કોળી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કોળીભારત દેશની એક પુરાતન સમુહની જ્ઞાતિ છે. કોળી જ્ઞાતિનાં લોકો મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહીત સમગ્ર ભારતમાં વસવાટ કરે છે. મહારાષ્ટ્રમાં તેઓ દરિયાકાંઠાનાં વિસ્તારમાં સ્થિત છે. તેઓ મુંબઇનાં મૂળ વસાહતીઓમાંનાં એક છે, જેઓએ મુંબઇના 'સાત ટાપુઓ' પર વસવાટ કરેલો. ગુજરાતમાં કોળીઓની વસ્તી લગભગ બધા જ વિસ્તારોમાં છે અને અમુક જગ્યારે તેઓ કોળી પટેલ તરીકે પણ ઓળખાય છે, જેઓ મહારાષ્ટ્રની જેમ મુખ્યત્વે ખેડૂતો કે માછીમારો છે.

કોળી સમાજ[ફેરફાર કરો]

ગુજરાતમાં સને ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી. [૧] ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ પણ ઉત્તર પ્રદેશના કોળી સમાજમાંથી આવે છે.

ગુજરાતનો કોળી સમાજ નીચે મુજબના સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે: [૨]

  • દક્ષિણ ગુજરાત : કોળી પટેલ કે તળપદા, માટિયા, ગુલામ, માનસરોવરીયા.
  • સૌરાષ્ટ્ર : પટેલિયા, ઘેડીયા, વળાંકીયા, તળપદા, પગી અને કોળી,ચુંવાળીયા કોળી.
  • ઉત્તર ગુજરાત : ઇંદરીયા.
  • મધ્ય ગુજરાત : પરદેશી, તળપદા, ભાલીયા, કોટવાળ, પગી, ડેબરીયા, પટેલીયા અને રાઠવા.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]