અભંગ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અભંગ

અભંગમહારાષ્ટ્રના પ્રદેશોમાં વિઠોબા કે વિઠ્ઠલા તરીકે ઓળખાતા વિષ્ણુ ભગવાનની સ્તુતિ માટે ગવાતાં એક પ્રકારનાં કાવ્યો છે. મહારાષ્ટ્રના વારકરી સંપ્રદાયના સંતોએ ૧૩મી સદીમાં સમાજમાં ભક્તિનો અલખ જગાવવા માટે ક્ષેત્રીય ભાષામાં કાવ્યોની રચના કરી હતી, જે અભંગ તરીકે ઓળખાય છે.

સામાન્ય રીતે અભંગ બે પ્રકારના હોય છે - ચાર ચરણનાં અભંગ અને બે ચરણનાં અભંગ. ચાર ચરણોવાળા અભંગનાં પ્રથમ ત્રણ ચરણોમાં ૬-૬ અક્ષર હોય છે, જ્યારે અંતિમ ચરણમાં ૪ અક્ષર હોય છે.

દા.ત.

काय करूँ आता , धरुनिया भीड़
नि:शंक हे तोंड, वाजविले ।।
नव्हे जगी कोणी, मुक्तियांचा जाण
सार्थक लाजुण, नव्हे हित ।।


બે ચરણવાળા અભંગના પ્રત્યેક ચરણમાં ૮-૮ અક્ષર હોય છે.

દા.ત.

जे का रंजले गांजले।
त्यासी म्हणे जो आपुले।।

સદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]