નવિન પટનાયક

વિકિપીડિયામાંથી
નવિન પટનાયક

નવિન પટનાયક ભારતીય રાજકારણ ક્ષેત્રના એક જાણીતા વ્યક્તિ છે. તેઓ હાલના સમયમાં ભારત દેશના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા ઓરિસ્સા રાજ્યના મુખ્યમંત્રી છે (૨૦૧૨). તેઓ આ પદ પર માર્ચ ૫, ૨૦૦૦થી પહેલી વાર બીરાજમાન થયા પછી સતત ત્રીજી વાર તેઓ મુખ્યમંત્રી બન્યા છે. આ ઉપરાંત તેઓ ઓરિસ્સા રાજ્યમાં વ્યાપ ધરાવતા બીજુ જનતા દળ નામથી ઓળખાતા રાજકીય પક્ષના વડા પણ છે. આ દળનું સંગઠન એમણે જ ઊભું કરેલ છે.

જીવન દર્શન[ફેરફાર કરો]

નવીન પટનાયકનો જન્મ ઓરિસ્સા રાજ્યના મુખ્ય શહેર એવા કટક શહેર ખાતે ઓક્ટોબર ૧૬, ૧૯૪૬ ના રોજ થયો હતો. રાજ્યના દિગ્ગજ નેતાઓમાંથી એક એવા ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીજુ પટનાયક એમના પિતા હતા. એમની માતાનું નામ જ્ઞાન પટનાયક હતું.