવ્યા બાદ લંડનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ઍન્ડ પોલિટિક્સમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમણે પોતાનો નિબંધ વ્હાય ઇંગ્લેન્ડ સ્લેપ્ટ (૧૯૪૦) પ્રકાશિત કર્યો જેમાં ઇંગ્લેન્ડની જર્મની પ્રત્યેની તૃષ્ટીકરણની નીતિઓની ટીકા કરી હતી.[]

રાજકીય જીવન

[ફેરફાર કરો]

દ્વિતીય વિશ્વયુદ્ધમાં મોટર ટોર્પિડો જહાજના કમાન્ડર પદ બાદ ૨૯ વર્ષની ઉંમરે તેઓ ૧૯૪૭ – ૧૯૫૩ દરમિયાન ડેમોક્રેટીક્સ પક્ષના ઉમેદવાર તરીકે મેસેચુસેટ્સના ૧૧મા જિલ્લાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા. ૧૯૫૩ – ૧૯૬૦ ના સમયગાળામાં અમેરિકી સેનેટ સભ્ય રહ્યા. ૧૯૬૦ની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ઉપરાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સનને હરાવી થિયોડોર રુઝવેલ્ટ બાદ ૪૩ વર્ષની આયુમાં સૌથી યુવા રાષ્ટ્રપ્રમુખ બન્યા.[] તેમના શાસન દરમિયાન પિગ્ઝની ખાડીનું અધિગ્રહણ, ક્યુબા દ્વારા અણુ પ્રક્ષેપાસ્ત્ર નિર્માણ, બર્લિનની દિવાલનું નિર્માણ, રશિયા સાથેનું શીતયુદ્ધ અને અંતરિક્ષ પર કબજો જમાવાની હોડ, આફ્રિકી-અમેરિકન માનવાધિકાર ચળવળ અને વિયેતનામ યુદ્ધની શરૂઆત પ્રમુખ ઘટનાઓ છે.

અંગત જીવન

[ફેરફાર કરો]

કેનેડી પરિવાર સંયુક્ત રાજ્ય અમેરિકાના સૌથી વધુ રાજકીય આધિપત્ય ધરાવતા પરિવારો પૈકીનો એક છે. અમેરિકાના રાજકીય વર્તુળમાં એક રાષ્ટ્રપતિ, ત્રણ સેનેટર, ત્રણ રાજદૂત, તેમજ સંઘ અને રાજ્ય સ્તર પર ઘણા પ્રતિનિધિઓ આપનારો પરિવાર છે.જ્‌હોન એફ કેનેડીના લગ્ન જેક્વેલીન લી બોવિયર (૧૨ સપ્ટેમ્બર ૧૯૫૩) સાથે થયા હતા.તેમને ચાર સંતાનો એરાબેલા (૧૯૫૬) કેરોલાઇન બી. (૧૯૫૭) જોન એફ કેનેડી (જુ) (૧૯૬૦-૧૯૯૯) પેટ્રીક બોવિયર કેનેડી (૧૯૬૩) હતા.

૨૨ નવેમ્બર ૧૯૬૩, ને શુક્રવાર ના રોજ બપોરે ૧૨:૩૦ના સમયે કેનેડી જ્યારે ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં પોતાની મોટરકારમાં જઈ રહ્યા હતા ત્યારે લી હાર્વે ઓસ્વાલ્ડ નામના એક યુવકે ગોળી મારી તેમની હત્યા કરી હતી.[]

ચિત્ર ઝરુખો

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "John F. Kennedy Miscellaneous Information". John F. Kennedy Presidential Library & Museum. Archived from the original on August 31, 2009. Retrieved February 22, 2012.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ પાઠક, દેવવ્રત (નવેમ્બર ૧૯૯૩). "કેનેડી, જ્‌હોન એફ". In ઠાકર, ધીરુભાઈ (ed.). ગુજરાતી વિશ્વકોશ. Vol. ખંડ ૫ (પ્રથમ ed.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૨૪–૨૫. OCLC 248968742.{{cite encyclopedia}}: CS1 maint: year (link)
  3. "JFK John F Kennedy baptism St. Aidan's church Brookline". Archived from the original on 2019-10-06. Retrieved 2019-11-03.
  4. "Churches Attended by John F. Kennedy | JFK Library". www.jfklibrary.org.
  5. "John F. Kennedy: Early Years". Retrieved April 17, 2017.

પૂરક વાચન

[ફેરફાર કરો]
  • સોરેનસેન, થિયોડૉર (ફેબ્રુઆરી ૧૯૬૮). સ્વપ્નદ્રષ્ટા કેનેડી. Translated by દેસાઈ, જગન્નાથ (પ્રથમ ed.). સુરત: ગાંડીવ સાહિત્ય મંદિર.