સંત તુકારામ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સંત તુકારામ વિમાનમાં બેસીને વૈકુંઠ જઈ રહ્યા છે તે દૃશ્ય

સંત તુકારામ ( ૧૬૦૮ - ૧૬૫૦ ), જેઓ તુકારામ નામથી પણ ઓળખાય છે. સંત તુકારામ ૧૭મી સદીના એક મહાન સંત કવિ હતા. તેઓ ભારતમાં લાંબા સમય સુધી ચાલેલા ભક્તિ આંદોલનના મુખ્ય આધારસ્તંભ હતા.

જીવનચરિત્ર[ફેરફાર કરો]

ખરું જોતા સંત તુકારામ જેવા મહાપુરુષનું લખાણ, તેમનો ઉપદેશ એક ગામ, પ્રાંત કે દેશ માટે જ ઉપયોગી ન હોઈ સમસ્ત માનવજાતિ માટે તેનો ઉપયોગ છે. માણસ - માત્રનાં કલ્યાણ અને ઉન્નતિના નિયમો અને ઉપાયો એમાં બતાવેલા હોય છે. જીવનમાં જે વિષયોને મહત્વ આપીને તેમણે પોતાનું જીવન વિતાવ્યું હોય છે તે વિષયોને સમસ્ત માનવજાતિના કલ્યાણ સાથે સંબંધ હોય છે. તેથી ચારિત્ર્યવાન, ઈશ્વરનિષ્ઠ અને સદ્‍ગુણ સંપન્ન પુરુષને કયારેય પણ એકાદ ગામના કે પ્રાંતના ન માનતાં સમસ્ત જગતના આપણે માનવા જોઈએ. કારણ કે એ સંપત્તિ સમસ્ત માનવજાતિની છે. સંત તુકારામના જેટલી ખ્યાતી કોઇ પણ સંતને પ્રાપ્ત થયેલી નથી. સંસારનો ત્યાગ ન કરતા તેમણે પરમાર્થ પ્રાપ્તિ કરી લીધી. સાદી લોકભાષામાં અભંગો રચીને લોકાને ઉપદેશ કર્યો. ઉત્કટ ભક્‍તિભાવના, નિરપેક્ષતા અને સરળતા આવા તેમના મહાન ગુણોથી લોકો તેમના તરફ આકર્ષાયા હતા. એ સમયના લોકોમાં તેઓ અત્યંત પુજનીય થયા હતા અને આજે પણ પુજનીય છે. તેમના અભંગોમાં તેમ જ તેમના ઉદ્‍ગારોમાં ઈશ્વરપ્રાપ્તિની વ્યાકુળતા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે અને જ્ઞાન આપીને તેને શાંત કરવાની પણ શક્તિ છે. જેઓ તેમનો અભ્યાસ કરશે, તેમને આ પ્રકારનો અનુભવ આવ્યા વગર રહેશે નહીં.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]