જિજ્ઞેશ મેવાણી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
જિજ્ઞેશ મેવાણી
Jignesh Mevani Social activist.jpg
ગુજરાતી લિટરસી ફેસ્ટિવલ ખાતે, ૧૬ ડિસેમ્બર ૨૦૧૬
ગુજરાત વિધાનસભાના સભ્ય
પદ પર
Assumed office
૨૦૧૭
બેઠકવડગામ
અંગત વિગતો
જન્મ (1982-12-11) 11 December 1982 (ઉંમર 38)
અમદાવાદ, ગુજરાત, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષઅપક્ષ
શિક્ષણ
  • બી.એ.
  • એલ.એલ.બી.
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
ધંધોવકીલ, સામાજિક ચળવળકાર, રાજકારણી
સહી

જિજ્ઞેશકુમાર નટવરલાલ મેવાણી ગુજરાતના એક રાજકારણી છે. તેઓ ગુજરાત વિધાનસભામાં વડગામ મતદાર ક્ષેત્રના પ્રતિનિધિ છે. તેમણે એક સામાજિક ચળવળકાર અને વકીલ તરીકે પણ કામ કર્યું છે. તેમણે ૨૦૧૬માં ગુજરાતમાં દલિત દેખાવોની આગેવાની કરી હતી.[૧]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

મેવાણીનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૮૨માં અમદાવાદ ખાતે થયો હતો. તેમનું કુટુંબ મેઉ, મહેસાણા જિલ્લાનું વતની છે. તેમણે પોતાનો શાળા અભ્યાસ સ્વસ્તિક વિદ્યાલય અને વિશ્વ વિદ્યાલય માધ્યમિક શાળામાંથી કર્યો હતો. તેમણે ૨૦૦૩માં એચ.કે. આર્ટ્સ કોલેજ અમદાવાદમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ૨૦૦૪માં તેમણે પત્રકારિતા અને જનસંચારમાં ડિપ્લોમા કર્યું. ૨૦૦૪ થી ૨૦૦૭ સુધી તેમણે ગુજરાતી સાપ્તાહિક "અભિયાન"માં પત્રકાર તરીકે કામ કર્યું. ૨૦૧૩માં તેમણે ડી.ટી કોલેજ અમદાવાદમાંથી કાયદા સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી.[૨]

કારકિર્દી[ફેરફાર કરો]

૨૦૧૬ ગુજરાત દલિત આંદોલન[ફેરફાર કરો]

રાજકારણ[ફેરફાર કરો]

જીજ્ઞેશ મેવાણીએ ગુજરાત વિધાનસભા ૨૦૧૭ના ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બનાસકાંઠા જિલ્લાનાં વડગામ ખાતેથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા હતા. જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસે પોતાનો ઉમેદવાર હટાવી લીધો હતો. તેઓ ભાજપના ઉમેદવારને હરાવી ધારાસભ્ય બન્યા હતા.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "10 things to know about Jignesh Mevani, the man leading Gujarats Dalit agitation". India Today. ૨૦૧૬-૦૮-૦૫. Retrieved ૨૦૧૬-૧૨-૨૦. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. Vankar, Devendra (૨૦૧૬-૧૦). "Introduction article on Jignesh Mevani". Sanvedana Samaj. Ahmedabad: Kishor Makwana. Unknown parameter |editor૧-first= ignored (મદદ); Unknown parameter |editor૧-last= ignored (મદદ); Check date values in: |date= (મદદ)
  3. PTI (2017-12-18). "Gujarat elections: Dalit leader Jignesh Mevani wins Vadgam seat". mint (અંગ્રેજી માં). Retrieved 2021-03-05. Check date values in: |accessdate=, |date= (મદદ)