ચર્ચા:ભારત રત્ન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

યાદીમાં રાજ્ય-દેશનો ઉલ્લેખ[ફેરફાર કરો]

મિત્રો, અહીં ભારત રત્નથી સન્માનીત મહાનુભાવોની યાદીમાં છેલ્લી કોલમ ’ભારતીય રાજ્ય/દેશ’ એવી છે. અંગ્રેજી વિકિના સમાન લેખ અને સરકારની અધિકૃત યાદીમાં (સંદર્ભમાં જોડેલી pdf) આવો કોઈ ઉલ્લેખ નથી. આમે "ભારત રત્ન"ને કોઈ રાજ્ય-પ્રાંતની યાદીમાં વહેંચવો વાજબી જણાતું નથી (જ્ઞાનકોશની દૃષ્ટિએ ક્યારેક વિવાદાસ્પદ પણ બની શકે) . અન્ય દેશસ્થ મહાનુભાવ વિશે "યોગદાન" કોલમમાં ઉલ્લેખ કરી શકાશે (જેમ કે નેલ્શન મંડેલાનું યોગદાન). તો આ છેલ્લી કોલમ હટાવવા બાબતે સૂચનો આપશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૪, ૧૦ નવેમ્બર ૨૦૧૪ (IST)